મતદાન જાગૃતિ Rahul Narmade ¬ चमकार ¬ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મતદાન જાગૃતિ

(દ્રશ્ય 1)

નિખિલ સ્કૂલ થી ઘરે આવે આવ્યો, તેની સ્કૂલ માં આજે ધોરણ 12 ના કેટલાક વિદ્યાર્થીઓ મતદાન અંગે વાત કરી રહ્યા હતા, નિખિલ તેના પિતા મોહનભાઈ ને કહે છે.

નિખિલ : પપ્પા, મારે પણ મત આપવા જવું છે, તમે બધા ચુંટણી આવે ત્યારે મત આપવા જાવ છો, તમારી બધા ની જેમ મારે પણ નેતા ને પસંદ કરવા છે.

મોહન ભાઈ : દીકરા, તારી વાત સાચી છે, પણ મને ચુંટણી વિશે કાંઇ જાણ નથી.

નિખિલ : પણ પપ્પા, તમે દર વખતે કાર્ડ લઈ ને મત આપવા તો જાવ છો, તો પછી જે તે સમયે તમે પણ કાર્ડ બનાવ્યું જ હશે ને?

મોહનભાઈ : તારી વાત સાચી છે નિખિલ પણ વર્ષો પહેલાં જ્યારે હું તારા જેવડો હતો ત્યારે આપણા ગામ માં કેટલાક ચુંટણી અધિકારીઓ આવેલા એમણે અમારા બધા માટે કાર્ડ કઢાવી આપેલા, તે કાર્ડ હું વર્ષો થી વાપરતો આવ્યો છું.

નિખિલ : પપ્પા, મને પણ આવું કાર્ડ જોઇતું છે, મને આવું કાર્ડ અપાવો ને?!!

મોહનભાઈ : નિખિલ, આ બધું કેવી રીતે કરી શકાય મને ખબર નથી, પણ તેમ છતાં ચાલ આપણે બાજુ માં વિપુલભાઈ ને ત્યાં જઈએ અને તેમને પૂછીએ.

(નિખિલ ચુંટણી કાર્ડ કઢાવવા માગે છે, પરંતુ તેના પિતા મોહનભાઈ નું ભણતર ન હોવાથી તેમને આ પ્રક્રિયા વિશે કાંઇ ખબર હોતી નથી તેથી તેઓ બંને તેમના શાખ પાડોશી વિપુલ ભાઈ પાસે જાય છે)

(દ્રશ્ય 2)

(વિપુલ ભાઈ ના ઘરે તેઓ જાય છે, વિપુલ ભાઈ એક ખુરશી પર બેસીને છાપું વાંચતા હોય છે, તે બંને ને જોઈને તેઓ મીઠો આવકાર આપે છે)

વિપુલ ભાઈ : ઓ.. હો.. હો, આવો આવો મોહનભાઈ, શું વાત છે બંને પિતા પુત્ર સાથે આવ્યા આજે તો?!!

( બધા ખુરશી પર બેસે છે)

વિપુલ : બોલો મોહનભાઈ, શું કરી શકું હું?

મોહનભાઈ : વિપુલ ભાઈ, નિખિલ હવે 18 વર્ષનો થઈ ગયો છે, તેને મારા જેવુંજ કાર્ડ કઢાવવું છે જેથી તે ચુંટણી માટે મતદાન કરી શકે.

વિપુલ : આપણાં ગામ માં 4 રવિવાર માટે ચુંટણી ખાતાના અને મામલતદાર કચેરી ના કેટલાક અધિકારીઓ આવશે છે, તેઓ આપણાં ગામની પેલી સરકારી શાળા છે ને, ત્યાં બેસવાના છે, તેઓ તમને બધી માહિતી આપશે.

નિખિલ : હું શું કહું છું, કે આપણે એક કામ કરી તો? મારા જેવડા જેટલા લોકોના કાર્ડ કઢાવવાનું બાકી હોય એ બધા એક સાથે કાલે ત્યાં જઈએ તો? એટલે બધાને એક સાથે માર્ગદર્શન મળી જાય..

વિપુલ : ખૂબ સરસ નિખિલ, એમ જ કરો તમે મોહનભાઈ!! આપણાં મહોલ્લા માં આજુ બાજુમાં જેટલા પરિવારો છે જેમાં 18 વર્ષ ના નિખિલ જેવડા જેટલા છોકરાઓ/દીકરાઓ અને છોકરીઓ/ દીકરીઓ છે, તે બધા સાથે વાત કરી લો અને બધા સાથે જ જજો.

