(કોર્ટ માનવ અને એના પરિવારને સજા સંભળાવી દે છે. કનિકા કોમામાં થી બહાર આવે છે. એ ઊઠીને નર્સને અને ડૉકટરને પૂછે છે. રાણાએ આવી બધું જણાવે છે અને તેને પોલીસ કમિશનર મળવા આવે છે. તેના અને તેની હિંમતના વખાણ કરે છે. હવે આગળ.....)
“પણ હા આ બધા વચ્ચે પણ તમારી હિંમતને દાદ આપવી પડે કે, તમે એ છોકરીના ગુનેગારોને સજા આપી શક્યા અને અપાવી પણ શક્યા.”
પોલીસ કમિશનર જોયું તો પાછળ જજ ઉભા હતા.
“હા સર મારી જે ડ્યુટી હતી, એ આ છોકરીએ નિભાવી એ બદલ તો હું બીજું કંઇ ના કહી શકું, ફક્ત તેને કોન્ગ્રેચ્યુલેશન કરી શકું.”
“એમ નહીં તમારે પણ સબક શીખવાની જરૂર છે કે આને તો હિંમત કરી પણ આગળ તમે પણ હવે આવી રીતે હિંમત કરતા રહેજો. નહિંતર કેટલી એ સિયા જેવી છોકરીઓ ની જિંદગી બરબાદ થતી બચી જશે અને કોઈને નથી ખબર પડતી. બરાબરને કનિકા?”
કનિકાએ હસીને હા પાડી.
“હા સર એ તો છે જ ને, જિંદગી બચાવી બહુ જરૂરી છે અને એમાં આવા જલ્લાદોના હાથમાં તો ખાસ કરીને.... આમ પણ આ વર્ધી ગરુર છે તો પોસ્ટ એ મારું જનૂન છે, સર અને એ મેળવવા માટે હિંમત હોવી જોઈએ જે ને.”
“રાઈટ...”
કહી, જજે પણ એની સાથે થોડી વાતચીત કરી અને કહ્યું કે,
“મેં તો ગુનેગારોને મારી રીતે તેને યોગ્ય સજા આપી દીધી છે, અને એના બધી જ રિસ્પોન્સિલિટી અને એના અભિનંદન તમને જ જાય છે.”
“થેન્ક યુ વેરી મચ સર, તમારા થકી જ આટલી ઝડપથી એમને સજા મળી ગઈ.”
“ના મેડમ... આ તો હું બીજું કંઈ ના કરી શકું, એટલે બસ મેં તો ફક્ત મદદ કરી.”
“હા સર તમે અમારી બહુ મોટી મદદ કરી કે એનો જ્યુડિશિયલ કોર્ટમાં કેસ ચલાવ્યો. જો એમાં કેસ ના ચલાવતાને તો આ ફરી પાછો જલ્દી છૂટીને કંઈકનું કંઈક કારસ્તાન કરતો કાં તો ભાગી જતો.”
“એને થોડીવાર એમ ભાગી જવા દેતો, મેડમ હું હતો ને.”
રાણાએ આમ કહ્યું એટલે હવે બધા હસી પડ્યા. એ બધાના જતા રહ્યા બાદ ડોક્ટર પાછા આવ્યા અને કહ્યું કે,
“શું મેડમ હવે તમારી અહીં રહેવું છે કે ઘરે જવું છે?”
“અફકોર્સ ઘરે જવાની ઈચ્છા હોય ને, હોસ્પિટલ તો કોઈને ગમતી નથી, એમ પોલીસોને પણ હોસ્પિટલ નથી ગમતી. અમારા જેવા નોકરિયાત માણસોને તો હોસ્પિટલ ના ખર્ચા જ પોસાય જ નહીં.”
ડોક્ટર હસી પડ્યા,
“મેડમ તમે જોક બરાબર કરો છો, પણ કંઈ વાંધો નહીં. બે દિવસ બાદ પરમિશન મળી જશે, ત્યાં સુધી અમુક રિપોર્ટ કઢાવવા પડશે, સોરી... પણ હાલ તમે આરામ કરો. તમારું આટલું બોલ બોલ કરવું પણ તમારા શરીર માટે હિતાવહ નથી.”
“ચોક્કસ સર....”
એટલામાં જ હોસ્ટેલવાળા માસી અંદર આવ્યા અને એમને જોઈ તે ખુશ થઈ ગઈ અને સાથે તેને નવાઈ પણ લાગી કે,
“માસી તમે અહીંયા?”
“હા બેટા, હું અહીંયા જ છું. તારી જોડે અને તારી જોડે જ રહીશ, સમજી મારી દીકરી.”
“પણ તમે તો નહોતા આવવાના ને...”
“તો કેવી રીતે આવતી, એ વખતે તું સાચી હતી પણ મારે હજી મારા પગ પર રહેવું હતું. પણ જયારે તું હોસ્પિટલમાં એડમિટ થઈ છે, એ ખબર પડતાં તો થોડી મારી હિંમત થવાની હતી કે હું ત્યાં બેસી રહું.”
“થેન્ક યુ.... માસી તમે આવ્યા. બાકી હું ઘરે જઈને તો બિલકુલ બોર થઈ જતી અને ઘર પણ મને ખાવા દોડશે. સાચું કહું તો તમારી બહુ જ યાદ આવતી હતી.”
