શુભારંભ Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શુભારંભ









અમદાવાદ શહેરમાં આવેલું શાહ ડાયમંડ આજે ધણાં સમય પછી ચહેકી ઉઠ્યું છે કારણ છે આ શાહ ડાયમંડ ના માલિક મંદાકિની શાહ ના પોત્રો અમેરિકા થી ભણીને પાછા વતન આવ્યા છે.મંદાકિની શાહ એટલે અમદાવાદ ડાયમંડ એસોસિયેશન ના પ્રમુખ અને અમદાવાદ ના ડાયમંડ બજાર જેનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે તે.એક સ્ત્રી હોવા છતાં પણ પોતાના પતિના અવસાન બાદ એકલા હાથે આ શાહ ડાયમંડ નું એમ્પાવર ઉભું કર્યું કડક મહેનત અને લગન નો પડછાયો.એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા આ મંદાકિની શાહ નું અભિમાન એટલે એમના પોત્રો અંશ અને વિહાન.અંશ અને વિહાન આજે અમેરિકા થી આવવા ના હતા .

યુનાઈટેડ સ્ટેટ્સ થી આવતી ફ્લાઈટ લેન્ડ થતાં જ બંને ના પિતા એ રાહત નો શ્વાસ લીધો.મંદાકિની શાહ ના પરિવાર નો પરિચય કેળવયે.મંદાકિની શાહ ના મોટા દિકરા અવિનાશ ભાઈ અને વહુ નિહારિકા બેન એમનો દિકરો અંશ અને દિકરી મહેક.નાના દિકરા દિપ ભાઈ અને વહુ કાજલ બેન એમનો દિકરો વિહાન અને નાનો દિકરો રિયાન.મંદાકિની શાહનો પરિવાર સુખી સંપન્ન હતો અને એમના સંપ અને સંસ્કાર ના ઉદાહરણ આપતા લોકો પણ કાજલ બેન ને મનમાં મનમાં એક અસંતોષ હતો કે અંશના હોવાથી વિહાન શાહ ડાયમંડ નો CEO નહીં બની શકે વળી મંદાકિની શાહ ને અંશ બધા કરતાં વધારે વહાલો હતો હોય પણ કેમ નહીં અંશ હતો જ એવો જે વડિલોને સન્માન આપે અને એને પોતાની જવાબદારી નું સાચું ભાન હતું.પણ તેના કાકા-કાકીને આ પસંદ નહોતું એમને એમના દિકરા વિહાનને CEO બનાવવો હોય છે પણ અંશ અને વિહાન એ રામ અને લક્ષ્મણ ની જોડી છે.બનેને એકબીજા વગરના ચાલે એક સેકન્ડ પણ..

અંશ અને વિહાન ફ્લાઈટ લેન્ડ થતાં જ પોતાના પરિવાર પાસે આવે છે અને મોટા બધાના આશીર્વાદ લે છે અને પોતાના દાદી મંદાકિની શાહ ને મળવા ઉત્સુક છે.અંશ અને વિહાન સોહામણા યુવાન છે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ પોતાનુ દિલ ખોઈ બેસે.અંશ અને વિહાન કારમાં બેસી પોતાના ઘરે કૃષ્ણ નિવાસ પહોંચે છે.
કૃષ્ણ નિવાસ જાણે એક પેલેસ સમાન.જેને મંદાકિની શાહ એ પોતાના પ્રેમ અને સંસ્કાર થી સિંચયો છે જ્યાં માત્ર મંદાકિની શાહ નું જ શાસન છે.

અંશ અને વિહાન કૃષ્ણ નિવાસ માં આવતા જ એક અલગ રોનક છવાઈ જાય છે.બને સીધા પોતાના દાદી ના રૂમ માં જાય છે.પગે લાગી આશીવાદ લે છે.

અંશ : દાદી જયશ્રી કૃષ્ણ કેમ છો??

વિહાન: જયશ્રી કૃષ્ણ દાદી

મંદાકિની શાહ: જયશ્રી કૃષ્ણ ઠિક છું તમને જોયા એટલે ખુશ છું.

વિહાન : હા દાદી હવે ક્યાંય નથી જવાના અમે તેને ભાઈ

અંશ : હા ભાઈ .

મંદાકિની શાહ: હું જવા પણ નહીં દેવ તમને.હવે મારા પોત્રો જે મારું અભિમાન છે તેમના માટે યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી શાહ પરિવાર ને નવી વહુ આપીશ.

અંશ : સારૂ દાદી

વિહાન:પણ દાદી

મંદાકિની શાહ: શું વિહાન??હું મિડિયા આગળ તમારા લગ્ન ની વાત કરી ચુકી છું.

અંશ ઈશારામાં વિહાનને ચુપ થવા કહ્યું.

અંશ : દાદી કાંઈ નહીં.

મંદાકિની શાહ: અંશ સમજાવી દે જે આને કે મંદાકિની શાહ ના આદેશ નું પાલન ન કરનારને શું સજા મળે છે.

અંશ : હા દાદી

અંશ વિહાનને બીજા રુમમાં લઈ જાય છે.

અંશ : હવે બોલ ભાઈ

વિહાન : ભાઈ આ શું જબરદસ્તી છે??મારે અત્યારે લગ્ન નથી કરવા.

અંશ : હા‌‌ હું સમજાવીશ દાદીને.

વિહાન :લવ યુ

અંશ :લવ યુ ટુ


અમદાવાદ ની પટેલ પાકૅમા લક્ષ્મી નિવાસ માં સવાર સવારમાં મમતા બેન ની બુમો સંભળાય છે.ગગનભાઈ મોનિગ વોક કરીને ઘરે આવે છે.ગગનભાઈ અમદાવાદ શહેરમાં એક રેસ્ટોરાં ચલાવતા હતા ખુબ સરળ અને લાગણીશીલ.ગગનભાઈ અને મમતાબેન જાણે સારસ બેલડી ની જોડ.સુખી સંપન્ન દાંપત્ય જીવન નું ફળ એટલે મોટી દિકરી રિતિકા અને નાની દિકરી પંક્તિ.રિતિકા અને પંક્તિ કહેવામાં તો બંને સગી બહેનો છે પણ વિચારો તદ્દન અલગ પંક્તિ શાંત અને વિનયી બધાનું માન-સન્માન રાખનારી જ્યારે રિતિકા ગુસ્સાવાળી અને જિદી પોતાના સપના પુરા કરવા ગમે તે હદે જઈ શકે તેવી.પંક્તિને નાનપણથી જ પારંપરિક સંગીત નો શોખ જ્યારે રિતિકા ને હિરોઇન બનવાના સ્વપ્ન.

ગગનભાઈ : શું ધમાચકડી છે ઘરમાં?? મમતા શું થયું કેમ બૂમાબૂમ છે??

મમતાબેન: શું કહું હું તમને આ રિતિકા!!પંક્તિ સવારની જાગીને રસોડામાં નાસ્તો બનાવે છે અને આ રિતિકા દસ વાગ્યા તો પણ જાગી નથી.આજે નવીન અને એના પરિવાર વાળા જોવા આવવાના છે એને‌.

ગગનભાઈ: હા તેને જગાડી તૈયાર કરો એ લોકો હમણાં આવતા જ હશે.

પંક્તિ : મમ્મી પપ્પા તમે ચિંતા ના કરો હુ દિ ને તૈયાર કરી નીચે લઇ આવીશ સમયસર ‌.

મમતાબેન: હા મારી પરી તું છે એટલે જ ચિંતા ઓછી છે નહીંતર આ રિતિકા નું શું થાત.

ગગનભાઈ: હા પણ પહેલા ૨૦ છોકરાને રિતિકા ના પાડી ચુકી છે હવે નહીં.

મમતા બેન: તમે ચિંતા ના કરો બધુ ઠીક થશે તમે તૈયાર થઈ જાવ તે લોકો આવતા હશે.પંક્તિ તું પણ રિતિકા ને તૈયાર કર.

પંક્તિ : હા મમ્મી

પંક્તિ ઉપર પોતાના રૂમમાં જાય છે અને રિતિકા ને ઊઠાડીને નાવા મોકલે છે.પોતે રિતિકા ના કપડા અને જ્વેલરી તૈયાર કરી રાખે છે.રિતિકા નાથને બહાર આવતા પંક્તિ એને તૈયાર કરવા લાગે છે.

પંક્તિ : દિ આ વખતે હા પાડી દેજો મમ્મી પપ્પા ચિંતા માં છે.

રિતિકા: ના હો .મારે મારા સપનાં પુરા કરવા છે.એક બેડરૂમમા હું મારુ જીવન ના ગુજારી શકું.મારે તો બોવ પૈસાદાર યુવાન સાથે લગ્ન કરવા છે.

પંક્તિ : પણ દિ મમ્મી પપ્પા વિશે પણ વિચારવુ પડે ને??

રિતિકા: તો શું પોતાના સપના પુરા નહીં કરવાના.

પંક્તિ: ના દી.

રિતિકા: તો??

પંક્તિ : શું સપના પરિવાર કરતા સંસ્કાર કરતા વધારે મોટા છે??

અચાનક મમતાબેન બંને બહેનો ને લેવા આવે છે.બને નીચે જાય છે અને નવીન અને એના પરિવાર ને મળે છે.થોડાક સમય પછી નવીન અને રિતિકા એકબીજા સાથે વાત કરવા ટેરેસ પર જાય છે.

નવીન : હું એમ બી એ કરેલો છું બેંકમાં નોકરી કરુ છુ. લગ્ન પછી તારે નોકરી નહીં કરવી પડે આમ પણ મારી પત્ની નોકરી કરે. એ મને પસંદ નથી.

રિતિકા: બીજુ કંઇ??

નવીન : હા તમે ઘરની બહાર નીકળી નહીં શકો કારણ વગર.મારા તરફથી હા છે તમારી તરફથી??

રિતિકા: હું મારો જવાબ નીચે બધા સામે આપીશ.

નવીન : ઓકે નીચે જઈએ?

રિતિકા : હા

નવીન અને રિતિકા નીચે આવે છે રિતિકા બધા સામે નવીન સાથે લગ્ન કરવા માટે ના પાડે છે અને એના વિશે ખરાબ બોલી એટલે નવીન અને એનો પરિવાર વાત કર્યા વગર જ જતો રહે છે.

ગગનભાઈ: આ શું કર્યું તે રિતિકા??

રિતિકા: પપ્પા એ બસ પોતાના ઘરે કામવાળી બાઈ લેવા આવ્યો હતો.

ગગનભાઈ : બસ‌ હવે બહુ થયું તમે બંને અત્યારે જ પોતાના બાયોડેટા વેબસાઇટ પર મુકો.

પંક્તિ : પણ પપ્પા??

ગગનભાઈ: બસ‌ હવે મારે કાંઈ જ નથી સાંભળવુ.

ગગનભાઈ પંક્તિ અને રિતિકા ના બાયોડેટા વેબસાઇટ પર મુકે છે.રિતિકા આ જોઈ ને ગુસ્સામાં પોતાના રૂમમાં જતી રહે છે.

###########(ક્રમશ)############

(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)

Thank you for reading...
Please comment like and share
Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan.....






ગગનભાઈ ગુસ્સામાં ઘરની બહાર જતા રહે છે.મમતાબેન નિરાશ થઈ સોફા પર બેસી જાય છે.રિતિકા ગુસ્સામાં આવીને પોતાના રૂમમાં જાય છે અને પંક્તિ એને મનાવવા પાછળ જાય છે.

પંક્તિ : દિ !! ગુસ્સો ના કરો મમ્મી પપ્પા જે કરશે તે યોગ્ય કરશે.

રિતિકા : ઓહો આવી મમ્મા પપ્પા ની ચમચી.પંક્તિ તારા કોઈ સપના નથી એટલે

પંક્તિ : દિ એવું નથી.

