ખજાનો - 26 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 26

" ફટાફટ જહાજ તરફ ચાલો..! હા..હા..હા..! જહાજ પર જઈને કહું કે આપણે કેમ હસીએ છીએ..!" જોનીએ જહાજ તરફ જવાનો ઈશારો કરતાં કહ્યું.

ચારેય મિત્રો જોર જોરથી હસતા હસતા જહાજ પર ગયા. જોનીએ એન્જીન ચાલુ કરી જહાજને કિનારાથી દૂર લઈ ગયો. ધીમે ધીમે બધાનો પોતાના હાસ્ય પર કન્ટ્રોલ થયો.

" થેન્ક ગોડ..! હવે મારી હંસી બંધ થઈ..! હસી હસીને તો મારું પેટ ને ગાલ બન્ને દુઃખી ગયા..! બાપ રે..! આટલું બધું તો હું મારા જીવનમાં નથી હસી..!" લિઝાએ નોર્મલ થતાં કહ્યું.

" સાચું કહ્યું યાર..! આજ આપણે બહુ હસ્યાં..! હસી હસીને થાકી જ ગયા." સુશ્રુત બોલ્યો.

" હસવું સ્વાસ્થ્ય માટે સારું છે પણ આટલું બધું..? આખા વર્ષનું જાણે ભેગું હસી લીધું આપણે આજે." હર્ષિત બોલ્યો.

" પણ કોઈને એ ખબર પડી કે આજે આપણે આટલું હસ્યાં કેમ..?" એન્જીનરૂમમાંથી આવતાં જોનીએ કહ્યું.

" એ તો તારે જણાવાનું છે ને કે આપણે આટલું હસ્યાં કેમ ?" સુશ્રુતે કહ્યું.

" ત્યાં તળાવના કિનારે સરળતાથી એમોનિયમ નાઈટ્રેટ બનતું હશે. આ પદાર્થ જ્વલનશીલ અને વિસ્ફોટક છે. સામાન્ય આગનાં સંપર્કમાં આવતાં મોટો વિસ્ફોટ કરે છે."

" પણ ત્યાં તો કોઈ આગ હતી નહિ..! ગરમી પણ હતી નહિ. વાતાવરણ પણ એકદમ ઠંડું હતું તો ત્યાં વિસ્ફોટ કેવી રીતે થયો..?" સુશ્રુતે પૂછ્યું.

" તળાવમાંથી કોઈ જ્વલનશીલ પદાર્થ કે વાયુ નીકળ્યો હોય કદાચ..! અને તેના સંપર્કમાં આવતા એમોનિયમ નાઈટ્રેટ સળગ્યો હોય..!" લિઝાએ કહ્યું.

" એક્ઝેટલી..! બસ આવું જ થયું હશે..!" જોનીએ લિઝાની વાતને સમર્થન આપતાં કહ્યું.

" પણ એમોનિયમ નાઈટ્રેટને સળગવાને અને આપણને હસું આવવાને શો સંબંધ..?"

" લિઝા..! સુશ્રુત આર્ટનો સ્ટુડન્ટ છે..?" જોનીએ પૂછ્યું.

" હા, એટલે જ તો સવાલ પર સવાલ કરે છે."

" હું પણ આ વિશે વધુ કાંઈ જાણતો નથી." હર્ષિતે કહ્યું.

"એમોનિયમ નાઈટ્રેટ ગરમ થતાં તેમાંથી નાઈટ્રસ ઓક્સાઇડ અને વરાળ ઉતપન્ન થાય છે. નાઈટ્રસ ઓક્સાઇડ શ્વાસમાં લેવાથી માણસને ખડખડાટ હસું આવે છે.આ વાયુને લાફિંગ ગેસ પણ કહે છે." જૉનીએ કહ્યું.

" ઓહ..! તો આ લાફિંગ ગેસ છૂટવાનાં કારણે આપણે આટલું હસતાં હતા એમ ને..?" સુશ્રુતે પૂછ્યું.

" હા એટલે જ આપણી હસી બંધ થતી નહોતી." જોનીએ કહ્યું.

" આ ટાપુનું નામ પણ 'લાફિંગ આઇસલેન્ડ' એવું આપીએ તો ચાલે હો..!" સુશ્રુતે રમુજી કરતાં કહ્યું.

ફરી ચારેય મિત્રો ખડખડાટ હસી પડ્યા. પછી ચારેય મિત્રો જહાજના કઠેરા પાસે ઊભાં રહીને દરિયાને જોઈ રહ્યાં હતા. સૂર્યના કિરણો દરિયામાં પડતાં અદ્દભુત દ્રશ્ય સર્જાયું હતું. સાંજનો સોનેરી તડકો જાણે ચારેયમાં નવો જોશ ભરી રહ્યો હતો. નીકળ્યા હતા લાંબી સફરે માઈકલને છોડાવવા. પણ ચારેય એવાં કાળની ચપેટમાં આવી ગયા કે પોતાની મંજિલ જ ભૂલી ગયા હતા.

"જોની..! આપણે જ્યાં હસીને લોટપોટ થઈ ગયા એ સોકોટ્રા ટાપુ હતો..?" હર્ષિતે પૂછ્યું.

" ના સોકોટ્રા ટાપુ ન હોઈ શકે..! આપણા નકશા મુજબ તો એ ટાપુ મોટો લાગે છે. જ્યારે આપણે પહોંચ્યા હતા તે તો બહુ જ નાનો ટાપુ લાગતો હતો."

" સાચું કીધું..જોની..! એ સોકોટ્રા નહોતો. સોકોટ્રા ટાપુ તો હવે આવશે." લિઝાએ કહ્યું.

"એ ટાપુ ક્યારે આવશે..? મને તો બહુ જ ભૂખ લાગી છે યાર..!" સુશ્રુતે કહ્યું.

" એ..ભુખ્ખડની ભૂખ જાગ્રત થઈ ગઈ.!" લિઝા હસીને બોલી.

" સોકોટ્રા ટાપુ આવતાં તો કાલ બપોર પડી જશે. ત્યાં સુધી આ લાફિંગ આઇસલેન્ડનાં ફ્રૂટ્સથી કામ ચલાવો ભાઈ..!" જોનીએ મજાક કરતાં કહ્યું.

" આઈડિયા..! આ ફ્રૂટ્સથી યમી ડેઝર્ટ બનાવું તો..?"

" ગુડ આઈડિયા..!" હર્ષિતે કહ્યું.

" પણ અત્યારે તમારે ફ્રૂટ જ્યુસથી કામ ચલાવવું પડશે. ડેઝર્ટ તો આવતી કાલે જ ખાવા મળશે." સુશ્રુતે કહ્યું.

To be continue...

મૌસમ😊