2090 શિક્ષણ અને વિજ્ઞાન Rahul Narmade ¬ चमकार ¬ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

2090 શિક્ષણ અને વિજ્ઞાન

શિવમ અને રોહિત બંને બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા, શિવમ બોલ્યો :

શિવમ : રોહિત તે કાકીને નેનોબોટ્સ આપ્યા? તેમને પેટમાં દુઃખાવાની ફરિયાદ હતી ને?

રોહિત : ના મેં નથી આપ્યા હજી સુધી, મને ડર લાગે છે આપવામાં, ક્યાંક કોઈ આડઅસર થઈ તો?

શિવમ : કશું ન થાય અલ્યા, સરકારે નેનોબોટ્સ પર પરીક્ષણ કરેલું અને તેમાં સફળ થયેલી અને હવે બજાર માં ખૂબ જ વેચાય છે.મેં પણ મારા ઘરના સભ્યોને આપેલાં છે, તેનાથી ગમે તેવો દુઃખાવો હોય તો પણ મટી જાય છે.

રોહિત : અચ્છા, ક્યાં મળશે? મતલબ કયા મેડિકલ સ્ટોર માં હશે?

શિવમ : અત્યારે કોઈ પણ મોટા એવા મેડિકલ સ્ટોરમાં મળી જશે પરંતુ મારી પાસે પડ્યા છે. એક નેનોબોટ્સ ની પૂરી સ્ટ્રીપ પડી છે. તું લઈ જા, મારે આમેય વધારે છે.
રોહિત : સારું, લાવ ત્યારે.

શિવમ નેનોબોટ્સ ની એક સ્ટ્રીપ લાવ્યો,

રોહિત : થેન્ક યુ, કેટલા પૈસા થયાં?

તેના જવાબમાં શિવમ ડોળા કાઢવા લાગ્યો, એ જોઈ રોહિત હસવા લાગ્યો,

રોહિત (હસતાં હસતાં) : સોરી સોરી યાર પણ આ મોંઘા છે એટલે પુછ્યું.

શિવમ : ના યાર, સરકારી ફાર્મસી ના છે, સસ્તા છે. પણ ક્વોલિટી એજ છે.

રોહિત : હા એતો ખ્યાલ છે, સારું ચાલ હવે હું જાઉં. કાલે મળ્યા.


નેનોબોટ્સ એ સમયની એક ખાસ શોધ હતી, કેમકે તેનાથી શરીરમાં થતી કોઈ પણ પ્રકારની તકલીફ કે દુખાવાને મટાડી શકાતું. નેનોબોટ્સ ટેબ્લેટ ના સ્વરુપે બજારમાં મળતા, એક ટેબ્લેટ અસંખ્ય નેનોબોટ્સ ની બનેલી હોય, તે ટેબ્લેટ એસિડિટીની દવા જેવી લાગતી, એસિડિટીની દાવામાં જે તે રસાયણ દાણા જેવું દેખાય તેવી જ રીતે નેનોબોટ્સ ટેબ્લેટ માં દાણાની જેમ હોય, આ દાણા એટલેકે નેનોબોટ્સ દુઃખાવા નું લોકેશન શોધીને ત્યાં રીપેરીંગ નું કામ કરતા, જેથી દર્દીને રાહત રહેતી.

આ નેનોબોટ્સ ચોક્કસ પરિસ્થિતિમાં જ લઈ શકાતા, હાલતાં ચાલતાં, નાની મોટી વાતમાં લઈ શકાતા નહીં, કોઈ સીવીયર દુખાવો અથવા લાંબા સમય થી ચાલતી સમસ્યા માટે જ લઈ શકાય. રોહિત નેનોબોટ્સ લઈને ઘરે આવ્યો, અને માતા વંદના મિશ્રાને કહ્યું,

રોહિત : મમ્મી, તને પેટ દુઃખે છે ને? હવે મટી જશે, હું તારી માટે નેનોબોટ્સ લાવ્યો છું. જમી લીધું છે ને, રાત્રીના દોઢ વાગ્યા છે, આપણે સાડા બાર વાગ્યે જમવા બેસેલા, હવે લઈ શકાય છે.

વંદના : હા પણ કઈ થશે નહીં ને?

રોહિત : કાંઇ નહિ થાય, લઈ લે ચાલ.

વંદના : સારું, ઠીક છે.

