એક ષડયંત્ર.... - ભાગ 75 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 75

(સિયા હવે ઘરની નોકરાણી બની દિવસો કાઢી રહી છે, પણ કોઈ તેના તરફફ દયા નથી દેખાડતું. તેને તેનો પરિવાર અને એમની વાતો યાદ આવી જાય છે. એટલે તે પાડોશી પાસેથી ફોન માંગે છે, પણ તે ના આપતાં બબીતાને બોલાવે છે. સિયા એમને જવાનું કહી ફરી પોતાનું દુઃખ યાદ કરે છે. હવે આગળ....)
માનવ જો મારી વાત સાંભળવાથી રહ્યો, તો બીજાની પાસે સુધા શું રાખવી.’
ત્યાં જ બબીતા આવી અને એને કહ્યું કે,
“એ મહારાણી કામ પત્યું કે નહીં? એક કામ કરવામાં કેટલી વાર લાગે છે, તને? સાવ કામચોર... ચાલ બધા અંદર બોલાવે છે...”
“પણ અંદર મારું શું કામ તમે તો મને રસોડામાં આવવાની ના પાડો છો?”
બબિતાએ એની વાત સુધારતાં કહ્યું,
“એ રસોડું નથી એ બાવરચીખાનું કહેવાય. એ તો ત્યાં તારે હજી નથી જવાનું, કેમ કે તું મુસલમાન નથી, તું તો અમારા મજહબની નથી. એટલે તો તું અમારું બાવરચીખાનું બગાડી દઈશ, એટલે તો તું બહાર જ રહે. બસ આ તો ભાઈજાન તને બોલાવતા હતા એટલે તને હું કહેવા આવી.”
“એ મને કંઈક કામ હોય તો બોલાવે છે ને? પણ શું કામ છે, એ તો કહો?”
“એક તો ગાલ પર છાપ પાડી દીધી હોય ને તો ખબર પડે કે સામે સવાલ કરવાથી શું હાલ થાય? પણ હાલ જવી દે, હું ભાઈજાનને કહું છું એટલે એ જ તને તારા વાળથી પકડીને ઘસડી લઈ જશે. અને એમ જ તું અંદર આવવાની હોય તો પછી ભાઈજાનને મોકલું...”
“ના,ના... ના, ના, એવું ના કરતા હું આવું છું.”
તે ડરની મારી બોલી પડી અને બબિતા સાથે અંદર ગઈ તો માનવ તેના બેન ભાઈ અને અમ્મી, અબ્બા સાથે એક વ્યક્તિ પણ બેઠકરૂમમાં બેઠેલા હતા. સિયા તો એ બધાને જોઈ ચોકી પણ તે ચૂપચાપ એકબાજુ ઊભી રહી. અનિશે કહ્યું કે,
“બધાને જરા તો આદાબ કર.”
સિયાએ એવું કંઈ ના કર્યું, એટલે અનિશે ફરીથી,
“એકવાર કહેલી વાત કેમ તારી સમજમાં પણ નથી આવતી. ક્યારનું શીખવાનું કહ્યું છે, તો ક્યારે શીખવાનું છે?”
“મને એવું ફાવતું નથી, મેં તો આજ સુધી લાગી સૌની સામે હાથ જ જોડયા છે, તો આ કેવી રીતે કરવું..”
સિયા રડમસ થઈ બોલી તો માનવની અમ્મી,
“એટલે જ હું એને સ્વીકારવા તૈયાર નથી. માનવ કહી દે કે એને જો આપણી સાથે રહેવું હોય ને તો એને કહી એમ કરવું જ પડશે,એને એનો આપણી રીત અને આપણો મજહબ પણ સ્વીકારવો પડશે...”
“પણ એવું હું શું કામ કરું?”
“ઓ શાહજાદી, આ ઘરના પણ અમુક ઉસૂલ છે, આમાં તારી મનમરજી નહીં ચાલે. માનવ...”
અમ્મીએ આવું કહ્યું તો માનવ ઊભો થયો અને તેનું મ્હોં જડબાથી પકડીને કહ્યું કે,”અમે કહીએ એટલું જ કરવાનું, સમજી... નહીંતર...”
એટલામાં મૌલવી વચ્ચે પડયા અને કહ્યું કે,
“અરે... અરે, મોહસીન આ શું કરો છો? નાની છોકરી છે, એમ વાત ના કરાય. અને તમે તો ચિંતા ના કરો કેમ કે તે બિલકુલ મજહબ સ્વીકારશે એટલે તે સ્વીકારશે જ. બસ એ માટે એને સમજ આપવી પડશે. તો શાંતિ રાખ.”
“એ જ એના માટે સારું છે, નહીં તો એ શું સમજે છે, પોતાની જાતને. એ જેમ કહે તેમ થોડું થશે. બાકી એને હું ખબર પાડી દઈશ.”
“અરે, આટલા ઉતાવળા થવાની જરૂર નથી. તું શાંતિ રાખ.”
મૌલવીએ સિયાની સામે જોયું અને કહ્યું કે,
“તું મને એમ કહે કે આ મજહબમાં ખોટું શું છે? તેને તું સ્વીકારીશ તો આ લોકો પણ તને અપનાવી લેશે. તારો દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.”