ત્યાં અચાનક રિતિકા ના ફોનમાં કોલ આવતા તે વાત કરે છે.

રિતિકા : પંક્તિ મારી કયુટ બહેના !! મારે બહાર જવાનું છે મમ્મી પપ્પા પુછે તો સંભાળી લેજે ને.

પંક્તિ : ના દી હું મમ્મી પપ્પા સામે જૂઠ્ઠું નહીં બોલું.

રિતિકા : પોતાની બહેન માટે પણ નહીં.

પંક્તિ : ના

રિતિકા: પ્લીઝ

પંક્તિ : ઓકે પણ તમે જલ્દી આવી જશો અને તમે ક્યાં જવાના છો??

રિતિકા: હા આવી જઈશ.ફોટોશુટ કરાવવા જાવ છું.

પંક્તિ : ના દી ફોટોશૂટ નહીં. ખબર છે ને મમ્મી પપ્પા ને નથી
ગમતુ અને પૈસા‌નુ ???

રિતિકા(પંક્તિના પૈસા લેતા): પૈસા તારા છે ને

પંક્તિ : ના દી એ પૈસા મે સંગીત કલાસ માટે રાખ્યા છે.

રિતિકા પંક્તિની વાત સાંભળીને ન સાંભળ્યું કરીને જતી રહે છે.પંક્તિ મમતાબેન ની મદદ કરાવવા રસોડામાં જાય છે.

મમતા બેન: પંક્તિ રિતિકા ક્યાં??

પંક્તિ : મમ્મી એ એમની ફ્રેન્ડ સાથે બહાર ગયા છે.

મમતા બેન: હે ભગવાન આ છોકરી નું શુ થશે?? રસોઈ નો ર પણ નથી આવડતો અને છોકરા રિજેકટ કરતી જાય છે.

પંક્તિ : મમ્મી જે થશે એ બધું સારું થશે.

મમતા બેન: હા દિકરી તું છે તો ચિંતા નથી મને ‌.

ગગનભાઈ ઘરમાં આવતા

ગગનભાઈ: શું પ્લાનિંગ ચાલે છે માં-દિકરી વચ્ચે??આમને પણ જણાવો.

પંક્તિ : કાંઈ નહીં પપ્પા તમારા માટે પાણી લઈ આવું.

મમતા બેન : હા મારી પરી.

પંક્તિ ગગનભાઈ માટે પાણી લઈ આવે છે.

ગગનભાઈ : અરે મારી પ્રિન્સેસ!! સોરી દીકુ સવારે તારા પર પણ ગુસ્સો થી ગયો.

પંક્તિ : ઓકે પાપા મને ખબર છે તમે ગુસ્સે હતા મને જરા પણ ખોટું નથી લાગ્યું.ચાલો મમ્મી હું જમવાનું કાઢું.

મમતા બેન : હા દિકરા (ગગનભાઈ ને) ખરેખર આપણે ખુબ નસીબદાર છીએ કે આપણા ધરે પંક્તિ જેવી લક્ષ્મી આવી.

ગગનભાઈ: હા એ વાત સાચી છે.રિતિકા ક્યાં ગઈ??

મમતા બેન: એ તેની મિત્ર સાથે બહાર ગઈ છે.

ગગનભાઈ: આ છોકરી ના શોખ જ પુરા નથી થતા.આ નક્કી મારું નામ ડુબાડવાની.

મમતા બેન: સારૂ સારૂ બોલો.

પંક્તિ : મમ્મી પપ્પા ચાલો જમી લો.

ગગનભાઈ અને મમતા બેન :હા દિકરા

ગગનભાઈ અને મમતા બેન પંક્તિ સાથે જમી લે છે.

###############################

આ બાજુ શાહ વિલામાં રાતના ભોજન પછી અંશ અને વિહાન માટે યોગ્ય જીવનસાથી શોધવા અંગે મંદાકિની શાહ પોતાની પુત્રવધુ નિહારિકા અને કાજલને વાત કરે છે.

મંદાકિની શાહ : નિહારિકા કાજલ !! પહેલા અંશ માટે છોકરી શોધો.

નિહારિકા: હા મમ્મી.

કાજલ : હા‌ મમ્મી.

મંદાકિની શાહ: નિહારિકા કાજલ!! યાદ રહે કે તે છોકરી અંશની જીવનસંગિની જ નહીં પણ શાહ ખાનદાન ની મોટી વહુ અને શાહ એમ્પાવર ની માલકિન હશે.મારો અંશ મર્યાદા પુરુષોત્તમ રામ છે જેના માટે સીતા જ આવશે.

કાજલ (મનમાં) : એ‌ જ !! તમારા રામ જેવા પૌત્ર ને રાવણ ના બનાવું તો મારું નામ કાજલ નહીં.(મોટે થી)
હા મમ્મી અંશ જેવું સંસ્કારી અને સમજદાર કોઈ જ નથી.

નિહારિકા: હા કાજલ

મંદાકિની શાહ: એટલે જ તો અંશ અમારું ગૌરવ છે માન સમ્માન છે મારો અંહકાર મારી ઓળખ.

અચાનક મહેક આવે છે છોકરીઓ ના ફોટા જોઇને ને કહ્યું કે

મહેક : દાદી અંશ ભાઈ માટે ભાભી શોધો છો??

મંદાકિની શાહ: હા દિકરા.

મહેક : દાદી હું સુચન કરુ??

નિહારિકા ને કાજલ: હા દિકરા બોલને

મંદાકિની શાહ : હા બોલ.

મહેક (ઉત્સાહ થી) : મમ્મી દાદી મેં આ વેબસાઈટ પરથી કેટલીક છોકરીઓ ના ફોટા લીધા છે જો દાદીને ગમે તો.

મંદાકિની શાહ : હા લાવ આપ તારી મમ્મી ને

મહેક ફોટા નિહારિકા ને આપે છે‌.નિહારિકા અને કાજલ ફોટામાંથી બે ફોટા પસંદ કરી મંદાકિની શાહ ને આપે છે.
મંદાકિની શાહ પહેલા બંને ફોટાને જોવે છે એક ફોટો માં તે છોકરી એ જિન્સ ટી-શર્ટ પહેરેલું હતુ અને બીજા ફોટા માં અનારકલી ડ્રેસ પહેરેલો હતો.મદાકિની શાહ અનારકલી ડ્રેસ વાળી છોકરી ની વિગત જાણવા માટે મહેકને કહે છે.
મહેક લેપટોપ લાવી ને વિગત જણાવે છે.

મહેક :દાદી એ છોકરી નું નામ રિતિકા છે પપ્પા નું નામ ગગનભાઈ પટેલ અને મમ્મી નું નામ મમતા બેન.બીકોમ કરેલું છે.

મંદાકિની શાહ : ક્યાં રહે છે??

મહેક : પટેલ પાકૅમા

મંદાકિની શાહ : સારૂ નંબર મને આપી દે અત્યારે નહીં કાલે વાત કરીશ હું ‌

મહેક : સારૂ દાદી ‌

#########(to be continue)##########

(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)

Thank you for reading...
Please comment like and share
Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan.....







ગગનભાઈ ગુસ્સામાં ઘરની બહાર જતા રહે છે.મમતાબેન નિરાશ થઈ સોફા પર બેસી જાય છે.રિતિકા ગુસ્સામાં આવીને પોતાના રૂમમાં જાય છે અને પંક્તિ એને મનાવવા પાછળ જાય છે.

પંક્તિ : દિ !! ગુસ્સો ના કરો મમ્મી પપ્પા જે કરશે તે યોગ્ય કરશે.

રિતિકા : ઓહો આવી મમ્મા પપ્પા ની ચમચી.પંક્તિ તારા કોઈ સપના નથી એટલે

પંક્તિ : દિ એવું નથી.

ત્યાં અચાનક રિતિકા ના ફોનમાં કોલ આવતા તે વાત કરે છે.

રિતિકા : પંક્તિ મારી કયુટ બહેના !! મારે બહાર જવાનું છે મમ્મી પપ્પા પુછે તો સંભાળી લેજે ને.

પંક્તિ : ના દી હું મમ્મી પપ્પા સામે જૂઠ્ઠું નહીં બોલું.

રિતિકા : પોતાની બહેન માટે પણ નહીં.

પંક્તિ : ના

રિતિકા: પ્લીઝ

પંક્તિ : ઓકે પણ તમે જલ્દી આવી જશો અને તમે ક્યાં જવાના છો??

રિતિકા: હા આવી જઈશ.ફોટોશુટ કરાવવા જાવ છું.

પંક્તિ : ના દી ફોટોશૂટ નહીં. ખબર છે ને મમ્મી પપ્પા ને નથી
ગમતુ અને પૈસા‌નુ ???

રિતિકા(પંક્તિના પૈસા લેતા): પૈસા તારા છે ને

પંક્તિ : ના દી એ પૈસા મે સંગીત કલાસ માટે રાખ્યા છે.

રિતિકા પંક્તિની વાત સાંભળીને ન સાંભળ્યું કરીને જતી રહે છે.પંક્તિ મમતાબેન ની મદદ કરાવવા રસોડામાં જાય છે.

મમતા બેન: પંક્તિ રિતિકા ક્યાં??

પંક્તિ : મમ્મી એ એમની ફ્રેન્ડ સાથે બહાર ગયા છે.

મમતા બેન: હે ભગવાન આ છોકરી નું શુ થશે?? રસોઈ નો ર પણ નથી આવડતો અને છોકરા રિજેકટ કરતી જાય છે.

પંક્તિ : મમ્મી જે થશે એ બધું સારું થશે.

મમતા બેન: હા દિકરી તું છે તો ચિંતા નથી મને ‌.

ગગનભાઈ ઘરમાં આવતા

ગગનભાઈ: શું પ્લાનિંગ ચાલે છે માં-દિકરી વચ્ચે??આમને પણ જણાવો.

પંક્તિ : કાંઈ નહીં પપ્પા તમારા માટે પાણી લઈ આવું.

મમતા બેન : હા મારી પરી.

પંક્તિ ગગનભાઈ માટે પાણી લઈ આવે છે.

ગગનભાઈ : અરે મારી પ્રિન્સેસ!! સોરી દીકુ સવારે તારા પર પણ ગુસ્સો થી ગયો.

પંક્તિ : ઓકે પાપા મને ખબર છે તમે ગુસ્સે હતા મને જરા પણ ખોટું નથી લાગ્યું.ચાલો મમ્મી હું જમવાનું કાઢું.

મમતા બેન : હા દિકરા (ગગનભાઈ ને) ખરેખર આપણે ખુબ નસીબદાર છીએ કે આપણા ધરે પંક્તિ જેવી લક્ષ્મી આવી.

ગગનભાઈ: હા એ વાત સાચી છે.રિતિકા ક્યાં ગઈ??

મમતા બેન: એ તેની મિત્ર સાથે બહાર ગઈ છે.

ગગનભાઈ: આ છોકરી ના શોખ જ પુરા નથી થતા.આ નક્કી મારું નામ ડુબાડવાની.

મમતા બેન: સારૂ સારૂ બોલો.

પંક્તિ : મમ્મી પપ્પા ચાલો જમી લો.

ગગનભાઈ અને મમતા બેન :હા દિકરા

ગગનભાઈ અને મમતા બેન પંક્તિ સાથે જમી લે છે.

###############################

આ બાજુ શાહ વિલામાં રાતના ભોજન પછી અંશ અને વિહાન માટે યોગ્ય જીવનસાથી શોધવા અંગે મંદાકિની શાહ પોતાની પુત્રવધુ નિહારિકા અને કાજલને વાત કરે છે.

