એક ષડયંત્ર.... - ભાગ 45 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 45

(સિયા ભાગી જવાનું કહેતાં તે ના પાડી દે છે અને ઘરના લોકોને સમજાવવા જોઈએ એવું કહી રહ્યો છે. એ દલીલ કરતાં સિયા નાના બાળકની જેમ જીદ પર ચડે છે અને વારે વારે એ જ વાત પર અટકી જાય છે. સિયાની વાત સાંભળી માનવ મનમાં ખુશ થાય છે અને છતાં તે દેખાડો કરે છે. હવે આગળ....)
જેમ જેમ આપણે બાળકને કોઈ વસ્તુ માટે ના પાડીએ એમ એમ એ બાળક એ વસ્તુ વધારે લેવાનો પ્રયત્ન કરે. એ જ તરકીબથી માનવ પણ વારે ઘડીએ એક ને એક પ્રશ્ન પૂછે જતો હતો. એમ જ સિયા પણ માનવનું કહેલું સાંભળીને,
“તને એવું લાગે છે કે હું તને ફસાવી દઈશ કે પછી તારે મારી સાથે લગ્ન નથી કરવા, તો કહી દે? બસ તો પછી હવે આપણે જે નક્કી કર્યું છે એ જ પ્રમાણે કરીશું...”
“પણ....”
“હવે કોઈ જ વાતને તો એકવાર પણ વિચાર નહીં કરીએ. તું એ સમજ કે તારી આ સારપ મારા મમ્મી પપ્પા કે ઘરના કોઈપણ નહીં સમજી શકે. એમના માટે સમાજની રુઢિ જ મહત્ત્વની છે, એમને તારું સારાપણું નહીં દેખાય. પણ એમને તો તું સમાજ બહારનો જ એ પહેલું દેખાશે. એટલે તું રહેવા દે અને આપણે બંને બે દિવસ પછી મળીશું એ નક્કી છે.”
એમ વાત કરીને માનવ અને સિયા ત્યાંથી નીકળી જાય છે. માનવના મનમાં તો કેટલાય આનંદના ફુવારા છલકાઈ ગયા. એમાં ચકનાચુર થઈ તે ચાલે જતો હતો પણ રોહિતે તેને ઊભો રાખ્યો અને પૂછયું કે,
“કેમ ભાઈ આટલા ખુશ છો?”
“કંઈ નહીં, તું તારું કામ કર.”
આ વાત સાંભળી રોહિત એકદમ જ તેને કહ્યું કે,
“તું આ શું કરી રહ્યો છે, એ તો તને ખબર છે ને? તું એક કલેક્ટરની છોકરીને ભોળવી રહ્યો છે, એ તો તને ખબર તો છે ને, કે તું શું કરી રહ્યો છે? તને એ તો ખબર છે નૃ કે તું કોણ છે? તારો સમાજ કયો છે અને એનો સમાજ કયો છે?”
“એ બધું પંચાત કરવાની તારે જરૂર નથી, તો તું તારું કામ કર. હું મારી રીતે ફોડી લઈશ.”
અનિશે મોટી આંખો કરી ડરાવતાં કહ્યું તો તે,
“તું એમ ના સમજતો કે તું મને ડરાવી શકે છે. હું ગમે તે કરી શકું છું, તને તો એ ખબર નથી કે સિયાના પપ્પા છે કોણ અને એ કેવી પોસ્ટ પર છે?”
“મને બધી જ ખબર છે કે તે એક કલેક્ટર છે. સિયાના પરિવારની દરેક માહિતી એ પણ ખબર છે, પણ તું તારે બધી પંચાત કરવા છોડ અને ચૂપચાપ તારું કામ કરને. અને સિયાના પિતાની પોસ્ટની ધમકી બીજા કોઈને આપ અને તું પણ કોઈ છોકરી પટાવને યાર જા હવે.”
“ના હું તને એવું નહિ કરવા દઉં, હું તારી સચ્ચાઈ સિયાને જ બતાવી દઈશ.”
“તો હું તને મારી નાખીશ, એટલું યાદ રાખજે. જો મારી સચ્ચાઈ સિયાને ખબર પણ પડી ને તો તારી ખેર નથી. તું એમ ના સમજતો કે હું બાયલો છું કે છોકરીઓની પાછળ ફરું છું એટલે ડરપોક છુ. હું જેટલો શાંત છું એટલો જ ડેન્જર પણ છું. આ દુનિયામાં મારા જેવું કોઈ નહીં હોય.”
“કેમ મને બધી જ ખબર છે.”
“છો, ખબર તને એ તો તને પણ ખબર છે અને મને પણ ખબર છે. એટલે હવે માથાકૂટ કર્યા વગરનો જતો રહે છે.”
“એ તો હું નહીં જતો જ રહું, કારણ કે મને ખબર છે કે તું કેવો છે અને હજી આ વાત તો સિયા નથી જાણતી. બાકી આખી કોલેજ જાણે છે કે તું કેવો વ્યક્તિ છે એટલે તારી સાથે કોઈ વાત કરવા મિત્ર બનવા તૈયાર નથી, તારી જોડે કોઈ વાતો કરવા પણ કોણ તૈયાર છે સિવાય કે તારા ચમચાઓ.”
