લવ યુ યાર - ભાગ 49 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 49

મીત બોલી રહ્યો હતો અને સાંવરી સાંભળી રહી હતી, " વરસાદ, ચા અને ગમતી વ્યક્તિનો સાથ, મદહોશ કરી દે તેવું મિશ્રણ હતું...!!વરસાદના ફોરા માટીમાં ભળીને કેવી સુગંધ ફેલાવી રહ્યાં હતાં. તરસી ધરતી જાણે તૃપ્ત થઈને સુગંધ ફેલાવીને બધાને પોતાની ખુશીની જાણ કરતી હોય તેવું લાગી રહ્યું હતું. આપણાં બંનેના હ્રીદીયાના મિલનની સમગ્ર અસ્તિત્વ જાણે નોંધ લઈ તેમાં સામેલ હોય તેમ મોર ટહુકા કરી રહ્યો હતો અને કોયલ પોતાના મીઠાં મધુરા અવાજમાં આપણાં મિલનના જાણે ગીત ગાઈ રહી હતી. કેટલી અદ્ભૂત અને સુંદર એ સાંજ હતી....!! "
(સાંવરી અને મીતની આંખો એકમેકમાં પરોવાઈ ગઈ હતી અને બંને જાણે એકબીજાની અંદર ઉતરી ગયા હતા. બંનેના પ્રેમાળ હાથ એકબીજાના સ્પર્શથી સાત જન્મોના સાથની સાબિતી આપી રહ્યા હતા.)

કદાચ તે ક્ષણની કુદરત પણ રાહ જોઈ રહી હતી. પ્રકૃતિ પણ આપણને સાથ આપી રહી હતી અને આજુબાજુ રહેલા ઝાડપાન તારા એ પ્રેમભર્યા મીઠાં શબ્દોને સાંભળવા પોતાના કાન સરવા કરીને જાણે આપણી ઉપર ઝૂકી રહ્યા હતા તે દિવસે તારી આંખોમાં મારા માટેનો ગજબનો જે નિર્દોષ પ્રેમ મેં જોયો હતો હું તો મનોમન જાણે તે જ ક્ષણે તારી થઈ ચૂકી હતી અને તે સમયે તે મને પ્રપોઝ કર્યું હતું. એ ક્ષણ, એ દિવસ, એ જગ્યા હું કઈરીતે ભૂલી શકું...??"

(અને સાંવરીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી મીતની આંગળીઓ આપોઆપ સાંવરીના મુલાયમ ગાલ સુધી પહોંચી ગઈ અને તેના ગાલ ઉપરથી આંસુ લુછવાનો નિરર્થક પ્રયત્ન કરતી રહી.)

