ભાવ ભીનાં હૈયાં - 12 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 12

" અરે કંઈ કામ કરેલું નથી તેનો મતલબ હું નહિ કરી શકું કોઈ કામ..? હું ધીમે ધીમે બધું જ કામ શીખી લઈશ. તું ચિંતા ન કર." કીર્તિએ કહ્યું.

" ધેટ્સ અ સ્પિરિટ ડિયર..! અમારી કીર્તિ બધું જ કરી શકે એવી છે. તે ભલે નાજુક રહી.. પણ તેના ઇરાદાઓ મક્કમ છે." અભિલાષાએ કીર્તિના ખભે શાબાશી આપતા કહ્યું.

"અભિલાષા..બે મિનિટ સાઇડમાં આવતો.. માટે તને કઈક કહેવું છે.!" અભયે અભિલાષાને થોડે દુર લઈ જઈ કહ્યું.

" હા, બોલ શુ કહેવુ છે તારે..?"

" અભિલાષા.. તું નથી જાણતી. મૉમ કીર્તિને બિલકુલ પસંદ નથી કરતા.. તેઓ આજ ફોઈને કહેતા હતા કે કીર્તિ આ ઘરમાં વધુ નહિ ટકી શકે. કેમકે મૉમએ મારા માટે બીજી છોકરી પસંદ કરેલી. મારી જીદના કારણે અને પપ્પાના કહેવાથી તેઓ અમારા લગ્ન માટે માન્યા છે. પણ તેઓના વ્યવહાર પરથી મને લાગે છે કે તેઓ લગ્ન બાદ કીર્તિને હેરાન કરશે.મને કીર્તિની ચિંતા થાય છે. લગ્ન કરી બિચારી તેના મૉમ ડેડ, ઘર પરિવાર બધું જ છોડીને આવે ને મારા ઘરે તેને પ્રેમ હૂંફ ની જગ્યાએ તેને હેરાનગતી મળે તે યોગ્ય નથી." અભયે કહ્યું.

" તો તારી શુ ઈચ્છા છે..? તારું માનવું છે કે આ લગ્ન ન થાય એમ જ ને..? તું રહી શકીશ કીર્તિ વગર..? શું કીર્તિ રહી શકશે તારા વગર..?" અભિલાષાએ અભયનો હાથ પકડીને કીર્તિ પાસે લાવતા કહ્યું.

" અભય..! તું આટલી ચિંતા કેમ કરે છે..? બધું જ સારું થઈ જશે. આખી દુનિયા ભલે મને હેરાન પરેશાન કરે. બસ તું મારી સાથે હોઈશ ને તો આખી દુનિયા સાથે લડી લઈશ હું." કીર્તિએ કહ્યું.

" કીર્તિ હું હમેશાં તારી સાથે જ છું. બસ મને ચિંતા એ વાતની છે કે તારી મુસ્કાન મારા ઘરમાં ખોવાઈ ન જાય. મને તારી ફિકર થાય છે યાર..!"

" મારી મુસ્કાન તારાથી જ છે અભય..! તું જ્યાં છે ત્યાં હું રહેવા માંગુ છું.. એ પછી સુખ હોય કે દુઃખ..તારી સાથે મને બધું જ સ્વીકાર છે." કીર્તિએ કહ્યું.

" કીર્તિ.. હું હમેશાં કોશિશ કરીશ કે તને હમેશાં ખુશ રાખું. તને દરેક કામમાં હું મદદ કરીશ. આઈ પ્રોમિસ..!પણ કીર્તિ.. એક વાત પૂછું..? તું આટલી કોન્ફિન્ડન્ટ કેવીરીતે થઈ ગઈ.? તારો આત્મવિશ્વાસ ગજબનો થઈ ગયો છે. આ પરિવર્તન આવ્યું ક્યાંથી..?" અભયે હસીને કહ્યું.

કીર્તિ : " માય બેસ્ટ ફ્રેન્ડ અભિલાષામાંથી..!"

અભિલાષા : " મેં કઈ નથી કર્યું હો..! "

કીર્તિ : " તારા થકી જ તો હું પ્રેમની સાચી સંકલ્પનાને સમજી શકી છું અભિ..! પહેલા તો હું પણ તારા મૉમની શરતથી ડરી ગઈ હતી. પણ પછી અભિલાષાએ મને સમજાવ્યું કે જીવન જેટલું ધારીએ છીએ તેટલું ઇઝી નથી, પણ હા, પોઝિટિવ થીંકીંગ, પ્રેમ અને તમારા સારા વ્યવહારથી જીવનને ઇઝી બનાવી શકાય છે. મુશ્કેલીઓ તો આવવાની..! પણ તેનાથી ડરવાનું નથી.. હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનું છે. જો અભય..! હું તારા મૉમની શરતથી ડરીને તારી સાથે લગ્ન ન કરું. તો મારા પેરેન્ટ્સ મને બીજે પરણાવશે. અને ત્યાં પણ શું ગેરેન્ટી કે કોઈ મુશ્કેલી ન આવે..? એનાથી બેટર છે કે હું તારી સાથે જ રહીને મુશ્કેલીઓ સાથે લડું..!"

" જય હો અભિબાબા કી..!
જય હો કીર્તિબાબા કી...!" અભય બંનેને હાથ જોડી નમન કરવા લાગ્યો. અભિલાષા અને કીર્તિ જોર જોરથી હસવા લાગ્યા.

" એક વાત પૂછું અભિલાષા..?" અભયે કહ્યું.

" હા, બોલ..!"

" તું સાચ્ચે સાચો જવાબ આપે તો જ પૂછું." અભયે કહ્યું.

" પહેલાં મારે તારો સવાલ સાંભળવો પડે.. પછી કહું કે મારે કેવો જવાબ આપવો." અભિલાષાએ કહ્યું.

" તો રહેવા દે.. નથી પૂછવું." અભયે કહ્યું.

" અરે.. પૂછ ને યાર..અભિલાષા સાચો જ જવાબ આપશે.. એ મારી ગેરેન્ટી...!" કીર્તિએ કહ્યું.

" અભિલાષા..! તું આટલી સુંદર છે.. બિઝનેસવુમન છે..શુશીલ ને સમજદાર છે તો પણ તું હજુ સુધી સિંગલ કેમ છે..? " અભયે કહ્યું.

અભયનો સવાલ સાંભળી અભિલાષા થોડી મલકાઈ અને ઊંડો શ્વાસ લઈ દરિયા સામે જોવા લાગી.

( શુ અભિલાષા અભયના સવાલનો જવાબ આપી શકશે..? શું હશે અભિલાષાનું અતીત..? તે જાણવા next પાર્ટ જરૂરથી વાંચજો તથા તમારા અનમોલ પ્રતિભાવ જરૂરથી મોકલજો.)

To be continue...

ખુશ રહો...ખુશહાલ રહો..🙏😊
મસ્ત રહો..સ્વસ્થ રહો..😂😂
હસતાં રહો.. હસાવતાં રહો..🤣🤣

🤗 મૌસમ 🤗