મંદાકિની શાહ : નિહારિકા કાજલ !! પહેલા અંશ માટે છોકરી શોધો.

નિહારિકા: હા મમ્મી.

કાજલ : હા‌ મમ્મી.

મંદાકિની શાહ: નિહારિકા કાજલ!! યાદ રહે કે તે છોકરી અંશની જીવનસંગિની જ નહીં પણ શાહ ખાનદાન ની મોટી વહુ અને શાહ એમ્પાવર ની માલકિન હશે.મારો અંશ મર્યાદા પુરુષોત્તમ રામ છે જેના માટે સીતા જ આવશે.

કાજલ (મનમાં) : એ‌ જ !! તમારા રામ જેવા પૌત્ર ને રાવણ ના બનાવું તો મારું નામ કાજલ નહીં.(મોટે થી)
હા મમ્મી અંશ જેવું સંસ્કારી અને સમજદાર કોઈ જ નથી.

નિહારિકા: હા કાજલ

મંદાકિની શાહ: એટલે જ તો અંશ અમારું ગૌરવ છે માન સમ્માન છે મારો અંહકાર મારી ઓળખ.

અચાનક મહેક આવે છે છોકરીઓ ના ફોટા જોઇને ને કહ્યું કે

મહેક : દાદી અંશ ભાઈ માટે ભાભી શોધો છો??

મંદાકિની શાહ: હા દિકરા.

મહેક : દાદી હું સુચન કરુ??

નિહારિકા ને કાજલ: હા દિકરા બોલને

મંદાકિની શાહ : હા બોલ.

મહેક (ઉત્સાહ થી) : મમ્મી દાદી મેં આ વેબસાઈટ પરથી કેટલીક છોકરીઓ ના ફોટા લીધા છે જો દાદીને ગમે તો.

મંદાકિની શાહ : હા લાવ આપ તારી મમ્મી ને

મહેક ફોટા નિહારિકા ને આપે છે‌.નિહારિકા અને કાજલ ફોટામાંથી બે ફોટા પસંદ કરી મંદાકિની શાહ ને આપે છે.
મંદાકિની શાહ પહેલા બંને ફોટાને જોવે છે એક ફોટો માં તે છોકરી એ જિન્સ ટી-શર્ટ પહેરેલું હતુ અને બીજા ફોટા માં અનારકલી ડ્રેસ પહેરેલો હતો.મદાકિની શાહ અનારકલી ડ્રેસ વાળી છોકરી ની વિગત જાણવા માટે મહેકને કહે છે.
મહેક લેપટોપ લાવી ને વિગત જણાવે છે.

મહેક :દાદી એ છોકરી નું નામ રિતિકા છે પપ્પા નું નામ ગગનભાઈ પટેલ અને મમ્મી નું નામ મમતા બેન.બીકોમ કરેલું છે.

મંદાકિની શાહ : ક્યાં રહે છે??

મહેક : પટેલ પાકૅમા

મંદાકિની શાહ : સારૂ નંબર મને આપી દે અત્યારે નહીં કાલે વાત કરીશ હું ‌

મહેક : સારૂ દાદી ‌

#########(to be continue)##########

(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)

Thank you for reading...
Please comment like and share
Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan.....

મંદાકિની શાહ પોતાના રૂમમાં મા આંટાફેરા કરી રહ્યા છે.મહેકે આપેલ રિતિકા પટેલ નો ફોટો વારંવાર જોઈ રહ્યા છે અને વિચારે છે કે આ મારા ઘરની લક્ષ્મી બની શકશે??શું આ અંશને સમજી શકશે.અચાનક પોતાના વફાદાર સેવક ભૈરવ એમને બોલાવે છે.


ભૈરવ : દાદીમા !!તમે જે પરિવાર વિશે માહિતી કાઢવાનું કીધું હતું તે માહિતી આવી ગઈ છે.


મંદાકિની શાહ (રુઆબ સાથે) : હા બોલ ભૈરવ!શું તે પરિવાર આપણા લાયક છે??શું આપણા સંસ્કાર અને ગરિમાને યોગ્ય છે તે પરિવાર ??


ભૈરવ : જી બિલકુલ યોગ્ય છે


મંદાકિની શાહ :સારૂ નિહારિકા મેમને કહજે હું બોલાવું છું એમને.


ભૈરવ નિહારિકા ને બોલાવી જતો રહે છે.


નિહારિકા: માં તમે મને બોલાવી


મંદાકિની શાહ: હા‌ નિહારિકા વહુ તમે શાહ પરિવાર ના મોટા વહુ અને અંશના માતા છો એટલે પટેલ પરિવાર ને જાણ કરો કે અમે કાલે તેમની દિકરીને જોવા આવ્યે છીએ.


નિહારિકા: હા‌‌ માં.


નિહારિકા મંદાકિની શાહ ની રજા લઈ જાય છે.નિહારિકા પટેલ પરિવાર ને ફોન કરીને જાણ કરી દે છે.


(શાહ ડાયમંડ એમ્પાવર વિહાન ની ઓફિસ)


વિહાન (ગુસ્સામાં) : તમને કેટલી વાર કિધુ છે કે શાહ ડાયમંડને એડવાઈમેનટ માટે નવા ચહેરા અને નવા વિચારો ની જરૂર છે.


મેનેજર : પણ સર આ અમદાવાદ અને મુંબઈ ની ટોપ મોડેલ છે.


વિહાન:પણ મને આમાં થી કોઈ પસંદ ના આવ્યું.


મેનેજર: સર થોડાક સમય આપો હું નવા ચહેરા લઈને આવતીકાલે આવીશ જે તમને ખુબ ગમશે.


અચાનક અંશ વિહાન અને મેનેજરની વાત સાંભળતા વિહાનની ઓફિસ મા આવે છે.હમેશા હસતો મસ્તીખોર વિહાન કોઈ ના પર ગુસ્સો કરે એ વાત એને આશ્ચર્ય પમાડે તેવી હતી.


અંશ (ઓફિસ મા આવતા): કુલ ડાઉન બો !શું થયું??કેમ મારો ભાઈ ધ વિહાન શાહ ગુસ્સામાં છે આજે??


વિહાન : કાંઈ જ નહીં ભાઈ


અંશ : હવે ભાઈથી પણ છુપાવવાનું ધીસ ઈસ નોટ ફેર


વિહાન : ઓકે ભાઈ કવ છુ


અંશ : ગુડ બોય


વિહાન :I am love with someone


અંશ :What!!કોણ છે તે લકી ગલૅ??જેને મારા ભાઈ નું દિલ જીતી લીધું??


વિહાન: નામ નથી ખબર બસ‌ થોડાક દિવસ પહેલા જ્યારે હું મહેકને ડાન્સ ક્લાસ પર મુકવા ગયો ત્યારે તેની સાથે અથડાયો.ભાઈ શું બ્યુટી ક્વીન હતી તે!!


❤️❤️તારી આંખ જાણે કોઈ રહસ્ય ની જાળ..

ચહેરો જાણે નિદોષ માસુમિયત ની મુરત..


આંખનુ કાજલ જાણે વાદળો નું યુધ્ધ...

મુસ્કાન એવી જાણે સરકતી એક નદી..


એક ઝલક પામવા તરસે એવી આંખ..

ગુલાબ ની પાંખડી જેવા હોઠ..


કોઈ અપ્સરા જેવા હાથ..

જાણે મારા માટે જ બનાવી ભગવાને..❤️❤️


અંશ : ઓહો મારો ભાઈ શાયર બની ગયો છે ને કાંઈ !!


વિહાન: પણ ભાઈ આ છોકરી મને હવે કયારે મળશે??


અંશ : બોવ જલદી ‌.


વિહાન: I hope


અંશ : હા પણ મને વિશ્વાસ નહીં થતો કે તને પ્રેમ થયો છે??


વિહાન: હા ભાઈ પણ મારે તમારી એક મદદ જોઇએ છે


અંશ :હા બોલ


વિહાન : ભાઈ તમને ખબર છે કે દાદીને લવ મેરેજ નથી ગમતા


અંશ : તું દાદી ની ચિંતા ના કર બધું ઠીક થઈ જશે.


વિહાન: હા‌ ભાઈ.


બંને કામ પતાવી ઘરે જાય છે.મંદાકિની શાહ પરિવાર ને કાલે અંશ માટે છોકરી જોવા જવાનું છે તેમ કહે છે.ના પાડવાનો સવાલ જ નહોતો કારણકે મંદાકિની શાહ ની આજ્ઞાનું પાલન બધાને ફરજિયાત કરવું પડતું.


########(પટેલ પાકૅ પટેલ પરિવાર)


ગગનભાઈ : રિતિકા તને કાલે શાહ ડાયમંડ ના માલિક મંદાકિની શાહ ને તેમનો પરિવાર મળવા આવવાનો છે તૈયાર રહેજે.


રિતિકા: હા‌ પપ્પા.


મમતા બેન: કેમ આવી રહ્યા છે તે લોકો??


ગગનભાઈ: એમના પૌત્ર અંશ શાહ માટે


મમતા બેન: સારૂ તૈયારી થઈ જશે


પંક્તિ: હા મમ્મી તમે ચિંતા ના કરો હુ બધું સંભાળી લઈશ.


ગગનભાઈ અને મમતા બેન: હા દિકરા


############(ક્રમશઃ)############


(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)


Thank you for reading...

Please comment like and share

Read ek navi disha and adyay-2...

Communt who is wife of ansh and vishan.....







મંદાકિની શાહ પોતાના પરિવાર ને લઈને પટેલ પરિવાર ના ઘરે જાય છે.વિહાનને કાંઈક કામ આવી જતાં તે આવતો નથી.ગગનભાઈ અને મમતા બેન શાહ પરિવાર નુ ભાવભીનું સ્વાગત કરે છે.

ગગનભાઈ: જયશ્રી કૃષ્ણ!! તમારા પગલાં આ ઘરમાં મારું ઘર પવિત્ર થઈ ગયું.

મમતા બેન: જયશ્રી કૃષ્ણ

મંદાકિની શાહ: જયશ્રી કૃષ્ણ!! આ મારા દિકરા વહુ અવિનાશ ને નિહારિકા

ગગનભાઈ અને મમતા બેન અવિનાશ ને નિહારિકા ને જયશ્રી કૃષ્ણ કહે છે અને આવકાર આપે છે.

અવિનાશ ભાઈ: નમસ્કાર!!

ગગનભાઈ: નમસ્કાર

મમતા બેન: જયશ્રી કૃષ્ણ

નિહારિકા: જયશ્રી કૃષ્ણ

મમતા બેન : આવો પધારો

મંદાકિની શાહ પોતાના પરિવાર સાથે આવે છે અને બંને પરિવાર ઔપચારિક વાતો કરે છે.બને પરિવાર ધીમે ધીમે ધનિષ્ઠ સંવાદ સાથે છે.

મંદાકિની શાહ : ગગનભાઈ અમે અહિયાં એક પ્રસ્તાવ લઈને આવ્યા છીએ.

ગગનભાઈ : જી કહો

મંદાકિની શાહ : અમારા મોટા પૌત્ર અંશ માટે તમારી મોટી દિકરી રિતિકા નો હાથ માગવા આવ્યા છીએ.(ગર્વ સાથે) તમારી દિકરી રિતિકા શાહ પરિવાર ની મોટી વહુ બનશે અને કરોડો ના શાહ ડાયમંડ ની માલકિન ‌.

ગગનભાઈ મમતા બેન સામે જોવે છે કે ઈશારામાં શું કહું એમ પુછે છે.મમતા બેન ઈશારા થી હા પાડી દેજો એમ કહે છે. મમતા બેન રિતિકાને તૈયાર કરવા માટે પંક્તિ ને કહે છે.