મીત: સાવુ, આ બધીજ વાતો મને યાદ છે અને આપણે બંને એકબીજાને માટે જ બન્યા છીએ એટલે તો મારે છેક લંડનથી તને મળવા માટે ઈન્ડિયા આવવું પડ્યું હતું અને તે પહેલા મારી મોમ મને કાયમ લગ્ન કરવા માટે ફોર્સ કર્યા કરતી હતી, તે એમ પણ કહેતી હતી કે, "તારે તો આટલી બધી બહેનપણીઓ છે ગમે તે એકને પસંદ કરી લે ને..‌" પણ ખબર નહીં કદી કોઈ છોકરીને જોઇને હ્રદયમાં પ્રેમની ઘંટડી વાગી જ નથી બસ ખાલી તને જોવું એટલે " દિલમેં કુછ કુછ હોતા હૈ..." એવું થાય છે તને પસંદ કરવાની હતી એટલે તો કેટલીયે છોકરીઓ લાઈનમાં ઉભી હતી પણ એકેયનો નંબર ન લાગ્યો અને તને જોઈ ત્યારે ને ત્યારે જ મેં તને પ્રપોઝ કરી દીધું અને તે પછીનું તો બધું તને ખબર જ છે ને ?
સાંવરી: હા સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી અને આપણાં એન્ગેજમેન્ટ થઈ ગયા..
સાંવરી અને મીત વચ્ચે તે બંને મળ્યાં તેની મીઠી યાદોની મજેદાર વાતોની ચર્ચા ચાલી રહી હતી અને મીતના મોબાઈલમાં કોઈ અજાણ્યા નંબર ઉપરથી મીસ કોલ આવ્યો. મીત અને સાંવરી બંનેની નજર મીતના મોબાઈલની સ્ક્રીન ઉપર પડી પરંતુ અજાણ્યો નંબર હતો એટલે મીતે ઈગ્નોર કર્યું પરંતુ સાંવરી વિચારી રહી હતી કે, " અત્યારે રાત્રે કોણે મીસ કોલ કર્યો હશે ? "
અને તેણે તો મીતને કહ્યું પણ ખરું કે, " સામેથી ફોન કરીને પૂછી લેને કે કોણ છે ? "
મીત: અરે હશે કોઈ છોડને અત્યારે યાર રાત્રે મારે કોઈનું કામ નથી.
સાંવરી: પણ કોઈને તારું કંઈ કામ હોય તો ?
મીત: ઓકે તો ફરીથી ફોન આવશેને તો ઉપાડી લઈશ...
અને પછી સાંવરીએ આગળ પૂછ્યું કે પછી આગળ શું થયું તે કહેને મને...
મીત: હા પછી આપણાં બંનેના એન્ગેજમેન્ટ પછી મને વર્લ્ડ બેસ્ટ બિઝનેસમેનનો ફર્સ્ટ નંબરનો એવોર્ડ મળ્યો અને તે પણ તારા કારણે જેનો તે વખતનો સેમિનાર અહીં લંડનમાં હતો અને આપણે બંને તે લેવા માટે અહીં લંડનમાં આવ્યા હતા અને પછી મારી તબિયત બગડી અને મને કેન્સર ડીટેક્ટ થયું. બસ તે પછીનો સમય આપણો ખૂબ ખરાબ ગયો છે અને તારી હિંમત અને તારી ખૂબજ મદદને કારણે જ હું બચી શક્યો છું નહીંતો હું તો જિંદગી હારી ચૂક્યો હતો અને તને બીજા કોઈની સાથે લગ્ન કરવા માટે મેં ફોર્સ પણ કર્યો હતો પણ તું ખૂબ મક્કમ હતી મારા માટે ઈશ્વર સાથે પણ લડી લેવા તૈયાર હતી અને તારા પ્રેમને કારણે જ મૃત્યુએ પણ મને બક્ષી દેવો પડ્યો અને માટે જ આજે હું તારી સામે જીવાતો જાગતો ઉભો છું અને તે કપરો સમય આપણે બંનેએ ખૂબજ મુશ્કેલીથી રડી રડીને પસાર કર્યો છે માટે તે મારે યાદ જ નથી કરવો તેની વધુ ચર્ચા જ નથી કરવી...

અને તરત જ સાંવરી વચ્ચે જ બોલી કે, " હં, એટલે જ આપણી મોમે તને અહીંયા એકલો મૂકવાની મને ના પાડી છે. "
મીત: સાવુ, તે વખતની વાત કંઈક અલગ હતી તે વખતે હું ઉંમરમાં નાનો હતો નાદાન હતો નાસમજ હતો હવે હું મેચ્યોર છું. શું કરાય અને શું ન કરાય તેની મને ખબર પડે છે એટલે હવે તારે કે મોમે મારી ચિંતા કરવાની જરૂર નથી અને તું નિશ્ચિંત થઈને તારા મમ્મી પપ્પા પાસે જઈ શકે છે.
સાંવરી: પ્રોમિસ તું કંઈજ આડું અવળું નહીં કરે ?
મીત: પ્રોમિસ બસ બેટા. વિશ્વાસ રાખ મારી ઉપર યાર.. માંડ માંડ મેં તને મેળવી છે અને હવે હું તને ગુમાવવા નથી ઈચ્છતો.
સાંવરી: સો ટકા ને પ્રોમિસ ને તું કંઈજ વ્યસન નહીં કરે ને ?
મીત: સો ટકા નહીં એકસોને પચાસ ટકા પ્રોમિસ માય ડિયર.
સાંવરી: ઓકે હવે સવારે હું આપણી મોમ સાથે વાત કરું પછી નક્કી કરીએ કે શું કરવું છે ?
મીત: ઓકે, હવે સૂઈ જા બહુ લેઈટ થઈ ગયું છે. અને બંને એકબીજાને વળગીને સૂઈ ગયા... સવાર પડજો વહેલી....

