એક ષડયંત્ર.... - ભાગ 62 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 62

(કનિકાની વિજયનગર ટ્રાન્સફર થઈ એમાં પણ ત્યાંના કલેક્ટર કેશવે એમની વગનો ઉપયોગ કરી કરાવી છે, એ જાણી તે ગુસ્સે થઈ અને દિપકને કારણ પૂછે છે. કેશવે કારણ આપતાં તેમની દીકરી સિયા કેવી રીતે ગઈ, અને તપાસમાં શું જાણવા મળ્યું તે કહે છે. હવે આગળ...)
“અમે ખૂબ બધી વખત શોધી, પણ એ અમને મળી નથી રહી. મારા ડિટેક્ટિવ રૉયને ફોન કરીને તેની મદદ માંગી એટલે તેને પણ તારું નામ સજેસ્ટ કર્યું કે, ‘આપણી દીકરીને જો પાછી લાવવી હોય ને તો આ જ છોકરી અને આ જ આઈપીએસ લાવી શકશે, નહીં તો બીજું કોઈ નહીં લાવી શકે. અને એટલે જ મારે તને અહીં લાવવી પડી. સોરી બેટા, હું પણ મારી વગ વાપરવા નહોતો માંગતો પણ હું મારી દીકરી માટે એ કરતાં મારી જાતને રોકી ના શકયો.... મને માફ કરી દે....”
દિપક મનના ભાર સાથે, અને છેલ્લે આ પગલું ભર્યું હોય તેમ પરાણે બોલી રહ્યો હતો. એ સાંભળી કનિકાને થયું કે....
‘ગમે તેમ પિતા છે, એ પણ એક દીકરીના. કલેક્ટર છે તો શું થયું, પણ દીકરીની હજાર ચિંતા મનમાં લઈ બેઠા હોય. એટલે જ એમના શબ્દો પણ લડખડાયેલા છે.’
હવે તેનો ગુસ્સો શાંત થઈ ગયો અને તેને પૂછ્યું કે,
“હમમમ...એ તો બરાબર છે, તો પણ એવું તો શું હતું કે તમને એ જ છોકરા ઉપર જ ડાઉટ છે?”
“જણાવીશ તને, પણ એ પહેલા તું એક વાર આ ડિટેક્ટિવ રૉયે કરેલી તપાસનો કરી છે, એ વિશે જાણી જો અને આ રિપોર્ટ વાંચી જા, પછી તને ખબર પડી જશે.”
એમ કહી એની સામે અમુક કાગળિયા સરકાવ્યા.
કોમળે એ હાથમાં લઇ અને એક પછી એક પેજ વાંચવા લાગી, એકવારમાં સમજણ ના પડી હોય તેમ કે વિશ્વાસના આવતો હોય તેમ તેને એક બે વાર એ પાના ઊલટાવ્યા પણ ખરા. બધું બરાબર વાંચ્યા બાદ તેને કહ્યું કે,
“તમે કોલેજમાં પૂછ્યું ખરા કે આ સાચું છે કે ખોટું?”
“કોલેજમાં તો થોડીક કોઈ પણ વાતને સાચી છે કે ખોટી એ કહે?”
“હા એના ફ્રેન્ડોએ એવું કહ્યું કે તે બંનેને એકાદ વાર
વાતચીત કરતાં જ જોયા હતા, પણ એ સિવાય કંઈ જ ખબર નથી. અને સિયાની ખાસ ફ્રેન્ડ રોમાએ પણ એમ જ કહે છે કે એને કંઈ ખાસ ખબર નથી. એટલે તો હવે આકાશમાં છુપાઈ ગઈ કે ધરતીમાં સમાઈ ગઈ છે કે તે કોણની સાથે જતી રહે છે, એ ખબર નથી અને જો એ જતી રહી છે તો સહી સલામત છે કે નહીં પછી...”
આટલું બોલતાં જ કેસવના અવાજે પણ એનો સાથ છોડી દીધો. એ જોઈ કનિકા બોલી પડી કે,
“ના તમે આવો વિચાર ના કરો, એ બધું તો બરાબર છે. તમે આમ ઢીલા થઈ જાવ તો તમારી પોસ્ટ પ્રમાણે ઓકે ના કહેવાય. છતાં તમે એક પિતા છો એટલે હું એટલું તો કહીશ કે તમને ચિંતા થાય તે સ્વભાવિક છે એટલે હું આ કેસ તો લઈ લઈશ. એમ તમારી દીકરીને હું ક્યાંય નહીં જવા દઉં અને એ લબાડને પણ નહીં જવા દઉં.”
“બસ બેટા, બસ.. આ જ શબ્દો સાંભળવા હું તરસી ગયો હતો. તું એકવાર મારી દીકરી પાછી લાવી દે, બાકી તું કહે એ હું કરવા તૈયાર છું. તું કહે એ જગ્યાએ હું ફરી પાછા તારી ટ્રાન્સફર પણ કરાવી આપીશ. પણ હાલ મારી દીકરીને તારી જ જરૂરિયાત છે, તારા સિવાય મારી પાસે કોઈ જ ઓપ્શન નથી. નહીં તો હું તને ક્યારેય ન બોલાવતો, હું એક પિતા છું અને પિતા કેવી રીતે દીકરી વિશે જાણ્યા વગર રહી શકે, તું જ કહે બેટા. મને માફ કરી દે, પણ મારી દીકરી...”