(તેમના વિસ્તારમાં 7-8 જેટલા પરિવારો હતા જેમાં 18 વર્ષના યુવકો અને યુવતીઓ હતા, તે બધા સાથે નિખિલ વાત કરે છે, તેઓ બધા લોકો તૈયાર થાય છે, તે અઠવાડિયા ના રવિવાર ના દિવસે સવારે 10.00 વાગે તેઓ સર્વે ત્યાં જાય છે)

(દ્રશ્ય 3)

(નિખિલ ના ગામની સરકારી શાળા, જ્યાં 5-6 જેટલા અધિકારીઓ બેઠા છે તેમાંથી એક મુખ્ય અધિકારી પાસે નિખિલ જાય છે)

અધિકારી 1(બધા ને સંબોધીને) : આપ સૌનું સ્વાગત છે, મેં કાલે નિખિલ સાથે વાત કરેલી. હમ્મ તો યુવા મિત્રો આપ સૌ હવે મતદાન માટે સજ્જ થઈ જાવ કેમકે હવે આવનારા ભવિષ્યમાં તમે લોકો મતદાન કરીને સાચા નેતા પસંદ કરી શકશો. તો મતદાન કરવા માટે કેટલીક શરતો છે,

-> ભારત નો નાગરિક હોવો જોઈએ

-> મતદાતા ની ઉમર 18 વર્ષ હોવી જોઈએ

-> મતદાન કરવા માટે ઉમેદવાર પાસે ચુંટણી કાર્ડ હોવું જરૂરી છે.

વિશાખા : સાહેબ ચુંટણી કાર્ડ કઈ રીતે મેળવી શકાય?

અધિકારી 2 : ચુંટણી કાર્ડ મેળવવા માટે વ્યક્તિએ મામલતદાર કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે જ્યાં વ્યક્તિને બધી રીતે માર્ગદર્શન મળી રહેશે, પણ ચુંટણી કાર્ડ માટેની તમામ પ્રક્રિયાઓ અહીંયા અમે પણ કરી આપીશું.

અનિલ : મતલબ, કાર્ડ અહીંથી પણ નીકળી જશે?..

અધિકારી 2: જી હા, અહીંથી પણ નીકળી જશે, અને માત્ર એટલું જ નહીં ચુંટણી કાર્ડ તમને પોસ્ટ મારફતે ઘરે મોકલવામાં આવશે. (આગળ બોલે છે) હવેના યુગમાં ચુંટણી કાર્ડની પણ કૈંક ખાસિયત છે, હવેના ચુંટણી કાર્ડ સ્માર્ટ કાર્ડ છે, જેમાં તમારો કલરફૂલ ફોટોગ્રાફ ત્થા તમારી અન્ય માહિતી સ્પષ્ટ રૂપે જોવા મળશે.

શોભના : સાહેબ અમને ચુંટણી ની પ્રક્રિયા અને તેના પ્રકારો વિશે થોડું સમજાવો ને?

અધિકારી 3 : ભારતની જનતા માટે ત્રણ ચુંટણી મહત્ત્વની હોય છે.

1-> લોકસભા ચૂંટણી એટલે વડાપ્રધાન ની ચુંટણી

2->  રાજ્યસભા ચુંટણી એટલે કે જેતે રાજ્યના મુખ્યમંત્રી ની ચુંટણી

3-> અને જો તમે ગામડામાં રહો છો તો સરપંચ ની ચુંટણી અથવા તો જો તમે નગર કે શહેરમાં રહો છો તો નગરપાલિકા ના મેયર ની ચુંટણી.

વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સરપંચ, મેયર, મુખ્યમંત્રી, આ બધા નેતાઓ નો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, વડાપ્રધાન દેશ ના સર્વોપરી નેતા હોય છે, ત્યારબાદ જેતે રાજ્યના મુખ્યમંત્રી, ત્યારબાદ નગરપાલિકાના મેયર અને તેના પછી સરપંચ. દેશના રાષ્ટ્રપતિ પણ વડાપ્રધાન જેટલા જ સમાન સત્તાધીશ હોય છે પણ તેઓ કોઈ રાજકીય દળ સાથે જોડાયેલા હોતા નથી.