“એ ગમે તેમ નહિ બોલવાનું....”
એમ બોલતાં જ અનિશે રોહીતનું ગળું પકડી લીધું, એટલે રોહિતે એક ઝાટકો મારીને છોડાવી દીધું અને એનાથી દૂર જવા લાગ્યો. પણ રોહિત દૂરથી પણ બોલ્યો કે,
“એમ ના સમજ તો કે હું તારાથી ડરીને ભાગી રહ્યો છું? એટલું યાદ રાખજે કે મારાથી પણ ડેન્જર તું છે, તો હું તારાથી પણ ડેન્જર છું. તને હું સીધો કરતા વાર નહીં કરી શકું. તું ભલે ગમે તેવો હોય પણ તારી સચ્ચાઈ એક વાર જો સિયાને જણાવીશ તો પછી તારા હાથમાં કંઈ નહીં રહે. પછી સિયા જ નક્કી કરશે કે તારું શું કરવું છે? અને હા, મને ધમકાવવાની વાત કે પછી મારી પાછળ પડવાની વાત તો કરતો જ નહીં અને તને પણ ખબર છે કે હું કેવો છું?”
એમ કહી તે જતો રહ્યો પણ માનવ એની વાત પર કંઈક વિચાર કરતો રહ્યો અને પછી તરત જ તેને કોઈને ફોન કર્યો અને બધી વાત કરીને કહ્યું કે,
“આ રોહિતને જોઈ લેજો, એ મારા રસ્તા પર અડચણ બને એવો છે.”
પછી સામેથી કંઈક કહેવાયું અને તે બોલ્યો કે,
“ઓકે એ છોકરાનો હું તમને ફોટો મોકલી દઉં છું. જે કરવું હોય તો એ આજ કી કાલની રાતમાં થઈ જવું જોઈએ. બંને ત્યાં સુધી આજ રાતે જ એ કામ પતાવી દો, નહિંતર મારું કામ બગડી જતા વાર નહીં થાય.”
એમ કહી તેણે ફોન મૂકીને વૉટ’સ અપ પર રોહિતનો ફોટો મોકલી દીધો.
એ જ રાતે રોહિત બિયર બારમાં બેઠા બેઠા એના એક ફ્રેન્ડને જણાવી રહ્યો હતો કે,
“મારે એ છોકરીને માનવથી બચાવવી જરૂરી છે, એના વિશેની બધી સાચી વાત જણાવી પડશે. નહિંતર એ છોકરીની જિંદગી બરબાદ થતા વાર નહીં થાય.”
“તો તું એ છોકરીની ફ્રેન્ડને જણાવી દે. તો એ બધું સંભાળી પણ લેશે અને તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.”
તે બિયર પીતાં પીતાં પણ એ જ વિચારો એના મનમાં ચાલી રહ્યા જ હતાં કે,
‘મને ખબર છે કે માનવ કેટલો ખરાબ વ્યક્તિ છે અને કેવો છે, એનો સમાજ કયો છે, ધર્મ કયો છે? ખબર નહિ આ છોકરી કેમ સમજતી નથી, એને એ પણ નથી ખબર પડી રહી કે બધા એનાથી દૂર ભાગે છે, સિવાય કે એ અને રોમા. એ બંને જ એમની સાથે હરે ફરે છે, બાકી કોઈ એ લોકોએ જોયા. પણ તે ના સમજે તો હું મારા પ્રેમને બચાવવા માટે તો હું મારા ફ્રેન્ડના કહ્યા મુજબ માનવની સચ્ચાઈ રોમાને કહી દઉં તો કદાચ તે સિયા સુધી સચ્ચાઈ પહોંચાડી દેશે. મારે રોમા જોડે જ પણ હાલ જ વાત કરવી પડશે.’
તેને રોમાને ફોન લગાવ્યો, પણ તેનો ફોનની રીંગ વાગી ખરા પણ તેને ઉપાડયો નહીં.
‘હે ભગવાન, આ છોકરી પણ ફોન ઉપાડતી નથી. એકવાર આ ફોન ઉપાડી દે તો સારું. એને બધું ના કહીને થોડું ઘણું કહીને એમ જ કહી દઉં કે તું હાલને હાલ આ વાત સિયાને કર. જેથી સિયા સાવચેત બની જાય. પછી હું બાકીની વિગત તો કોલેજમાં એને સમજાવી દેતો.’
‘હવે કદાચ ઉપાડશે’ એમ વિચારીને તેને ફરીથી રોમાને ફોન ટ્રાય કર્યો....
(આ વખતે રોમા ફોન ઉપાડશે? રોમા એની વાત માનશે કે નહીં માને? એ સિયાને વાત કરી શકશે ખરા? એ જાણી સિયા શું વિચારશે? અનિશે કોને ફોન કર્યો? રોહિતનું શું થશે? ક્યાંક એનો જીવ જોખમમાં નહીં મૂકાયને? રોહિત શું કરી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૪૬)