ગગનભાઈ : પણ‌ હું આપના હેસિયત મુજબ લગ્ન નહીં કરી શકું કારણ કે મારી નાની દિકરી પંક્તિ ના લગ્ન પણ બાકી છે.

અવિનાશ ભાઈ : કાંઈજ વાંધો નહીં તમે ચિંતા ના કરો લગ્ન નો ખર્ચ અમે કરીશું

ગગનભાઈ : ના ના મારા કહેવાનો અર્થ એ નથી પણ મારી હેસિયત મુજબ હું લગ્ન કરીશ.

મંદાકિની શાહ : જેવી આપની ઇરછા.અમારે બસ સંસ્કારી અને સમજદાર છોકરી જોયે છે.

ગગનભાઈ : પણ હું આપના જેવો અમીર નથી પણ મારી દિકરી મારું ગૌરવ છે.

મમતા બેન : હા

મંદાકિની શાહ : અમે જોઈ શકયે રિતિકા

મમતા બેન : હા‌ જરુર હવે એ‌ આપની જ અમાનત છે હવે

મમતા બેન જાય છે અને પંક્તિ મમતા બેન રિતિકા ને લઈને આવે છે.ગુલાબી ગાલ , અણિયાળી આંખો,સુંદર ચહેરો, પાંપણ ઝુકાવેલી નજરો માં કાજલ , પાતળા ગુલાબી હોઠ,ડાકૅ બ્લ્યુ સલવારમા રિતિકા ખુબ મોહક લાગી રહી હોય છે.રિતિકા આવીને બધાને પગે લાગે છે અને મંદાકિની શાહ એને થોડાક પ્રશ્ર્નો પૂછ્યા.આવડા મોટા પરિવાર ની વહુ બનીશ એ વિચારથી રિતિકા મનોમન અંશને પોતાનો જીવનસાથી માની લે છે.થોડાક સમય પછી નિહારિકા અંશ અને રિતિકા ને વાત કરવા બીજા રુમમાં લઈ જાય છે.અંશ રિતિકા ને થોડાક પ્રશ્ર્નો પૂછ્યા અને બંને વાતચીત કરી અંશ બહાર આવે છે અને મમતા બેન અને ગગનભાઈ અંદર જાય છે.

મમતા બેન અને ગગનભાઈ : દિકરા કેમ લાગ્યું??

રિતિકા પાંપણ ઢાળી ને શરમાઈને મંજુરી આપી દે છે.આ બાજુ મંદાકિની શાહ પોતાના પૌત્ર અંશ ને પુછે છે.

મંદાકિની શાહ : દિકરા કેવી લાગી રિતિકા??

નિહારિકા: મને બહુ ગમી કેટલી સુંદર છે.

અંશ : જેમ તમને ઠિક લાગે તેમ દાદીમા

મંદાકિની શાહ: હા મારો પૌત્ર અંશ મારી વાત ના માને એવું ના બને.

અંશ : હા દાદીમા

ગગનભાઈ અને મમતા બેન બહાર આવીને

ગગનભાઈ: જી અમારી તરફથી હા છે.

મંદાકિની શાહ : અમારી પણ મંજુરી છે.

ગગનભાઈ: મમતા બધાનું મોઢુ મીઠું કરાવો.

મમતા બેન : હા‌ જરુર

મંદાકિની શાહ : અમે અત્યારે જ સગાઇ કરવા માંગ્યે છીએ.

ગગનભાઈ: જી જરૂર અમને કોઈ સમસ્યા નથી.

મમતા બેન : પંક્તિ દિકરા મીઠાઈ લઈ આવ

પંક્તિ મીઠાઈ લઈ આવે છે ને મંદાકિની શાહ ના પરિવાર ના સભ્યો ને પગે લાગે છે અને બધાને આપવા લાગે છે.

ગગનભાઈ: આ અમારી નાની દિકરી પંક્તિ

નિહારિકા: ખુબ સરસ

પંક્તિ ની નજર અંશ તરફ જતા પંક્તિ શોક થઈ જાય છે અને મનમાં હે ભગવાન આ શુ !! હું જેને એકતરફી પ્રેમ કરું છું તે જ મારી રિતિકા દી ના પતિ !!! હવે શું કરું હું??

#############(ક્રમશ)#############

(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)

Thank you for reading...
Please comment like and share ...

Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan.....








પંક્તિ અચાનક જ અંશને જોતા પોતે અઠવાડિયા પહેલાંના ભુતકાળમાં જતી રહે છે.ભુતકાળ એ‌ માણસની યાદો નો‌ પટારો છે જે કોઈ ના‌ આવવાથી અચાનક ખુલી જાય છે.એકતરફી પ્રેમ માં વ્યક્તિ ને ના ઈનકાર નો ડર ના કોઈ અપેક્ષા નો ડર.

❤️❤️💕💕

પ્રેમ નો એહસાસ છે તુ‌‌..
મારા જીવનની આશ છે તુ..

લાગણી ની માયાજાળ છે તુ..
સવારનો ઉગતો સુરજ છે તું..

શુ કહુ હુ તને મારા શ્ર્વાસ..
મારા અધુરા જીવનો એહસાસ છે તુ..

💕💕💕💕

(અઠવાડિયા પહેલાં)

પોતે રિતિકા સાથે ફોટોગ્રાફર ને મળવા ગઈ હતી ત્યારે અચાનક અંશ સાથે અથડાય હતી અને પંક્તિ નો દુપટ્ટો અંશના ચહેરા પર પડ્યો હતો.

પંક્તિ: હલ્લો ઓ ! મારો દૂપટો!!!

અંશ : સો સોરી તમારો દુપટ્ટો આ રહ્યો

પંક્તિ:થેનક યુ

અંશ:વેલકમ

પંક્તિ: અરે મારી ચંપલ!!

અંશ (પંક્તિ ના ચંપલ તરફ જોતા): ઓહ તુટી ગઈ.

પંક્તિ: હા

અંશ : લાવો હું ઠિક કરી આપુ.

પંક્તિ: ઓકે

પંક્તિ ઘરે આવીને કેટલી ખુશ થઈ ગઈ હતી પોતે મનોમન અંશને એકતરફી પ્રેમમાં પાગલ થઈ રહી હતી.પોતાની સિક્રેટ ડાયરીમાં અંશ અને તેની મૂલાકાત આલેખી હતી.અંશ એને પહેલી નજરે જ ગમી ગયો હતો અને પોતાના જીવનસાથી તરીકે માની લીધો હતો પણ અચાનક અંશ અને રિતિકા સાથે જોતા પંકિત ડધાઈ જાય છે જાણે એના દિલ પર કોઈ વજનદાર પત્થર મુકી દીધો છે.અંશ પંક્તિ ને જોઈ ને આશ્ચર્ય પામે છે ત્યારે મમતા બેન પંક્તિ ને બોલાવતા અંશ રિતિકા ની બહેન છે એ વિશે જાણે છે.રિતિકા ખુબ જ ખુશ હોય છે કારણ કે એને બસ અમીર વ્યક્તિ જોયતો હતો.અંશ જવાબદારી અને મંદાકિની શાહ ની ઈજ્જત ના કારણે હા પાડી રહ્યો છે જ્યારે પંક્તિ પોતાની વહાલસોયી બહેનની ખુશી માટે પોતાના પ્રેમને બીજાને સોપવા તૈયાર થઈ જાય છે.

નિહારિકા રિતિકા ની સગાઇ ની વિધિ કરે છે અને મમતા બેન અંશની વિધિ કરે છે ત્યાં પછી અંશ અને રિતિકા સાથે બધાના આશીર્વાદ લે છે.બધા એકબીજા ને ગળ્યું મોઢું કરાવે છે.મમતાબેન અને ગગનભાઈ ખુબ ખુશ થાય છે કે એમની દિકરી ને આટલો સારો પરિવાર અને અંશ જેવો જીવનસાથી મળ્યો હતો.અચાનક પંક્તિ પોતાના રૂમમાં જતી રહે છે.પોતાની સિક્રેટ ડાયરીમાં અંશ ની યાદો ફાડી નાખે છે અને બાથરૂમ માં જતી રહે છે.અંશની બહેન મહેક પંક્તિ ને બોલાવવા આવે છે અને ડાયરીના ફાટેલા પેજ જોવે છે.મહેક વિચારે છે કે આ પેજ‌ પંક્તિ એ કોના માટે લખ્યા હશે એક પેજ પોતાની પાસે રાખી લે છે અને નિહારિકા બોલાવવા આવતા તેની સાથે જતી રહે છે.

મંદાકિની શાહ રિતિકા ને આશીર્વાદ આપી પોતાના પરિવાર સાથે શાહ પેલેસ જવા નીકળે છે.મમતાબેન અને ગગનભાઈ ભાવભીની વિદાય આપે છે પંદર દિવસ માં જ લગ્ન હોવાથી બધી વિધિ ટુંકમાં જ રાખવામાં આવી હોય છે.બને પરિવાર મા ખુશીનો માહોલ છવાઇ જાય છે.
ગગનભાઈ અને મમતા બેન લગ્ન ની તૈયારી કરવા લાગે છે.આખુ અમદાવાદ શહેરમાં એક નવી રોનક ઉમેરાય છે
શેર બજાર માં પણ આ વાત આગની જેમ પ્રસરી જાય છે.દરેક ન્યુઝ ચેનલ પર અને પેપર પર અંશ અને રિતિકા ના ફોટા જોવા મળે છે.આખુ શહેર અંશ અને રિતિકા ના લગ્ન ની રાહ જોય રહ્યું છે અને હોય પણ કેમ નહીં મંદાકિની શાહ ના પૌત્ર અંશ ના લગ્ન છે.શાહ પેલેસને દુલ્હન ની જેમ શણગારવામાં આવ્યું છે.ધીમે ધીમે દિવસો જતા ગણેશ પૂજન, હલ્દી વગેરે રસમો આવવા લાગે છે.

આજે મહેંદી ની રસમ છે સવાર થી જ ગગનભાઈ અને મમતા બેન તૈયારી મા લાગ્યા છે.રિતિકાને પંકિત તૈયાર કરી આપે છે.નિહારિકા અને કાજલ મહેક સાથે મહેંદી લઈને આપવા આવે છે કાજલ એક અલગ જ સ્માઈલ કરે છે રિતિકા સામે..

#############(ક્રમશ)#############

(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)

Thank you for reading...
Please comment like and share ...

Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan.....


રિતિકા અને અંશના લગ્ન ની મહેંદી નો પ્રસંગ છે બધા ખુબ જ ખુશ છે.રિતિકા ખુબ સરસ તૈયાર થઈ નીચે આવે છે.નિહારિકા અને કાજલ મહેક સાથે મહેંદી લઈને આવે છે અને રિતિકા ને મહેંદી મુકવામાં આવે છે.ગગનભાઈ અને મમતા બેન ખુબ જ ખુશ છે.અચાનક રિતિકા ને ફોન આવતા જ તે વાત કરવા ઉપર જાય છે.
રિતિકા ઉપર જતા.

રિતિકા: હલ્લો નિયાન!! યાર તે દિવસે તો મારા લગ્ન છે તે દિવસે હુ કેવી રીતે આવી શકુ?

નિયાન : પ્લીઝ

રિતિકા: ના

નિયાન: તારા કરિયરનો સવાલ છે

રિતિકા: વિચારીને કહીશ.

નિયાન : વિચારવાનો સમય નથી.કાલે જ લગ્ન અને મિસ.બયુટી કોનસટૅ છે.

રિતિકા: ઓહ

નિયાન : જો રિતિકા મારી કહેવાની ફરજ છે નિર્ણય તારો છે હુ બસ‌ એટલુ જ કહીશ કે તુ એક સુપરસ્ટાર બની શકીશ આ સ્પર્ધામાં તુ જ જીતીશ.