“તો યાદ આવે જ ને... તું છે જ એવી.”
એમ માસી કહેતા તે કનિકા બોલી કે,
“ના, તમે જ હતા એવા પ્રેમાળ... હોસ્ટેલમાં બધાને પ્રેમ આપતાં પણ એ કોઈને લેતા ના આવડે. તમને ખબર છે, તમારી દરેક વસ્તુ મને ટોકવાની કે દરેક વાતે વાતે મને બોલ બોલ કરવાનું, એ તમારા સિવાય બીજું કોઈ ના કરી શકે અને એ જ વસ્તુ બહુ મિસ કરતી હતી. થેન્ક યુ મારા માટે થઈને તમે અહીંયા આવ્યા બદલ.”
“સારું ચાલ હવે બહુ થેન્ક યુ... થેન્ક યુ... વાળી, આ જ તો મારી મા તરીકેની દીકરી માટેની ફરજ હતી એટલે જ આવી છું. ચૂપચાપ હવે સુઈ જા, કોઈ જ પ્રશ્ન નહીં અને કોઈ જ વાતચીત નહીં. બહુ બોલી લીધું તે, હવે કોઈ વાત નથી કરવી.”
સિયાએ ચૂપચાપ આખું બંધ કરી અને સુઈ ગઈ. માસી પણ એને એવી રીતે સુતી જોઈ હસી પડી. એ પછી ચોથા જ દિવસે તેને ઘરે જવાની પરમિશન મળી જતાં જ, માસી રાણાની મદદથી એને ઘરે લઈ જઈ રહ્યા હતા. રાણાએ કીધું કે,
“મેડમ પોલીસ કમિશનરે તમારા માટે હજી મહિનાની રજા મંજૂર કરી દીધી છે. જેથી તમે બરાબર આરામ કરીને, તમારી સ્વાસ્થ્ય કેળવી દો. પછી તમે ડ્યુટી જોઈન્ટ કરજો. હું તો ફકત કેહવા આવેલો છું, તો હું જાવ છું.”
“ભલે પણ રાણા, એ પહેલા એકવાર મારે સિયા અને દિપક સરને મળવું છે, તો શું એ પોસિબલ હોય તો મને ત્યાં લઈ જઈ શકશો.”
“કેમ નહીં મેડમ, હું કાલે જ તમને ત્યાં લઈ જઈશ.”
“થેન્ક યુ વેરી મચ....”
બીજા દિવસે કનિકા સિયા અને દિપક ને મળવા ગઈ. બંને જણાએ કનિકાને જોઈ કહ્યું કે,
“થેન્ક યુ વેરી મચ મેડમ.... તમે મારા માટે જેટલું કર્યું છે ને, એવું કોઈ નહીં કરી શકે.”
સંગીતા આટલું જ બોલતાં તેની આંખમાં આંસુ આવી ગયા.
“બેટા તારા આ બહાદુરીના કારણે જ મારી દીકરીના ગુનેગારોને સજા મળી ગઈ. તને જેટલી પણ એના લીધે તકલીફ પડી એના માટે માફી માંગું છું. હું તો તારો ઉપકાર પગ ધોવું તો પણ ઉતારી નહીં શકું. છતાંય તું કહે બેટા, તારા માટે હું શું કરી શકું? તને જે જોઈએ એ હું આપવા પ્રયત્ન કરીશ.”
“કંઈ જ કરવું નથી. બસ તમે મને આશીર્વાદ આપો, એમાં જ મને બધું મળી જશે કે હું આવી રીતે બીજી કેટલી છોકરીઓની મદદ કરતી રહું અને કરી શકું પણ ખરા. જેથી સમાજમાં એક નવું નરક જે ઊભું થયું છે, તે બંધ થાય.”
“હા એ તો બિલકુલ મળશે અને એ માટે મારી કોઈ મદદની જરૂર હોય તો પણ કહેજે. આજ પછી તારી વાત નકારવાની કોઈ હિંમત નહીં કરે. બેટા તારા વાત માની આ સેવામાં પણ હું જોડાઈશ.”
એવું કેશવે કહેતાં જ કનિકાએ એમની સામે સ્માઈલ કર્યો. સંગીતા બોલી કે,
“એ માટે મારું એનજીઓ હંમેશા ખુલ્લું રહેશે અને છે જ, હું તો મારી દીકરીને મારા ઘરે લઈ જઈશ. પણ કોઈ એવી હોય તો મને કહેજે હું એના માટે એની મદદ કરવા તૈયાર છું અને રહીશ.”
“એ બહુ જરૂરી છે મેડમ, તેના પર થયેલા અત્યાચાર માટે દુનિયાની સામે કદાચ એક છોકરી હિંમત કરી લડી પણ લે છે, પણ એને જ્યારે એના જ મા બાપ અને પોતીકા નથી સાચવતા કે એને નકારી દેતા વાર પણ નથી કરતાં... બસ તે વખતે...
(સિયાને કનિકા મળશે તો શું કહેશે? એ ઘરને યાદ કરી અને એના ગુનેગારોને સજા મળી એ બદલ શું કહેશે? એ જીવનમાં આગળ શું કરવા ઈચ્છશે?સિયાના દાદાને ખબર પડશે ત્યારે એમના પર શું વીતશે? શું માનવ દયા અરજી કરી શકશે? એ ઘરે પહોંચી શું કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૦૭)