ખજાનો - 6 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

ખજાનો - 6

" પણ..પણ તે ડેવિડ અંકલને પૂછ્યું કે નહીં..? " સુશ્રુતે કહ્યું.

" ના, મૉમની પરમિશન લઈને આવ્યો છું." દૂર દેખાતાં ડેવિડ અને જેનિસાને તેણે હાથ હલાવી બાય કર્યું. ડેવિડે પણ હસીને બાય કહ્યું.

લિઝાએ ફરી જહાજનું એન્જીન ચાલુ કર્યું. જહાજ ઘરથી દૂર દૂર જવા લાગ્યું. ડેવિડ અને જેનિસા જહાજ દેખાતું બંધ ન થયું ત્યાં સુધી અનિમેષ નજરે જહાજને જોઈ રહ્યાં.

લિઝા,સુશ્રુત,હર્ષિત અને જોની ચારેય જહાજની ઉપરની ખુલ્લી અગાસીમાં ભેગા થયા. સુસવાટાભર્યો ઠંડો પવન વાતો હતો. ચારેય બાજુ બસ પાણી જ પાણી હતું. ખુલ્લા આકાશમાં તારલાઓ ટમટમતાં હતા. ચમકતાં તારલાઓ અને અર્ધચંદ્રમાનું પ્રતિબિંબ સમુદ્રના પાણીમાં પડતાં અદ્દભુત દ્રશ્ય સર્જાયું હતું. ચારેય સમવ્યસકોએ આ રોમાંચક નજારો કદાચ પહેલીવાર જોયો હતો, આથી સૌનાં ચહેરા પર ગજબનું આશ્ચર્ય છવાયું હતું.

" કેટલું અદ્દભુત છે આ બધું..! સુંદર અને નયનરમ્ય..! કુદરતના આ સર્જનને હમેશાં માટે મારી આંખોમાં કેદ કરી લઉં એવું થાય." હાથ ફેલાવી ઊંડો શ્વાસ લેતાં લિઝાએ કહ્યું.

સૂસ : " હા, લિઝા..કેટલું અદ્દભુત દ્રશ્ય છે..!"

જોની : "હેય..જલ્દી..ત્યાં જુઓ..! ડોલ્ફિન..! બહાર ઉછળીને કેવી પાણીમાં છલાંગ મારે છે..!"

આ દ્રશ્ય જોઈ હર્ષિત દોડતો નીચે ગયો અને તેની બેગમાંથી કૅમેરો લઈ આવ્યો.હર્ષિત કેમેરો તો લઈ આવ્યો પણ ફોટા પાડે તે પહેલાં જ તે ડોલ્ફિન દેખાતી બંધ થઈ ગઈ. આ જોઈ બધા મિત્રો જોર જોરથી હસવા લાગ્યા.

હર્ષિત : " હવે તો આ કેમેરો મારા ગળામાં જ લટકાવી રાખીશ.. જ્યારે મન થાય ત્યારે ફોટોઝ લઈ લઈશ."

"હા,એ સારો આઈડિયા છે." એમ કહી સુશ્રુત લાંબો થઈ ગયો. હર્ષિત પણ તેની બાજુમાં લાંબો થઈ ગયો. જોની અને લિઝા હજુએ બાલ્કનીમાં ઊભાં રહી વાતો કરી રહ્યાં હતા.

" જોની..! તેં અચાનક અમારી સાથે આવવાનું કેવીરીતે નક્કી કર્યું ? ડેવિડ અંકલએ તો અમને તું આવવાનો છે તે વિશે કંઈ નહોતું કીધું." લિઝાએ પૂછ્યું.

" અરે મેં અચાનક જ આવવાનું વિચાર્યું. ડેડ રાત્રે ઘેર આવ્યા ત્યારે તેઓ મૉમને કહેતા હતા કે તમે ત્રણ દક્ષિણ આફ્રિકા જવાના છો. આ વાત સાંભળીને જ મને તમારી સાથે આવવાનું મન થઇ ગયેલું. ડેડને કહું તો તેઓ મને ના મોકલે પણ મૉમને વાત કરી તો તેઓએ મને લાસ્ટ ટાઈમ પર અહીં આવવાનું કહેલું જેથી ડેડ મને તમારી સાથે આવતા રોકી ન શકે." જોનીએ કહ્યું.