રિતિકા: સારૂ હું આવીશ‌.

નિયાન : ગુડ .

રિતિકા: બાય

નિયાન : બાય

થોડી વાર‌ પછી નિયાન કાજલને ફોન કરે છે.

કાજલ : હલ્લો

નિયાન: મેડમ રિતિકા માની ગઈ.

કાજલ: ગુડ તે લગ્ન ના દિવસે મંડપ સુધી ના આવી જોઈએ.

નિયાન: જી મેડમ આપ ચિંતા ના કરો.

કાજલ : બાય

નિયાન : બાય

નિયાન સાથે વાત કર્યા પછી કાજલ ઉંડા વિચારમાં પડી જાય છે કે રિતિકા તે દિવસે લગ્ન ના મંડપ સુધી ના પહોચે તો મંદાકિની શાહ ની ઈજ્જત ના ધજાગરા ઉડે અને આ વાત થી નારાજ થઈ મંદાકિની શાહ અંશને બદલે વિહાનને CEO બનાવે.શુ કાજલનો આ પ્લાન કામ કરશે??શુ રિતિકા ના લગ્ન અંશ સાથે થશે? જો હા તો કેવી રીતે?જો ના તો શુ થશે??

રિતિકા નીચે આવી જાય છે અને પંક્તિ ગાયને ડાન્સ શરું કરે છે.ગગનભાઈ બહાર કાંઈક કામ થી બહાર ગયા હોવાથી લગ્ન ની શરત જે મંદાકિની શાહ એ ગગનભાઈ સામે મુકી હતી કે લગ્નમાં ડાન્સ કે ગીત-સંગીત નહીં થાય એ વિસરાય જાય છે ‌.કાજલ મંદાકિની શાહ ને મહેંદી ના પ્રસંગ ના સ્થળ પર બોલાવે છે.મંદાકિની શાહ ગુસ્સા અને અભિમાન સાથે આવે છે અને પંક્તિ ના ગાલ પર એક તમાચો મારી ને બધુ અટકાવી દે છે.વાતાવરણ ગંભીર બની જાય છે.અચાનક ગગનભાઈ આવે છે.

મંદાકિની શાહ : એય છોકરી તારી આ હીંમત!! હવે આ લગ્ન નહીં થાય કાલે કોઈ જાન નહીં આવે અહિયાં

પંક્તિ (મંદાકિની શાહ ના પગે પડીને): મને માફ કરો

મંદાકિની શાહ : માફી અને એ પણ તને ક્યારેય નહીં.આખુ અમદાવાદ જાણે છે કે મંદાકિની શાહ ગાનાર અને નાચનાર ને કેટલી નફરત કરે છે.

ગગનભાઈ વચ્ચે આવી માફી માંગે છે.

ગગનભાઈ: માફ કરો એને.હવે આ ભુલ નહીં થાય માફ કરો

મમતાબેન: માફ કરો

પંક્તિ : માફ કરો હવે આ ભૂલ નહીં થાય.

રિતિકા : હા દાદીમા નથી મને ગાવાનું ગમતુ કે નથી નાચવાનું

ગગનભાઈ: હા એક ની સજા બીજા ને ન આપો.માફ કરો.

ગગનભાઈ પોતાની પાઘડી મંદાકિની શાહ ના પગમાં મુકે છે અને માફી માગે છે . કરુણા ભયું દશ્ય સજાય છે.

મંદાકિની શાહ: સારુ પણ મારી એક શરત છે

ગગનભાઈ અને મમતા બેન: શુ ?? આપ જણાવો..

મંદાકિની શાહ : આપની નાની દિકરી પંક્તિ કાલે ના તો મંડપની આસપાસ હોવી જોઈએ ના તો લગ્નની કોઈ વિધિમાં.

ગગનભાઈ એક નજર પંક્તિ પર નાખે છે પંક્તિ ઈશારાથી હા પાડી દેવા કહે છે.

ગગનભાઈ: હા‌ મજુર છે અમને..

#############(ક્રમશ)#############

(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)

Thank you for reading...
Please comment like and share ...

Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan.....


આજે અમદાવાદમાં મંદાકિની શાહ ના પૌત્ર અંશ ના લગ્ન છે.આખા શહેરમાં બસ‌ એક જ સમાચાર આપવામાં આવે છે.દરેક ન્યુઝ ચેનલ પર અંશ અને રિતિકા ના લગ્ન નુ લાઈવ પ્રસારણ થવાનુ હોય છે.સવારથી જ બધા તૈયારી મા લાગ્યા હતા.ભકિત ફામૅમા આજે લગ્ન થવાનાં હતા.સવારથી જ બંને પરિવાર મા ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.બધા ખુબ જ ખુશ હોય છે.અવિનાશભાઈ અને નિહારિકા બેન એમના પુત્ર અંશના લગ્ન ની ખુશી મનાવતા હતા.મંદાકિની શાહ મીડિયા અને સગા સંબંધી મા‌ અભિમાન સાથે બેઠા હતા.મંદાકિની શાહ નુ અભિમાન એમનો પૌત્ર અંશ ના લગ્ન હતાં.અંશના રુમમાં મહેક અને વિહાન અંશને ખિજવતા તૈયાર કરી રહ્યા હોય છે.

વિહાન : મહેક હવે ભાઈ પરાયા થય જશે હેને??😂😂

મહેક : હા‌ ભાઈ. 😂😂

❤️❤️

છોટે છોટે ભઈઓ કે બડે ભયા..
આજ બનેગે કિસીકે સયા..

❤️❤️

વિહાન : 😂😂

અંશ : શુ તમે બંને પણ 😒😒

મહેક અને અંશ :😂😂

અંશ : હા‌ મારા માટે રિતિકા સ્પેશિયલ છે પણ તમે બધા વધારે ખાસ છો.❤️

મહેક : હા‌‌ ભાઈ લવ યુ 😘😘

વિહાન : લવ યુ 😘😘

અંશ : લવ યુ ટુ 🤗🤗😘

મહેક : ભાઈ ભાભી ને હનીમૂન માટે કયા લઈ જવાના??🤔🤔

વિહાન : પેરિસ😍😍

મહેક : નાઈસ ચોઈસ👌👌

અંશ : જો બને શરુ થઇ ગયા.😒😏

મહેક અને વિહાન: 😂😂

અંશ : વિહાન હવે તારો‌ જ વારો છે.હુ આવુ જ કરીશ 😅

વિહાન : ઓલ ધ બેસ્ટ 😆😆

અચાનક નિહારિકા અંશને લેવા આવે છે અને આ બધાની વાત સાંભળે છે.

નિહારિકા: તમે શુ મારા દિકરા ને હેરાન કરો છો??😒

અંશ : સારુ થયુ મોમ તમે આવી ગયા આ બંને કયારના મને હેરાન કરે છે.🙄🙄

નિહારિકા: હા તો શુ વિચારે છે તુ રિતિકા વિશે??😂😂

અંશ : શુ મોમ તમે પણ 🙄🙄😏😔

નિહારિકા,મહેક અને વિહાન: 😂😂😆

નિહારિકા: સારૂ બોવ થય મસ્તી હવે જઈએ??

મહેક : હા ચાલો ચાલો 😍

વિહાન : આર યુ રેડી ભાઈ??☺️

અંશ : યેસ.😀

અંશ નીચે આવે છે અને મહેક એને ચાંદલો કરે છે અને અંશ બધા મોટા ના આશીર્વાદ લે છે.બધા નીચે આવતા જ જાન નીકળી જાય છે માંડવે જવા માટે નીકળે છે.સુરમધુર ગીતો ગાય ને જાન નીકળી જાય છે.બેકગાઉન મા ગીત વાગી રહ્યું છે.

💤💤💤💤💤🎉🎉🎉

" લીલી દ્રાક્ષ છાંયા મા વીરનો માંડવો...
વીરા પુછે દાદાને દાદા ...
આનંદ શુ છે આપણે આંગણે...

લીલી દ્રાક્ષ છાંયા...

દિકરા તુજને પરણાવુ..
રુડા માંડવડા રોપાવુ..
આજે આનંદ ઈ છે આપણે આંગણે..

લીલી દ્રાક્ષ છાંયા...

વીરા પુછે કાકાને કાકા ...
આનંદ શુ છે આપણે આંગણે...

લીલી દ્રાક્ષ છાંયા...

ભત્રીજ તુજને પરણાવુ..
રુડી જાનુ જોડાવુ...
આજે આનંદ ઈ છે આપણે આંગણે..

લીલી દ્રાક્ષ છાંયા...

વીરા પુછે મામાને મામા...
આનંદ શુ છે આપણે આંગણે...

લીલી દ્રાક્ષ છાંયા...

ભાણેજ તુજને પરણાવુ..
રુડા મામેરા ભરાવુ...
આજે આનંદ ઈ છે આપણે આંગણે..

લીલી દ્રાક્ષ છાંયા....

🎉🎉🎉💤💤💤💤💤💤💤
###############################

આ બાજુ ગગનભાઈ અને મમતા બેન ખુબ જ ખુશ હોય છે અને જાન આવવા ની રાહ જોવા લાગે છે.ગગનભાઈ અને મમતા બેન રિતિકા ના નાનપણ ને યાદ કરી રહ્યા હતા.પાલૅર વાળી રિતિકા ને ખુબ સરસ તૈયાર કરી જતી રહે છે.લાલ અને વ્હાઈટ ચણીયાચોળી માં રિતિકા ખુબ જ સુંદર લાગી રહી છે.લાલ વ્હાઈટ ચણીયાચોળી,ચહેરા પર આછો મેકઅપ, માથામાં ટિકો, ગળામાં સુંદર કુંદનના ઘરેણાં, મહેંદી ભરેલ હાથ માં લાલ ચૂડો , પગમાં ઝાંઝર,માથા પર અંશના નામની ચુંદડી.રિતિકા ખરેખર ખુબ જ સુંદર લાગી રહી હતી.ગગનભાઈ અને મમતા બેન રિતિકા ને આશીર્વાદ આપે છે અને બહાર જતા રહે છે.રિતિકા પંક્તિ ને ફોન કરી બોલાવે છે.

પંક્તિ: હા બોલો દિ જલદી કોઈ જોય જાય એ પહેલાં તમને ખબર છે ને કે દાદીમા ની શરત??😨😨

રિતિકા : હા‌ તુ મારી જગ્યા એ બે કલાક માટે બેસી જા

પંક્તિ: વોટ !!! ના દિ જરાય નહીં ‌.😱😱😨

રિતિકા: પ્લીઝ મારી બહેન 🙏🙏

પંક્તિ: એવું તો શુ કામ છે જે લગ્ન થી પણ વધારે મહત્વ નુ છે???

રિતિકા : મિસ.બયુટી ક્વીન સ્પધૉ!!!

પંક્તિ: વોટ!! ના ના દિ આ ખોટુ છે મમ્મી પપ્પા અને દાદીમા ને ખબર પડશે તો શુ થશે???😨😨😨😱

પંક્તિ: ના દિ દાદીમા એ મને આવવાની પણ ના પાડી છે અને તમે કહો છો કે હુ દુલ્હન ના વેશમાં અહિયા બેસૂ!!

રિતિકા (હાથ માં ચાકુ લઈને): જો તું નહીં કરે તો હું સુસાઈડ કરીશ . પંક્તિ તારે બસ‌ અહિયા કલાક પુરતૂ બેસવાનું છે.

પંક્તિ: દિ પ્લીઝ 🙏🙏

રિતિકા: હુ ત્રણ ગણીશ તુ જવાબ આપ મારા કરિયરનો સવાલ છે.

પંક્તિ: ના દિ!!હુ આવુ નહીં કરું

રિતિકા: એક

પંક્તિ: દિ પ્લીઝ આ વાત અહી જ‌‌ ભુલી જાવ 🙏🙏🙏😭😭😭

રિતિકા: બે!!