“સારું હું કંઈક કરું છું.”
એમ કહી તે રિપોર્ટ અને ફોટા બધું જ લઈ પોતાની ઓફિસમાં આવી. તેનું મગજ ફાટફાટ થતું હતું કે,
‘આ રીતે ફરી પાછો એ જ કિસ્સો અને ફરી પાછું એ જ, જીવનને બરબાદ કરવાની.... પણ હું એમ તો નહીં જ કોઈને જવા દઉં અને એમાં કોઈ છોકરી ની જિંદગી તો બરબાદ નહીં થવા દઉં. ગમે તે થાય ઝલક જેવી છોકરીઓને બિચારી ને તો કોઈ એના પર એસીડ ફેંકે છે કે જ્યારે સિયા જેવી કોઈ છોકરીઓને કોઈ ગમે ત્યાં લઈ જાય છે. મારે હવે મારી રીતે તપાસ કરવી પડશે.’
એટલામાં પોલીસ ઇન્સ્પેક્ટર અશ્વિન રાણા આવ્યા અને પૂછ્યું કે,
“મેડમ તમે કલેક્ટરની ઓફિસમાં ગયા હતા તો શું થયું? કંઈ કારણ કીધું?”
“એ બધું ખબર નથી, પણ તમારી જોડે આ કોઈ સિયા કરી છોકરીનો કોઈ કેસ આવેલો છે?”
“સિયાનો તો.... હા મેડમ એ છોકરીનો કેસ આવેલો હતો, પણ એ તો ક્યાંય મળતી પણ નથી અને એ ક્યાં જતી રહી છે, એ ખબર પણ નથી પડી રહી.”
“વાહ, એ તમે શોધી લીધું પણ એની કોલેજમાં એના મિત્રો પૂછયું કે તપાસ કરી હતી ?”
“હા મેડમ, એ કોલેજમાં પણ એના વિશે પછતાછ કરેલી હતી. પણ એ છોકરી જ કોઈ ની જોડે વાતચીત જ નહોતી કરતી, બિલકુલ રિઝર્વ નેચરની હતી. તો એ લોકોને પણ એના વિશે કંઈ ખબર નથી. હાલ જ હું એ કેસ રિલેટડ તપાસ કરવા જ ગયો હતો, પણ કંઈ જ ના મળ્યું.”
“સારું ચાલો તો આપણે આજે નવેસરથી પૂછતાછ કરવા જઈએ.”
“કેમ મેડમ એટલે તમે કલેકટરની ઓફિસ ગયા હતા અને તેમને આ કામ કહ્યું છે. તમે પણ કંઈક બહુ સાંભળવ્યું છે. એટલા માટે એ તો બહાર....”
“એટલે જ તો પોલીસ આમ લેડીઝોની જેમ પંચાત કરવા લાગી છે. શું થયું અને શું નહીં, એ મારો વિષય છે, નન ઑફ યૉર બિઝનેસ... હા પણ આપની પોસ્ટ ઉપર તો આ બધી વાતચીત ખબર પડી જ ગઈ હોય ને, નહીં?”
કનિકાએ સામો કટાક્ષ કરતાં કહ્યું.
“હા એ પણ છે મેડમ, સારું ચાલો જલ્દી જઈએ...” એમ કહીને તે વાત વાળી લીધી. તે બંને કોલેજમાં પહોંચી ગયા. કનિકા કોલેજ પહોંચી અને તેને પહેલા કોલેજણા ડીન અને કેરિકલ સ્ટાફ જોડે વાતચીત કરી. એમાંથી કંઈ જ ના મળતા તેમને સિયાનું કોઈ સર્કલ છે કે નહીં તે તપાસ કરી, તો એ પણ કંઈ ના મળ્યું સિવાય કે રોમા કરીને એ ખાલી એક જ એની ફ્રેન્ડ હતી.
કહેનાર વ્યક્તિએ તો એટલું પણ કહી દીધું કે,
“તમે અમને આટલું બધું પૂછો છો એના કરતા એક વાર રોમાને જ પૂછો ને, કારણ કે સૌથી વધારે તે રોમા જોડે તૌ ફરતી હોય છે. કદાચ રોમાને જ આ બધી ખબર હશે.”
“ઓકે તો આ રોમા ક્યાં મળશે?”
“બસ એ હશે પાછળના ગાર્ડનમાં...”
કનિકા ત્યાં પહોંચી તો ગાર્ડનના કોઈ ખૂણામાં રોમા એના બોયફ્રેન્ડ સાથે ગાર્ડનમાં બેસી અને વાતો કરી હતી. ત્યાં જ કનિકા પહોંચી અને પેલા છોકરાને કહ્યું કે,
“ચાલ ફટાફટ જતો રહે. બાકીનું ગૂટરગુ પછી કરજે.”
“એ મેડમ તમે છો કોણ? હું શું કામ જાઉં તમે જતા રહો. તમે અમને ડિસ્ટર્બ કરો છો.”
(તે આસાનીથી જતો રહેશે? તે કનિકાની વાત માનશે કે માર ખાશે? રોમા જવાબ આપશે ખરા? કે પછી તે તેને ગોળગોળ ફેરવશે? તેનો બોયફ્રેન્ડ તેની મદદ કરી શકશે? કનિકા સિયાને શોધી શકશે અને પાછી લાવી શકશે? સિયા કોના ઘરે જશે? એ ઘરે આવી શકશે ખરા?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૬૩)