સોનું ની મુસ્કાન - ભાગ 6 Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોનું ની મુસ્કાન - ભાગ 6

ભાગ ૬

સોનું એ તેની મમ્મી ને કહ્યું મારે તને અને પપ્પા ને એક વાત કરવી છે , મેના એ કહ્યું કેમ નહિ બેટા બોલ બોલ શું કેહવા માંગે છે??

અત્યારે નહિ મમ્મી સાંજે પપ્પા દુકાને થી આવશે ત્યારે તમને જોડે વાત કરીશ, મેના એ કહ્યું સારું બેટા જેવી તારી ઈચ્છા , પણ ચલ હવે ખાઈ લે ભૂખ લાગી હસે .

સોનું એ કહ્યું તે નાસ્તા માં આટલા મોટા પરોઠા આપ્યા હતા એ આટલી જલ્દી ભૂખ લાગવા દે ખરા..... મેના એ કહ્યું હા તો નાના બનાવીએ તો પણ તું ૨ જ ખાય એટલે મોટા જ બનાવ્યા.

અત્યારે બટાકા નું શાક બનાવ્યું છે તને ભાવતું ખાઈ લે , પછી સોનું જમવા બેસી ગયી , સોનું ની ખોરાક સાવ ઓછી હતી ૨ રોટલી એટલે ૨ જ રોટલી , ચાલ મમ્મી મે જમી લીધું.

અરે બેટા હજી એક રોટલી ખાઈ લે સોનું એ કહ્યું ના મારે હોમવર્ક કરવા નું છે ૩ વિષય માં આપ્યું છે
એમ કહી સોનું જતી રહી ,

સોનું ઉપર તેના રૂમ માં જતી રહી ચોપડા ખોલી ને હોમવર્ક કરવા લાગી , તેને ભણવા નો તો પેહલા થી જ ખૂબ શોખ હતો.

ધીમે ધીમે દિવસ ઢાળ્યો અને સાંજ ના ૭ વાગ્યા રમેશ નો ઘરે આવા નો સમય થયી ગયો. સોનું એ પોતાનું ભણવા નું પતાવી દીધું હતું અને તે tv જોઈ રહી હતી,

ત્યાં તો રમેશ આવ્યો ઘરે , અને આવી ને બોલ્યો અરે મેના આજ તો બહુ થાકી ગયો છું , સોનું ફટાફટ ઉભી થયી અને એક ગ્લાસ પાણી ભરી ને લાવી અને કહ્યું આ લો પપ્પા પાણી પીઓ,

રમેશ એ કહ્યું અરે thank you દીકરા લાવ લાવ
પાણી પી ને રમેશ સોફા ઉપર આરામ થી બેસી ગયો, મેના આવી ને બોલી કેમ આજે વધારે થાકી ગયા લાગો છો,

હા મેના આજે બહુ ગ્રાહકો આવ્યા હતા આખો દિવસ ઊભો જ હતો. તો આજે વેહલા સૂઈ જજો મેના એ કહ્યું . અરે હા સોનું તારે કઈક વાત કરવા ની હતી એનું સુ થયું,

સોનું એ કહ્યું હા મમ્મી બેસો હું કહું , મેના અને રમેશ બેસી ગયા , આજે અમારી નિશાળ માં શહેર થી એક ફિલ્મ ની ટીમ આવી હતી તેમને અમારી શાળા ના થોડા સીન જોતા હતા તેમની ફિલ્મ માટે.

અને અમારે નાની મોટી થોડી એક્ટિંગ કરવા ની હતી , રમેશ બોલ્યો અરે વાહ આ તો બહુ સરસ કેવાય , મને પણ નાનપણ થી એક્ટિંગ નો શોખ હતો હું નાના મોટા નાટકો માં ભાગ જરૂર લેતો.

મેના એ કહ્યું હા બહુ મજા આવતી તેમાં , પછી સુ થયું સોનું?? સોનું એ કહ્યું તે ફિલ્મ ના ડાયરેક્ટર મારી પાસે આવ્યા અને કહ્યું તારી મુસ્કાન બહુ સરસ છે બેટા અને તેમને કહ્યું તેઓ મને તેમની આવનારી ફિલ્મ માં લેવા માંગે છે.

મમ્મી પપ્પા હું ના પાડી દઉં ને કારણકે જો હું એમાં હા પાડીશ તો આપને શહેર માં રહેવાનું થશે, આ વાત સાંભળી ને રમેશ એ કહ્યું બેટા જો તને એમાં રુચિ હોય તો હા પાડી દે,

આવા મોકા વારંવાર નથી આવતા કોઈ ની પાસે, તારી ઓળખાણ વધશે એના થી

મેના એ કહ્યું હા બેટા જો તને ગમતું હોય તો હા કઈ દે , એવું હસે તો આપને શહેર રહેવા જતા રહીશું.

ના ના મમ્મી નથી જવું શહેર , મે ઘણી જગ્યા એ સાંભળ્યું છે શહેર ના લોકો માં જરાય લાગણી હોતી જ નથી એક બીજા પ્રત્યે,

હંમેશા પોત પોતાના કામ જેટલું જ બધા નું રાખતા હોય અને કામ હોય ત્યાં સુધી જ સરખું બોલાવે એના કરતાં આપને ગામડા ના જ સારા નઈ....

કોઈ એક ના ઘર માં કઈક થાય તો આસપાસ ના બધા પડોસી ચિંતા કરતા હોય,

રમેશ એ કહ્યું મેના આપડી છોકરી તો મોટી થવા લાગી કેટલી ખબર પડે છે.

મિત્રો આ વાર્તા અહી સુધી જ રાખીયે આગળ નો ભાગ જલદી આવશે.😊