ખજાનો - 15 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 15

ચારેયના મનમાં એક જ પ્રશ્ન થતો હતો કે ,“હવે શું કરશું ?” માથા પર પહેરેલી કેપ પર નાની ટૉર્ચ તો હતી જ પણ તે ટોર્ચનો પ્રકાશ સીધો માછલીની આંખોમાં જતો નહોતો. ચારે જણા છૂટા છૂટા થઈ ગયા. જોની તેના અનુભવને આધારે મિત્રોને ઈશારા કરી રાક્ષસી માછલીથી કેવી રીતે બચવું તે સમજાવી રહ્યો હતો. ચારેયને પોતાના પેન્ટના ખિસ્સામાં રાખેલ ટૉર્ચ કાઢી અને એક સમયે બધાએ ટૉર્ચ ચાલુ કરી. એકસાથે બધી બાજુથી પ્રકાશ આવતાં માછલીની આંખો અંજાઇ ગઈ. તે પ્રકાશની વિરુદ્ધ દિશામાં ભાગી ગઈ. તે રાક્ષસી માછલીને જતી જોઈ ચારેયને રાહત થઈ.

ચારેયને હવે રાક્ષસી માછલીનો ડર રહ્યો નહોતો. જો માછલી આવી પણ જાય તો ટૉર્ચના પ્રકાશથી તેને ભગાડતાં તેઓ શીખી ગયા હતાં. બધા ધીમે ધીમે ગુફામાં પ્રવેશ્યા. ગુફામાં જેમ અંદર જતાં હતાં તેમ પાણી ઓછું થતું જતું હતું. છાતી સુધી પાણી હોવાથી ત્યાં ઓક્સિજન માસ્ક કાઢીને પણ રહી શકાતું હતું. ક્યારેક ક્યારેક ચારેય મિત્રો ઓક્સિજન માસ્ક કાઢીને વાતો પણ કરી લેતાં.ચારેયની નજર માત્ર જલપરીને જ શોધતી હતી. ક્યાંય જલપરી ન દેખાતાં સુશ્રુત અને હર્ષિત વ્યાકુળ થતાં હતા. જોની પોતે જ્યાંથી જલપરી જોઈ હતી તે દિશામાં ગયો. ગુફામાં બે પથ્થર વચ્ચે રહેલી થોડી જગ્યામાંથી તેણે ડોકાચીયું કરી જોયું. તેના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. તેણે ઈશારો કરી બાકીના ત્રણ મિત્રોને બોલાવ્યા.

એક પછી એક ત્રણેય પથ્થર વચ્ચે રહેલી તિરાડમાં જોવા લાગ્યા. કોઈને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થતો.

"ઓહ માય ગોડ..! દરિયામાં પણ આટલી ખૂબસૂરત દુનિયા વસતિ હશે ક્યારેય વિચાર્યું નહોતું !" લિઝાએ નવાઈ સાથે કહ્યું.

“વન્ડરફુલ એન્ડ અમેઝિંગ..! અહીં તો કેટલી બધી જલપરીઓ છે ? અને કેટલી સુંદર ! અદભુત..! તેઓએ કેટલું સુંદર રીતે બધું સજાવ્યું છે. રંગબેરંગી ફૂલો, રંગબેરંગી માછલીઓ, મોતી આપતાં વિશાળ શીપમાં તેઓની સુવાની વ્યવસ્થા...કેટલું સુંદર લાગે છે નહીં ? હર્ષિતે કહ્યું.

" તેઓના લાંબા સોનેરી વાળ, તેઓનો ગોરો ગોરો અને ગુલાબી વાન..!છાતી થી નીચેનો માછલી જેવો ભાગ તો જો કેટલો રંગબેરંગી અને ચમકતો છે ?" સુશ્રુતે કહ્યું.

“તેનાથી જ તો તેઓ માનવથી અલગ પડે છે.હર્ષિત તે બીજી વાત નોટીસ કરી..?" જોનીએ પૂછ્યું.

" કઈ વાત ? " હર્ષિતે કહ્યું.

" આટલી બધી જલપરીઓમાં ક્યાંય વૃદ્ધ હોય એવી જલપરી દેખાય છે ?" જોની બોલ્યો.

" હા, યાર..! એક પણ વૃદ્ધ જલપરી નથી દેખાતી. શું તેઓમાં વૃદ્ધાવસ્થા નહિ હોય ?" હર્ષિતે કહ્યું.

" હોઈ શકે કદાચ તેઓમાં વૃદ્ધાવસ્થા ન હોય, અથવા તેઓ વૃદ્ધ થતી હોય પણ દેખાતી ન હોય..! શું ખબર ?" લિઝાએ કહ્યું.

આમ, ચારેય મિત્રો જલપરીઓને જોઈને તેઓની અદ્દભુત દુનિયા અને તેઓની સુંદરતા વિશે પોતાના જુદા જુદા અનુમાન લગાવતાં હતા. એવાંમાં જ એક જલપરીની નજર આ ચારેયના ડોકાચિયા કરતાં મોંઢા પર ગઈ. તે તેની ભાષામાં બૂમાબૂમ કરવા લાગી. અડધી સેકંડમાં તો બધી જલપરીઓ ત્યાંથી તરતી તરતી ગાયબ થઈ ગઈ.

" ઓહ..ગોડ..! આટલી બધી જલપરી એક જ સેકન્ડમાં ક્યાં ગાયબ થઈ ગઈ..?" સુશ્રુતે પૂછ્યું.

" હવે એ તો તેઓને જ ખબર હોય ને કે તેઓ કયાં ગયા હશે ? આપણે જલપરીઓને જોઈ લીધી હવે આપણે અહીંથી ફટાફટ નીકળવું જોઈએ." આટલું બોલતાં જોની પાછળ ફરી મોઢે ઓક્સિજન માસ્ક ચડાવવા જ જતો હતો ત્યાં તેની સામે નજર પડતાં તેના હોશ ઉડી ગયા.

એક સાથે જલપરીઓના વૃંદે તેઓને ઘેરી લીધાં હતાં. ચારેય માંથી કોઈએ નહોતું વિચાર્યું કે આટલી સુંદર જલપરીઓને તેઓ આટલી નજીકથી જોશે. ચારેય એકબીજા સામે જોતા અને પછી જલપરીઓને જોતાં. ચારેય જલપરીઓની સુંદરતામાં ખોવાયેલા હતાં ને ઘડીભરમાં તો જલપરીઓએ ચારેયને વેલ જેવા દોરડાંથી બાંધી દીધાં.

To be continue...

મૌસમ😊