############(ક્રમશ)###############

(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)

Thank you for reading...
Please comment like and share ...

Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan.....





રિતિકા: ત્રણ!!


પંક્તિ: હુ કરીશ દી.


રિતિકા: સારૂ ચાલ જલ્દી જલ્દી મારા કપડા પહેરી અહિયા બેસી જા.


પંક્તિ: હા દિ તમે જલ્દી આવજો.


રિતિકા: પંક્તિ તુ ખાલી કલાક માટે જ દુલ્હન બની છે.હુ કલાક મા‌ પાછી આવી જઈશ.


પંક્તિ: સારુ દિ


રિતિકા: બાય


પંક્તિ: બાય


રિતિકા જતી રહે છે અને ઝડપથી સ્થળ પર પહોંચી જાય છે નિયાન કાજલ ને રિતિકા અહિયા છે એવો sms મોકલી આપે છે.કાજલ આ મેસેજ જોઈ ને અકળ હાસ્ય કરે છે.આ બાજુ મંદાકિની શાહ જાન લઈને આવી જાય છે.વિવિધ રંગબેરંગી ફૂલોથી આખુ ફામૅ શણગારેલુ હોય છે જાણે કોઈ રાજાની સભા હોય એવી રીતે.. મંદાકિની શાહ મીડિયા સામે અંશની સાથે પોતાના પરિવાર ના ફોટા પડાવે છે અને ત્યાર પછી મમતા બેન અંશની આરતી ઉતારી સ્વાગત કરે છે.અંશ મંડપમાં બેસે છે અને પંડિત વિધી શરુ કરે છે.રિતિકા ત્યાં જાય છે અને નિયાન ત્યાં તેનુ અપમાન કરે છે બધા વચ્ચે.રિતિકા એક જુઠ્ઠા નો ભોગ બને છે એવું લાગતા તે પાછી ફામૅ પર જવા નીકળે છે. પણ અચાનક નિયાન રિતિકા ની સામે આવી જાય છે અને એનો હાથ પકડી લે છે.


રિતિકા: છોડ મારો હાથ


નિયાન : અરે મારી જાન કયા જવુ છે હજી‌ બ્યુટી ક્વીન નથી બનવું.


રિતિકા: છોડી દે મારા લગ્ન છે આજે પ્લીઝ મને જવા દે


નિયાન : એમ એ તો તારે મને થપ્પડ મારતા પહેલા વિચારવુ જોઈએ


રિતિકા: તને બદલો લેવા આ જ દિવસ મળ્યો


નિયાન : હા તને પણ ખબર પડે ને કે નિયાન મહેતા ને મારવાની સજા શુ હોય.


નિયાન રિતિકા ના મોઢા પર બેહોશી કરવાની દવા વાળો રૂમાલ સુંઘડી દે છે જેથી રિતિકા બેભાન થઈ ગઈ નિયાન એને એક રુમમાં પુરી દે છે.


બીજી બાજુ કન્યાના મંડપમાં આવવાનો સમય થતા ગગનભાઈ અને મમતા બેન રિતિકા ને લેવા જાર છે પણ ઘુંઘટ ખોલતા રિતિકા ને બદલે પંક્તિ ને જોતા બંને ખુબ ચિંતા માં આવી જાય છે.


મમતા બેન: પંક્તિ તુ!!!😨😨😨


ગગનભાઈ:😱😱


પંક્તિ:😭😭😭😭🙏🙏🙏


મમતા બેન: રડ નહીં પણ રિતિકા ક્યાં છે???😶


ગગનભાઈ: હા રિતિકા ક્યાં છે?તું અહિયા શુ કરે છે? મંદાકિની શાહ તને જોઈ જશે તો લગ્ન અટકાવી દેશે.


મમતા બેન: હા દિકરા


પંક્તિ (રડતા રડતા): રિતિકા દિ બ્યુટી ક્વીન સ્પધૉ માટે ગયા છે.😭😭😭


મમતા બેન: હે ભગવાન😨😨😭😭


ગગનભાઈ: આ છોકરી મારુ નામ ડુબાડશે.😤😤(ગગનભાઈ રિતિકા ને ફોન કર્યો પણ સ્વીચ ઓફ હતો)


મમતા બેન: પંક્તિ તુ નાની છોકરી છે કે એ કહે એમ કરયૉ કરે સારા ખરાબ ની સમજ નથી 😡😡😡


ગગનભાઈ: ફોન પણ નથી ઉપાડતી આ😤😡


મમતા બેન: હવે??😱😭


ગગનભાઈ : હવે પંક્તિ જશે રિતિકા ને બદલે મંડપમાં😶😶


મમતા બેન:શુ!!!😨😨


ગગનભાઈ: હા


પંક્તિ:😭


ગગનભાઈ અને મમતા બેન પંક્તિ ને રિતિકા ની જગ્યા પર મંડપમાં બેસાડી દે છે અને હસ્તમેળાપ ની વિધિ થાય છે . મંડપમાં દુલ્હન આવેલી જોઈને કાજલ નિયાનને ફોન કરે છે.


નિયાન : હલ્લો મેડમ


કાજલ : હલ્લો રિતિકા ત્યાં છે??


નિયાન : હા


કાજલ : તો અહિયા કોણ છે??😨😨


નિયાન : વોટ!!😨


કાજલ : હા


નિયાન : ના મેડમ રિતિકા અહિયા છે જોવો


નિયાન રિતિકા નો‌ બેભાનાવસ્થામાં ફોટો મોકલે છે.


કાજલ : ઓકે બાય


નિયાન : બાય


પંક્તિ અને અંશના ફેરા શરુ થાય છે...


❤️❤️❤️


"પહેલુ તે મંગળ વરતીયે.....

સખી સમોદીયે શ્રીરામ..


ઘરમાં તે લીલુ શુ વખાણીએ ને...

ઉતર દિયો વરદાય...


લીલો તે પોપટ પાંજરે ને..

લીલી તે નાગરવેલ..


લીલી ભાભીની ચુંદડી..

લીલા ચોરીના સ્તંભ..


❤️❤️❤️❤️❤️


ફેરા પત્યા પછી મહેક બધાને કહ્યું કે ઘુંઘટ હટાવી લો જેથી રિતિકા ને ફાવે અને બધા તેને જોઈ શકે.મંદાકિની શાહ હા પાડે છે કે ઘુંઘટ હટાવી લો.મમતાબેન અને ગગનભાઈ અંદર ડરી જાય છે.પંક્તિ તો ડરથી ધ્રુજવા લાગી.....


############(ક્રમશ)###############


(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)


Thank you for reading...

Please comment like and share ...


Read ek navi disha and adyay-2...

Communt who is wife of ansh and vishan.....



અચાનક મહેક ની આ વાત થી ગગનભાઈ અને મમતા બેન ડરથી ધુજવા લાગે છે.અચાનક મમતા બેન કહે છે કે અમારા માં રિવાજ છે છોકરીની વિદાય પછી જ ઘુંઘટ હટાવી શકે.મંદાકિની શાહ રિવાજ ના લીધે મહેકને ના પાડે છે અને મહેક અટકી જાય છે.મમતા બેન એક સફળ ગૃહિણી અને એક માતા હોવાનો ફજૅ નિભાવે છે.વર પક્ષ અને કન્યા પક્ષ તરફથી વિવિધ ગીતો ગવાય રહ્યા છે.ફેરા પુરા થતા જ અંશ પંક્તિ ની માંગ મા સિંદુર પુરી દે છે અને મંગળસૂત્ર પહેરાવે છે.

❤️❤️❤️❤️❤️❤️કન્યા પક્ષ ❤️❤️❤️❤️❤️❤️

બેની મારા ધરનુ રમકડું કુળનુ રમકડું...
સાસરિયે જાતા સુનુ લાગશે રે..

વારી વારી દાદા પુછે વાત જો માતા પુછે વાત જો...
દિકરી જે જોઈએ તે તમે માગજો રે...

નથી જોતા મારે લાખ કે બે લાખ જો....
શકિત પ્રમાણે દાદા આપજો...

બેની મારા ધરનુ રમકડું કુળનુ રમકડું...
સાસરિયે જાતા સુનુ લાગશે રે..

વારી વારી મામા પુછે વાત જો મામી પુછે વાત જો...
ભાણેજ જે જોઈએ તે તમે માગજો રે...

નથી જોતા મારે લાખ કે બે લાખ જો....
શકિત પ્રમાણે મામા આપજો...

બેની મારા ધરનુ રમકડું કુળનુ રમકડું...
સાસરિયે જાતા સુનુ લાગશે રે..

❤️❤️❤️❤️❤️❤️વર પક્ષ❤️❤️❤️❤️❤️❤️❤️

વનરા તે વનમાં મિંઢોળ ઝાઝા...
મિંઢોળ પરણે ને ઝાડવા બાળ કુંવારા..

હુ તમને પુછુ મારા વીરા રે ઓ અંશ ભાઈ..
આવડા તે લાડ તમને કોણે લડાવ્યા...

માતા રે નિહારિકા બેન ને પિતા રે ઓ અવિનાશ ભાઈ...
આવડા તે લાડ અમને એણે કરાવ્યા..

વનરા તે વનમાં મિંઢોળ ઝાઝા...
મિંઢોળ પરણે ને ઝાડવા બાળ કુંવારા..

હુ તમને પુછુ મારા વીરા રે ઓ અંશ ભાઈ..
આવડા તે લાડ તમને કોણે લડાવ્યા...

કાકી રે કાજલ બેન ને કાકા રે ઓ દિપભાઈ ...
આવડા તે લાડ અમને એણે કરાવ્યા..

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


કંસાર વિધિ કર્યા બધા જ વિદાય માટે ઉતાવળા બન્યા હતા અડધા ઉપર મહેમાનો જતા રહ્યા હતા.દરેક બાપ માટે ખુબ કપરી પરિસ્થિતિ હોય તો તે છે કન્યા વિદાય.પોતાના કાળજાના કટકા ને કોઈ વ્યક્તિ ને આપી દેવો એ કોઈ પણ બાપ માટે ખુબ કઠીન છે પણ શુ કરે જગતની આ જ રિત છે રિવાજ છે જે બધા એ નિભાવો પડે છે.પોતાની નાનકડી પરી કયારે મોટી થઈ જાય એ ખબર નથી પડતી.જેનો હાથ પકડીને ચાલતા શીખવાડ્યું એ જ પરી આજે સહારો બનતી થઈ ગઈ.નાના નાના હાથ થી પાપાને વ્હાલ કરતી હતી અને આજે એ જ હાથના થાપા મુકીને જશે પપ્પા તમારુ ધ્યાન રાખજો દવા લઈ લેજો એમ કહેતી જાય.પંક્તિ ગગનભાઈ અને મમતા બેન ને વળગી ને રડવા લાગે છે ગગનભાઈ એને શાંત કરે છે અને મમતા બેન એક માતા હોવાથી રડતા રડતા શીખામણ આપે છે અને જાન વિદાય લે છે.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

દિકરી તો ગાય દોરે ત્યાં જાય...
દિકરી તો પારકી થાપણ કહેવાય...

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

થોડી વારમાં જ જાન કૃષ્ણ નિવાસ મા આવી જાય છે મંદાકિની શાહ આવે છે મીડિયા લઈને અને નિહારિકા બેન અંશ અને પંક્તિ નો ગૃહ પ્રવેશ કરાવે છે.મંદાકિની શાહ પંક્તિ નો ઘુંઘટ ઉંચો કરે છે અને ત્યાં રિતિકા ને બદલે પંક્તિ જોયને આશ્ચર્ય પામે છે અને ગુસ્સે થાય છે.

