ભાવ ભીનાં હૈયાં - 39 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 39

એ દરમિયાન તેને યાદ આવ્યું કે અભિના ફેમેલીને જાણ કરવી પડશે. શશાંકએ અભિલાષાનો મોબાઈલ શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેનો મોબાઈલ તેને ન મળ્યો. આથી શશાંક ને જે નંબર પરથી અભિલાષાના એક્સિડન્ટના સમાચાર મળ્યા હતા તે નંબર પર કોલ કર્યો. કદાચ તે જ અભિલાષાનો નંબર હશે, એમ વિચાર્યું.

" હેલો..! તમે મને અભિલાષાના અકસ્માતના સમાચાર આપ્યા હતા. હું તે બોલું છું. અભિલાષાનો મોબાઈલ તમારી પાસે છે ?" શશાંકએ કહ્યું.

" ના ભાઈ ના..! હું તો આ ગામનો ખેડૂત છું. અકસ્માત થયો ત્યારે હું ત્યાં જ હતો. મેં જ એમ્બ્યુલન્સ બોલાવીને કેટલાક લોકોને હોસ્પિટલ ભેગા કરેલા."

" તો તમારી પાસે મારો મોબાઈલ નંબર કેવીરીતે આવ્યો..?" શશાંકએ પૂછ્યું.

" બચાવ કાર્ય દરમિયાન એક સ્ત્રીને હું એમ્બ્યુલન્સમાં બેસાડતો હતો ત્યારે મારી નજર તેના હાથની મુઠ્ઠી પર પડી. તેની મુઠ્ઠીમાં એક ચિઠ્ઠી બંધ હતી. લોહીથી ખરડાયેલ હોવાથી એ ચિઠ્ઠી તો હું ન વાંચી શક્યો પણ તેમાં મોબાઈલ નંબર હું સાફ જોઈ શક્યો. કોઈ અંગતનો જ નંબર હશે, એમ વિચારી મેં મારા મોબાઈલથી તમને ફોન કરી અકસ્માત વિશે જાણ કરી."

" ઓહ..! એવું છે..! તમે આટલી મદદ કરી તે બદલ આપનો ખુબ ખુબ આભાર." આટલું કહી શશાંકએ ફોન મુક્યો.

"આનો મતલબ અભિલાષાએ અકસ્માત પહેલા પહેલા જ મારી ચિઠ્ઠી વાંચી હશે. અભિ..શું થઈ ગયું આ બધું..? હે ભગવાન..! શું થઈ રહ્યું છે આ બધું..? અભિના પરિવારના લોકો પણ ચિંતા કરતાં હશે. તેઓનો સંપર્ક કેવીરીતે કરું..? તેના હસબન્ડ અને બાળકોને જ્યારે ખબર પડશે કે તેની આવી હાલત થઈ છે તે જોઈ તેઓ પર શું વિતશે..? અભિ..! તું જલ્દીથી ભાનમાં આવી જા. હું ખુદ તને તારા બાળકો પાસે મૂકી જઈશ." અભિલાષાને જોઈને મનોમન શશાંક બોલતો હતો. આખો દિવસ વીતી ગયો પણ અભિલાષાને ભાન ન આવ્યું. ભૂખ્યો ને તરસ્યો શશાંક ક્ષણભર માટે પણ અભિલાષાથી દુર ન ગયો ને ત્યાં જ બેસી રહ્યો. એટલામાં ડૉક્ટર વિઝીટ કરવા આવ્યાં.

" ડૉક્ટર..! અભિ હજુ ભાનમાં કેમ નથી આવી..? તે જલ્દીથી સાજી તો થઈ જશે ને ?" શબ્દે શબ્દે ચિંતા વ્યક્ત કરતો શશાંક બોલ્યો.

" મગજના ભાગે ઇજા થઇ હોવાથી તેને ભાન આવતાં સમય લાગશે. પણ ચિંતા કરવા જેવું નથી." ડૉક્ટરનો જવાબ સાંભળીને શશાંકને થોડી રાહત થઈ. ડૉક્ટરના ગયા બાદ ફરી શશાંક અભિલાષાનો હાથ પકડીને તેની પાસે બેસી ગયો. આખી રાત તે આમ, જ અભિલાષા પાસે ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો. સવારમાં તેને ઊંઘનું ઝોકું આવી જતાં. બેઠાં બેઠાં જ પલંગના ટેકે માથું ટેકવીને શશાંક સૂતો હતો ત્યારે કોઈએ તેનાં હાથમાંથી અભિલાષાનો હાથ છોડાવ્યો. આમ થતાં શશાંક જાગી ગયો. તેણે જોયું તો એક સરખા યુનિફોર્મમાં આવેલા ચાર પાંચ માણસો અભિલાષાને સ્ટ્રેચરમાં લઈ જઈ રહ્યાં હતા. આ જોઈ શશાંક બેબાકળો બની ગયો. તે રગવાયો બની બોલ્યો,

" કોણ છો તમે..? અભિને ક્યાં લઈ જાઓ છો..? "

" કોણ છો તમે..? અભિને ક્યાં લઈ જાઓ છો..? " રગવાયો બની શશાંક અભિલાષાની પાછળ પાછળ ભાગ્યો. ત્યારે કોઈ એકે કહ્યું કે , મૅમને અમે અમદાવાદ લઈ જઈએ છીએ. ત્યાં કોઈ સારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવશું. જેથી મૅમ જલ્દીથી સાજા થઈ જાય.

શશાંક વીલા મોઢે તેઓને જોતો જ રહી ગયો. તેને સમજાતું નહોતું કે હવે તે શું કરશે. કેટલાય દિવસે તેને અભિલાષા મળી હતી. તેની વિદાય આવી રીતે થશે તે તેને સ્વપ્નમાયે વિચાર્યું નહોતું. થોડો સમય તે ત્યાં જ બેસી રહ્યો પછી કંઈક યાદ આવ્યું હોય તેમ તે ઊભો થયોને રિસેપ્સનિસ્ટ પાસે ગયો. અભિલાષાના બીલ વિશે પૂછ્યું તો તેને જાણવા મળ્યું કે તેના બીલનું પેમેન્ટ થઈ ચૂક્યું છે.

To be continue