ભાવ ભીનાં હૈયાં - 18 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 18

" પછી અમે બંને એકબીજાને મળતાં રહતાં. સાથે જમવા જતાં. શશિને નવી નવી ડિસ ટેસ્ટ કરવાનો બહુ શોખ હતો, આથી જ્યારે પણ તેને ખબર પડે કે જે તે રેસ્ટોરન્ટની ડિસ સારી અને ફેમસ છે, તે મને લઈને ઉપડી જતો. તેના ખાવાના શોખને લીધે તેનું વજન પણ ઘણું વધી ગયું હતું. એક દિવસ ગાર્ડનમાં અમે ફરતાં હતા, ત્યાં ઠેસ આવતાં હું પડી ગઈ. મારા પગે થોડું વાગ્યું અને કમર દુખવા લાગી. હું ત્યાં જ બેસી ગઈ."

" મારાથી હવે એક ડગલું પણ નહીં ચલાય યાર..મને પગે અને કમરમાં બહુ જ દુખે છે.." મેં કહ્યું.

" કંઈ વાંધો નહીં..હું છું ને..હું ઊંચકીને બાઇક સુધી લઈ જઈશ." શશિએ કહ્યું.

" ના યાર..આટલા બધાંની વચ્ચે તું મને ઊંચકે તે સારું ન લાગે." મેં ચારેય બાજુ નજર ફેરવતાં કહ્યું.

" એમાં શું થયું..? હું કંઈ ખોટું થોડી કરું છું..? મને લોકોની નથી પડી..મને તારી ચિંતા છે.. હું તને તકલીફમાં થોડી જોઈ શકું..? દુનિયાને જે કહેવું હોય તે કહે હું તો તને ઊંચકીને જ લઈ જઈશ." પ્રેમથી મને ધમકાવતાં તેણે મને કહ્યું.

" ઓકે..બાપા..! પણ મારે થોડીવાર હજુ બેસવું છે અહીં..! બેસને મારી પાસે." તેનો હાથ ખેંચી મેં તેને નીચે બેસાડયો.

" તને કમર દુખે છે ને..? મારા ખોલામાં માથું રાખી દે થોડીવાર આડી પડીશ તો..તને રાહત થશે." મારું માથું તેના ખોળામાં મૂકી શશિ મારા માથે હાથ ફેરવવા લાગ્યો.

તેના ખોળામાં મને જાણે શુકુન મળવા લાગ્યું. ત્યારે મને મારી મમ્મી યાદ આવી ગઈ. બહુ જ નાની હતી ત્યારે તેના ખોળામાં હું આમ સૂતી હતી ને તે મારા માથે ઘણા પ્રેમથી ફેરવતી હતી. શશિના દરેક વ્યવહારમા મારા પ્રત્યેની કાળજી વર્તાતી હતી. મને તેની સાથે પ્રેમ અને હૂંફની સાથે સાથે સલામતી પણ અનુભવાતી.

" શશિ..! એક વાત કહું..?" તેનો હાથ પકડી મેં પછ્યુ.

" હા,બોલ..ને..! "

" તારા ખોળામાં ગજબનું શુકુન મળે છે. મારા વ્યાકુળ મનને રાહત મળે છે. હવે તો મોત પણ આવે તો કોઈ ફિકર નહિ.. " મેં કહ્યું.

" ઓય..! તું ગાંડી થઈ ગઈ છે..? મોત આવે એટલે શું..? તું મરી જઈશ તો હું શું કરીશ..? મારે તો હજુ બહુ બધું જીવવું છે તારી સાથે..! તું આટલામાં ધરાઈ ગઈ..?" શશિએ કહ્યું.
તેની વાત સાંભળી મને હસવું આવી ગયું.

" મને લાગે છે આપણે લગ્ન કરી લેવા જોઈએ. તારું શુ માનવું છે..?" મેં પૂછ્યું.

" નેકી ઓર પૂછ પૂછ..! આજે જ આપણા પેરેન્ટને વાત કરીએ. પણ મારી ઈચ્છા એવી હતી કે તારું એમબીએ કમ્પ્લીટ થાય પછી મેરેજ કરીએ તો તારા સ્ટડીમાં બ્રેક ન લાગે."

" પણ આપણે વાત તો કરી રાખીએ. તેઓના શું ઓપિનિયન છે તે પણ જાણવું પડશે ને..!"

" તું બિલકુલ ચિંતા ન કર..કેમ કે મારા મોમ ડેડ મારી ઈચ્છા વિરુદ્ધ નહિ જાય અને રહી વાત તારી તો તારા ફાધર પણ તને ખૂબ પ્રેમ કરે છે આથી તેઓ તારી ખુશીને આડે નહિ જ આવે. મારો ઘર પરિવાર સુખી છે એટલે મારી તને પરણાવવામાં તેઓને કંઈ જ વાંધો નહિ આવે." શશિએ મને સમજાવતાં કહ્યું.

" તારા સપનાનું શું થયું..? માસ્ટર શેફ નથી બનવાનું..?" મેં પૂછ્યું.

" એમાં એક લોચો છે યાર..! તેની ઇન્ટરશીપ માટે ફોરેન જવું પડશે. એક બે વર્ષ માટે..! તને મૂકીને મારાથી ન જવાય. હું અહી જ મારી રેસ્ટોરન્ટ ખોલવા માંગુ છું." શશિએ કહ્યું.

આપણા લગ્ન તો થશે જ.આમ,અમારી વાતો ચાલતી હતી. તે જ દિવસે અમે ઘરે અમારા લગ્ન વિશે જાણ કરવાનું નક્કી કરેલું.

To be continue...

ખુશ રહો..ખુશહાલ રહો..😃🙂
મસ્ત રહો..સ્વસ્થ રહો..😂🤣

🤗 મૌસમ 🤗