" પ્લીઝ યાર..! દાદા સામે સાત ફેરા ફરી લઈએ. હું હવે વધુ સમય રાહ જોઈ શકું તેમ નથી..! હું તને મારી પત્ની બનાવવા આતુર છું. તું માની જાય તો આજે જ આપણે લગ્ન કરી લઈએ." શશાંકની વાત સાંભળીને અભિએ તેના માથે હાથ ફેરવી વ્હાલ કર્યું ને હકારમાં મોઢું હલાવ્યું. શશાંક રાજીનો રેડ થઈ ગયો.
" અભિ..! તું અહીં માત્ર દસ મિનિટ બેસ. હું હમણાં જ આવું છું." કહેતો તે દોડ્યો બજાર તરફ.
દસની પંદર મિનિટ થઈ ગઈ. પણ શશાંક ન આવ્યો. અભિલાષા મંદિરની બહાર આવીને દૂર દૂર સુધી જોવાં લાગી. પણ ક્યાંય શશાંક ન દેખાયો. સમય વીતતો જતો હતો. પણ શશાંક ક્યાંય ન દેખાયો. અભિલાષાએ તેને ફોન લગાવ્યો. પણ આ શું ? શશાંક ફોન જ રિસીવ નહોતો કરતો. આમ, થતાં અભિલાષાનો જીવ તો તાળવે ચોંટી ગયો.
" હે ભગવાન..! મને મારા શશાંકથી દૂરના કરતાં. મને ડર લાગે છે કે તેને કંઈક થઈ જસે તો..? હે પ્રભુ..! મારા શશાંકની રક્ષા કરજો.. મારી ઉંમર તેને લાગી જાય. બસ તે સલામત રહે..!" દોડીને ભગવાન સામે જઈને અભિલાષા પ્રાર્થના કરવા લાગી.
અભિલાષા વારે ઘડીએ ફોન કાર્યે જતી હતી ને સમય જોયે જતી હતી. "દસ મિનિટ કહીને ગયેલો..! ત્રીસ મિનિટ થઈ ગઈ. હજુ પણ આ પાગલ આવ્યો નથી. હરામી ફોન પણ રિસીવ નથી કરતો. તેને મારી જરાં પણ ફિકર નહીં થતી હોય..? જલ્દી આવ શશી..! પ્લીઝ યાર..! તે મને પ્રોમિસ કરી હતી કે તું મને છોડીને ક્યારેય નહીં જાય..! પ્લીઝ આવી જા..મારો જીવ તાળવે ચોંટી ગયો છે. મને તારી ચિંતા થાય છે યાર..! જલ્દીથી આવ..!" અભિલાષા મનમાં ન બોલ્યે જતી હતી ત્યારે કોઈ બે ભાઈઓની વાતો અભિના કાને વાગી.
" ખતરનાક અકસ્માત થયો હાઈ વે પર. નશામાં ધૂત ટ્રકના ડ્રાઇવરે જુવાનજોધ યુવાનને એક ઝટકામાં કચડી નાખ્યો અને ત્યાંથી ભાગી ગયો."
" શું કીધું..? અકસ્માત થયો છે ? કયા ?" વ્યાકુળ થઈ અભિલાષાએ પૂછ્યું.
" અહીંથી બજાર જતાં વચ્ચે જે હાઈ વે આવે છે ત્યાં..! "
" તમે રૂબરૂ જોઈને આવ્યાં..? "
" હા, હમણાં જ પંદર મિનિટ પહેલાં જ અકસ્માત થયો હશે."
" અકસ્માત માં ઘાયલ વ્યક્તિએ કેવાં કપડાં પહેરેલાં..? તેને કોઈ હોસ્પિટલ લઈ ગયા..? " ચિંતાતુર અભિએ પૂછ્યું.
" સફેદ શર્ટ..પણ લોહી લુહાણ થઈ ગયેલો..ત્યાં ને ત્યાં ખલાસ થઈ ગયો માણસ."
તેઓની વાત સાંભળીને તો અભિલાષાના હોશ ઉડી ગયા. તેનો શશાંકને ખોવાનો ડર જાણે હકીકત બની રહ્યો હોય તેવું તેને ભાસતું હતું. તેનાં હૃદયનાં ધબકારા વધી રહ્યાં હતાં. તેની આંખો ભરાઈ ગઈ હતી. ચિંતાતુર અભિલાષા મંદિરનાં પગથિયે જ બેસી ગઈ.
અભિલાષા પાસે શશાંક આવીને બેસી ગયો. પણ અભિલાષાનું બિલકુલ ધ્યાન નહોતું.
" શું થયું અભિ..? સોરી યાર..! આવવામાં થોડું મોડું થઈ ગયું."
"શશાંકને જોઈને જ અભિ તો ખુશ થઈ ગઈ. બંને હાથ શશાંકના માથે ફેરવીને વ્હાલ કરતી અભિલાષા બોલી.." થેન્ક ગોડ..તુ ઠીક છે..! હું.. હું તો ગભરાઈ જ ગઈ હતી..! તારે આવવાનું મોડું કેમ થયું..? કેમ મોડું થયું..? બોલ ને શશી..? તુ દસ મિનિટ કહી ને ગયેલો ને આટલી વાર કેમ લગાડી ? તને ખબર છે મારી શું હાલત થઈ હતી..?" બેબાકળી બની ગયેલી અભિ ને શાંત કરતાં શશીએ કહ્યું.
" શાંત..! અભિ..શાંત..! મને કંઈ જ નથી થયું. ને તુ મારી આટલી ફિકર નહીં કર. હુ જો શું લાવ્યો છું તારા માટે..! જો આ ફૂલોની માલા..! આ કુમકુમ..તારી માંગ ભરવા અને આ તો જો તુ..મંગળસૂત્ર..! બોલને કેવું છે..? તને ગમ્યું ને..?" આટલું કહી શશીએ અભિની આંખો લૂંછી અને તેને ભેટી પડ્યો.
To be continue