ખજાનો - 27 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

ખજાનો - 27

" પણ અત્યારે તમારે ફ્રૂટ જ્યુસથી કામ ચલાવવું પડશે. ડેઝર્ટ તો આવતી કાલે જ ખાવા મળશે." સુશ્રુતે કહ્યું.

" સૂસ..! અમારે તો બધાંથી ચાલશે..! ઈવન કંઈ નહીં મળે તો પણ અમે ત્રણ તો ચલાવી લઈશું. પણ તારે ખાલી જ્યુસથી પેટ ભરાશે..? એ કહે પહેલાં..!" લિઝાએ સુશ્રુતની મજાક ઉડાવતા કહ્યું.

" લિઝા વાત તો સાચી છે. પણ બેટા તું ભૂલે છે. આપણા જહાજમાં અનાજ પાણીનો મહિનાઓ ચાલે તેટલો ભંડાર છે. પણ સાલું એક ના એક દાળ,ભાત અને રોટી ખાઈને કંટાળ્યા હવે..!" સુશ્રુતે કહ્યું.

" સુશ્રુત..! એક કામ કર..! ફ્રૂટ પુલાવ બનાવી દે. ફ્રૂટ પુલાવ વીથ લાફિંગ જ્યુસ..!" જોનીએ કહ્યું.

જોનીની વાત સાંભળી બધા હસવા લાગ્યા. સુશ્રુતે બધાને કંઇકને કંઇક કામ સોંપી દીધું અને ફટાફટ જ્યુસ અને પુલાવ બનાવી દીધા. ચારેયને ખૂબ ઉત્સાહ આનંદથી રાતનું ડિનર પૂરું કર્યું. ત્યારબાદ જોની અને હર્ષિત સુઈ ગયા અને સૂસ અને લિઝા જાગતાં રહ્યાં.

લિઝા થોડી થોડી વારે એન્જીન રૂમમાં જઈ જહાજને કંટ્રોલ કરતી. જ્યારે સૂસ આવતીકાલના ડેઝર્ટ બનાવવાની તૈયારી કરવાં લાગ્યો. ચારમાંથી કોઈનામાં લેશ માત્ર પણ આળસ નહોતી. આ જ એક વસ્તુ હતી જેનાં કારણે તેઓ દરેક કામ ખુબ ઉત્સાહ અને આનંદથી કરતાં હતા.

અડધી રાત થઈ એટલે જોની અને હર્ષિત જાગી ગયા. લિઝા અને સુશ્રુત સુઈ ગયા. સવારના સોનેરી કિરણોએ સુશ્રુતને જગાડ્યો.

“ગરમાગરમ ચા તૈયાર છે.” હાથમાં ચાના બે કપ લઈને જોનીએ કહ્યું. હર્ષિત અને સુશ્રુતે એક એક ચાનો કપ લીધો ને ચાની ચૂસ્કી ભરવા લાગ્યા. જોની પણ અંદરથી બીજો ચાનો કપ લઇને આવ્યો.

“જોની..! દૂર દૂર ટાપુ જેવું કંઈક દેખાય છે. શું એ જ સોકોટ્રા ટાપુ છે ?” હર્ષિતે કહ્યું.

દૂર દૂર નજર કરતા જોની બોલ્યો," હા એ જ સોકોટ્રા ટાપુ છે.”

“હા ચલો..! થોડો સમય માટે પણ નિરાંતથી રહી શકાશે..!” સુશ્રુતે કહ્યું. એટલામાં અંદરથી લિઝા આવી. આળસ મરડી બોલી,“સોકોટ્રા આવ્યો કે નહીં ?”

“લિઝા તું પણ સોકોટ્રાની રાહ જુએ છે..! જહાજમાં મુસાફરી કરીને કંટાળી કે શું ?” જોનીએ કહ્યું.

“વાત કંટાળાની નથી યાર..! છેલ્લા ચાર-પાંચ દિવસથી આપણે કોઈ કારણ વગર જ આ ભટક્યા કરીએ છીએ. આપણને કોઈને કંઈ જ યાદ જ નથી. આપણે ચાર આ રીતે એક સાથે કેમ..? શા માટે..? નીકળ્યા છીએ તેની કોઈને કંઈ જ ખબર નથી. બસ..! આથી એવું થાય છે કે જલ્દી ઘરે પહોંચી જઈએ. ઘરે મમ્મી એકલી છે. મને તેની ચિંતા થાય છે.” કપમાં ચા ગાળીને હાથમાં લઇ જાહાજના કઠેરા પાસે જતા લિઝાએ કહ્યું.

લિઝાની વાત સાંભળી સુશ્રુત, જોની અને હર્ષિત થોડીવાર માટે ચૂપ થઈ ગયા. કેમ કે તેઓ જાણતા હતા કે લિઝા સાચું કહી રહી હતી. ત્યારબાદ ચારે જણાએ ચા નાસ્તો કર્યો. થોડી જ વારમાં સોકોટ્રા ટાપુ આવી ગયો. ઘણા હર્ષથી ચારે મિત્રો જહાજ પરથી નીચે ઉતર્યા. જોનીએ કિનારા પર જહાજને લાંગર્યું. થોડીવાર માટે ચારેય મિત્રો કિનારા પર આવીને આમથી તેમ ફર્યા, મસ્તી કરી અને દરિયા કિનારે પાણીમાં નાહ્યા. ચાર દિવસે જાણે આજે ફ્રેશ થયા હોય તેવું તેમને અનુભવાયું.

“ઘણા દિવસે આ જ સારું લાગ્યું. હા એ વાત અલગ છે કે લાફિંગ આઈસલેન્ડમાં ડરતા ગભરાતા ઘણું હસ્યા હતા. તો પણ આજે અહીં ઘણું આરામદાયક લાગે છે. બસ ફટાફટ જમવાનું સેટિંગ થઇ જાય તો મજા પડી જાય.” સુશ્રુતે કહ્યું.

“સૂસની વાત કેટલી પણ સીરીયસ કેમ ન હોય..!અંતે ખાવાની વાત તો આવી જ જાય..!” લિઝાએ હસીને કહ્યું.

To be continue..

🤗 મૌસમ 🤗