ભાવ ભીનાં હૈયાં - 13 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 13

અભયનો સવાલ સાંભળી અભિલાષા થોડી મલકાઈ અને દરિયા સામે જોવા લાગી.

" બહુ લાંબી સ્ટોરી છે. પછી ક્યારેક કહીશ. આવતીકાલે તમારા બંનેના મેરેજ છે. અત્યારે બંને સુઈ જાઓ. સવારે વહેલા ઉઠવાનું છે." અભિલાષાએ કહ્યું.

" ના યાર પ્લીઝ...મારે સાંભળવી છે. મારે જાણવું છે કે તારુ સિંગલ રહેવા પાછળનું રહસ્ય શું છે..?" અભયએ કહ્યું.

" પણ સવારે વહેલા ઉઠવાનું છે ને..! સમજો યાર.. ઉજાગરો થશે..! અત્યારે સુઈ જાવ પછી ક્યારેક હું જરુરથી કહીશ." અભિલાષાએ વળતો જવાબ આપ્યો.

" ના અભિલાષા..! મારી ને અભયની બહુ ઈચ્છા છે. પ્લીઝ... પ્લીઝ... યાર કહેને..!” કીર્તિએ ફોર્સ કરતા કહ્યું.

" ઠીક છે કહું છું સાંભળો..!" અભિએ કીર્તિ અને અભય સામે જોઈને કહ્યું. બંનેના ચહેરા ખુશ થઈ ગયા. બંને પલાઠીવાળીને અભિલાષાની સ્ટોરી સાંભળવા બેસી ગયા. અભય અને કીર્તિની આવી ઉત્સુકતા અને આતુરતા જોઈ અભિલાષા હસવા લાગી અને તેઓની પાસે પલાંઠી વાળીને બેસી ગઈ. અને ત્રણેય જણા પહોંચી ગયા સાત વર્ષ પહેલાના અભિલાષાના અતીતમાં.

* * * * *

હું લગભગ બે વર્ષની હતી ત્યારે મારા મમ્મીનું અકસ્માતમાં અવસાન થયું. ત્યારથી મારા પપ્પાએ મા ને બાપ બંનેનો પ્રેમ મને આપ્યો. મારા ઉછેર માટે તેઓએ બીજા લગ્ન પણ ન કર્યા. તેઓએ મને ઉછેરમાં સહેજ પણ કમી રાખી નથી. તેઓ સામાન્ય ધંધો કરીને ગુજરાત ચલાવતા હતા. તેઓનું એક જ સ્વપ્ન હતું કે હું ભણી ગણીને બિઝનેસવુમન બનું.

ધીમે ધીમે હું મોટી થઇ. પપ્પાની વાતોને.. તેઓના વિચારોને..સમજવા લાગી. પછી તો મારું સ્વપ્ન પણ એ જ રહ્યું. બિઝનેસ વુમન બની પપ્પાનું સપનું પૂરું કરવું. મેં મહેનત શરૂ કરી દીધી. સ્વભાવે હુ શાંત હતી. મારા મિત્રો પણ બહુ ઓછા. છોકરાઓ સાથે તો હું બોલતી જ નહીં. તેઓ સાથે વાત કરવામાં મને એક મૂંઝવણ અનુભવાતી. આથી મારું ધ્યાન હંમેશા ભણવામાં જ રહેતું. 12 ધોરણ સુધી સારા સ્કોર સાથે પાસ થઇ હતી. 12 ધોરણ પછી મેં કોમર્સ કોલેજમાં એડમીશન લીધું.

કોલેજમાં મને શશાંક મળ્યો. તે મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો, પણ હું તેનાથી દૂર ભાગવાની કોશિશમાં હતી. હું નહોતી ઈચ્છતી કે મારા ભણવામાં કોઇ ખલેલ પહોંચે. જ્યારે શશાંક મારી સાથે મજાક-મસ્તીના મૂડમાં રહેતો. એક દિવસ મજાક-મજાકમાં અમારા બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. મેં તેને મારી નજર સામે ન આવવાનું કહી દીધું. અને ખરેખર તે મારી નજર સામે આવતો બંધ થઈ ગયો.

તેને થોડા દિવસ ન જોયો તો હું તેને શોધવા લાગી. મને તેના અભ્યાસ અંગે ચિંતા થવા લાગી. મને અંદરથી ગિલ્ટી ફીલ થતી હતી કે મારા લીધે તેનો અભ્યાસ બગડશે. કોઈ છોકરા પ્રત્યે આટલી લાગણી મેં પહેલી વાર અનુભવી હતી. શશાંક ખરાબ નહોતો, તે ખુલીને જીવતો હતો. તેની છોકરીઓ સાથે દોસ્તી મજાક મસ્તી મને ગમતી નહોતી. તથા તેની સાથે વાત કરવામાં મને શરમ અને સંકોચ આવતો હતો. આથી હું તેની સાથે ખરાબ વ્યવહાર કરતી. એનું જ પરિણામ હતું કે તે કોલેજમાં આવતો બંધ થઈ ગયો.

ત્યાં અચાનક મને તેના મિત્ર દ્વારા ખબર પડી કે તેનો અકસ્માત થયો હતો. હું ચોરી છુપે તેને હોસ્પિટલમાં જોવા ગઈ. તેની હાલત જોઈ હું ગમગીન થઈ ગઈ. આવું મેં ક્યારેય નહોતું કર્યું. એને મારી સાથે કરેલ વ્યવહાર, મજાક મસ્તી બધું યાદ આવ્યું. ત્યારે મને અહેસાસ થયો કે તે હંમેશા મને હસાવવાની કોશિશ કરતો, જ્યારે હું તેને ધૂતકારતી.. મને મારી ભૂલ સમજાઈ. મેં પણ નક્કી કર્યું કે હવે હું તેના ચહેરા પર સ્માઈલ લાવીને જ રહીશ.

"પછી શું થયું અભિલાષા..? તું શાંત ને સરળ..કેવીરીતે તેના ચહેરા પર સ્માઈલ લાવી તું..?" કીર્તિએ કહ્યું.

હા, ક્યારેક હું બુકે અને જોક્સ મોકલતી, ક્યારેક જૉકર બની રમુજી નાટક કરતી, કયારેક ફની ડ્રેસ પહેરીને હોસ્પિટલમાં જતી.આમ, તેને ખૂબ હસાવતી.

" wow..great yar..! પછી શશાંકને ખબર પડી કે તેને હસાવનાર , તેના ચેહરા પર સ્માઈલ લાવનાર તું જ હતી..?" અભયે પૂછ્યું.

મને એમ કે તેને ખબર નહિ પડે. પણ શશાંક બહુ હોશિયાર હતો, તેને પહેલા દિવસે બુકે મોકલ્યો ત્યારે જ તેને ખ્યાલ આવી ગયો હતો કે તે બુકે મોકલનાર હું જ હતી.

To be continue