મીના બેન : સાહેબ, પરિવાર માં કોઈનું મૃત્યુ થયું અથવા કોઈ સભ્ય અન્ય જગ્યાએ રહેવા ગયા તો તેવા કિસ્સામાં શું કરવું?

અધિકારી 4 : તેવા કિસ્સામાં પણ તમે જેતે જિલ્લાની મામલતદાર કચેરીએ સંપર્ક કરી શકો છો અને જે વ્યક્તિનું મૃત્યુ ના મરણનો દાખલો આપી ને મતદારયાદી માથી કઢાવી શકો છો, અને કોઈ વ્યક્તિ સ્થળાંતર કરે છે તો તે વિશે જે તે વ્યક્તિએ જાણ કરવાની રહે છે.

અને ચુંટણી આવતા પહેલા આપણાં દેશમાં અને આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં મતદાર યાદી સુધારણા માટે કાર્યક્રમો યોજાય છે જેમાં "બુથ લેવલ ઓફિસર" (BLO) કે જે એક સરકારી અધિકારી હોય છે જેમને ફાળવેલા વિસ્તારમાં જઈ આ કાર્યક્રમ અંતર્ગત ઘર ઘર જઈને પૂછવાનું હોય છે, પણ હા સૌથી પહેલાં કોઈપણ સરકારી અધિકારી તમારા ઘરે આવે ત્યારે તેમનું આઇ કાર્ડ ખાસ ચેક કરવું.

અધિકારી 1: અને હા એક ખાસ વાત ચુંટણી ના સમયે કેટલાક રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા લોકોને પૈસા, ભેટ - સોગાદ, કે પછી લાલચ કે ધમકી આપીને કે પછી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર રીતે કામ કરીને લોકોના મત મેળવવાની કોશિશ કરતા હોય છે, આવું કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ જો તમને જણાય તો તરત જ પોલીસ ને જાણ કરવી અને આવા લોકોની લોભામણી લાલચ માં ફસાવવું નહીં, આપ્નો મત એમને જ આપવો જેને તમે યોગ્ય માનો છો, તમારા મિત્ર, ઘરના સભ્યો કે અન્ય કોઈ પણ તમારા પર દબાવ બનાવે છે તો તેમની વાત ન માનવી. અને ચુંટણી સમયે તમારો મત કોને મળ્યો છે તે પણ ગુપ્ત રહે છે, તે વિશે કોઈને પણ ખબર રહેતી નથી.

મોહનભાઈ : વાહ... વાહ સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો, આટલી સારી માહિતી આપી તમે, આપ ખરેખર દેશની સેવા જ કરી રહ્યા છો, સાચું કહું તો મને કાંઇ ખબર જ ન હતી, આજે સમજાયું કે ચુંટણી પ્રક્રિયા શું છે તે.

અધિકારી 1: અરે ના ના ભાઈશ્રી, આવું કહીને અમને શરમાવો નહીં, આ અમારી ડ્યૂટી છે, અમને સોંપેલી જવાબદારી છે. આ મોહન ભાઈ : તો ચાલો ભારતદેશ ની યુવાપેઢી!!! તૈયાર થઈ જાવ મત આપી ને ભારત નું ભવિષ્ય બનાવવા માટે.

અધિકારી 2: બધા મારી સાથે બોલો, "મતદાન મહાદાન".

બધા એકસાથે બોલે છે : " મતદાન મહાદાન"

નોંધ : ગુજરાત રાજ્ય માં ઓગસ્ટ મહિના ની 21 અને 28 તારીખે તેમજ સપ્ટેમ્બર મહિનાની 4 અને 11 તારીખે તમારા વિસ્તારમાં આવેલી સરકારી શાળા તથા મામલતદાર કચેરી ખાતે "મતદાર યાદી સુધારણા" કાર્યક્રમ યોજાશે જેને અંતર્ગત તમે ચુંટણી કાર્ડ કે ચુંટણી કાર્ડ ને લગતા તમામ પ્રકારના ફેરફારો કરાવી શકશો ત્થા 18 વર્ષ પૂરા કરેલ મતદારો ના નવા ચુંટણી કાર્ડ માટે અરજી પણ કરી શકશો.