ભાવ ભીનાં હૈયાં - 1 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 1

" હેલો..! અભિલાષા...! તારે તો આવવાનું જ છે મારા દીકરાના લગ્નમાં..કંકોત્રી તો આપી જ છે પણ વ્યકિતગતરૂપથી હું તને આમંત્રણ આપું છું...!"

" અરે મેમ..! મેરેજ દીવમાં છે..ચાર દિવસ મારાથી કેમનું અવાય..? હું મેરેજ પછી તમને ઘરે જ મળી જઈશ."

" ના...એટલે ના...તારા લીધે તો મારી દીકરીને આટલો સરસ છોકરો મલ્યો છે..! તારે તો આવવું જ પડશે. આવવા જવાની.. ત્યાં રોકાવવાની.. બધી જ વ્યવસ્થા કરી દીધી છે.તું નહીં આવે તો મને નહીં ગમે હો..!"

" અરે.. મેં કંઈ કર્યું નથી.. બસ મનગમતા સાથને એક કરવાનો પ્રયત્ન કર્યો છે.બે પ્રેમી પંખીડાંનો મેળાપ કરાવ્યો છે. હું ટ્રાય કરું છું. મેળ પડશે તો..આવીશ.."

"મારે કોઈ જ બહાના ના જોઈએ..!"

"તમે ખરાં છો..! ઠીક છે હું આવીશ..!"

"ગુડ...યે હુઈ ના બાત..! સારું ચાલ મુકું છું ફોન ઘણા કામ કરવાના છે."

અભિલાષા ફોન મૂકી કંકોત્રી શોધવા લાગી. તેના વ્યસ્ત શિડયુલથી સમય કાઢી તેને હવે મેરેજમાં જવું જ પડશે. આથી એક દિવસ અગાઉ જ બધી તૈયારી કરવા લાગી. તેણે તરત જ ઓફીસમાં મિટિંગ બોલાવી. તેણે જે પ્રોજેક્ટ હાથ લીધો હતો તે ટુંક સમયમાં પૂરો કરવાનો હતો. ચૌદ પંદર એમ્પ્લોઈ સાથે અઢી કલાકની મિટિંગ બાદ બપોર પછી તેણે ફટાફટ ઓફીસના કામ પતાવ્યા ને સાંજે વૃદ્ધાશ્રમમાં ગઈ.

" શાંતામાસી..! કેશવદાદુ ક્યાં છે..?" ધીમેથી અભિલાષાએ ઓટલા પર માળા કરતા શાંતામાસીને પૂછ્યું.

અંદરના રૂમમાં બેઠાં છે - શાંતમાસીએ હસીને ઈશારો કર્યો.

" happy birthday દાદુ...!" કહેતા અભિલાષાએ ચોકલેટનો ડબ્બો અને ગિફ્ટબોક્સ આપ્યું.

" thank you બેટા..! તું ક્યારેય અમારા કોઈનો જન્મદિવસ ભૂલતી નથી."

" ના..મને બહુ ગમે છે તમારા ચહેરા પર ખુશી જોવી..એટલે મને તમારા બધાના જન્મદિવસ યાદ છે. ઓકે..ઓકે..ઝડપથી ગિફ્ટ તો ખોલી જુઓ..!"

" હા, હા, હાલ જ ખોલું છું..પણ શું છે આમાં..?"

" અરે ખોલીને જુઓ તો ખરાં..! ખબર પડી જશે..!"

" ઓહ..બાપ રે..આમાં તો ટેપરેકોર્ડર જેવું કંઈક લાગે છે." ખુશીના ભાવ સાથે કેશવદાદુએ કહ્યું.

" હા, દાદુ એ જ છે. આમાં તમે તમારો કે બીજાનો અવાજ રેકોર્ડ કરી શકો છો. જુના નવાં ગીતો સાંભળી શકો છો.અને તમે આમાં રેડિયો પણ સાંભળી શકો છો." ટેપરેકોર્ડરના જુદા જુદાં ફંક્શનનો પરિચય આપતા અભિલાષાએ કહ્યું.

"અભિ બેટા..! તને કેવીરીતે ખબર પડી કે મને આનો ગાંડો શોખ છે..? મારુ જૂનું ટેપ કેટલાય દિવસથી બંધ પડ્યું છે. કોણ રીપેર કરાવી આપે..?"

" મને તો એ પણ ખબર છે દાદુ..! કે તમને કિશોરકુમાર અને લતાજીના ગીતો બહુ ગમે છે. આથી જુઓ તેઓના ગીતોની કેસેટ પણ સાથે લાવી છું...!"

" દીકરા..તારો ખૂબ ખૂબ આભાર..! જેમ તે મારી ઈચ્છા પૂરી કરી તેમ ભગવાન તારી દરેક ઈચ્છાઓ પુરી કરે..!" અભિલાષાના માથે હાથ ફેરવતા કેશવદાદા બોલ્યા.

" હવે તો કોઈ ઈચ્છા જ નથી રહી જીવનમાં..બસ તમારા બધાના ચહેરા પર આમ જ ખુશી જોઈ શકું એટલે બસ છે."

"નિરાશ ન થા બેટા..! હજુ તારી ઉંમર જ ક્યાં થઈ છે..? આટલી નાની ઉંમરે ઈચ્છાઓ છોડી દેવી યોગ્ય નથી..!" શાંતમાસીએ કહ્યું.

" અરે એ બધું છોડો..! ગાર્ડનમાં ચાલો બધા..! તમારા બધા માટે ભાજીપાઉ અને મન્ચુરિયન ની વ્યવસ્થા કરી છે. જે તમારા હેલ્થને ધ્યાનમાં રાખી ઓછા તેલ અને ઓછું મરચું નાખી બનાવવામાં આવ્યું છે."

બધાએ સાથે મળીને ડિનર શરૂ કર્યું. કેટલાક વૃદ્ધ હૈયા કિશોરકુમાર અને લતાજીના ગીત પર હાથમાં હાથ લઈ ધીમે ધીમે નાચવા લાગ્યા. વૃદ્ધાશ્રમમાં દરેક વડીલના ચહેરા પર ખુશી જોઈ અભિલાષા મનોમન મલકાતી. મોટા અવાજે ગીત વાગી રહ્યું હતું, જેના શબ્દો હતા...

"પ્યાર દિવાના હોતા હે..મસ્તાના હોતા હૈ..
હર ખુશી હર ગમ સે..બેગના હોતા હૈં..."

ગીતના શબ્દો સાંભળીને કોઈની યાદ આવતા અભિલાષાની આંખો ભરાઈ ગઈ. પણ એક બુંદ તેણે આંખોમાંથી બહાર પડવા ન દીધું. પૂનમના ચાંદને એકીટશે જોઈ રહી પછી અભિલાષા બોલી, " બોલ ને... ક્યાં છે તું...? I Miss you yar..."

એટલામાં તેનો મોબાઈલ રણક્યો.
" હૅલો..મમ્મા..પ્લીઝ જલ્દીથી ઘરે આવો ને..!"

To be continue....

મૌસમ😊