ભાવ ભીનાં હૈયાં - 17 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 17

" ના, એવું નહોતું થયું... સાંભળો..! શશાંક મારી આદત બની ગયો હતો. હું એક દિવસ પણ તેની સાથે વાત કર્યા વગર નહોતી રહી શકતી. જ્યારે શશાંક સાથે ચાર દિવસ મારે વાત ન થઈ. તેના વગર જાણે હું કંઈ નથી..એવું મને લાગ્યું. મારો તેના પરનો વિશ્વાસ તો ડગ્યો નહોતો પણ મને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તે મારી જિંદગીનો અનમોલ હીસ્સો બની ગયો હતો. તે ચાર દિવસ મને ચાર વર્ષ જેવાં લાગ્યાં."

" કેમ..? કેમ શશાંકએ તારી સાથે ચાર દિવસ વાત ન કરી..?" કીર્તિએ પૂછયું.

" ચોથા દિવસે છેક રાત્રે તેનો મેસેજ આવ્યો. તે પણ ચાર દિવસથી મારી સાથે વાત કરવા પ્રયત્ન કરતો હતો. પણ વાત થઈ શકતી નહોતી. મેં તેને ઘણા સવાલો કર્યા, કે કેમ ચાર દિવસ તે ગાયબ થઈ ગયો હતો..? વગેરે. તો તેણે મને સવારે રૂબરૂ મળવા બોલાવી અને ત્યાં જ બધુ જણાવીશ તેવું કહ્યું."

" ઓહ..તો તું બીજા દિવસે તેને મળવા ગઈ હતી..?" અભયે પૂછ્યું.

" હા, હું તેના પર થોડી ગુસ્સે હતી,પણ મારે પણ જાણવું હતું કે કેમ તેણે મારી સાથે વાત નહોતી કરી."

" પછી શું થયું અભિ..?" કીર્તિએ પૂછ્યું.

" હું તેને મળવા ગઈ તો તે કંઈ પણ બોલ્યા વગર મને ભેટી પડ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. હું તેને આમ જોઈ ન શકી. મારો બધો ગુસ્સો ઓગળી ગયો. મેં તેને રડવાનું કારણ પૂછ્યું. તો તેણે જણાવ્યું કે..

" ચાર દિવસ પહેલા વહેલી સવારે મારા નાની ગુજરી ગયા હતા. મારા નાની મને બહુ વ્હાલા હતા. બાળપણમાં હું નાની પાસે જ મોટો થયેલો. નાની પ્રત્યે મને પહેલાથી વધુ લાગણી હતી. નાનીના સમાચાર સાંભળી હું ફેમિલી સાથે ગામડે ગયો હતો. તે ગામ અંતરિયાળ હોવાથી ત્યાં મોબાઈલનું ટાવર નહોતું પકડાતું. આથી હું તારી સાથે સંપર્ક કરી શક્યો નહિ. આઈ એમ સો સૉરી ડિયર..!" ગમગીન થઈ શશાંકે મારો હાથ પકડી કહ્યું. હું તેનો ગમગીન ચહેરો વાંચી શકતી હતી.

" હું પણ તારી સાથે લાગણીથી બંધાઈ ગઈ છું. ખબર છે મારી હાલત શું થઈ હતી..? " મેં કહ્યું.

" હા, હું જાણું છું. કેમ કે તારી સાથે વાત કર્યા વગર હું પણ..!" શશાંક બોલતાં બોલતાં અટકી ગયો.

" આઈ લવ યુ શશિ..રિયલી આઈ લવ યુ સો મચ.. આ ચાર દિવસમાં મને સમજાઈ ગયું કે તારા વગર હું સાવ અધૂરી છું. મને તારી લત લાગી ગઈ છે. તારી સાથે વાત કર્યા વગર હું કેટલી વ્યાકુળ થઈ જતી હતી ખબર છે તને..? "હું તેને ભેટીને એકીટશે બોલવા લાગી.

" ઓહ માય ગોડ..! આ થ્રિ મેજિકલ વર્ડ સાંભળવા મારી ત્રણ વર્ષની તપસ્યા હવે ફળી..! મેં તને કહ્યું હતું ને કે તું જ આવીને મને આઈ લવ યુ કહીશ..! મારો તુક્કો સાચો પડ્યો ને..?" ખુશ થઇ શશિએ કહ્યું.

" આખરે તે તારા પ્રેમનો ઇજહાર કરી જ દીધો એમ ને..!" અભયે કહ્યું.

" હા "

" અભિ પછી શું થયું..?બોલને..!" કીર્તિએ પૂછ્યું.

" પછી અમે બંને એકબીજાને મળતાં રહતાં. સાથે જમવા જતાં. શશિને નવી નવી ડિસ ટેસ્ટ કરવાનો બહુ શોખ હતો, આથી જ્યારે પણ તેને ખબર પડે કે જે તે રેસ્ટોરન્ટની ડિસ સારી અને ફેમસ છે, તે મને લઈને ઉપડી જતો. તેના ખાવાના શોખને લીધે તેનું વજન પણ ઘણું વધી ગયું હતું. એક દિવસ ગાર્ડનમાં અમે ફરતાં હતા, ત્યાં ઠેસ આવતાં હું પડી ગઈ. મારા પગે થોડું વાગ્યું અને કમર દુખવા લાગી. હું ત્યાં જ બેસી ગઈ."

To be continue