એટલે અનિશે પણ સિયાને,
“તું મને એ કહે કે, તારે કરવાનું શું છે? આ પરિવારની જવાબદારી તારી નથી. એટલે કે મારા મમ્મી આ વાત માટે તો મને અને તને કેટલી વાર પણ કહી ચૂકી છે, તો તારે વિશે કંઈ કરવાનું નથી.”
“કરવાની ના નથી, પણ તમે કહો એ રીતે નહીં.”
“તો કેવી રીતે? મારો પરિવાર તને આમ કેમ કરીને અપનાવે?”
“એ માટે મારી પાસે કોઈ ઓપ્શન નથી એટલે તું કહે એ જ કરવાનું...”
સિયાએ પણ સામો જવાબ આપતાં કહ્યું.
“તો પછી પડી રહે, ઘરની બહાર. અને જો અમારા કહ્યા મુજબ કરવાનું હોય તો... બસ તો પછી અમારો મજહબ સ્વીકાર અને નામ બદલી દે. જેથી મારા પરિવારને તારા પર વિશ્વાસ આવે.”
“હું મારું નામ ગમે તેમ હોય તો પણ નહીં બદલું. મારા મા બાપે આપેલું છે. મને દાદાજીએ શીખવાડેલો ધર્મ એમ કેમ ભૂલી જાવ. એ બધાએ મને કેટલા હોંશે આપેલું આ નામ, કેવી રીતે બદલું જે મને બહુ ગમે છે. મારે નથી બદલવું.”
“એ બધું તને ઓપ્શન નથી આપવામાં આવ્યું કે તેને ગમે છે કે નથી ગમતું એ કહે છે. તને તો ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે તારે આ કરવાનું છે, સમજી. તને પૂછવામાં નથી આવતું કે તારે આ કરવું છે કે નથી કરવું? તો એ વિશે વિચારી જો... અને યાદ રાખ તારે આ કરવું હશે તો જ મારા પરિવારના લોકો તને સ્વીકારશે, નહીંતર સમજી જજે કે કોઈ તને સ્વીકારશે નહીં...”
“એવું શું કરવા કહો છો? મેં તમારા સાથે લગ્ન કરી લીધા છે, તમારા ઘરનું કામ કરું છું અને મારા મમ્મી પપ્પા કે દાદા દાદી જોડે જવાની કે ક્યારે વાત કરવાની જીદ પણ નથી કરતી. છતાં તમે કહો છો કે તમે મને પહેલાંનું નામ નહિ ગમે અને નવું નામ સ્વીકાર તો જ તમે મને સ્વીકારી લેશો. મેં અમ્મી અબ્બાને સ્વીકારી લીધા તો તે કેમ મને નથી સ્વીકારતા. તમે મને મારા નામ સાથે જ લગ્ન કર્યા હતાં તો હવે કેમ બદલાઈ ગયું. હવે એ મને કેમ એમ કહેવામાં આવે છે, હું તમારા મુજબ નામ બધું સ્વીકારું તો જ મને અપનાવવામાં આવશે.”
“એ બધી વાતની ખબર નથી... એટલી જ ખબર છે તો એ પહેલા તારે મારા પરિવારનો મુજબ જ મજહબ અને એમને આપેલું નામ સ્વીકારવું જ પડશે તો જ મારામાં અમે સ્વીકારવાની વાત આવશે, તો એટલે... વિચારી લે.”
સિયા કંઈ ના બોલી એટલે માનવે ફરીથી કહ્યું કે,
“એવું કોણે કીધું કે હું મુસલમાન બની જઈશ તો તારો પરિવાર ચોક્કસથી મને સ્વીકારીશ.”
“હા, તું અમારો મજહબ સ્વીકારીશ પછી તો હું તને રાણીની જેમ રાખીશ. બાકી જો તું આ નામથી તો મારા ઘરની નોકરાણી માટે જ બરાબર છે, અને જો તું અમારો મજહબ સ્વીકારી, અમારું કહેલું નામ અપનાવીશ ને, તો માનવ સાથે ફરીથી નિકાહ કરાવી અને અમે તેને એની રૂમમાં જવા દઈશું ને. નહીં તો ભૂલી જજે અને યાદ રાખજે, તું ના ઘરે તારા ઘરે જઈ શકીશ કે ના અહીંયા રહી શકીશ પછી જઈશ તું ક્યાં? એટલે એના કરતા અમે જે કહીએ છીએ એ જ કર.”
માનવની અમ્મી આવું કહેતાં જ સિયા આ સાંભળી બે મિનિટ વિચારવા લાગી કે કરવું શું પણ પછી કંઈક સૂઝયું અને ખાસ્સી વિચાર્યા બાદ....
(સિયા શું કહેશે? માનવ અને એના ઘરના લોકો શું માનશે? સિયા એમની વાત માની ફસાઈ તો નહીં જાય ને?સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલાત ખબર પડશે? એ એને પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે? કનિકાને રેડ પાડવાની પરમિશન મળશે ખરી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૭૬)