ખજાનો - 7 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 7

"અરે આતો શાર્ક માછલી છે. આટલી મોટી..!જહાજ ની સ્પીડ વધારી આપણે તેનાથી આગળ નીકળી જવું પડશે. નહીતર આપણા જહાજને ઉલ્ટાવતા તેને વાર નહીં લાગે..! " જોનીએ સબમરીનમાં જોતા કહ્યું.

" એક જ શાર્ક છે કે તેના જેવી બીજી પણ છે.?” લિઝાએ જહાજની સ્પીડ વધારતા કહ્યું.

" અત્યારે તો એક જ લાગે છે, પણ તેના જેવી બીજી પણ હોઈ શકે. આપણે ઝડપથી આ એરિયામાંથી નીકળી જવું પડશે." જોનીએ કહ્યું.

“લિઝા...! એ શાર્ક આપણા જહાજ બાજુ જ આવે છે. કમોન યાર સ્પીડ વધાર..!" સબમરીનમાં જોતા જોતા જોની એ ઉતાવળે કહ્યું. એટલામાં સુશ્રુત અને હર્ષિત આવી ગયા.

" શું થયું મિત્રો..? જહાજને અચાનક આંચકો કેવી રીતે લાગ્યો..?" ગભરુ સુશ્રુતે કહ્યું.

" સૂસ..! આ એરિયા શાર્ક માછલીઓનો છે. શાર્ક માછલી આપણા જહાજને ટકરાઈ હતી. આથી જોરથી આંચકો લાગ્યો." લિઝાએ કહ્યું.

“ઓહ માય ગોડ..! લિઝા..! કમોન યાર..સ્પીડ વધાર. એ શાર્ક માછલી આપણા જહાજની પાછળ જ આવે છે." હર્ષિત એ કહ્યું.

લિઝાએ જહાજની સ્પીડ વધારી. મહામુશ્કેલીએ તેઓ શાર્કના એરિયામાંથી બહાર નીકળી શક્યા.

"થેંક ગોડ બચી ગયા.. મોટી મુશ્કેલી ટળી." જોનીએ કહ્યું.

ચારેય જણા એન્જિનના કેબિનમાંથી બહાર આવ્યા. જહાજ ના કઠેરાને ટેકો દઈ ચારે જણાએ ઊંડો શ્વાસ લીધો અને એકબીજા સામે જોવા લાગ્યા. પછી જોરજોરથી હસવા લાગ્યા.

“સૂસ..! ડરી ગયો હતો ને..?” લિઝાએ હસીને કહ્યું.

“ડર તો લાગે જ ને યાર..! મને તો એવું જ લાગતું હતું કે મર્યા હવે તો..! મોત સામે જ દેખાઈ રહ્યું હતું.” સુશ્રુતે મલકાઈને કહ્યું.

“હું બિલકુલ નહતો ડર્યો હો..! હજુ તો આપણે આવી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો થશે.” જોનીએ હસીને કીધું.

" તને કેવી રીતે ખબર પડી કે હજુ આપણી સામે ઘણી મુશ્કેલીઓ આવવાની છે..?" હર્ષિતએ કહ્યું.

“હું અને લિઝા તો આવી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવાના ઘણા કિસ્સાઓ બાળપણથી જ સાંભળતાં આવ્યા છીએ.” જોનીએ કહ્યું.

“ઓહ ગ્રેટ..! બાય ધ વે સવાર થવા આવી છે. મેં અને સુશ્રુતે તો થોડો આરામ કરી લીધો. તું અને લિઝા પણ થોડો આરામ કરી લો.” હર્ષિતએ કહ્યું.

“સુવાનો સવાલ નથી, તને અથવા તો સુશ્રુતને જહાજ આવડતું નથી. કોઈ મુશ્કેલી આવે તો તમે કેવી રીતે હેન્ડલ કરો..? આપણે સુવાનો અને જાગવાનો ક્રમ નક્કી કરવો પડશે. મને અને જોનીને જહાજ ચલાવતા ફાવે છે. તો અલ્ટરનેટ અમે જાગીશું.” લિઝાએ કહ્યું.

" તારી વાત ઠીક છે..! વારાફરતી આપણે જાગીશું. પણ અત્યારે તો તમે થોડો આરામ કરી લો. કંઈ પ્રોબ્લેમ થશે તો અમે તમને જગાડી લઈશું.”સુશ્રુતે કહ્યું.

લિઝા ગ્રાઉન્ડમાં આરામ કરવા ગઈ. જ્યારે જોની અગાસીમાં જ લાંબો થઈ ગયો. સુશ્રુત અને હર્ષિત અગાસીમાં જ બેઠા બેઠા વાતો કરવા લાગ્યા.

લગભગ બે દિવસે તેઓનું જહાજ socotra દ્વીપસમૂહ પર પહોંચ્યું. કિનારા પર આવતા જ પારદર્શક પાણીમાં વિવિધ પ્રકારના દરિયાઈ સજીવો જોવા મળ્યા. હર્ષિત તો દરિયાઇ જીવસૃષ્ટિને જોઈને ચકિત જ થઈ ગયો. લિઝાએ જહાજ દરિયાકિનારે લાંગર્યું. ચારેય જણા નીચે ઉતર્યા. કિનારાનો અદભૂત નજારો જોઈએ સૌને ચકિત થઈ ગયા.રંગબેરંગી માછલીઓ તેઓના પગની આજુબાજુ ફરતી હતી.

"અમને કંઈ જ વાંધો નથી, તારે અહીં રોકાઈ જવું હોય તો રોકાઈ જા. બાકી અજાણ્યા ટાપુ પર રહેવું થોડું મુશ્કેલ ભર્યું રહેશે." સુશ્રુતે મજાક કરતાં કહ્યું.

" અહિ રોકાયા પહેલા આપણે આ ટાપુ નું વાતાવરણ જાણી લેવું જોઈએ. થોડે દૂર છૂટાછવાયા વૃક્ષો દેખાય છે. કયા કયા પ્રાણીઓ અહીં રહે છે તે પણ જાણવું જરૂરી છે. ઊંઘીએ અને કોઈ જંગલી જનાવર આપણો કોળિયો બનાવી જાય તો..?" જોનીએ સમજણપૂર્વક કહ્યું.

" મિત્રો સાંજ થવા આવી છે આપણે ચર્ચા કર્યા વિના પહેલા અહીં ફરીને થોડું જાણી લઈએ. જો કોઈ જોખમ ન લાગે તો રાત્રી રોકાણ અહિ કરીશું. નહિતર આપણું જહાજ તો છે જ ને..!" જોનીને ટેકો આપતા કહ્યું.

To be continue...

મૌસમ😊