ખજાનો - 25 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

ખજાનો - 25

" શું થયું જોની..! કંઈ ખબર પડી મિસ્ટર સાયન્ટિસ્ટ..! આ તળાવમાં તો જોખમ નથી ને ?" કટાક્ષ કરતાં હર્ષિતે કહ્યું.

" આ એમોનિયમ નાઈટ્રેટ છે. જે એક પ્રકારનું મીઠું જ છે." જોનીએ હર્ષિત સામે જોઈ કહ્યું.

" ઓહ..વગર લેબમાં ટેસ્ટ કર્યા વિના તું કેવીરીતે કહી શકે કે તે એમોનિયમ નાઇટ્રેટ છે ?" હર્ષિતના આ સવાલ સાથે જ જૉનીએ હર્ષિતને તળાવમાં ધક્કો માર્યો.

" ઓહ..માય ગોડ..! આ તો બરફ જેવું પાણી છે. આટલી ગરમીમાં આટલું ઠંડું પાણી..! " ગરમીમાં ઠંડા પાણીમાં નાહવાની મજા લેતાં હર્ષિતે કહ્યું.

" હવે ખબર પડી..! હું કહું છું તે સાચું છે અને હા માત્ર કિનારા પર જ રહેજે. તળાવ કેટલું ઊંડું છે એ આપણને ખબર નથી. પ્લીઝ તું ધ્યાન રાખજે. " જોનીએ હર્ષિતને સંબોધીને કહ્યું.

" સૉરી બ્રો..! હું અમથો જ તારા પર ગુસ્સે થતો હતો." આટલું કહી હર્ષિત તળાવની બહાર નીકળી ગયો. તે પોતાના કપડાં સુકાવા તડકો શોધી રહ્યો હતો. સુશ્રુત અને લિઝા તળાવના કિનારે બેસી ગયા. લિઝા પાણીમાં પગ નાખી છબછબિયાં કરતી હતી. જ્યારે સુશ્રુત સફેદ રેતી/મીઠાંને હાથમાં લઈ રમે જતો હતો.

એવાંમાં કેટલાક વાંદરાઓ કૂદાકૂદ કરવાં લાગ્યાં. તેઓને આમ કરતાં જોઈ સુશ્રુત અને લિઝા ઊભાં થઈ ગયાં.

" ગાયઝ..! આ વાંદરાઓનું વર્તન કંઇક અજીબ નથી લાગતું ?" જોનીએ કહ્યું.

" હા, મને ડર લાગે છે. ચલો ભાગો દરિયા કિનારે..!" ગભરાતા સ્વરે સુશ્રુતે કહ્યું.

" સૂસ..! તું બરાબર કહે છે ભાગો જલ્દીથી જહાજ પાસે પહોંચી જઈએ." લિઝા આટલું બોલતાં તો ભાગી.

ચારેય મિત્રો જંગલમાંથી કિનારા તરફ જઈ જ રહ્યાં હતાં ત્યારે તળાવમાંથી કોઈ ધડાકો થયો ને તળાવને કિનારે રહેલ એમોનિયમ નાઇટ્રેસ ( સફેદ રેતી / મીઠા જેવો પદાર્થ ) સળગવા લાગ્યો. સળગવાથી વરાળ જેવું ઉતપન્ન થયું. થોડી જ વારમાં આખુંય વાતાવરણ બદલાઈ ગયું. ધડાકાની સાથે જ બધા પક્ષીઓ ઉડી ગયા. ફૂલોની કળીઓ ખીલી ગઈ. મંદ મંદ પવન આવવા લાગ્યો. સાથે જ મીઠી મીઠી ખુશ્બૂ આવવા લાગી. ચારેય જણા આ જોઈ પહેલાં તો નવાઈ પામ્યા. પછી તો પેટ પકડીને ચારેય જણાં જોર જોરથી હસવા લાગ્યા.

" ઓહ..માય..ગોડ..! હું તો ડરી જ ગયો ધડાકાનો અવાજ સાંભળીને..!હા..હા..હા..!" સુશ્રુત પેટ પકડીને હસતા હસતા કહેવા લાગ્યો.

" હું પણ ડરી જ ગઈ હતી યાર..! હા..હા..હા..! જોરદાર ધમકો થયો નહિ..? હા..હા..! " લિઝા પણ હસતા હસતા બોલી.

" તમારા બે માંથી કોઈ ડરી ગયું હોય એવું એકેય એંગલથી લાગતું નથી..! હા..હા..! તમે બે કેટલાં હસી રહ્યાં છો ?" હર્ષિતે જોર જોરથી હસતા કહ્યું.

" સુશ્રુત તો જો..! હસતા હસતા જ રડી પડ્યો. હા..હા..! કેટલું હસું આવે છે તેને..! હા..હા..હા..!" જોની હસતા હસતા આમથી તેમ ફર્યે જતો ને બોલે જતો.

" અરે યાર..! મારી તો હંસી જ બંધ નથી થતી..! ઓહ માય ગોડ ! હા..હા..હા..!" લિઝા જોર જોરથી હસતા હસતા બોલી.

" હસી હસીને તો મારૂં પેટ દુઃખવા લાગ્યું. હા..હા..હા..!" સુશ્રુત બોલ્યો.

"પણ આપણે હસી કેમ રહ્યાં છીએ..! હા..હા..હા..! કેટલો પણ ટ્રાય કરું..! મારી તો હંસી રોકાતી જ નથી. હા..હા..હા..! કારણ વિના આપણે હસતાં કેટલા ફની લાગી રહ્યાં છીએ..! હા..હા..હા..! " હર્ષિતે પોતાની હંસી રોકવાનો પ્રયત્ન કરતા બોલ્યો. પણ ઘણાં પ્રયત્ન બાદ પણ તેને હસું આવી જ જતું હતું.

" મિત્રો..આમ, તો હસી હસીને આપણે ગાંડા થઈ જઈશું..! આવું કેમ થાય છે જોની..! મને તો હવે હસી હસીને થાક લાગી ગયો..! હા..હા..હા..!" લિઝાએ જોની પાસે જઈ હસતાં હસતાં પૂછ્યું.

" ફટાફટ જહાજ તરફ ચાલો..! હા..હા..હા..! જહાજ પર જઈને કહું કે આપણે કેમ હસીએ છીએ..!" જોનીએ જહાજ તરફ જવાનો ઈશારો કરતાં કહ્યું.

To be continue...

🤗 મૌસમ 🤗