આત્મજા - ભાગ 4 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મજા - ભાગ 4

આત્મજા ભાગ 4

“મારી સાથે આવી રીતે વાત ન કરો.મને શોખ નથી થતો ગર્ભ પરીક્ષણ કરવાનો..! તમે જ લોકો તો આવ્યા છો ગર્ભ પરીક્ષણ કરવા માટે..! અને મેં રૂપિયા લીધા છે તો મારે સાચું તો કહેવું જ પડશે કે તમારા ગર્ભમાં દીકરી છે.” ડોક્ટરે હાથ છોડાવી કહ્યું.

"એક સ્ત્રી થઈ સ્ત્રીની વેદનાને નહિ સમજી શકો તમે ? તમે બહાર એમ કહેશો કે મારા પેટમાં દીકરી છે, તો આ લોકો મારા સંતાનને મારા પેટમાં જ મારી નાખવા તમને મજબૂર કરશે. તમે આવું કરશો તો તમને પાપ લાગશે,મારી દીકરીની હત્યા કરવાનું." નંદિનીએ ડૉક્ટર સામે જોઈને કહ્યું. પણ ડૉક્ટર પર તેની વાતોની કોઈ જ અસર નહોતી થતી.

ડૉક્ટર બહાર જઈને પોતાનું મોઢું ખોલે તે પહેલાં નંદિની દોડીને હોસ્પિટલની બહાર ભાગી આવી. જાહેરમાં કોઈ તેની સાથે ગર્ભપાત કરવા માટે દબાણ નહિ કરી શકે એ વિચારથી તેને થોડી રાહત થઈ. અંદર પ્રદીપ અને કંચનબેનને નંદિનીના વ્યવહારથી થોડો અંદાજ તો આવી ગયો તો પણ કંચનબેને ડૉક્ટરને પૂછી જ લીધું, " અમારી વહુના પેટમાં શું છે બેન ? નંદિની આમ, ભાગીને કેમ ગઈ..?"

" નંદિનીનો રિપોર્ટ સારો નથી. તેના પેટમાં છોકરી છે. તમે જબરદસ્તી ગર્ભપાત કરાવશો એ બીકે તે અહીંથી ભાગી ગઈ છે. "

"શું કીધું..? છોકરી છે ? મેં કીધું હતુંને પદીયા..! ભુવાજીના એક એક બોલ સાચા પડે છે. જો તારી બૈરી છોકરીને જનમવા દેશે તો આપણાં કુળનો વિનાશ નક્કી છે. યાદ કર ભુવાજીએ શું કહ્યું હતું..?" પ્રદીપ કંચનબેનની વાત સાંભળીને ખોવાઈ ગયો.

જ્યારે તેઓ નંદિનીના સારા સમાચાર સાંભળીને ભુવાજીના આશીર્વાદ લેવા ગયા હતા ત્યારે ભુવાજીએ નંદિનીને જોઈને કહેલું, " ખુશ થવાની જરૂર નથી, તારી વહુના પેટમાં છોકરી અવતરી રહી છે અને જે દિવસે જન્મશે તે જ દિવસથી તારા ઘરનો વિનાશ શરૂ થઈ જશે. વિશ્વાસ ન આવતો હોય તો ત્રણ મહિના પુરા થાય પછી ડૉક્ટર પાસે ચેક કરાવી જોજો."

" પદીયા..! જો નંદિની કયા ગઈ. આપણે તેને મનાવવી પડશે..!" કંચનબેને પ્રદીપને ઢંઢોળતાં કહ્યું. ભૂતકાળમાં ખોવાયેલ પ્રદીપ વર્તમાનમાં આવ્યો. " હા, માં " કહી તે દોડતો હોસ્પિટલની બહાર આવ્યો ને ચારેય બાજુ નંદિનીને શોધવા લાગ્યો.

પ્રદીપએ નંદિનીને હોસ્પિટલની ચારેય બાજુ શોધી પણ કયાંય નંદિની ન મળી. થાકીને છેવટે માં દીકરો હોસ્પિટલથી ઘરે આવ્યા. ઘરે આવીને જોયું તો આ શું..? ઘણા બધા લોકો ઘરના આંગણે ટોળે વળ્યાં હતાં. આટલાં બધાંને ટોળે વળેલા જોઈ પ્રદીપ અને કંચનબેન દોડતાં ઘર તરફ ગયાં. ટોળાંના માણસોને ખસેડી જગ્યા કરી બન્ને અંદર ગયાં અને જે દ્રશ્ય જોયું, તે જોઈને બંનેના પગ તળેથી જમી ખસી ગઈ.

પ્રદીપના પિતા હરખસિંગ જમીન પર પડેલા હતા. તેઓનાં મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. એક મદારી હરખસિંગના ડાબા પગના અંગુઠાને થોડી થોડી વારે પોતાના મોઢામાં લેતો અને ઝેર ચૂસીને બહાર થૂંકતો હતો. ધીમે ધીમે તેઓનો અડધો પગ લીલો પડી ગયો હતો.

" શું થયું તમને..? પદીયાના બાપુ..! ઉઠો..ઉઠો તમે..?" કંચનબેન રડતાં રડતાં કહેવા લાગ્યાં. તેઓ પોતાના પતિની હાલત જોઈ ગભરાઈ ગયા હતા.

" હરખસિંગને ઝેરી સાપે ડંખ માર્યો છે. અચાનક તેઓ ઢળી પડ્યા ત્યારે મારી નજર અહીંથી ભાગતાં સાપ પર પડી. આથી હું સમજી ગયો ચોક્કસ તેઓ સાપ કરડવાથી જ ઢળી પડયાં છે. આથી તુરંત મારા ઓળખીતા મદારીને હું દોડતો બોલાવી આવ્યો. ઝેર ફેલાવવાથી ફીણ નીકળવા લાગ્યું છે. પણ ચિંતા ન કરો આ મદારી ભાઈ જલ્દીથી બધું સારું કરી દેશે." પડોશમાં રહેતાં કેશવભાઈએ કહ્યું.

To be continue...

🤗 મૌસમ 🤗