ખજાનો - 45 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 45

(આપણે જોયું કે સોમાલિયાના રાજા નુમ્બાસા પાસેથી રાજગાદી પાછી મેળવવાનું વિચારતા. લિઝા હીરા અને સોનાના ખજાના વિશે તેમજ પોતાના ફસાઈ ગયેલા પિતા વિશે રાજાને જણાવે છે. હવે આગળ...)

" મારા ડેડ ત્યાં સુધી પહોંચી ગયા હતા.તેઓ દક્ષિણ આફ્રિકામાં ખરેખર સોના અને હીરાનો ખજાનો છે કે નહીં..? તે જાણવા અને ખજાનો શોધવા દક્ષિણ આફ્રિકા ગયા હતા. પરંતુ ત્યાંના ખૂંખાર અને ખતરનાક આદિવાસીઓ એ તેમને કેદમાં કરી લીધા.તેમાંથી ડેવિડ અંકલ તો ત્યાંથી છૂટીને ઘરે આવી ગયા પણ મારા ડેડ હજુય ત્યાં જ ફસાયેલા છે.આથી તેઓને છોડાવવા હું નીકળી હતી. જૉની મારો કઝિન અને ડેવિડ અંકલનો સન છે. હર્ષિત અને સુશ્રુત મારા મિત્રો છે. તેઓ મારી સાથે મારા ડેડને આદિવાસીઓની કેદમાંથી છોડાવવા આવ્યાં છે." લિઝાએ કહ્યું.

"તો આવો કંઈક પ્લાન બનાવીએ." રાજાએ કહ્યું.

રાજાએ પોતાના મનમાં રહેલા પ્લાન ચારે મિત્રોને કહ્યો. ગુપ્ત સુરંગના આછા પ્રકાશમાં રાજાએ પોતાનો પ્લાન સમજાવી પોતાનો હાથ લાંબો કર્યો. ચારેય મિત્રોએ એકબીજાની સામે જોયું અને જાણે રાજાના તે પ્લાનથી સહમત હોય તેમ, રાજા ના હાથમાં હાથ મૂક્યો. પાંચેયના ચહેરા પર સાહસની સાથે કંઈક કરી દેવાની અને વિજય મેળવવાની ઉત્સુકતા હતી. પરંતુ હજુ એ હર્ષિતનું મન ડગી રહ્યું હતું, જ્યારે સુશ્રુત થોડો કન્ફ્યુઝ હતો.

" રાજાજી...! હજી મને સમજાતું નથી. પ્લાન મુજબ તમે કહ્યું તેમ આપણે આપણી વેશભૂષા બદલવી પડશે, પરંતુ વેશભૂષા માટે કપડાં ક્યાંથી લાવશું ?" ભોળો સુશ્રુત મનમાં કંઈ નહોતો રાખતો. જ્યારે પણ તેને કન્ફ્યુઝન લાગે તે તરત જ સવાલ કરી દે તો અને તેના ભોળા સવાલો સૌને હળવાં કરી દેતાં. પણ આ વખતે બાકીના મિત્રોને પણ તેનો સવાલ યોગ્ય લાગ્યો.

" અરે મારા મિત્ર...! આવો મારી સાથે...! હું તમને બતાવું ક્યાંથી આપણે વેશભૂષા માટેના કપડા લઈશું." એમ કહી રાજાએ સુશ્રુતનો હાથ પકડીને સુરંગમાં રહેલ તે ઓરડી તરફ લઈ ગયા જ્યાં જુદા જુદા પ્રકારના કપડાં આભૂષણો સાથે હતા.

" અરે વાહ...! અહીં તો આપણા આયોજન મુજબ બધા જ પ્રકારના કપડાને આભૂષણો છે. ગજબની વ્યવસ્થા કરી છે મહારાજ..!" જોનીએ આશ્ચર્યથી કહ્યું.

" મિત્રો આ સુરંગ એટલા માટે બનાવવામાં આવી છે કે સંકટ સમયે રાજ પરિવાર દુશ્મનોથી બચી શકે અને પોતાનું રક્ષણ પણ કરી શકે. પોતાના પરિવારનું રક્ષણ પણ કરી શકે. તે માટે અહીં ખોરાક, પાણી, શૌચાલ, કપડાની વ્યવસ્થા, ઔષધાલયની વ્યવસ્થા તેમજ સુરક્ષા માટે હથિયારોની પણ વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે. એક થી દોઢ મહિના સુધી આરામથી અહીં રહી શકાય તેટલો ખોરાક પાણી અને અનાજનો જથ્થો છે."

" મહારાજ છેલ્લો સવાલ પૂછું..? આપનો પરિવાર ક્યાં છે ? આપની પત્ની, બાળકો,માતા-પિતા પણ હશે ને ? નુમ્બાસાએ તેમને પણ કેદ કર્યા છે કે માત્ર તમને જ ?"

" મારી પત્ની બાળકો અને મારા માતા પિતાને મારો આજ્ઞાકારી અને ખૂબ જ ઈમાનદાર કહી શકાય તેવા સેનાપતિએ તેઓને રાજ્યની બહાર એક સુરક્ષિત જગ્યા પર લઈ ગયો છે હું આ રાજ્યની બહાર નીકળું પછી જ અથવા તો નુમ્બાસાને રાજગાદી પર હટાવી લઉં ત્યારબાદ જ હું તેનો સંપર્ક કરી શકીશ." આટલું બોલી રાજા ઊંડો શ્વાસ લીધો.

" આપને પણ તેઓની યાદ આવતી હશે ને..? જ્યારે પોતાના માણસો આપણાથી દૂર થઈ જાય છે ત્યારે કેવી દુઃખની લાગણી અનુભવાય છે તે મારાથી વધારે સારી રીતે કોણ જાણી શકે..? રાજાજી..! હું આપની તકલીફ.. સમસ્યાને સમજી શકુ છું. મને વિશ્વાસ છે, આપણે બધાએ આપણા પ્લાન મુજબ આ કાર્યને સફળ કરી શકીશું. આપ જરૂરથી આપના પરિવારને મળી શકશો. જરૂરથી રાજગાદી પણ પાછી મેળવી શકશો અને હું મારા ડેડની પાછા લાવી શકીશ." આટલું બોલતા લિઝાની આંખોમાં પાણી આવી ગયા.

To be continue....

મૌસમ😊