ખજાનો - 14 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 14

“આ ફળ આપણા માટે ખાવાલાયક છે. ભાવે તેટલા ખાઓ.” જોનીએ તે ફળને બચકું ભરતા કહ્યું. સૌથી પહેલા સુશ્રુતે ફળ લઇ ખાધું.


“અરે કેટલું મીઠું ફળ છે..? આટલું સ્વાદિષ્ટ ફળ તો મેં ક્યારેય નથી ખાધું..! ” સુશ્રુતે કહ્યું. તે ફટાફટ સારા સારા ફળ શોધવા લાગ્યો અને તેના પેટમાં આરોગવા લાગ્યો. ચારે મિત્રોને ફળો ભાવ્યા. બધાએ પેટ ભરીને ફળ ખાધા. ઘણા બધા ફળ તેઓએ સાથે લઈ જવા માટે એકઠા કર્યા.

“આ ઠળિયા આપણે ઘરે લઈ જઇએ તો..! ઘરે લઈ જઈને વાવીએ તો આપણને ઘરે પણ આવા સ્વાદિષ્ટ અને મીઠા ફળ ખાવા મળે.” બાજુમાં પડેલ પથ્થરથી ઠળિયાને તોડતા લિઝાએ કહ્યું.


“હા હા.. વિચાર ખોટો નથી. પણ ઠળિયા લઈ જવાની જરૂર નથી, આપણે જે ફળ ખાવા માટે લીધા છે તેમાંથી પણ ઠળિયા તો નીકળવાના છે ને..!” હર્ષિતએ કહ્યું.

“હે જુઓ.. જુઓ.. આ ઠળિયામાંથી પણ કંઈક નીકળ્યું” ઠળિયામાંથી નીકળેલ બીજ ખાતા લિઝાએ કહ્યું. હર્ષિત, સુશ્રુત અને જોની પણ ઠળિયામાંથી બીજ કાઢી ખાવા લાગ્યા.

“અહો સ્વાદિષ્ટ..! હું તો ઘેર જઈ આ વૃક્ષોની બાગાયતી ખેતી જ કરવાનો..! આ નવા ફળનો વેપાર પણ જોરદાર થાય..!” સુશ્રુતે કહ્યું.

“તું માસ્ટર શેફ માંથી ખેડૂત બની જઈશ..?તો તારું માસ્ટર શેફનું ડ્રીમ ખોટું માની જશે.” લિઝાએ હસીને કહ્યું. ચારેય મિત્રોએ ફળો એકઠા કર્યા અને દરિયા તરફ પાછા વળ્યા.

બધાને દરિયા કિનારાની ગુફામાં જવાની ઉતાવળ હતી. બધા ખૂબ ઉત્સાહી હતા જલપરીને જોવા માટે. ચારેય મિત્રો દરિયામાં ઉતરવા માટે તૈયાર થઈ ગયા.

" ફ્રેન્ડ્સ..આપણે દરિયામાંથી ગુફા તરફ જઈશું તો તે રાક્ષસી માછલીનો સામનો કરવો પડશે.આથી આપણે પર્વતના માર્ગે જ ગુફામાં પ્રવેશવું યોગ્ય રહેશે." જોનીએ કહ્યું.

" પણ તું કહેતો હતો કે તે માર્ગ તો સાંકળો છે.તો ત્યાંથી જવું યોગ્ય રહેશે..? સુશ્રુત તે માર્ગે જઈ શકશે..?" હર્ષિતે પૂછ્યું.

" હા, તે માર્ગ સાંકળો તો છે પણ તેના સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી." જોનીએ કહ્યું.

" જોની..! તું કહેતો હતો કે ટોર્ચના પ્રકાશથી તે રાક્ષસી માછલી તારાથી દૂર રહેતી. તો એ ઉપાય અજમાવી જોઈએ તો..?કેમકે સાંકળા માર્ગેથી આપણે તો નીકળી જઈએ પણ સુસને જરૂર પ્રોબ્લેમ થશે." લિઝાએ કહ્યું.

" અને જરૂરી નથી કે તે માછલી હજુ પણ ત્યાં જ હશે. તરતી તરતી દૂર પણ ચાલી ગઈ હોય.!" હર્ષિતે કહ્યું.

" ઠીક છે તો આપણે દરિયાઈ માર્ગે જ જલપરીની ગુફામાં જઈશું. પણ દરેકે ઓક્સિજન,માસ્ક અને ટૉર્ચ ભૂલ્યા વગર લઈ લેવું." જોનીએ કહ્યું. ચારેય મિત્રો દરિયાઈ સફરે, વિશ્વની અજાયબી સમાન જલપરીની દુનિયામાં જવા તૈયાર થઈ ગયા. તેમાં સૌથી વધુ ઉતાવળો હર્ષિત હતો. કેમકે તેને હજુ પણ જોનીની વાત પર વિશ્વાસ નહોતો આવતો. હજુ પણ તેને શંકા હતી કે જલપરીઓ જેવા ખરેખર કોઈ પ્રાણીઓ હશે કે નહીં..? હશે તો જોનીએ કીધું તેવા સુંદર હશે..? ઘણા સવાલો માત્ર હર્ષિત જ નહીં લિઝા અને સુશ્રુતને પણ થતા હતાં.

જોનીની સાથે સાથે હર્ષિત, સુશ્રુત અને લિઝાએ પણ પાણીમાં છલાંગ લગાવી. ચારે જણાએ આજુબાજુ પેલી રાક્ષસી માછલી છે કે નહીં તેની તપાસ કરી લીધી. તેઓને ક્યાંય તે રાક્ષસી માછલી જોવા મળી નહીં. ચારે જણા બિન્દાસ્તપણે ગુફા તરફ ગયા. જોની આગળ આગળ અને હર્ષિત , સુશ્રુત તથા લિઝા તેની પાછળ પાછળ જતા હતા. જલપરીને જોવાની તેની આતુરતા પૂરી થવાની હતી ત્યાં જ ગુફામાંથી પેલી રાક્ષસી માછલી સામે આવી. રાક્ષસી માછલીને જોઈ ચારેયના હોશ ઊડી ગયા. વિશાળકાય માછલી તેઓને ઘુરી રહી હતી.


To be continue...

🤗 મૌસમ 🤗