પોતાની દરરોજની આદત પ્રમાણે સાંવરી થોડી વહેલી જ ઉઠી ગઈ હતી અને તેણે પોતાના માટે અને મીત માટે ચા બનાવીને રેડી કરી દીધી અને પછી મીતને ઉઠાડ્યો અને લંચ માટે શું બનાવું તેમ મીતને પૂછવા લાગી.

મીત: અરે ભાઈ તારે જે બનાવવું હોય તે બનાવને.. આપણે બધું ચાલશે, ભાવશે અને ફાવશે...
સાંવરી: ઓકે અને સાંભળ આપણી મોમ સાથે વાત કરી લે અને તેમને હું પણ પૂછી લઉં કે હું ઈન્ડિયા તને એકલાને અહીંયા મૂકીને આવું કે ન આવું ?
મીત: મોમ ના જ નહીં પાડે બરાબર તારે પૂછવું હોય તો પૂછી લે.
સાંવરી: તારે મોમને પણ પ્રોમિસ આપવી પડશે કે તું કંઈપણ આડું અવળું નહીં કરે.
મીત: હા હા તું લગાવ ફોન મોમને.
અને સાંવરીએ પોતાની સાસુને ફોન લગાવ્યો.
અલ્પાબેન: હા બોલ બેટા.
સાંવરી: મોમ, બોલો મજામાં છો ? શું કરો છો ?
અલ્પાબેન: બસ સૂઈ ગઈ હતી બેટા બોલ શું કહેતી હતી ?
સાંવરી: મોમ મારા ડેડીની તબિયત થોડી વધારે બગડી ગઈ છે અને મારી મોમ પણ થોડી ઢીલી પડી ગઈ છે એટલે બંસરીનો ફોન આવ્યો હતો તો ખૂબ ચિંતા થાય છે એટલે મીત મને ત્યાં ઈન્ડિયા આવવા માટે કહે છે તો મીતને અહીંયા એકલો મૂકીને હું ત્યાં આવું?
અલ્પાબેન: ના પણ એવું શું કરવા ? તમે બંને સાથે જ આવો ને બેટા.
સાંવરી: એટલે અહીંયા ઓફિસમાં થોડા પ્રોબ્લેમ્સ થયા છે જે હું તમને આવીને કહીશ એટલે ગમે તે એક જણે અહીંયા હાજર રહેવું પડે તેમ છે અને મીતે મને પ્રોમિસ આપી છે કે ભૂતકાળની જેમ તે આ વખતે કંઈજ આડું અવળું કે કંઈજ વ્યસન નહીં કરે.
અલ્પાબેન: તે એકલો રહેવા તૈયાર છે ?
સાંવરી: હા મોમ, થોડા દિવસનો તો સવાલ છે પછી ડેડીની તબિયત સારી થશે એટલે તરત જ હું અહીંયા પાછી આવી જઈશ.
અલ્પાબેન: સારું વાંધો નહીં બેટા તો આવજે ઈન્ડિયા.
અને મધર ઈન લોવની પરમિશન મળી એટલે સાંવરીને થોડી રાહત થઈ તેણે તરતજ મીતને પોતાની ટિકિટ બુક કરાવી દેવા કહ્યું અને તે જ દિવસની રાત્રિની ટિકિટ તેને મળી ગઈ.
સાંવરીએ ફટાફટ પોતાનો સામાન પેક કર્યો અને પછી લંચ બનાવવા માટે રસોડામાં ગઈ આજે તેણે પોતાના પતિદેવનું ફેવરિટ રીંગણનું ભરથું અને બાજરીનો રોટલો બનાવ્યો અને બંને સાથે ઓફિસે જવા માટે નીકળ્યા.

મીત અને સાંવરી બંને ઓફિસમાં પહોંચી ગયા અને પોત પોતાના ટેબલ ઉપર કામ કરવા માટે ગોઠવાઈ ગયા અને એટલામાં ફરીથી મીતના મોબાઈલમાં અજાણ્યા નંબર ઉપરથી મીસ કોલ આવ્યો...
કોણ હશે જે મીતને આ રીતે મીસ કોલ કરી રહ્યું છે ? સાંવરી મીતને એકલાને અહીંયા લંડનમાં મૂકીને જશે પછીથી કંઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/5/24