" આ લોકો ટાઇમ પાસ કરવા જ કોલેજમાં આવતા હોય છે. કોઈનું સ્ટડીમાં ધ્યાન નથી...પણ હું આ બધું કેમ વિચારું છું..? હું કેમ તેઓને નોટિસ કરું છું..? મારે એ બધામાં નથી પડવું..મારે મારા પિતાનું સ્વપ્ન પૂરું કરવાનું છે. આ બધામાં પડીશ તો તે હું ક્યારેય નહીં કરી શકું..!" આટલું વિચારી તેણે ભણવામાં ફોકસ કર્યું. થોડી વાર રહી ફરી તેનું ધ્યાન શશાંકની બેન્ચ પર ગયું.
" કેટલો મસ્તીખોર છે..? ઓલ્વેઝ હસતો રહે છે..તે આટલો ચિલ્ કેવી રીતે રહી શકે..? હું તો ક્યારેય આટલી ખુશ નથી રહી શકતી..?" અભિલાષાએ જેમ તેમ કરી દિવસ પૂરો કર્યો.
ત્રીજા દિવસે પણ અભિલાષાની એજ હાલત થઈ. તેને ખુદને ખબર નહોતી કે તે શશાંકના વ્યવહારથી આટલી વ્યાકુળ કેમ થતી..? તે દિવસે સાંજે છૂટતાં પહેલા ઓફિસમાં ગઈ. પ્રિન્સિપાલ સાથે થોડી વાતચીત કરી બહાર આવી. તેના ચહેરા પર રાહતની ખુશી હતી.
બે દિવસ સુધી શશાંકને તેના રૂમમાં અભિલાષા દેખાઈ નહિ. તેને એમ કે તે રજા પર હશે. પણ એક દિવસ સાંજે છૂટતી વખતે તેણે અભિને જોઈ. તે દોડતો અભિ પાસે ગયો.
" હાય..અભિ..! તું ક્લાસમાં તો હતી નહિ..ને અહીં ક્યાંથી..?"
" હું ક્યાંય પણ હોઉં..એનાથી તારે શુ છે..?"
" મતલબ તે કલાસરૂમ ચેન્જ કરી દીધો..એમ ને..?"
" હા"
" પણ કેમ..?"
" બસ એમ જ..!"
" કોઈ તો કારણ હશે ને..? એમ જ કોઈ કલાસરૂમ થોડી ચેન્જ કરી દે..? કોઈ તને હેરાન કરે છે..?"
"હું મારી મરજી થી કંઈ પણ કરું..એમાં તારે શુ..?"
" પોઇન્ટ...છે..! ઓકે ચલ બાય..!" અભિલાષા સામે બાય કરતો પાછા પગે ચાલતો..હસતાં હસતાં થોડી જ વારમાં શશાંક ગાયબ થઈ ગયો. અભિલાષા તેને જોતી જ રહી ગઈ.
" ખબર નહિ...પણ શશાંક મારી સામે આવે છે ત્યારે હું તેની સાથે આવો ખરાબ વ્યવહાર કેમ કરું છું..? હું તેની સામે પોતાની જાતને અનકમ્ફર્ટ કેમ ફીલ કરું છું..? હે ભગવાન શુ થઈ રહ્યું છે મારી સાથે..આવું તો પહેલાં ક્યારેય નથી થયું..? "
રોજની જેમ આજે પણ અભિલાષા પાંચ મિનિટ પહેલા જ કોલેજમાં આવી અને સીધી તેના કલાસરૂમમાં ગઈ. શશાંક વહેલો આવી ગયેલો, પણ કલાસરૂમમાં તે અભિલાષા પછી એન્ટર થયો અને બિલકુલ અભિલાષાની બાજુમાં આવીને ચુપચાપ બેસી ગયો. અભિલાષાનું બિલકુલ ધ્યાન નહોતું. તેને એ ખબર હતી કે કોઈ બોય તેની બાજુમાં આવીને બેઠો છે પણ કોણ આવીને બેઠું છે તે જોયું નહોતું.
" એકાઉન્ટ ખૂબ રસપ્રદ વિષય છે. જો તમે ધ્યાન આપશો તો આ વિષય ખૂબ સરળ લાગશે તમને...અહીં મેં એક કોયડો ઉકેલ્યો છે..આ રીતે બીજો કોયડો જાતે ઉકેલો અને ફટાફટ મને એનો જવાબ આપો.." મેમના શબ્દો સાંભળી દરેક તે કોયડો ઉકેલવામાં લાગી ગયા.
ત્યાં થોડી જ વારમાં કોઈએ મોટેથી કોયડાની સમજ આપતા જવાબ આપ્યો. બધાની નજર જ્યાંથી અવાજ આવ્યો તે તરફ ગઈ. અભિલાષાએ તરત બાજુમાં નજર કરી તો..
" શશાંક..! આ અહીં ક્યાંથી આવ્યો..? એ પણ મારી બાજુમાં આવીને બેસી ગયો છે ને મને ખબર જ નથી..! હું ભૂલથી તેના રૂમમાં તો નથી બેસી ગઈ ને..?" અભિલાષા મનમાં બબળતા જ ક્લાસમાં નજર ફેરવવા લાગી.
" આ કલાસરૂમ તો મારો જ છે..તો આ અહીં શુ કરે છે..?" જેવા વિચારોના વમળમાં ખોવાયેલ અભિલાષા શશાંકના સામે જ જોઈ રહી. શશાંકનું કોયડો સમજાવવાનું ચાલુ જ હતું. જવાબ સાંભળી મૅમએ તેના વખાણ કર્યા અને તાળીઓ પાડી. પછી તો આખો કલાસરૂમ તાળીઓથી ગુંજી ઉઠ્યો. જ્યારે અભિલાષા અવાક બની બેસી રહી.
ક્રમશઃ....