89 વર્ષીય વંદના બહેનને ઘણા દિવસોથી પેટ દુઃખાવાની સમસ્યા હતી, નેનોબોટ્સ બજારમાં નવા નવા આવ્યા હતા જે જુના સમયની દવાઓની જેમ જ લઈને ખાઈ શકાય તેમ હતા, દવા પીધા બાદ માતા વંદના તેમના રૂમમાં ચાલ્યા ગયા, ત્યાં થોડી વારમાં પ્રતીક્ષા અને તેની દીકરી સાઈના ત્યાં આવ્યા, પ્રતીક્ષા એ રોહિત અને દીક્ષિતાની દીકરી હતી જેણે અજીત વર્મા નામના એક યૂ ટયુબર સાથે લગ્ન કરેલાં, તે લગ્નથી તેમની એક દીકરી થઈ જેનું નામ સાઈના કે જે પૂર્વ બેડમિંટન પ્લેયર સાઈના નેહવાલ પરથી રાખવામાં આવ્યું હતું. તેઓ ત્રણેય જણ બરોડા શહેરમાં રહેતા હતા, પ્રતીક્ષા ની ઉંમર 35 વર્ષ હતી જ્યારે સાઈના 5 વર્ષની હતી, જે IVF દ્વારા જન્મી હતી, સાઈના રોહિત ને "ગ્રાંટ પા" અને સુધીર મિશ્રાને "દાદા" કહીને બોલાવતા, બંને માઁ દીકરી ને જોઈને દાદા સુધીર મિશ્રા ખૂબ જ ખુશ થઈ ગયા કેમકે તેમના માટે પ્રતીક્ષા ત્રીજી અને સાઈના તો ચોથી પેઢી હતી!!

સુધીર : અરે મારી દીકરી આવી ગઈ!!

પ્રતીક્ષા(પગે લાગીને) : કેમ છો દાદુ? બહાર તો નથી નીકળતાં ને?

સુધીર(ઉદાસ થઈને) : જો ને પ્રતીક્ષા, આ કોઈ મને બહાર જ નથી જવા દેતા.

પ્રતીક્ષા : દાદુ, તમને બહાર જવાની ના છે, કેમ નહીં સમજતા, ખેર હવે હું આવી ગઈ છું ને? બટેટાની નવી નવી વાનગીઓ શીખી છે મેં, એ બનાવીને ખવડાવીશ તમને.

આ સાંભળી દાદા સુધીર મિશ્રાની આંખો ચમકી ઉઠી.

સુધીર : પાકું ને?

પ્રતીક્ષા :હા દાદુ, પાકું.

એમ કહીને પ્રતીક્ષા, દાદા સુધીર ને ગળે મળી. દાદા સુધીરને પૌત્રી પ્રતીક્ષા અને પ્રપૌત્રી સાઈના પ્રત્યે ખૂબ લગાવ હતો, અને સાઈના પ્રત્યે તો તેને અલગ જ લાગણી હતી. સુધીર મિશ્રાની નાની બહેન તૃષા કે જે વર્ષો પહેલાં 12 વર્ષની ઊંમરે ખેતરમાં સર્પદંશ લાગવાથી મૃત્યુ પામેલી, તેના દર્શન તેઓને સાઈના માં થતાં. તેમને લાગતું હતું કે ઈશ્વરે ફરી એક વાર તેની મૃત બહેનને સાઈનાના રૂપમાં પુનઃજન્મ આપ્યો છે અને એટલે જ તેઓ સાઈનાને ક્યારેક તો તૃષા કહીને બોલાવતા,

સુધીર (સાઈનાને) : તૃષા, કેવો ચાલે અભ્યાસ? સ્કૂલ જાય છે ને બરાબર?

સાઈના : દાદુ મારું નામ સાઈના છે, તૃષા નહીં.

સુધીર (મજાક માં) : પણ હું તો મારી દીકરીને તૃષા જ કહીશ!!

સાઈના (હસીને) : ઓકે, દાદુ. પણ દાદુ આ સ્કૂલ એટલે શું હોય?

સુધીર ( ગભરાઈને) : પ્રતિક્ષા આ શું બોલે છે તૃષા?

પ્રતીક્ષા : બરાબર કહે છે એ, સ્કૂલ જ ક્યાં રહી છે હવે? યાદ કરો દાદુ, હું પણ સ્કૂલ નથી ગઈ ક્યારેય.

સુધીર : અરે હા, કાં સ્કૂલો જ બંધ થઈ ગઈ છે, હવેના સમયમાં રહી જ નથી શાળાઓ. એ બેટા સાઈના, તારો આ દાદાજી સ્કૂલમાં શિક્ષક હતો હો શિક્ષક. અરે હું જ નહીં પણ તારો "ગ્રાંટ પા" રોહિત પણ શિક્ષક હતો, એ પણ મારી જ સ્કૂલમાં, અમે બંને સાથે જતા હો સ્કૂલમાં.

સાઈના : ઓફ્ફો દાદાજી, શું સ્કૂલ સ્કૂલ કરો છો, મને તો કાંઇ નથી સમજાતું, સ્કૂલ એટલે હોય શું?

સુધીર : પેલા તમે લોકો ફ્રેશ થઈ જાઓ પછી વાતો કરીએ.

બંને માં દીકરી ફ્રેશ થાય છે, નાસ્તો કરે છે અને પછી દાદા સુધીર મિશ્રા પાસે આવીને બેસે છે.

સાઈના : હવે કહો ને દાદુ, સ્કૂલ એટલે શું હોય?

સુધીર મિશ્રા ( હસીને) : બેટા સ્કૂલ એવી જગ્યા હતી કે જ્યાં નાના નાના બાળકો, મારી દીકરી જેવડા બાળકો ભણવા - એજ્યુકેશન લેવા જતા, 4-5 કલાક એકદમ શિસ્ત એટલેકે ડિસિપ્લિનમાં બેસીને ભણતા અને પછી ઘરે આવી જતાં.

