એક ષડયંત્ર.... - ભાગ 59 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 59

(સંગીતા સિયાના આવતાં રોમા સાથે વાત કર્યા પછી એક મા સમજી જાય છે અને તે પોલીસ કમ્પ્લેઈન કરવા કહે છે. પણ દિપક ધરાહર ના પાડી એને બોલે છે. તે કોલેજમાં તપાસ કરે છે પછી તે પણ હિંમત હારી જાય છે અને પોલીસ કમ્પ્લેઈન કરે છે. હવે આગળ....)
આજ સુધી મારી સાથે સિયા કોઈ એ રિલેટડ વાત જ નથી કરી નહોતી તો હું તમને કંઈ કહું ને સર.”
“ભલે માની લઉં છું, પણ તું સાચું તો કહે છે ને, જો તું ખોટું કહેતી હોઈશ અને જો એવી મને ખબર પડી ને તો પછી તને પણ જેલમાં નાખતા વાર નહીં કરું. બાકી મને તો આવી વાતમાં કેમ કામ લેવું તે ખબર છે...”
રોમા આ સાંભળી નર્વસ થઈ ગઈ, છતાં
“સોરી મને ખબર નથી.”
ત્યાંથી પોલીસ તો જતી રહી, પણ જ્યારે આ વાતની દિપકને ખબર પડી તો પોલીસને ઠપકો આપતાં એમને કહ્યું કે,
“તમે એવી રીતે વાત ના કરો એ પણ મારી દીકરી સમાન જ છે. એને કદાચ ખરેખર ખબર નહીં હોય અને આમ પણ મારી સિયા અંતર્મુખી હતી. એ કોઈની સાથે જલ્દી વાત કરે એવી છોકરી નહોતી.”
“વાત સાચી સર પણ અમારે તપાસ તો બધી કરવી જ પડે ને. સોરી સર તમે મને કહો છો એટલે મારી તપાસ ચાલુ છે, મને તો હજી પણ એ જ લાગી રહ્યું છે કે સર શું થઈ શકે એમ છે?”
એમ કહીને ઇન્સ્પેક્ટર દિપકની સામે જોતા રહ્યા, સૌની સમજમાં તો કંઈ જ આવી નહોતું રહ્યું. પણ કેશવે નકારમાં માથું હલાવ્યું અને તે જતા રહ્યા.
દિપકના મનમાં પણ ધ્રાસ્કો પડેલો જ હતો ઉપરથી આ વાત બાદ તે વધારે ડરી ગયા. તેમને થયું કે,
“સિયાને શોધવી તો શોધવી કયાં?”
એટલામાં જ એમને એમના મિત્રે આપેલો ડિટેક્ટિવ નો નંબર યાદ આવ્યો. કેશવે તરત જ તેને ફોન કર્યો અને કહ્યું કે,
“શું તમે ડિટેક્ટિવ રૉય બોલો છો?”
“યસ ડિટેક્ટિવ રૉય બોલું છું. તમે કોણ?”
“પ્લીઝ મારે તમારી હેલ્પ જોઈએ છે.”
“બોલો કઈ બાબતમાં હેલ્પ જોઈએ છે? મારા ખ્યાલથી તમે દિપક બોલો છો, આ સીટીના કલેક્ટર રાઈટ?”
“હા...”
“સોરી સર, હું તમારી કંઈ રીતે મદદ કરી શકું?”
“બસ મારી દીકરી પાછી લાવી આપો. હું એનો ફોટો તમને વૉટ’સ અપ કરું છું. તમે એકવાર જોઈ અને એના વિશે કોઈ માહિતી હોય તો શોધી લાવો ને?”
“એ તો હું ચોક્કસ કરીશ સર, પણ આ વાત શું છે, એ મને કેહશો?”
“ચોક્કસ, તો જ તમને એના વિશે માહિતી લાવવાની ખબર પડશે.”
એમની બધી જ વાત કરી કે સિયા કેવી રીતે કોલેજ સ્ટડી ટ્રિપના નામે ગઈ અને હવે મળી નથી રહી. અને પછી બધાનું એ બાબતે શું કહેવું છે, એ પણ કહ્યા બાદ તે હાંફી ગયા.
“તમારું કામ કરવા માટે મને પણ ખુશી થશે. તમે મને ફોટો મોકલો પછી હું તમને જે હોય જણાવું છું. પણ એક વાત કહું સર, આપને?”
ડિટેક્ટિવ રૉયે પૂછ્યું.
“હા, બોલોને આ બધા કહે છે જો એવું કંઈ હોય તો આવી છોકરીઓ રિલેટેડ કેસ માટે તો કનિકા કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક જ બેસ્ટ છે.”
“એ વાત તમારી સાચી હશે, પણ પોલીસ આટલા દિવસથી મેં તપાસ કરવા કહ્યું છે, પોલીસને પણ નથી મળી રહી. તો તે શું કરશે?”
“એ હું સમજી ગયો છું કે કદાચ પોલીસની કોઈ રીતે પણ તે મળી નથી રહી, પણ મને લાગે છે ત્યાં સુધી આ બધી પોલીસ કરતા સૌથી વધારે અત્યારની જયપુરમાં નવી એસીપી કનિકા સૌથી વધારે બેસ્ટ છે. એ બિલકુલ તટસ્થ રીતે કામ પણ કરશે અને કોઈના થી ડરશે નહીં. આ બધા કદાચ કોઈના પ્રભાવમાં આવશે ખરા, પણ તે કયારે નહીં આવે. એ જે કરી શકશે, એ બીજું કોઈ નહીં કરી શકે.”
