ખજાનો - 31 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સત્ય...??

    ️ નમો ભગવતે વાસુદેવાય નમઃ ️આજ બપોરથી શરૂ થઈને કાલ બપોર સુધી...

  • રામ જન્મભૂમિ, અયોધ્યા

    શ્રીરામ જન્મભૂમિ, અયોધ્યાઅમે  મંદિર ખુલ્લું મુકાયું ત્યારથી...

  • ખજાનો - 31

    " ઓય..! પાગલ..! તેં એકદમ સાચું કહ્યું છે. અમે તને એટલે જોઈ ર...

  • તલાશ 3 - ભાગ 11

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-109

    પ્રેમ સમાધિ પ્રકરણ-109 મધુ એની નીચતાંના છેક નીચલાં સ્તરે પહો...

શ્રેણી
શેયર કરો

ખજાનો - 31

" ઓય..! પાગલ..! તેં એકદમ સાચું કહ્યું છે. અમે તને એટલે જોઈ રહ્યા છીએ કે તારાં જેવો વિચાર અમને કેમ ન આવ્યો." લિઝાએ કહ્યું.

આમ, વિચારી ચારેય મિત્રો સોમાલિયાના કિનારાના નગરમાં પ્રવેશ્યા. પ્રવેશતાં જ સોમાલિયાની સરહદી ધરતી ધ્રૂજવા લાગી. ચારેયને આજુબાજુ નજર કરી તો ખબર પડી માત્ર તેઓ જ્યાં ઉભા હતા ત્યાં જ ધરતી ધ્રૂજતી હતી. ચારેય મિત્રો દોડીને નગરમાં પ્રવેશ્યા.

ગજબનું નગર હતું. કિનારાથી થોડે જ દૂર હોવા છતાં સુંદર અને આકર્ષક વૃક્ષો તેની ઘટાદાર કાયા વિવિધ રંગના ફૂલોથી શોભતા હતા. થોડે આગળ ગયા એટલે સોમાલિયા નગરનો વિશાળ દ્વાર નજરે ચડ્યો. વિશાળ બે હાથી સૂંઢમાં પાણી સાથે ફુલ છાંટતા હોય તેવો સુંદર અને આકર્ષક દ્વાર હતો. તીક્ષ્ણ અને ધારદાર ભાલા સાથે બે ચોકીદાર દ્વાર પર નગરનો પહેરો કરી રહ્યા હતા.

દૂરથી ચોકીદારને જોઈ સુશ્રુત ચોંકી ઉઠ્યો, " બાપ રે આના હાથમાં તો કેટલા મોટા ભાલા છે? મારે નગરમાં નથી જવું. તમે લોકો જઈ આવો હું અહીં બેઠો છો." ઘટાદાર વૃક્ષ નીચે બેસતા ગભરાયેલા સુશ્રુતે કહ્યું.

" ઓય સૂસ. ! ફટાફટ ઊભો થઈ જા. હમણાં તું જ તો કહેતો હતો કે આપણે ક્યાં કોઇ ગુનો કર્યો છે કે તેઓથી સંતાતા ફરીએ ? કંઇ પણ કરીને આપણે રાજાને મળવાનું છે. આમ ડરવાથી કંઈ નહીં થાય..?" લિઝાએ કહ્યું.

લિઝાની વાત સાંભળીને સુશ્રુત તરત ઉભો થઇ ગયો. અને બોલ્યો, " એક કામ કરીએ નગરમાં પ્રવેશવાનો બીજો રસ્તો શોધીએ જ્યાં આવા કોઈ ભાલાવાળા ન હોય..!" સુશ્રુતની વાત સાંભળીને બાકીના ત્રણેય હસવા લાગ્યા.

" હશો નહિ યાર..! મને આવા હથિયારવાળા લોકોથી ડર લાગે છે. એકવાર મને અનુભવ થયો છે તમને કોઈનું તીક્ષ્ણ હથિયાર વાગ્યું નથી એટલે મારી પર હશો છો. એકવાર તમને આવો કોઈ અનુભવ થશે ને ત્યારે તમે પણ મારી જેમ ડરશો." સુશ્રુતે કહ્યું.

" ડોન્ટ વરી સૂસ..! આપણને કંઈ નહીં થાય." આટલું બોલતા જોની દ્વાર તરફ ચાલવા લાગ્યો. બાકીના પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. દ્વાર પાળે ચારેયને રોકયાં. જોનીએ રાજાને જરૂરી કામથી મળવાનું છે. એમ સમજાવીને નગરમાં જવાની અનુમતી લીધી. ચારેય અંદર ગયા. સોમાલિયા નગર ખૂબ જ સુંદર હતું પણ ત્યાંના લોકો દેખાવે સુંદર નહોતાં. તેઓનો દેખાવ ડારાવનો અને બદસૂરત હતો.

હારબંધ વાવેલા વૃક્ષોની પાછળની લાઈનમાં એક જ હરોળમાં મકાનો હતા. થોડા આગળ જતાં બજાર આવ્યું. રંગબેરંગી દરિયાઈ પથ્થરને સુંદર આકાર આપી તેમાંથી ઘરેણાં બનાવેલા હતા. આ જોઈ લિઝા ખુશ થઈ ગઈ. ઉત્સાહથી તે આભૂષણો જોવા લાગી. ત્યારે હર્ષિતે રંગીન મણકાઓનો એક નેકલેસ ખરીદ્યો ને કોઈ જોઈ ન જાય તેમ જાળવીને જીન્સના પેકેટમાં મૂકી દીધો. બીજી દુકાને સુશ્રુતએ રંગબેરંગી પથ્થરનું બનેલું બ્રેસલેટ ખરીદ્યું અને કોઈ જોઈ ન જાય તેમ તેણે પણ તેને ખિસ્સામાં મૂકી દીધું.

" જોની..! આ પાયલ કેવી છે ? મસ્ત છે નહીં..?" કહેતા લિઝા પાયલ લઈ પગમાં પહેરતાં બોલી.

" તને ગમે છે ? તો ચલ લઈ લે..! હું પૈસા આપું છું. એક કામ કર બીજી પણ લઈ લેજે..!" જોનીએ કહ્યું.

" ઓહ..! બીજી..! બીજી કોના માટે જોની ? રિસાઈને બેઠેલી મારી ભાભી માટે ? હે..હે..!" લિઝાએ હસતા હસતા કહ્યું.

" ઓય ચિબાવલી..! એ હજુ તારી ભાભી થઈ નથી.!"

" થઈ નથી તો શું થયું..! પણ તમારો વ્યવહાર જોઈ તો એવું લાગી રહ્યું છે કે તે મારી ભાભી જરૂર થશે..!" જોનીને ખીજવતાં લિઝાએ કહ્યું. તેની વાત સાંભળીને જોની હસવા લાગ્યો.

To be continue...

મૌસમ😊