" મને યાર ડેડની ચિંતા થાય છે તેઓને કંઈ થઈ ન જાય..!" લિઝાએ ચિંતિત સ્વરે કહ્યું.

" અરે ડોન્ટ વરી..અંકલને કંઈ નહીં થાય.આપણે જલ્દી જ તેઓને લઈને પાછા આવશું." જોનીએ કહ્યું.

" હા, એવું જ થાય..!"

" લિઝા..સૂસને તો હું ઓળખું છું પણ આ હર્ષિત..હર્ષિત કોણ છે..?"

" સૂસનો ખાસ મિત્ર છે. ગઈ કાલે જ આવ્યો હતો."

" ઓહ..સૂસ જેટલો ભોળો છે, હર્ષિત તેટલો જ શાર્પ માઈન્ડ લાગે છે.તારું શું કહેવું છે.?"

" હા, હર્ષિત શાર્પ માઈન્ડ તો છે જ સાથે કેટલો ક્યૂટ અને હેન્ડસમ લાગે છે..!" લિઝાએ હસીને કહ્યું.

" ઓય..હેન્ડસમવાળી..! મારો કહેવાનો મતલબ હતો કે તેને જોઈ મને એવું લાગે છે કે ગમે ત્યારે તે પાર્ટી બદલી નાખે તેવો છે."

" જોની..! તારો કહેવાનો મતલબ શું છે..?"

" મારી ભોળી બહેન..! મારો કહેવાનો મતલબ એટલો જ છે કે હર્ષિતથી દુર રહેજે, તેના પર આંધળો વિશ્વાસ ન મૂકતી."

" અરે, તું વિચારે છે તેવો હર્ષિત નથી."

" ઓકે..! તો બોલ કેવો છે..?"

" કેવો છે મતલબ શું..? મને તો સારો લાગે છે."

" કેટલાં દિવસથી તું તેને ઓળખે છે..?"

" ગઈ કાલથી..!"

" તો તું કેવીરીતે કહી શકે કે તે સારો છે..?"

" તેનો વ્યવહાર..!"

" હું એમ નથી કહેતો કે તે ખરાબ છે. હું એમ કહેવા માગું છું કે તેને બરાબર ઓળખ્યા વગર તેના ઉપર વિશ્વાસ ન કરતી."

" ઓકે..હવે કંઈ..?"

" કંઈ નહીં..આ તો તારો કઝિન હોવાથી મારી ફરજ બને છે કે તારું ધ્યાન રાખું."

" જોની..! તે સેલિનાને કહ્યું કે તું અમારી સાથે આવ્યો છું..?"

" ના, યાર..! મારો તેની સાથે ઝગડો થયેલો,મેં તેને ચર્ચામાં મળવા બોલાવેલી, તે આવી નહિ. મેં તેને ટેલિફોન કરી પૂછ્યું તો કે હું કામમાં હતી, તો મને ગુસ્સો આવ્યો. મેં તેને ખરીખોટી સંભળાવી દીધી. તો તેને રિસ ચડી ગઈ. વાત કરતાં કરતાં જ તેણે ફોન કાપી નાખ્યો. પછી મેં ઘણા ફોન કર્યા પણ તેનો કોઈ જ જવાબ ન આવ્યો."

" તારે આવું ન કરવું જોઈએ યાર..!"

" ના, હવે તેને ખબર પડશે. હવે તે ઇચ્છશે તો પણ હું થોડા દિવસો..નહિ થોડા મહિનાઓ સુધી તેને નહિ મળી શકું. એને પણ તડપ શું કહેવાય તેનો અહેસાસ થવો જરૂરી છે."

આમ, બન્ને જણા વાતો કરે જતાં હતાં. હર્ષિત અને સુશ્રુત ઘાઢ નિંદ્રામાં પોઢી ગયાં હતાં ત્યાં અચાનક જહાજને આંચકો લાગ્યો. લિઝા અને જોની એકબીજાની સામે જોવા લાગ્યા.

" ઓહ..માય ગોડ..લિઝા..! જલ્દી ભાગ..!" બન્ને દોડતાં નીચે એન્જીનના કેબિનમાં ગયાં.

To be continue..

ખુશ રહો..ખુશહાલ રહો..😃☺️
મસ્ત રહો..સ્વસ્થ રહો..🤣😂

🤗 મૌસમ 🤗