ખજાનો - 38 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 38

"આ....આ...હા...!" કરતા જોનીયે જોરથી છત પરની જાળી ને ખેંચી અને અચાનક જ ઝીણી ઝીણી કોતરણી વાળી જાળી તૂટી જતા બહારથી સુંદર મજાનો પ્રકાશ કોટડીમાં આવવા લાગ્યો. બહારથી તેજ પ્રકાશ આવવાથી કોટડીની અંદર અજવાળું છવાઈ ગયું. ચારેય મિત્રો હવે એકબીજાને જોઈ શકતા હતા. કોટડીની અંદર ફરતા સાપ તેમજ અન્ય વસ્તુઓને સ્પષ્ટ પણે જોઈ શકતા હતા.

" ઓહ.. માય.. ગોડ...! જોની તેં આ કેવી રીતે કર્યું ? અદ્દભૂત..!" લિઝાએ આશ્ચર્યચકિત થતા પૂછ્યું.

" ભાઈ તે તો ગજબ કરી નાખ્યો સાવ અંધારી કોટડીમાં તે તો પ્રકાશ ભરી નાખ્યો." જોનીની પીઠ થાબડતા હર્ષિતે કહ્યું.

" તે પણ ખરો પ્રાસ બેસાડી દીધો..! ગજબ કરી નાખ્યો... પ્રકાશ ભરી નાખ્યો...! મારો મિત્ર સાહિત્યકાર બની ગયો." જોનીએ હર્ષિતના વખાણ કરતા કહ્યું.

" અરે હું કંઈ સાહિત્યકાર નથી. બસ તારા પરાક્રમના પ્રભાવે પ્રાસયુક્ત શબ્દો મારા મુખમાંથી નીકળી પડ્યા." હસતા હસતા હશે તે કહ્યું.

એ દરમિયાન લિઝા પેલા સાવ ઘાટ નિંદ્રામાં બેઠેલા માણસ પાસે ગઈ. તે વ્યક્તિના દાઢી અને વાળ વધી ગયા હતા. દેખાવે 35 થી 40 વર્ષનો યુવાન લાગી રહ્યો હતો. તંદુરસ્ત પણ ઘણા દિવસથી ખાધા પીધાં વિના તેની તબિયત લથડી ગઈ હોય અને બેભાન અવસ્થામાં ચાલ્યો ગયો હોય તેવું દર્શાવતું હતું.

" સુશ્રુત.. તુ જલ્દી થોડું પાણી લઈ આવ. જોની, હર્ષિત જલ્દીથી અહીં આવો. આ માણસની મૂર્છાને તોડવાનો પ્રયત્ન કરીએ,તેને જગાડવાનો પ્રયત્ન કરીએ."

સુશ્રુત પાણીના છાંટા તે માણસની ઉપર છાંટવા લાગ્યો. જોની અને હર્ષિત તેને ઢંઢોળવા લાગ્યા. ઘણા પ્રયત્નો બાદ ધીમે ધીમે તે બેભાન યુવાન તેના હાથ પગ હલાવવા લાગ્યો, પરંતુ હજુ તેણે આંખો ખોલી ન હતી.

" આપણી જેમ આ આ માણસને પણ નુમ્બાસાએ કેદ કરી દીધો હશે. કદાચ તે પણ આપણી જેમ નિર્દોષ હોય. સુશ્રુત થોડું પાણી લાવી તેનું મોઢું ખોલીને આમને પાણી પીવડાવવાનો પ્રયત્ન કરીએ. કદાચ કંઈ ફેર પડે..!" માનવતાની દ્રષ્ટિએ તે માણસને જગાડવાનો ને સાજો કરવાનો પ્રયત્ન કરતી, લિઝાએ કહ્યું.

" લિઝા..! તુ અને સુશ્રુત આ માણસને જગાડવાનો પ્રયત્ન કરો. હું અને હર્ષિત આ છત પરની બારીમાંથી બહાર કેવી રીતે નીકળવું તે અંગે કંઈક વિચારીએ."

સુશ્રુતે તે માણસનું મોઢું ખોલીને તેને પાણી પીવડાવવા લાગ્યો. લિઝા તેને જગાડવા હાથના પંઝાને ઘસવા લાગી. જ્યારે હર્ષિત અને જૉનીએ દોરડાં અને લાકડાના ટુકડાના યોગ્ય ઉપયોગથી બહાર નીકળવાની યોજના બનાવી રહ્યાં હતા. ઘણાં પ્રયત્ન કર્યા પણ તે મૂર્છિત માનવમાં ચેતના આવી નહિ. આ બાજુ હર્ષિત અને જૉનીએ દોરડાં અને લાકડામાંથી સીડી બનાવી છતને લટકાવી દીધી. બસ હવે બહાર નીકળવાનું જ બાકી હતું.

" સુશ્રુત...અને લિઝા...! સૌથી પહેલાં તમે બંને બહાર નીકળી જાઓ. પછી અમે નીકળીએ." જૉનીએ કહ્યું.

" પણ જૉની...! આ માણસ તો બિલકુલ જાગતો નથી. તેને આમ એકલા મૂકીને કેમના જઈશું આપણે ?" લિઝાએ તે અજાણ્યા માણસ માટે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

" લિઝા..! તેમને છોડ...! આપણે બને તેટલું ઝડપથી બહાર નીકળવું જોઈએ. લિઝા...સુશ્રુત ચાલો ઝડપથી. કોઈ આવે તે પહેલાં આપણે બહાર નીકળી જઈએ." જૉનીએ કહ્યું.

" પણ જૉની...! તું માનવતાની દ્રષ્ટિએ વિચાર. આ પણ આપણી જેમ નિર્દોષ હોઈ શકે છે. આપણી સાથે તેનો જીવ બચાવવો એ આપણી ફરજ છે."

" લિઝા...! તું ઈમોશનલ ના થા. આપણે તેમને બચાવવાનો, જગાડવાનો પ્રયત્ન કર્યો ને ?પણ તે જાગે નહિ એમાં આપણો શું વાંક ? તું વધુ વિચાર્યા વગર ઝડપથી બહાર નિકલ."

" લિઝા...! તારે બહાર આવવું છે કે નહીં ? ફાસ્ટ યાર..! બહુ વિચાર ના કર, ઝડપથી આવ. કોઈ આવી જશે તો આપણી ભાગવાની યોજના જાણી શકશે." હર્ષિતે પણ લિઝાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાં કોઈના પગરવ નો અવાજ આવ્યો. અવાજ સાંભળતાં જ સૌ ચોકી ગયા.

" ઓહ...માય...ગોડ. .! કોઈ આ બાજુ જ આવતું હોય એવું લાગે છે...! હવે શું કરશું "

To be continue....

( કોણ હશે તે મૂર્છિત માણસ...? શું ચારેય મિત્રો કોટડીની બહાર નીકળવાની યોજનામાં સફળ થશે ? શુ તે અજાણ્યા માણસને સાથે લઈ જઈ શકશે કે પછી બહાર નિકળવાની યોજના જ વિફળ રહેશે ? આ માટે મારાં વ્હાલા વાચક મિત્રો તમારે આગળનો ભાગ વાંચવો પડશે.)

😊મસ્ત રહો...ખુશ રહો...ખુશહાલ રહો...!🤗

😊 મૌસમ😊