ભાવ ભીનાં હૈયાં - 40 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 40

શશાંક વીલા મોઢે તેઓને જોતો જ રહી ગયો. તેને સમજાતું નહોતું કે હવે તે શું કરશે. કેટલાય દિવસે તેને અભિલાષા મળી હતી. તેની વિદાય આવી રીતે થશે તે તેને સ્વપ્નમાયે વિચાર્યું નહોતું. થોડો સમય તે ત્યાં જ બેસી રહ્યો પછી કંઈક યાદ આવ્યું હોય તેમ તે ઊભો થયોને રિસેપ્સનિસ્ટ પાસે ગયો. અભિલાષાના બીલ વિશે પૂછ્યું તો તેને જાણવા મળ્યું કે તેના બીલનું પેમેન્ટ થઈ ચૂક્યું છે.

" મૅમ..! અભિલાષાને જે લોકો અહીંથી લઈ ગયા તેઓનો કોન્ટેક્ટ નંબર મને મળી શકશે..? પ્લીઝ..પ્લીઝ..મૅમ..! તમારાથી થઈ શકે તો પ્લીઝ મને તેનો કોન્ટેક્ટ નંબર આપોને..!" રીક્વેસ્ટ કરતાં શશાંકએ કહ્યું.

શશાંકના આજીજીભર્યા શબ્દો સાંભળીને તે યુવતી થોડીવાર તો તેને માત્ર જોઈ જ રહી..પછી બોલી,

" લવ મેટર..?"

લવ મેટર શબ્દ સાંભળીને શશાંકએ તરત જ નવાઈ સાથે તે યુવતી સામે જોયું. પહેલાં નકારમાં ને પછી હકારમાં માથું ધુણાવતાં તો શશાંકની આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ વહેવા લાગ્યા. તેણે આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો. પોતાના બંને હાથથી આંસુ લૂછીને થોડો મલકાયો ને બોલ્યો, " તમે મારી મદદ કરશો ને..? બસ તે સાજી થઈ જાય ત્યાં સુધી મારે તેની સાથે રહેવું છે. હું તેને તકલીફમાં નથી જોઈ શકતો..!"

રિસેપ્સનિસ્ટએ હા કહી મોઢું હલાવ્યું ને સ્મિત કરી ચોપડાના પાના ફેરવી શશાંકને અભિલાષાનો કોન્ટેક્ટ નંબર આપ્યો.

" થેન્ક યુ..! થેન્ક યુ સો મચ..મૅમ..!" પોતાના મોબાઈલમાં નંબર સેવ કરી આટલું બોલી શશાંક ભાગવા જતો હતો ત્યારે તે યુવતીએ બૂમ પાડીને કહ્યું, " હેલો..સાંભળો..! તેને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં એડમિટ કરવાનું કહેતા હતા."

રિસેપ્સનિસ્ટનો અવાજ સાંભળીને શશાંકએ પાછળ વળીને હસીને ફરી આભાર વ્યક્ત કર્યું. ખૂબ ઉતાવળે તે ગાડી પાસે ગયો ને ત્યાંથી નીકળી ગયો. રિસેપ્સનિસ્ટ પ્રેમમાં પાગલ એવા શશાંકને દૂરથી તે ગયો ત્યાં સુધી જોઈ જ રહી.ને મનમાં જ બોલી, " હે પ્રભુ..! ફરી કોઈનો પ્રેમ અધુરો ન રહે..!"

શશાંક અમદાવાદ પહોંચ્યો. જેમ તેમ કરી તે અભિલાષા સુધી પહોંચ્યો. અભિલાષાની આસપાસ ઘણાં યુવાનો, પાંચેક બાળકો અને થોડી થોડી વારે આવતાં જુદા જુદા વૃદ્ધો તેની સેવામાં લાગી જતાં. અભિલાષા સિવાય શશાંકને કોઈ જ ઓળખતું નહોતું. શશાંક પણ અભિલાષા સિવાય કોઈને ઓળખતો નહોતો. બે દિવસ તે એમ જ કોઈને કહ્યા વિના કંઈક ને કંઇક જુગાડ કરીને અભિલાષાને રૂબરૂ જોઈ આવતો. પણ તેને સમજાતું નહોતું કે આટલા બધાં લોકોમાંથી અભિલાષાનું રિયલ ફેમેલી કયું હતું. કેમકે તેની આસપાસ રહેતાં આબાલવૃદ્ધ સૌ તેની ખૂબ લાગણીપૂર્વક કાળજી લેતાં હતા.

લગભગ ત્રીજા દિવસે અભિલાષાને ભાન આવ્યું. અભિલાષાને માત્ર ભાન આવ્યું એમાં તો આખી હોસ્પિટલમાં ખુશી છવાઈ ગઈ. આ જોઈને શશાંકને ખુશી સાથે નવાઈ પણ લાગી. કેમકે આટલા બધા લોકોનો પ્રેમ કમાવવો કંઈ આસાન નથી. અભિલાષાના બેડની આજુબાજુ ટોળું વળ્યું હતું. નર્સ સૌ કોઈને અભિલાષાથી દુર રહેવા કહ્યે જતી હતી પણ અભિલાષા પ્રત્યેના પ્રેમને કારણે કોઈ નર્સની વાતનું ધ્યાન દેતું નહોતું. શશાંક પણ અભિલાષાને જોવા બેબાકળો બની ગયો હતો. આથી નીચે બેસી બધાના પગ વચ્ચે થઈ શશાંક અભિલાષાના બેડ પાસે આવીને ઉભો થઇ ગયો. અભિલાષા એકદમ સુનમુન થઈ બધા તરફ નજર ફેરવી રહી હતી. ત્યાં તેની નજર શશાંક પર પડી. શશાંકને જોઈ તેના ચહેરા પર મીઠી મુસ્કાન આવી ગઈ. આ જોઈ બધાની નજર અભિલાષા પરથી સીધી શશાંક પર પડી. અભિલાષાને જોઇને શશાંકની આંખો રડવા લાગીને હોઠ મલકાવવા લાગ્યા હતા. શશાંકએ અભિલાષાનો હાથ પકડી લીધો અને તેને ચૂમી લીધો. શશાંકના વ્યવહારથી અભિલાષાની આંખો પણ વહેવા લાગી. બન્ને એકબીજાને જોવામાં એટલા મગ્ન થઈ ગયા હતા કે તેઓને એ વાતનું ભાન જ ન રહ્યું કે તેઓની આસપાસ ઘણા બધા લોકો ઉભા છે.

" કેટલીવાર કીધું..પેશન્ટને આરામ કરવા દો. પેશન્ટની તબિયત હજુ નાજુક છે. તેને પરેશાન ન કરો..! ફટાફટ બધા બહાર નીકળો. ડૉક્ટર ચેકઅપ માટે આવે છે." નર્સનો અવાજ સાંભળીને અભિલાષા અને શશાંક ચોકયાં. તેઓએ આજુબાજુ જોયું. એક એક કરી સૌ બહાર નીકળતાં હતા.

" સર..! તમને અલગથી કહેવું પડશે ?" નર્સે શશાંક સામે જોઈને કહ્યું.

" જી..! જાઉં છું..!" કહી શશાંકે ધીમેથી અભિલાષાનો હાથ છોડ્યો અને જતાં જતાં કહ્યું, " થોડી જ વારમાં આવું છું. ચિંતા નહિ કર..! હું તારી સાથે જ છું."

🤗 મૌસમ 🤗

To be continue