(મૂવી જોયા બાદ સિયા અને માનવ રોમા, તેના કઝીન્સ સાથે ડીનર કરવા કેન્ટિનમાં જાય છે. મૂવીની વાતચીતો વચ્ચે જ રોમાએ સિયાને પૂછી લે છે. એનો નકાર પણ સિયા કરે છે. દિપક અને સંગીતા વચ્ચે એ રાતે સિયાને લઈ બોલાચાલી થાય છે. હવે આગળ....)
“તો શું થોડી વાર તું તારી દીકરી પણ ધ્યાન ના આપી શકે. આમેય બા બાપુજી તો એમના કામ જાતે જ કરી લે છે. અને તું જ કરે છે શું? એ કહે કે, બા બાપુજી તે તેમની રીતે મંદિર ભજન કીર્તન કરે છે, કૂક આવીને જે રસોઈ બનાવીને જાય છે અને એ જમી લે છે. એમને આજ સુધી તારી પાસે કોઈ અપેક્ષા રાખી કે તું એમની સેવા કરે, તેમની કોઈ વાત સાંભળે. તે આજ સુધી ઘર સંભાળ્યું છે ખરું? હવે દીકરી માટે પણ તું કંઈ જ ના કરી શકે તો તું શું કામની?”
“તો તમે શું કામના, તમે કહો છો કલેક્ટર છું છું, પણ એ માટે તમને કહ્યું હતું કે તમે કલેક્ટર બનો. કલેક્ટર બનવાની જીદ તમારી હતી, મારી નહીં. આ ઘરની બધી જવાબદારી તમારે ઉપાડવી હોય તો ઉપાડો નહિતર કંઈ નહિ. હું તો આ ચાલી.”
“આપણી સંસ્કૃતિમાં જ આ પ્રોબ્લેમ છે કે આજકાલની લેડીઝોને ઘર નથી કે પરિવાર નથી કે નથી એમમને કોઈનું સંભાળવું. બસ ખાલી ફક્ત મોજ શોખ અને પાર્ટી જ કરવી છે. હવે આ બધું આ ઘરમાં નહીં ચાલે.”
“આ તે બધા વધારે પડતું બોલ્યા છો, તમે.”
“હું નહીં તું વધારે પડતું બોલી રહી હોય છે કે તારામાં જ તો કોઈ ત્રેવડ નથી.”
આ સાંભળીને દિપકના થી હાથ ઊંચો થઈ ગયો અને સંગીતાથી ચીસ પડાઈ ગઈ. એ દાદા દાદી સાંભળી જતા તેઓ એ તેમના રૂમનો દરવાજો ખટખટાવ્યો. રૂમનો દરવાજો ખુલતા સામે દાદા અને દાદી ઉભેલા જોયા પછી એ બંને શરમાઈ ગયા. તે થોડા સંકોચમાં સાઈડ ખસી ગયા એટલે દાદા અને દાદી અંદર આવીને કહ્યું કે,
“તમે બંનેને જરા પણ શરમ નથી આવતી કે આટલી ઉંમરે ઝઘડો છો. જ્યારે તમારે દીકરીની આ ઉંમરે સાંભળવાની વાત આવી છે, એ કરવાની જગ્યાએ તમારા ઝઘડા ચાલુ છે.”
ધીરુભાઈ આવું બોલ્યા એટલે એ બંને એકદમ ચૂપ થઈ ગયા એ જોઈ દાદી બોલ્યા કે,
“થોડીક તો શરમ કરો અને તમારા વચ્ચે આ બોલાચાલી કેમ ચાલુ થઈ છે.”
દિપક તો કંઈ બોલ્યો નહીં પણ સંગીતા બોલી કે,
“જુઓને બા અને બાપુજી જ્યારે બસ તે મને કહ્યા જ કરે છે કે હું સિયાનું ધ્યાન નથી રાખી રહી. શું એ મારી એકલીની જવાબદારી થોડી છે? એ પણ એના પપ્પા છે. થોડોક તો એમને પણ સમય આપવો પડે અને એની વાત સમજવી પડે છે કે નહીં?”
“દિપક આ શું? સંગીતા વહુ સાચું કહે છે?”
“હા બાપુજી...”
“તારે અને સંગીતાએ બંને જણા ભેગા થઈ એ છોકરીનું ધ્યાન રાખવાનું છે કે નહીં? એકબીજા પર પ્રેમથી વાત કરી કોઈપણ વાતનું સોલ્યુશન લાવવાનું હોય કે આમ ઝઘડા કરવાના હોય.”
“પણ બાપુજી...”
દિપકની વાત વચ્ચે જ રોકીને,
“આ અચાનક કેમ યાદ આવ્યું? એમ નહીં કહું કે દીકરીનું ધ્યાન રાખવું ખોટું છે, આમ પણ જગ્યા ત્યાંથી સવાર સમજીને કાલથી તમે બંને જણા સિયા પર ધ્યાન આપો અને એમાં પણ ધ્યાન આપવા જેવું શું છે, એ તમને ખબર હશે ને?”
“બાપુજી તમને નથી ખબર પણ તે આજે મોડી ઘરે આવી હતી? આ સમયે તે ગઈ કયાં હતી? એ હું પૂછું તો કેવું લાગે એના કરતાં સંગીતા પૂછે તો સારું એટલે જ તેને કહું છું.”
