સોનું ની મુસ્કાન - ભાગ 2 Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોનું ની મુસ્કાન - ભાગ 2

ભાગ ૨

સોનું સૂતી હતી હવે સૂતા સૂતા તેને ત્રણ કલાક ઉપર થવા આવ્યું હતું , રમેશ વારે વારે તેને ચેક કરવા જોતો તેને તાવ ઉતર્યો કે નહિ ,

બહુ ફરક નહતો પડયો મેના અને રમેશ નીચે બેઠા હતા અને સોનું ઉપર ના રૂમ માં સૂતી હતી , ત્યાતો રૂપા અને મીના આવ્યા તેઓ સોનું ની બહેનપણી હતી .

તેઓ રોજ સાંજે રમવા જતા હતા ગામ માં , આંટી આંટી સોનું રમવા હજી નથી આવી એટલે અમે બોલાવવા આવ્યા છે, તેને મોકલો ને.

મેના એ કહ્યું , બેટા તેને તાવ આવ્યો છે એટલે તે સૂતી છે તેને તાવ ઉતરશે તો આવશે હો તમે જાવ રમો નિશા બેન ની છોકરી છે ને રેણુ તેને લેતા જાવ. તેઓ પછી જતા રહ્યા.

રમેશ એ કહ્યું ત્રણ કલાક ઉપર થયી ગઈ છે મેના હવે જો તેને તાવ નહિ ઉતરે તો હું ડોક્ટર પાસે લઈ જઈશ સોનું ને આ હું છેલ્લી વખત બોલું છું,

હા ચાલો આપડે ફરી સોનું ને જોઈ લઈએ જોજો તમે દોરા નું અસર થતો હસે તાવ ઉતર્યો જ હસે.

મેના અને રમેશ સોનું ના રૂમ માં ગયા રમેશ એ સોનું ને માથે હાથ મૂક્યો અને મેના એ હાથ ચેક કર્યો જોયું તો સોનું નું શરીર ગરમ માંથી ઠંડુ થયી ગયું હતું , તાવ ઉતરતો હતો.

જોયું કહ્યું હતું ને મે તમને સોનું ના પપ્પા દોરો અસર કરશે.

રમેશ ને વિશ્વાસ હજી નતો આવતો કે એક દોરો ના લીધે તાવ ઉતરી શકે છે , મેના એ કહ્યું...... સોનું બેટા હવે કેવું લાગે છે હવે તાવ જેવું લાગે છે?? સોનું એ જવાબ આપ્યો ના મમ્મી હવે સારું લાગે છે .

ત્યાં તો રમેશ એ કહ્યું બેટા કાય થતું હોય તો કહેજે મુંજાતી નઈ , સોનું એ કહ્યું ના ના પપ્પા હું સૂતી હતી એટલે હવે સારું લાગે છે .

મેના એ કહ્યું ચલ બેટા તે કાય ખાધું નથી તો હાથ મોઢું ધોઈ લે હું તારા માટે જમવા નું લઈ આવું તારી મનપસંદ ખીર અને પૂરી બનાવી છે હું લેતી આવું , હો ચાલો સોનું ના પપ્પા.

રમેશ અને મેના બેન જતા રહ્યા , મેના એ નીચે જઈ ને રમેશ જોડે વાત કરી , તેને રમેશ નો હાથ પકડ્યો.

જોવો સોનું ના પપ્પા જેટલી તમને સોનું વાહલી છે તેટલી મને પણ છે હું કઈ એમજ ડોક્ટર પાસે સોનું ને લઈ જવા ની ના નહોતી પાડતી,

મને ખબર હતી કે ગુરુજી એ આપેલો દોરો જરૂર સોનું ને સાજી કરશે , મને ગુરુજી ઉપર શ્રદ્ધા હતી અંધશ્રદ્ધા નહિ , તેઓ એક મહાત્મા છે ભગવાન નું કેટલું જ્ઞાન છે , એ કઈ રીતે ખોટા હોય શકે.

એટલે હવે તમે ચિંતા ના કરું સોનું ને હવે તાવ બીજી વાર નહિ આવે ચાલો તેને ખાવા નું આપતી આવું ભૂખી થયી હસે,

મેના જતી રહી પાછી રમેશ ને થયું મેના ની વાત તો સાચી હું ખાલી ખોટું વધારે વિચારતો હતો .

મેના એ એક પ્લેટ માં પૂરી નાખી અને ખીર લઈ ગઈ સોનું ના રૂમ માં , સોનું એ કપડા બદલી નાખ્યાં , સોનું આ લે બેટા જમી લે સરસ , સરસ જમી લે અને સાજી થયી જા હવે તો દસમું છે ભણવા માં મેહનત કરવી પડશે ને બેટા , મેના એ કહ્યું.

સોનું એ કહ્યું હા મમ્મી હું ખૂબ મેહનત કરીશ આ વખતે, પછી સોનું એ ભર પેટ ખીર પૂરી ખાધું અને ખાઈ ને તે તેના ચોપડા લઈ ને ભણવા બેસતી હતી.

ત્યાતો મેના એ કહ્યું..... બેટા રૂપા અને મીના તને રમવા માટે બોલાવવા આવ્યા હતા જા થોડી વારે બહાર રમતી આવ , મગજ ફ્રેશ થયી જશે , પછી ભણવા ની મજા પણ આવશે તને.

તે મેના ની વાત સાંભળી ને ગામ ના શેઢે ગઈ ત્યાં મીના , રૂપા અને રેણુ રમતા હતા .

આ ભાગ અહી સુધી રાખીએ મિત્રો , નવો ભાગ જલદી આવશે.😊