ખજાનો - 39 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 39

( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો. સુશ્રુતને પાણી મળી ગયું. જૉનીની સૂઝબૂઝ અને આવડતથી તેણે છત પરની બારી તોડી નાખી. કોટડીમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા લગભગ થઈ ગઈ હતી. પણ મૂર્છિત માણસ જાગતો નહોતો. એ સમયે કોટડી તરફ કોઈના આવવાનો અણસાર થયો. હવે આગળ...)

કોઈના પગરવનો અવાજ આવ્યો. અવાજ સાંભળતાં જ સૌ ચોકી ગયા.

" ઓહ...માય...ગોડ. .! કોઈ આ બાજુ જ આવતું હોય એવું લાગે છે...! હવે શું કરશું " જૉની તરફ જોતાં હર્ષિતે કહ્યું.

" હર્ષિત..! હું બારીમાંથી આવતા પ્રકાશને રોકવાનો કોઈ ઉપાય કરું છું. કોઈપણ વ્યક્તિ અંદર આવે ત્યારે જો હું પ્રકાશને રોકવામાં અસમર્થ રહું તો તરત જ તું સાપ પકડીને તેની પર ફેંકી દેજે. તે ગભરાઈને પાછો પડી જશે." આટલું કહી જોની બારીમાંથી આપતા પ્રકાશને રોકવાના કામમાં લાગી ગયો.

" સાપ...! સાપને હું કેવીરીતે પકડીશ...? તે મને ડંખી જશે તો ?" હર્ષિત મનમાં જ ધીમે ધીમે બગડવા લાગ્યો. લિઝા તેને જોઈ રહી હતી અને તેના મનમાં રહેલા ભાવ પણ જાણી ગઈ હતી.

" ડોન્ટ વરી હર્ષિત, સાપ પકડવાનો વારો કદાચ નહીં આવે. મને વિશ્વાસ છે જોની બધુ ઓકે કરી દેશે."

" કાશ તું બોલે છે તેમ જ થાય.અરે આપણે મદારી થોડી ના છીએ કે હાલતા ચાલતા સાપને પકડી લઈએ.હું એક સામાન્ય માણસ છું સાપથી તો ડર મને પણ લાગવાનો જ ને ?"

કોઈ કોટડીની સાવ નજીક આવી ગયું. જોનીથી હજુ પ્રકાશ રોકાયો ન હતો.હર્ષિત ડરી રહ્યો હતો કે તેને સાપ પકડીને સામેની વ્યક્તિ ઉપર ફેકવો પડશે. એ જ સમયે કોટડીનો દરવાજો ખુલ્યો. દૂરથી જાણે કોઈએ સાપ તે વ્યક્તિના ચહેરા પર ફેંક્યો ને વ્યક્તિ ડરીને દરવાજો બંધ કરીને ભાગી ગયો. આ જોઈશ સૌની નવાઈનો પાર ન રહ્યો. હર્ષિત તો ડાફેરા જ મારવા લાગ્યો કે સાપ કોણે ફેંક્યો. જ્યારે લિઝા વિચારતી હતી કે હર્ષિતમાં આટલી હિંમત કેવી રીતે આવી કે તેણે અચાનકથી સાપ પકડીને ફેંકી દીધો. જ્યારે સુશ્રુત તો આ બધાથી સાવ અજાણ હોય તેમ એક ખૂણામાં ડરનો માર્યો બેસી રહ્યો હતો.

" સાપ કોણે ફેંક્યો ?" હર્ષિત બોલ્યો.

" કેમ સાપ તે નથી ફેંક્યો? મને એમ કે તે ફેંક્યો." લિઝાએ નવાઈ સાથે કહ્યું.

" સુશ્રુત સાપ તેં ફેંક્યો ? તારામાં આટલી હિંમત ક્યાંથી આવી ?" હર્ષિતે પૂછ્યું

" અરે ના ભાઈ....! સાપ ને પકડવો તો દૂર, હું તેને અડી પણ ના શકું. હું તો ડરનો માર્યો ક્યારનોય આ ખૂણો પકડીને બેઠો છું. જો અહીંયા એક પણ સાપ નથી." સુશ્રુતએ કહ્યું.

" સાપ અહીં બેઠેલા આ માણસે ફેંક્યો છે. તે માણસ સામે જોતા જોની એ કહ્યું. ચારેય જણા તે માણસ પાસે ગયા.

" તમે કોણ છો ?" લિઝાએ પૂછ્યું.

" તમે ક્યાંના છો ?" સુશ્રુતે પૂછ્યું.

" કયા ગુના માટે તમને અહીં પૂર્યા છે ?" જોનીએ પૂછ્યું.

" તમે મૂર્છિત કેમ થઈ ગયા હતા." હર્ષિત બોલ્યો.

" પાણી....પાણી... પહેલા પાણી આપો..!" સેવા ભાવિ સુશ્રુત દોડતો પાણી ભરી આવ્યો અને તે માણસને પાણી પીવડાવ્યું. પછી તે માણસે પાણીથી પોતાનો ચહેરો ધોયો અને ફ્રેશ થયો.

" હું ફારોહ સહુરે છું. કિંગ ઓફ સોમાલીયા...!" રૂઆબથી તેણે કહ્યું.

" ઓ માય ગોડ...! તો સોમાલીયાના રાજા તમે છો ? પણ તમે અહીં ક્યાંથી ? રાજાની ગાદી પર તો નુમ્બાસા બેઠો છે."
લિઝા બોલી.

" નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મને અહીં સાપોની કોટડીમાં કેદ કરી મારું નગર હડપી લીધું છે." રાજાએ કહ્યું.

To be continue...

મૌસમ😊