ખજાનો - 32 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 32

" ઓય ચિબાવલી..! એ હજુ તારી ભાભી થઈ નથી.!"

" થઈ નથી તો શું થયું..! પણ તમારો વ્યવહાર જોઈ તો એવું લાગી રહ્યું છે કે તે મારી ભાભી જરૂર થશે..!" જોનીને ખીજવતાં લિઝાએ કહ્યું. તેની વાત સાંભળીને જોની હસવા લાગ્યો.

" અહીં આપણે વધુ સમય ન બગાડવો જોઈએ. ચલો ફટાફટ રાજદરબારમાં જઈએ.!" કહી જોની ઉતાવળે પગલે ચાલવા લાગ્યો. બાકીના પણ તેની સાથે ઉતાવળે ચાલવા લાગ્યા. થોડે આગળ જતાં જ બે પહેરેદારે તેઓને રોકયાં.

" ઉભા રહો..! તમે લોકો આ પ્રદેશના તો નથી લાગતા..! ક્યાંથી આવ્યા છો ? શા માટે આવ્યા છો ?" એક પહેરેદારે કહ્યું.

" અમે, હિન્દુસ્તાનમાંથી આવ્યા છીએ. અહીંના રાજાને જરૂરી કામથી મળવા આવ્યા છીએ." જોનીએ કહ્યું.

" રાજાને મળવા ? આ બાબતે તમે અમારા રાજાની પરવાનગી લીધી છે ? પરવાનગી લીધી હોય તેનો કોઈ સબૂત બતાવો."

પહેરેદારની વાત સાંભળીને ચારેય મિત્રો એકબીજા સામે જોવા લાગ્યા. તેઓ માંથી કોઈને સમજાતું નહોતું કે હવે શું સબૂત બતાવવું.

" સબૂત.. સબૂત તો નથી..! પણ..!" આટલું બોલી જોનીએ આજુબાજુ નજર કરી પહેરેદારને ઈશારો કરી તેનાં કાનમાં કંઈક કહ્યું. જોનીની વાત સાંભળીને તે પહેરેદાર દોડતો રાજા પાસે ગયો અને જોનીએ કહેલી વાત ધીમેથી રાજાના કાન પાસે જઈ કહી સંભળાવી. રાજાએ પહેરેદારની વાત સાંભળીને તરત જ તેઓને અંદર પ્રવેશ આપવાની પરવાનગી આપી. તે પહેરેદાર દોડતો બહાર આવ્યો અને ચારેયને અંદર જવા માટે કહ્યું. આ બધું જોઈ લિઝા, સુશ્રુત અને હર્ષિત અચંબિત થઈ ગયા.

" જોની..! તેં એવું તે શું કહ્યું કે રાજાએ તરત આપણને અંદર બોલાવ્યાં ?" નવાઈ સાથે હર્ષિતે પૂછ્યું.

" જોનીભાઈ..! તમે તો ગજબ કરી દીધો..! પહેરેદારના કાનમાં ફુસ્ફુસ કરી જાણે કોઈ જાદુઈ મંત્ર ફૂંકયો હોય તેમ પેલો પહેરેદાર કોઈ પણ સવાલ કર્યા વિના રાજા પાસે ગયો અને રાજાએ પણ તરત મળવાની પરવાનગી પણ આપી દીધી..! એવો તે કયો જાદુઈ મંત્ર કમાલ કરી ગયો ? કૃપીયા અમને પણ જણાવો..!" સુશ્રુત હસીને બોલ્યો.

સુશ્રુત અને હર્ષિતની વાત સાંભળીને જોની મનમાં જ મલકાયો. તેને હસતો જોઈ લિઝા બોલી ઉઠી.

" જોની..! તેં શુ કહ્યું એ અમને જણાવીશ કે બસ આમ એકલો એકલો હશે રાખીશ ? "

" હા, જલ્દી બોલ ભાઈ..! અમારી ધીરજ હવે તો ખૂટી પડી છે..! કોણ જાણે કેમ અમુક બાબતો જાણવાની મારામાં ઉત્સુકતા બહુ હોય છે. આથી તું કહીશ નહિ ત્યાં સુધી મને તો ચેન નહિ પડે." હર્ષિતે કહ્યું.

જોની ત્રણેય મિત્રોની જાણવાની ઉત્સુકતાભર્યા વ્યવહારને જોઈ રહ્યો હતો. તેણે ત્રણેયને ચાલતા ચાલતાં રોકયાં અને ધીમેથી કહ્યું.

" મેં બસ એટલું જ કહ્યું કે હીરાનો ખજાનો શોધવા રાજાએ જે બે જાસૂસને મોકલ્યા હતાં તેમની ખબર લઈને અમે આવ્યાં છીએ. આથી રાજાને મળવું જરૂરી છે. " બસ આટલુ જ કહ્યું.

" ઓહ..એટલે..! એટલે રાજાએ કાઈ પણ પૂછ્યા વિના આપણને અંદર બોલાવી દીધાં.ખજાનો શબ્દ જ કેટલો ગજબનો છે નહીં ? ભલભલા તેનાં નામથી જ લોભાઈ જાય." હર્ષિતે કહ્યું.

" ઠીક છે. હવે અત્યારે આપણે આ ચર્ચા ન કરતાં રાજાને કેવી રીતે મનાવવા તે અંગે વિચારવું જોઈએ. ચારેય જણાએ થોડી ગુસફુસ કરી આગળ વધ્યાં ને રાજા પાસે પહોંચ્યા.

મહેલનો સભાખંડ ખુબ જ સુંદર અને સુશોભિત હતો.અંદર જઈને જ્યારે ચારેય મિત્રોએ રાજાની સામે જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

" ઓ માય ગોડ આ રાજા છે કે રાક્ષસ ? આટલો બધો બિહામણો આદમી તો મેં મારા જીવનમાં પહેલીવાર જોયો." ધીમેથી જોનીના કાનમાં કહેતા લિઝા જોનીની પાછળ સંતાઈ ગઈ.

To be continue...

🤗 મૌસમ 🤗