મંદાકિની શાહ: 😤😤😡😡😡 નકલી વહૂ!!!!

############(ક્રમશ)############
############(ક્રમશ)###############

(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)

Thank you for reading...
Please comment like and share ...

Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan.....








મંદાકિની શાહ:😡😡😤😤 નકલી વહૂ!!!


મંદાકિની શાહ ના આ‌‌ બોલવાથી બધા જ પંક્તિ સામે જોઈ રહે છે.અવિનાશ સમયસુચકતા વાપરીને મીડિયાને પાછી મોકલી દે છે.મીડિયા ના જતા‌જ મંદાકિની શાહ નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે.


મંદાકિની શાહ: 😡😡😡 એય છોકરી તારી હિંમત કેવી રીતે થઇ શકે અંશ જોડે લગ્ન કરવાની!!


પંક્તિ: માફ કરો મને 🙏🙏


મંદાકિની શાહ: માફી અને એ પણ તને ક્યારેય નહીં.


પંક્તિ (એમના પગમાં પડી): માફ કરો મને આ અમારી મજબુરી હતી.


મંદાકિની શાહ: એવી તો શુ મજબુરી કે ગગનભાઈ ને પોતાની દીકરી બદલાવી પડી.?


પંક્તિ એ‌ જે બન્યું હતું તે જણાવ્યું.


મંદાકિની શાહ : તારા બાપે દગો કર્યો છે એની સજા એને જરુર મળશે.😤


પંક્તિ:😭😭🙏


મંદાકિની શાહ: ચૂપ


પંક્તિ: પણ‌


મંદાકિની શાહ: શુ પણ તે કાઈ બાકી રાખ્યું છે??


પંક્તિ: મને અને મારા પરિવાર ને માફ કરો


મંદાકિની શાહ : નીકળી જા‌ ઘરમાં થી..


મંદાકિની શાહ પંક્તિ ને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે.અંશ પણ‌ પંક્તિ સામે ગુસ્સાથી જોવે છે.પંક્તિ રસ્તામાં ચાલી જાય છે.


##############################


પંક્તિ ની વિદાય પછી ગગનભાઈ અને મમતા બેન એક ખૂણામાં બેસીને નિરાશ થઈ બેસી જાય છે.પોતાના સંતાન આવુ કરશે એવી આશા નહોતી.ગગનભાઈ ચિંતા અને તણાવથી બેભાન થઈ જાય છે.મમતા બેન ખુબ જ ડરી જાય છે અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જાય છે જ્યાં તેમને હ્રદયરોગ નો હુમલો આવ્યો છે એમ ડોક્ટર કહે છે.



##############################


રિતિકા જાગે છે પોતાને એક રુમમાં જોવે છે ત્યાં અચાનક એને પોતાના લગ્ન યાદ આવતા તે ફામૅમા જાય છે પણ ત્યાં સુધી મા લગ્ન ની વિદાય પણ થઈ ચૂકી હોય છે.રિતિકા ગુસ્સા અને દુઃખથી આમ તેમ વસ્તુઓને ફેકવા લાગે છે અને અંતે એક ખુણામાં રડવા લાગે છે અને થોડીવાર પછી ઘરે જવા નીકળે છે.ઘરે‌ જાય છે પણ કોઈ હોતું નથી એટલે એ વિચારે છે કે મમ્મી પપ્પા ક્યાં હશે??શુ થયુ હશે?? મંદાકિની શાહ અને તેના પરિવારે શુ રિએકશન આપ્યું હશે મારા બદલે પંક્તિ ને જોઈ ને?? વિચારો માં ખોવાઈ જાય છે અને અંતે પોતાના રૂમમાં સુઈ જાય છે.


##############################


મંદાકિની શાહ ના આદેશ મુજબ પંક્તિ જતી રહે છે અને આખો પરિવાર પોતપોતાના રુમમાં જતો રહે છે.અંશ પણ‌ ગુસ્સામાં આવીને પોતાના રૂમની વસ્તુઓને ફેકવા લાગે છે.થોડીવાર પછી નિહારિકા આવીને અંશને શાંત કરે છે.


અંશ :😡😡😡😟😟 મોમ આ બધા માં મારી શુ ભુલ ??


નિહારિકા: 🤗🤗😶😶 શાંત થઈ જા દિકરા


અંશ : હા‌ મોમ


નિહારિકા: અંશ!!


અંશ : હા મમ્મી બોલો


નિહારિકા: પંક્તિ!! આ હાલતમાં ક્યાં ગઈ હશે?? ગમે તે હોય પણ અગ્નિ ની સાક્ષી એ તમે ફેરા ફયૉ છે અને પંક્તિ શાહ પરિવાર ની ઈજ્જત વહુ અને તારી પત્ની છે.


અંશ : પણ આ લગ્ન દગાથી થયા છે.


નિહારિકા: હા પણ સાચા લગ્ન છે અને તારી સાથે અન્યાય થયો તો એની સાથે પણ..


અંશ : મમ્મી મારી લાઈફ બરબાદ થઈ ગઈ.


નિહારિકા: તો પંક્તિ ની લાઈફ સરખી છે??


અંશ : પણ મમ્મી?


નિહારિકા: તુ એનો પતિ છે એની રક્ષા કરવાની જવાબદારી તારી છે.


અંશ : હા મમ્મી


નિહારિકા: જા અને પંક્તિ ને ઘરે લઈ આવ.


અંશ : હા મમ્મી..



############(ક્રમશ)#############


(શું થશે હવે??શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)

Thank you for reading...

Please comment like and share ...

Read ek navi disha and adyay-2...

Communt who is wife of ansh and vishan.....






પંક્તિ રસ્તામાં જતી હોય છે ત્યાં અચાનક કેટલાક છોકરાઓ આવીને એની છેડતી કરવા લાગે છે.


પંક્તિ: પ્લીઝ મને જવા દો!!


પેલો છોકરો: ભાઈ શુ માલ છે આ !! હોટ અને સેક્સી


બીજો : હા‌ ભાઈ


પંક્તિ: પ્લીઝ મને જવા દો 🙏🙏😭😭


પેલો છોકરો: એમ કેમ જવા દયે


પંક્તિ (હાથ જોડીને) : પ્લીઝ મને જવા દો.


ત્યાં અચાનક અંશ આવી જાય છે અને પેલા ગુંડા મવાલી ને મારે છે માર પડવાથી ગુંડા જતા રહે છે.


પંક્તિ: તમારા હાથમાં થી લોહી નીકળે છે લાવો પાટો બાંધી દવ.


અંશ : ના its ok thanks


પંક્તિ: આપો‌ કિધુ ને


અંશ પંક્તિ ને હાથ આપે છે અને પંક્તિ હાથ પર પાટો બાંધી આપે છે અને બંને એકબીજા ની આંખોમાં ખોવાઈ જાય છે.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


તુ જાણે પતંગ છે ને ...

હુ છુ કોઈ દોર..

લઈ જાય છે ઉડાવીને તુ કઈ કોર...


લાગી રે લાગી રે તારી ધુન‌ લાગી રે્....

લાગી રે લાગી રે તારી ધુન‌ લાગી રે....


લાગી રે લાગી રે તારી ધુન‌ લાગી રે...

લાગી રે લાગી રે તારી ધુન‌ લાગી રે...


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


અંશ ગાડીના અવાજથી વતૅમાન માં આવીને..


અંશ : જઈએ ??


પંક્તિ: કયા??


અંશ : ઘરે.


પંક્તિ: દાદીમા!!


અંશ : મમ્મી સંભાળી લેશે.


પંક્તિ: સારૂ.


પંક્તિ અને અંશ બને ઘરે આવે છે પંક્તિ ની ચંપલ તુટી જાય છે તો અંશ એને પોતાની બાહો ઉઠાવીને રુમમાં લઈ જાય છે.અંશ નિહારિકા ને કહેવા જતો રહે છે અને પંક્તિ ફેશ થવા જતી રહે છે.તે ફેશ થઈ ને આવે છે ત્યારે અંશ સોફા પર જ સૂઈ ગયો હતો.પંક્તિ પણ‌ થાકીને જમીન પર નીચે સુઈ જાય છે.


##############################


ગગનભાઈ ધીમે ધીમે ઠીક થઈ જાય છે મમતા બેન એમની બાજુમાં બેસી રહે છે.ડોકટર બીજા દિવસે રજા આપીશ એમ કહી જતા રહે છે.મમતા બેન આજે જે બન્યું એ વિશે વિચારે છે કે પંક્તિ નુ શુ થયુ હશે?? રિતિકા ક્યાં ગઈ હશે?? બંને ઠિક તો હશે ને??


###############################


બીજા દિવસે સવારે નિહારિકા અંશના રુમમાં આવીને જોવે છે તો પંક્તિ નીચે જમીન પર સુતેલી હતી.નિહારિકા પંક્તિ ને જગાડે છે અને મહેકનો ડૈસ આપી તૈયાર થઈ નીચે રસોઈ મા આવવા કહે છે.પંક્તિ ફટાફટ ન્હાવા જતી રહે છે.નહાય ને તૈયાર થવા લાગે છે ત્યાં એના ભીના વાળ થી અંશ જાગી જાય છે.


અંશ : ગુડ મોર્નિંગ


પંક્તિ: ગુડ મોર્નિંગ


અંશ : મમ્મી ક્યાં??


પંક્તિ: મમ્મી એ કીધું કહ્યુ કે તૈયાર થઈ નીચે આવ


અંશ : હા‌ પણ ધ્યાન થી દાદીમા જોઈ ન જાય.


પંક્તિ: હા


પંક્તિ જતી રહે છે અને અંશ નાવા જતો રહે છે.


પંક્તિ: મમ્મી હુ આવી ગઈ મોડુ નથી થયું ને??


નિહારિકા: ના દિકરા તારી પહેલી રસોઈ છે ને એટલે મીઠું બનાવ કાઈક


પંક્તિ: જી મમ્મી


પંક્તિ ખીર બનાવે છે અને મંદાકિની શાહ ને આપવા માટે જાય છે.


મંદાકિની શાહ(ખીરનુ બાઉલ ફેકી દે છે): 😡😡😡તુ અહિંયા!!કોણ આને પાછી લાવ્યા??


અંશ : જી દાદીમા હુ લાવ્યો એને પાછી લાવ્યો.


મંદાકિની શાહ:😡😡શુ કામ??


અંશ : એ મારી પત્ની છે


મંદાકિની શાહ: દગાથી!!


અંશ : હા પણ અગ્નિ ની સાક્ષી એ મે એની માંગમાં સિંદૂર પુયુ છે વચન આપયા છે અને આ શાહ પરિવાર ની વહુ છે જો આમ‌ કાઢી મૂકયે તો આપણી ઈજ્જત જાય.


મંદાકિની શાહ: તો??


અંશ : એક મહિના માટે રાખો અહિયા પંક્તિ ને પ્લીઝ!!🙏🙏


મંદાકિની શાહ: પછી??


અંશ : એક મહિના પછી હુ પંક્તિ ને છુટાછેડા આપી દઈશ!!!


############(ક્રમશ)#############


(શું થશે હવે??શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)


Thank you for reading...

Please comment like and share ...


Read ek navi disha and adyay-2...

Communt who is wife of ansh and vishan.....











અંશ : જી દાદીમા


મંદાકિની શાહ: સારુ પણ એક મહિના સુધી જ!!


અંશ : હા‌ દાદીમા.


મંદાકિની શાહ: એક મહિના પછી આ છોકરી મને ધરમાં ના જોઈએ


અંશ : હા દાદીમા હું વચન આપું છું કે આ છોકરી એક મહિના પછી અહિંયા નહીં હોય.