“એ હું સમજુ છું, પણ એ તો જયપુરમાં છે. એને વિજયનગર કેવી રીતે લાવી?”
“સર આ બધું થોડું તમને કઈ સમજાવા જેવું છે, તમને ખબર જ છે કે કેવી રીતે લાવી શકાય અને તમે તમારું વગનો પણ ઉપયોગ કરી શકો છો.”
“હા, એ તો હું કરી શકીશ મારી દીકરી માટે તો હું એ પણ કરી શકું એમ છું. ચાલો હું એ કરું છું, પણ તમે તપાસ કરજો.”
“યસ સર, મારા લાયક બીજું કંઈ પણ કામકાજ હોય તો જણાવજો સર. હું તો આના વિશે તપાસ મારાથી થાય તે ચોક્કસ કરું છું. તો પણ હું જ્યાં સુધી સમજુ છું ને કે કનિકા જે કરી શકશે ને એવું હું કે બીજું કોઈ કંઈ જ નહીં કરી શકીએ.”
આવું કહેતાં જ કેશવે હવે ફોન મૂકી દીધો અને તેને તરત જ એક જણને ફોન કરી પૂછયું કે,
“કનિકાની મારે ટ્રાન્સફર કરવું હોય તો શું કરવું પડશે?”
એની પાસેથી માહિતી મેળવી અને તેમને પર્સનલી ગૃહ મંત્રાલયમાં ફોન કરી પોતાની બધી જ વાત જણાવી અને કહ્યું કે,
“વિજયનગરમાં અત્યારે જ છોકરીઓ સાથે થઈ રહ્યું છે, એ જાણવા માટે તો અનાવી જેવી જ દીકરીની અહીં જરૂરિયાત છે.”
એમ કહીને તેની બદલી થાય એ માટેની મંજૂરી મેળવી લીધી અને ગૃહ મંત્રલાયે પણ એમની વાત સાંભળી અને કનિકાની ટ્રાન્સફર વિજયનગર કરી દીધી અને એનો ઓર્ડર પણ તરત જ રવાના કરી દીધો.
દિપક મનમાં જ જેટલી કનિકા આવે એની ઉતાવળ હતી કે તે જેટલી જ જલ્દી હું એને મારા દીકરી વિશે તપાસ કરાવી શકીશ. સિયાને શોધવાની માટે આટલા તિકડમ કર્યા પછી પણ તેમને એના માટે ખૂબ ડર લાગી રહ્યો હતો.
આ બાજુ સિયા અને માનવ બિલકુલ બિન્દાસ ઘરના લોકોનું શું થતું હશે? એ વિચારો કર્યા વગર ફરી રહ્યા હતા, એન્જોય પણ ભરપૂર કરી રહ્યા હતા. તેઓ પહેલા શિમલા ફર્યા, ત્યાંની ખૂબસૂરત વાદી, અને એમાં પણ બરફની સફેદ સફેદ ગોળા બનાવીને એકબીજા પર નો ફેંકીને એન્જોય પણ કર્યું કે રાઇડિંગ કરી. અહીં ફરી ફરીને એક એક વસ્તુ જોયા પછી સફરજનના બગીચા અને ખુશનુમા વાતાવરણ જોઈ તે ધરાઈ જ નહોતા રહ્યા.
હોટલનું બુકિંગ પુરું થતાં જ તે પછી મનાલી ગયા ત્યાં પણ બરફ અને સ્નો રાઈડિંગ કર્યું. એ ઠંડી વચ્ચે મનાલીમાં પણ ટ્રેકિંગ એડવેન્ચર કેમ્પિંગ કર્યા પછી ત્યાંથી શોપિંગ કરી, અને એમાં પણ ધીમે ધીમે વરસાદ પડતો અને એમાં ફરવાની, વાતો કરવાની મજા જ એ લોકોને ખૂબ પડી અને છેલ્લે ડેલહાઉસી પણ ફર્યા અને ત્યાંની ખૂબસૂરત ગાર્ડન અનૈ વાદીઓ જોઈ તેમનો રોમાન્સ પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો.
આટલા દિવસમાં તેને ક્યારેય પણ કે એક મિનિટ માટે પણ તેના પરિવાર યાદ ના આવ્યો હોય એવું બન્યું નહોતું, તે લોકોની યાદ આવતાં જ તેના મન પર ઉદાસી છવાઈ જતી હતી, પણ છતાં માનવ એનો પ્રેમ મળી ગયો છે એ ખુશીમાં તે બહુ વધારે તેના પરિવાર વિશે વિચારતી નહીં. અને એમ કરતા કરતા એ બંને જણાએ ખૂબ બધું ફર્યા, ખૂબ એન્જોય પણ કરી અને ખૂબ બધી શોપિંગ કરી. હવે તેમને પાછા વળવાનો સમય નજીક આવવા લાગ્યો.
(સિયા અને માનવ પાછા વળશે ત્યારે શું થશે? એ કયાં જશે? સિયા એના પરિવારને મળવા જશે ખરા? એ એમને મનાવી શકશે? કનિકા સિયાને શોધી શકશે? પાછી લાવી શકશે? કનિકા વિજયનગર આવશે એ પહેલાં પાછી આવી જશે? માનવ એની કયાં લઈ જશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૬૦)