“તે આ વખતે એટલે કે આજે મુવી જોવા ગઈ હતી. અને હા ખબર છે તે મને કહીને જ ગઈ હતી. અને તેમાં શું થયું એ મુવી જ જોવા ગઈ હતી ને, આજ સુધી તું જ તો એ બહારની દુનિયા જોવે એમ કહ્યા કરતો હતો. એટલે જ મેં એને સમજાવી અને ફરવા જાય છે, કોલેજ, મૂવી જોવા જાય છે અને કોલેજમાં જતા છોકરાઓ આવું કરીને નોર્મલ છે. આ જો નોર્મલ હોય તો તું આટલું બધું કેમ ટેન્શન લે છે?”
એ સાથે દાદાએ હુકમ કરતા અવાજે કહ્યું કે,
“હવે થી તમે બંને વચ્ચે કોઈ જ અવાજ ના આવવો જોઈએ. છોકરીને સાચવવાની છે અને એ સાચવવા માટે આપણે જ મહેનત કરવી પડે. એ માટે એકબીજા પર જવાબદારી થોપીએ, એમ આ રીતે ના ચાલે. અને સંગીતા વહુ એ સાચું જ છે કે એક મા જેટલી મહેનત કરીને તું સહેલી બની શકીશએટલું જ તારા અને એના માટે સારું છે. અને એ માટે તમારે બંને ભોગ આપવાનો છે.’
“પણ પપ્પા તમને ખબર છે ને કે હું એક મોટી પોસ્ટ ઉપર છું. પછી મારે કેવી રીતે?...”
“મને ખબર છે તું એક મોટી પોસ્ટ ઉપર છે, પણ તું એ સમજ કે તારે દર વખતે ઈમરજન્સી કામ તો ના હોય ને. તો એક સમયે તો તું ઘરે આવી જાય છે તો પછી તું એટલો સમય તો તારી દીકરી જોડે પસાર કરી શકે કે નહીં, સંગીતા વહુ તમે પણ દરરોજ ક્લબ પાર્ટીમાં જાઓ છો ને, એની ના પણ નથી. પણ એ પાર્ટીમાંથી થોડોક સમય કાઢીને તમે દીકરી જોડે પાસે રહી તો શકો કે નહીં?”
“કરી શકીએ ને...”
બંને જણાએ બોલ્યા તો,
“બસ તો પછી હવે કોઈપણ આર્ગ્યુંમેન્ટ કર્યા વગર દીકરી માટે જે યોગ્ય હોય એ કરો.”
એમ કહીને દાદા અને દાદી જતા રહ્યા એ સાંભળીને એ બંને તો બિલકુલ ચુપ પણ થઈ ગયા.
દાદાએ બહાર નીકળી દાદીને કહ્યું કે,
“કેવું છે નહીં, એક નાના ફુલ જેવા છોકરાઓને સાચવવા માટે પણ મા-બાપને જોર આવે છે. આપણા જમાના વખતે તો આવું હતું જ નહીં.”
“હા મને ખબર છે જ ને કે, આપણા વખતે આવું નહોતું. પણ આજકાલના છોકરાઓને સમજ ક્યાં આવે છે? એમને એમના માન મરતબા અને મોજશોખ જ વ્હાલાં છે. એમને ના તો ઘરડાની સારસંભાળ લેવાની સૂઝ છે કે ના એમને પોતાના જણ્યાની પરવા કરવાની સૂઝ છે.”
સુધાબેને નિસાસો નાંખીને કહ્યું.
“કંઈ નહીં, સુધા તમે સુઈ જાવ, હું પણ સુઈ જાવ છું.”
“હા... હા આપણી બંનેની સુવાનો સમય થઈ ગયો છે, આમ ઉજાગરા કરવાથી તો આપણી તબિયત બગડશે?”
એમ કહીને બંને સૂઈ ગયા. બીજા દિવસે સુધાબેન તો ઉઠીને કામે લાગ્યા. ધીરુભાઈ સૂઈ રહ્યા હતા એટલે એ બંનેનો મંદિરે જવાનો સમય થયો એટલે તે ઉઠાડવા ગયા તો દાદા ઉઠી તો ગયા પણ તે તો એસીમાં પણ પરસેવે રેબઝેબ હતા. અને થોડા થાકેલા પણ લાગી રહ્યા હતા.”
એ જોઈ સુધાબેને પૂછયું કે,
“તમને કંઈ થાય છે? હું દિપકને બોલાવું.”
“ના, બસ તું હાલ તો મારા માટે ચા બનાવ અને હું ચા બિસ્કીટનો નાસ્તો કરી લઈશ તો મને સારું થઈ જશે.”
“સારું, હું ચા બનાવવા જઉં છું.”
એમ કહીને સુધાબેન ચા બનાવવા કિચન તરફ વળ્યા અને ત્યાં જ....
(ધીરુભાઈને શું થયું? તેમને હોસ્પિટલ લઈ જવા પડશે કે? એ જોઈ સુધાબેન શું કરશે? દિપક એ વખતે ઘરે હશે? સંગીતા ઘરે હશે? કે દરવખતની જેમ આ વખતે પણ બહાર હશે? સિયા એ જોઈ કેવી રીતે રિએકટ કરશે? એ દાદાની લાડલી છે તો તેની હાલત શું થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર ....૨૫)