સાઈના (આશ્ચર્ય સાથે) : સાચે દાદુ??

સુધીર(ઉત્સાહમાં) : હા બચ્ચા, અને હું એ બાળકોને ભણાવતો, મારા જેવા કેટલા બધા લોકો શિક્ષક તરીકે કામ કરતા,નાના મોટા બધી પ્રકારના, બધી જગ્યાએથી બાળકો આવતા, અરે શું મજા હતી એ જિંદગીની.

પ્રતીક્ષા : પણ દાદા મને એક વાત કહો, કે સ્કૂલો બધી બંધ કેમ થઈ ગઈ?

એટલામાં રોહિત ત્યાં આવે છે,

રોહિત : મને પૂછને બેટા. (આગળ બોલે છે) મને પૂછ કેમ કરતા બંધ થઈ એ.

પ્રતીક્ષા : કેવી રીતે થઈ પપ્પા?

રોહિત : બેટા 21મી સદીના શરૂઆતી તબક્કામાં ભારતની વસ્તી ખૂબ જ વધારે હતી, અત્યારે જે 90 કરોડ છે તેમ ત્યારની વસ્તી 145 કરોડની હતી જેને કારણે બેરોજગારી અને વસ્તી વધારો ખૂબજ થઈ ગયો હતો. સ્કૂલ માં આવનારા વિધાર્થીઓ વધારે હતા એવામાં શિક્ષણ સંસ્થાઓને પણ તે સમયની સરકારે જેમ ફાવે તેમ સ્કૂલ ખોલવાની પરમિશન આપી દીધી હતી જે મોટાભાગે ખાનગી સ્કૂલો હતી.

પ્રતીક્ષા ધ્યાનથી સાંભળી રહી હતી.

રોહિત :એક સમય એવો આવ્યો કે શિક્ષણ સંસ્થાઓ એટલી બધી વધી ગઈ કે શહેરના ખૂણે ખૂણે સ્કૂલો થવા લાગી જેને પરિણામે વિધાર્થીઓ વહેંચાઈ ગયા, હવે સ્કૂલમાં ભણાવતા શિક્ષકોના પગાર પર સંચાલકોની નજર હતી, તેમણે શિક્ષકોને મનફાવે તેમ પગાર દેવાના ચાલુ કર્યા. અને મહેનત કરાવવાના નામે કામ વધુ આપીને શોષણ કરવા લાગ્યા. મારા જેવા કેટલાક નવા ઊગેલા શિક્ષકોએ થોડા સમય સુધી કામ કર્યું પછી મેં પણ શિક્ષણ છોડી દીધું. મારા જેવા લોકોએ શિક્ષણ ધીરે ધીરે છોડી દીધું પછી સંચાલકો પાસે અનપ્રોફેશનલ અને નોન ક્વોલિફાય વ્યક્તિઓને લીધા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને 12 ધોરણ પાસ હોય તેવા છોકરાઓ છોકરીઓને તાલીમ વગર સ્કૂલોમાં રાખી લેવાના શરૂ કર્યા જેથી શિક્ષણની ગુણવત્તા ખાડે ગઈ.

શિક્ષણ તંત્રના છેલ્લા તબક્કામાં શાળા સંચાલકો દર મહિને પગાર માટેનું બજેટ રજૂ કરતા, દા. ત. દોઢ લાખ રૃપિયા, તેમાંથી મુખ્ય શિક્ષક બધાનો પગાર નક્કી કરતો, તેમાં ક્યારેક ઓછો તો ક્યારેક વધુ પગાર મળતો.

પ્રતીક્ષા : મતલબ શેર બજાર જેવી હાલત થઈ ગઈ એમ ને?

રોહિત : બિલકુલ, બરાબર કીધું તે. એમ જ થાતું. એટલે પાછળ કોઈ વધ્યું નહીં. અને તે સમયે ઓપન સ્કૂલનો ક્રેઝ વધ્યો એટલે લોકો ઘરે બેઠા સીધા ધો. 10 અને 12 ની પરીક્ષા આપી દેતા.
પ્રતીક્ષા : સો સેડ. કેટલી ખરાબ દશા થઈ હશે નહીં?

રોહિત : અરે વાત જવા દે, કોઈને ખબર પડતી ને કે પેલો વ્યક્તિ સંચાલક છે શાળાનો તો તેને તુમાખી ભરી નજરે જોતા સૌ કોઈ.

પ્રતીક્ષા :દાદુ તમે ક્યાં વિષયના શિક્ષક હતા?

સુધીર : ધો. 11 નું સમાજશાસ્ત્ર! સીબીએસઇ સ્કૂલમાં હતો હું.

અજવાળું થવાનું હતું, સવારના સાડા પાંચ વાગ્યાનો સમય હતો, સૂરજ ફરીથી પોતાના UV રેડિયેશન ફેલાવવાની તૈયારી કરી રહ્યો હતો. નવું ભવિષ્ય અને નવું વિજ્ઞાન માનવજાતિ માટે રાહ જોઈ રહ્યું હતું.



To be continued......