ભાવ ભીનાં હૈયાં - 11 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 11

" ઓકે મૅમ..! કીર્તિ સૂઈ ગઈ..?"

" હા, તે થાકી હતી તો સૂઈ ગઈ. પણ તારા હાથ કેમ મહેંદી વગરના છે..? તે મહેંદી કેમ નથી મુકાવી..?"

" અરે બસ એમ જ..! મને ખાસ ઈચ્છા નહોતી."

" એવું થોડી ચાલે..? લગ્નમાં મહેંદી તો હોવી જ જોઈએ ને..!હું મૂકી આપું મહેંદી..!"

" નો..ઇટ્સ ઓકે મૅમ..ચાલશે.મારે નથી મુકવી મહેંદી..!"

" સારું..જા સૂઈ જા હવે..! તું પણ થાકી ગઈ હશે."

અભિલાષા મહેંદી લઈ તેના ઉપરના રૂમમાં જતી હતી ત્યાં જ કોઈ યુવાન મોબાઈલમાં વાતો કરતો ઝડપથી પગથિયાં ઉતરી રહ્યો હતો ને ઉતાવળમાં તે અભિલાષાને ભટકાઈ પડ્યો. અભિલાષાના હાથમાંથી મહેંદીનો વાટકો છૂટી તેના ડ્રેસ પર પડ્યો. મહેંદીના કૉન પગથિયાં પર પડી ગયાં. પેલો યુવાન તો સૉરી બોલી ત્યાંથી ફટાફટ ભાગી ગયો. ને અભિલાષા ગુસ્સામાં બોલવા લાગી.

" ઓય..આંધળો થયો છે..? દેખાતું નથી..? મારો આખો ડ્રેસ બગાડી દીધો.." બોલતા તે બન્ને હાથથી ડ્રેસ પર પડેલી મહેંદી સાફ કરવા લાગી. અભિલાષાનો અવાજ સાંભળી એક વેઈટર પણ દોડતો આવ્યો. તે ફટાફટ બધુ સાફ કરવા લાગ્યો અને અભિલાષાને ચેન્જ કરવા કહ્યું.

અભિલાષાએ પોતાના મહેંદીવાળા કપડાં ચેન્જ કર્યા. તેના હાથ પર લાગેલી મહેંદી પણ સાફ કરીને તે બેડ પર આડી પડી. ઘણા પડખાં ભર્યા પણ તેને ઊંઘ ન આવી. તે ઊઠીને ગેલેરીમાં આવી. સમુદ્રના મોજાનો અવાજ આવે જતો હતો. ઠંડા પવનથી અભિલાષાના ખુલ્લા વાળ હવામાં લહેરાતા હતા. આકાશ એકદમ સ્વચ્છ હતું. ચાંદ તેની ચાંદની ફેલાવી તારલાઓની ચમકને ઝાંખી પાડી રહ્યો હતો.

ત્યાં જ ટેરેસ પર જવાના પગથિયાં પાસે કંઇક સળવળાટ થયો. "અત્યારે અડધી રાત્રે કોણ હશે..?" એમ વિચારી અભિલાષા તે બાજુ ગઈ. ત્યાં ગઈ તો કોઈ દેખાયું નહિ. આથી તે પાછી પોતાના રૂમ તરફ જવા જતી હતી ત્યાં જ કોઈની વાતચીતનો અવાજ આવ્યો. અભિલાષા ઉભી રહી ગઈ.

" કીર્તિ..! કીર્તિ તું ખુશ તો છે ને આ બધાથી..? આવતીકાલે આપણા લગ્ન છે હજુ વિચારી લેજે. લગ્ન પછી તું બધું મેનેજ કરી શકીશ ને..?"

"આ અવાજ તો ઉપરથી આવે છે..! અને કીર્તિ કીર્તિ કોણ કરે છે..કીર્તિ પણ ઉપર છે..?" આમ વિચારતાં વિચરતા અભિલાષા ધીમેધીમે ટેરેસના પગથિયાં ચડવા લાગી. ધીમેથી તેણે જોયું તો કીર્તિ અને અભય એકબીજા સાથે વાતો કરતા હતા. અભય કીર્તિને કંઇક પૂછી રહ્યો હતો ને કીર્તિ ચૂપચાપ કંઇક વિચારતી હોય તેમ ઉભી રહી હતી.

" સૉરી ફ્રેન્ડ્સ..! તમને બન્નેને મેં ડિસ્ટર્બ કર્યા. પણ અભય આવતીકાલે તમારા બન્નેના લગ્ન છે. આવતીકાલથી તમે બન્ને સાથે જ છો. એક દિવસ તો ધીરજ રાખ યાર..અડધી રાત્રે તું કીર્તિને મળવા આવી ગયો..! કોઈ જોઈ જશે તો શું વિચારશે..?" અભિલાષાએ અભયને ઠપકો આપતા કહ્યું.

" અભિલાષા તું અહીં..? "

" હા, હું ગેલેરીમાં હતી ને આ બાજુ અવાજ થયો તો આવી ગઈ."

" અભિલાષા..! તું તો જાણે જ છે યાર.. મારા મૉમની શરત. મારા લકવાગ્રસ્ત દાદા દાદીની સેવા, મારાથી નાના ભાઈ બહેનને સાચવવા, મારા મૉમ ડેડની સેવા, એટલા મોટા ઘરની સાફ સફાઈ, દરેકના માટે ત્રણ ટાઇમ રસોઈ બનાવવી તેમજ મૉમના અથાણાં પાપડના બિઝનેસમાં અથાણાં પાપડની ડિલિવરી કરવી... આ બધું કીર્તિએ એકલા હાથે કરવું પડશે. લગ્ન પછી મૉમ કામવાળી બાઈને પણ આવતી બન્ધ કરી દેવાની છે. કીર્તિ કેવીરીતે આ બધું મેનેજ કરી શકશે..? કીર્તિને જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી કીર્તિએ આમાંનું કંઈ જ કામ કરેલું નથી."

" અરે કંઈ કામ કરેલું નથી તેનો મતલબ હું નહિ કરી શકું કોઈ કામ..? હું ધીમે ધીમે બધું જ કામ શીખી લઈશ. તું ચિંતા ન કર." કીર્તિએ કહ્યું.

To be continue