ભાવ ભીનાં હૈયાં - 20 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 20

શશિ : તેઓએ તારો ફોટો જોઈ એવું કહ્યું કે..

હું : હા, બોલને

શશિ : "આટલી સુંદર છોકરીને તું ક્યાંથી પટાવી લાવ્યો..?" એવું પપ્પા કહેતા હતા. " સાદા કપડાંમાં પણ તે આટલી સુંદર લાગે છે..! શશિ તારી દુલ્હન બનશે ત્યારે તે કેટલી સુંદર લાગશે ?" આવું મમ્મી કહેતી હતી.

હું : ઓહ માય ગોડ..! મતલબ તેઓ આપણા લગ્ન માટે માની ગયા..!

શશિનો મેસેજ વાંચી હું તો ઉછળવા જ લાગી. મારી ખુશીનો પાર નહોતો. બસ હવે મારા પપ્પાની મંજૂરી લેવાની હતી. મને વિશ્વાસ હતો કે તેઓ મારા અને શશિના લગ્ન માટે જરૂરથી માની જશે. કેમ કે શશિ સારો છોકરો હોવાની સાથે સારા પરિવારનો હતો.

હું : પહેલાં તો તે મારો જીવ જ ઊંચો કરી નાખ્યો. આવી મજાક કરાય ?

શશિ : હું કંઈ કહું તે પહેલા જ તું તુક્કા લગાવવા લાગી. પછી મને થયું લાવ તારી થોડી ખેંચુ.

હું : ચલ તને માફ કર્યો..! હવે મારી સાથે આવી મજાક ન કરતો પ્લીઝ..!

શશિ : માફ..? મેં ક્યાં કોઈ ગુનો કર્યો છે..? અને મેં કયા તારી માફી માંગી છે તે તું મને માફ કરે છે ?

હું : ઓહ..! જો હું ધારુંને તો તને હાલ માફી મંગાવું. બોલ..!

શશિ : માફ કર મારી માં..!

હું : એક જ સેકન્ડમાં આવી ગયો ને લાઈનમાં ( મેં હસતાં હસતાં કહ્યું. )

શશિ : અભિ..! એ બધું જવા દે.. મને એ કહે કે આપણા લગ્ન કેવીરીતે થવા જોઈએ..? મતલબ લગ્ન અંગે તારી કઈ કઈ ઈચ્છા છે હું તે બધી પુરી કરવાનો પ્રયત્ન કરીશ.

હું : આપણા લગ્ન ધામધૂમથી થવા જોઈએ. બધાથી અલગ સ્ટાઇલથી થવા જોઈએ.

શશિ : લગ્ન તો લગ્ન હોય છે. એમાં અલગ સ્ટાઈલ કેવી હોય વળી..?

હું : ગેટથી લઈને મંડપ સુધી પર્પલ અને વ્હાઇટ ફ્લાવરથી બધું ડેકોરેટ કરેલું હોય. પર્પલ કલરની ગાડી લઈ તું મને પરણવા આવે.મંડપમાં બેઠો બેઠો તું મારી રાહ જોતો હોય. દુલ્હનના સૂટમાં જ્યારે મંડપમાં મારી એન્ટ્રી થાય ત્યારે જોરદાર આતંશબાજી થાય..ફૂલોનો વરસાદ થાય.લાઈટ પિંક કલરના શૂટમાં આપણે બંને સજ્જ હોય.

શશિ : ઓય..બસ બસ..! તું તો વિચારોમાં જ લગ્ન કરી દઈશ કે શું..? તારા સપનાઓ તો ગજબના છે. ટ્રાય કરીશું જેટલા પુરા થાય એટલા સાચા.

હું : તારી શું ઈચ્છા છે..?

શશિ : અભિ..મારી તો એક જ ઈચ્છા છે. જમવાનું ગજબનું હોવું જોઈએ બૉસ..!

હું : જમવાનું..? તને જમવા સિવાય કંઈ સૂઝતું જ નથી કે..?

શશિ : તને જેટલો પ્રેમ કરું છું ને, એટલો જ પ્રેમ હું ભોજનને કરું છું.

હું : હા જાણું છું. પણ હવે તું મને કહે કે આપણા લગ્નમાં જમવાનું કેવું હોવું જોઈએ..?

શશિ : જમવાનું એકદમ ટેસ્ટી હોવું જોઈએ. મહેમાનોના માટે થંપ્સ અપ કે કોકોની જગ્યાએ શેરડી,લેમન કે સ્ટ્રોબેરીનો જ્યુસ હોવો જોઈ.આપણા મેરેજમાં જમવાનું બધું જ ટ્રેડિશનલ હોવું જોઈએ. ડેઝર્ટ માં બ્લુબેરી ફ્લેવરનો આઈસ્ક્રીમ હોય. મજા પડી જાય બાકી.

હું : ઓહ ગ્રેટ. પણ જો શશિ, હું ને પપ્પા એકલા છીએ તો લગ્નની બધી તૈયારીઓ કરવામાં તારે અમને મદદ કરવી પડશે.

શશિ : નેકી ઓર પૂછ પૂછ..? તારા માટે તો જાન હાજીર છે જાનેમન..!બસ તું ઓર્ડર કર, કામ થઈ જશે.

હું : લગ્ન પછી પણ તું મને આમ જ પ્રેમ કારીશને શશિ ?

શશિ : હાય હાય..! તને મારા પર ભરોસો નથી..? એક વાત હંમેશા યાદ રાખજે કે આ શશાંકે આ જીવનમાં માત્ર એક જ છોકરીને પ્રેમ કર્યો છે જે તું છે અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તને પ્રેમ કરતો રહિશ.

હું : મારા કરતાં વધુ મને તારા પર વિશ્વાસ છે. બસ એકવાર પપ્પા સાથે વાત થઈ જાયને આપણા લગ્ન પાક્કા થઈ જાય તો જીવને રાહત થાય.

શશિ : ચિંતા ન કર અભિ, તારા પપ્પા જરૂરથી માનશે આપણા લગ્ન જરૂરથી થશે. અડધી રાત થઈ ગઈ છે તું નિશ્ચિંત થઈ સુઈ જા. બધું સારું થશે.

તે રાત્રે લગ્નના સોનેરી સપનાઓ સેવી અમે બન્ને સુઈ ગયા. બન્નેને વિશ્વાસ હતો કે તેઓની પ્રેમ કહાની અધૂરી નહિ રહે.

To be continue

ખુશ રહો..ખુશહાલ રહો..😂😂
મસ્ત રહો..સ્વસ્થ રહો..🤣🤣

🤗 મૌસમ 🤗