મંદાકિની શાહ:હા નવો પ્રોજેક્ટ કયા પહોંચ્યો?


અંશ : કામકાજ શરૂ છે.


મંદાકિની શાહ: સારૂ.


###############################


પંક્તિ આ સાંભળી ને એક રૂમમાં રડવા લાગે છે અને વિચારે છે કે મમ્મી પપ્પા નું શું થયું હશે?? રિતિકા દી કયા હશે??

અચાનક મહેક આવે છે અને જોવે છે કે પંક્તિ રડે છે


મહેક (ગભરાઈ ને): ભાભી!!શું થયું?? તમને કોઈ બોલ્યું??ભાઈ ખીજાયા??


પંક્તિ (આંસુ છુપાવી): ના મહેક કાંઈ નથી થયું તમે ચિંતા ના કરો હું ઠિક છું.


મહેક : ના નથી.તમારી નાની બહેન ને પણ નહીં કહો?


પંક્તિ: ના એવું કાંઈ નથી.


મહેક : ઘરે વાત કરી તમે?


પંક્તિ: ના


મહેક : લો ફોન વાત કરી લ્યો.


પંક્તિ: ના મહેક કોઈ જોય જશે તો??


મહેક : વાત કરી લ્યો ભાભી ચિંતા કરતા હશે તમારી.


પંક્તિ: સારૂ.


પંક્તિ મહેક ના ફોન પરથી મમતા બેનને ફોન કરે‌ છે.


પંક્તિ: હલ્લો મમ્મી!! હું પંક્તિ


મમતા બેન: પંક્તિ દિકરી!!તુ કેમ છે??ઠિક છે ને મારી પંક્તિ??


પંક્તિ: હા મમ્મી હું ઠિક છું.તમે કેમ છો? પપ્પા કેમ છે?

રિતિકા દી કયા છે?


મમતા બેન:😭😭


પંક્તિ: શું થયું મમ્મી?


મમતા બેન: દિકરા તારી વિદાય પછી તારા પપ્પા ને માટૅ એટેક આવ્યો હતો માંડ બચ્યા છે.


પંક્તિ: શું મમ્મી??


મમતા બેન: હા‌ દિકરા


પંક્તિ: મમ્મી રિતિકા દી કયા છે?


મમતા બેન: દિકરી એને તારા પપ્પા એ ગુસ્સા માં ઘરની બહાર કાઢી મૂકી છે.


પંક્તિ: શું મમ્મી??


મમતા બેન: હા😭😭😭


(શું થશે હવે??શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)


Thank you for reading...

Please comment like and share ...


Read ek navi disha and adyay-2...

Communt who is wife of ansh and vishan.....


રિતિકા એક રસ્તા પર ચાલી રહી છે પરંતુ એનું ધ્યાન બીજે જ લાગેલું છે.રિતિકા વિચારે છે કે શુ‌ ભુલ હતી મારી?શું સપના જોવા એ ભુલ હતી કે પછી પુરા કરવા?? પોતાને પપ્પા એ કહ્યું એ વાત વિચારતી હતી.અચાનક એક ટૃક પોતાની તરફ આવે છે પણ એ વાત નું રિતિકા ને ધ્યાન હોતુ નથી ત્યાં અચાનક જ વિહાન આવી ને રિતિકા ને બચાવી લે છે.

વિહાન: શું પાગલ થઇ ગઇ છે તું?? ધ્યાન ક્યાં હતુ?? હમણાં મરી જાત?

રિતિકા: હા તો હું શું કરું પપ્પા એ મને ઘરની બહાર કાઢી મૂકી છે હું ક્યાં જઈશ?😭😭😭

વિહાન: તું શાંત થઈ જા પહેલા પછી બધું

રિતિકા:હા

વિહાન:જો સાંભળ પહેલા તો તારા મમ્મી પપ્પા ને કેમ મનાવવા એ વિચાર પછી જોઇએ

રિતિકા:હા પણ‌ પપ્પા અત્યારે બહુજ ગુસ્સે છે

વિહાન: સારૂ મારા એક ફ્રેન્ડ નુ ઘર ખાલી છે જ્યાં સુધી તું તારા મમ્મી પપ્પા ને મનાવી ના લે ત્યાં સુધી તું ત્યાં રહી શકે જો તારી ઈરછા હોય તો

રિતિકા: સારૂ આભાર તારો

વિહાન રિતિકા ને પોતાના ફ્રેન્ડ ના ઘરે મુકી આવે છે અને પોતે ઘરે આવે છે.આવીને સીધો પંક્તિ અને અંશના રુમમાં જાય છે ત્યાં જોવે છે કે પંક્તિ રડી રહી હતી.

વિહાન: ભાભી શુ‌ થયું??કેમ રડો છો?? કોઇએ કાંઇ કીધું? મમ્મી એ કીધું?

પંક્તિ:ના

વિમાન:તો શુ‌ થયું?

પંક્તિ: પહેલા તો તમે મને ભાભી કીધું એ ગમ્યું મને

વિહાન: ભાભી છો‌‌ તમે મારા હવે શાંત થઈ જાવ અને પાણી પીવો(પાણી આપે છે)

પંક્તિ: આભાર કે તમે મને તમારા પરિવાર નો ભાગ ગણી.

વિહાન: હવે કહો કે શુ થયુ???

પંક્તિ:હા‌ મમ્મી નો ફોન આવ્યો હતો કે પપ્પા એ રિતિકા દીદી ને ઘરની બહાર કાઢી મૂકી 😭😭😭

વિહાન: અરે ભાભી તમે ચિંતા ના કરો હું તમારી બેન ને સુરક્ષિત રીતે મારા મિત્ર ના ઘરે મુકી આવ્યો છું

પંક્તિ:સાચું?

વિહાન: હા

પંક્તિ:તમારો ખુબ ખુબ આભાર

વિહાન: ભાઈને આભાર ન હોય અને હું તો તમારા ભાઈ જેવો જ છુંને?

પંક્તિ:હા ભાઇ

વિહાન: સારૂ હવે તમે આરામ કરો

પંક્તિ:હા

વિહાન પોતાના રૂમમાં જાય છે અને થોડી વારમાં જ અંશ પોતાના રૂમમાં આવે‌ છે ત્યાં પંક્તિ થાક અને તણાવને કારણે સોફામાં બેસી જ સુઈ ગઈ હતી. પંક્તિ ના માસુમ ચહેરો જોઈને અંશ થોડીકવાર માટે ખોવાઈ જાય છે.

તારો એ માસુમ ચહેરો...
જાણે વ્હાલપ નો ખાડો...

આંખોમાં છલકતો આવે...
ને બીજા ને તરબોળતો આવે..
તારો એ માસુમ ચહેરો...

એ ચહેરા માં હું ખોવાયો જાણે...
રણમાં ખોવાઈ ગયેલ મુસાફર...
તારો એ માસુમ ચહેરો...

ચહેરા પર સ્મિત જાણે જાગમગતો તારો..
તારો એ માસુમ ચહેરો...

અંશ પોતાના વિચારો ની દુનિયા માં ખોવાઈ જાય છે ત્યાં અચાનક પોતાને જ વિચાર આવે છે કે એક મહિના પછી પંક્તિ નું ભવિષ્ય શું?? પોતે શું આ માટે એને સાથ આપવાના વચન આપ્યા હતા?? કેવી રીતે કરી શકાય આ વાત પંક્તિ ને?શું વિચારશે મારા માટે??શું મારો હક છે કોઈ ની જિંદગી બરબાદ કરવાનો??

અંશ આ બધા વિચારોમાં હોય છે ત્યાં નીચેથી મંદાકિની શાહ એટલે એના દાદી ની ત્રાડ પંક્તિ માટે સંભળાય છે. પંક્તિ ડરીને જાગી જાય છે અને ફટાફટ નીચે જાય છે.અંશ ને બાકીના બધા પણ અવાજ સાંભળીને નીચે આવે છે.

##########################₹##

(શું કર્યું પંક્તિ એ??શું થશે હવે??શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)

Thank you for reading...
Please comment like and share ...

Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan..

મંદાકિની શાહ નો અવાજ થી આખો પરિવાર નીચે આવે છે.પંક્તિ ખુબ જ ડરેલી હોય છે.મંદાકિની શાહ પંક્તિ ને પોતાની પાસે બોલવે છે.બધા જ ડરી જ છે કે દાદીમા પંક્તિ સાથે સુ કરશે હવે ?પંક્તિ ડરતા ડરતા દાદીમા પાસે જાય છે.


પંક્તિ : હા બોલો દાદીમા


મંદાકિની :ચૂપ એકદમ ચૂપ તું મને દાદીમા નહિ કહે ..તું માત્ર ચળ-કપટ થી આ ઘર ની વહુ બની છો ભૂલ નહિ તારા બાપે દગો કર્યો છે અમારી સાથે અને એને આનો બદલો ચૂકવો પડશે .


પંક્તિ(પગ માં પડી ને ) :અમને માફ કરો દાદીમા મારા પાપા આવું નહિ સહન કરી શકે દાદીમા તમારે જ કરવું હોય એ મારી સાથ કરો મન જ સજા આપવી હોય એ આપો પણ મારા માં-પાપા ન નહિ .


મંદાકિની(ગુસામાં ) : તને કીધું ને તારે મને દાદીમા નહિ કેવાનું ..અને સજા તને અને તારા બાપ ને બધા ન મળશે


પંક્તિ :નહિ મેમ મહેરબાની કરીને આવું ના કરો.


અંશ :દાદી આપદ પછી વાત કર્યે આ વિષે ..


નિહારિકા :હા મા તમે શાંત થઈ જાવ પેલા પછી આપડે વાત કર્યે પંક્તિ પણ ડરી ગઈ છે મા .


મંદાકિની :શું શાંત થઈ જવ !! નિહારિકા તમારે જો આ છોકરી નો સાથ આપવો હોય તો તમેં આપી શકો છો પણ હું આને સજા આપી ને જ રઈશ અને એના બાપ ને પણ ..તમે જોયું ન્યૂઝ માં ... જોવો બધા (ન્યૂઝ પેપર ફેંકે છે જેમાં પંક્તિ અંશ ના લગ્નઃ વિશે લખયુ હોય છે કે પંક્તિ રિતિકાના બદલે લગ્ન કરી લીધા આ એના પિતા ની ચાલ હતી.)


અંશ :પણ દાદી આ ન્યૂઝ જુઠ્ઠી છે એવું ના હોય


નિહારિકા :હા મા અંશ સાચું કેય છે .


મંદાકિની :વકીલ સર અંદર આવો


વકીલ ને જોતા જ અંશ પંક્તિ અને બીજા બધા આશ્ચર્સચકિત થઈ જાય છે બધા વિચારે છે કે દાદીમા હવે શુ કરશે ??


અંશ :દાદી વકીલ વકીલ કેમ ??


મંદાકિની :દીકરા શાંતિ રાખ


અંશ: હા દાદી


મંદાકિની :નમસ્તે વકીલ સાહેબ શાહ મેન્શન માં આપનું સ્વાગત છે .


વકીલ :નમસ્તે મેમ


મંદાકિની :બેસો


વકીલ :હા મેડમ


મંદાકિની :હા વકીલ સાહેબ હું મારા પોત્ર અંશ શાહ ના ડિવોસ માટે કેસ કરવા માંગુ છું.


મંદાકિની શાહ ની આ વાત સાંભલી ને બધા શોક થઈ જાય છે .


અંશ :પણ દાદી


મંદાકિની :બસ અંશ હવે નહિ


નિહારિકા :પણ મા આ ખોટું છે.


મંદાકિની :ખોટું આપડી સાથે થયું છે વકીલ સાહેબ અને આ છોકરી ના બાપ ને અરેરેસ્ટ કરવો દગા ના કેસ માં


પંક્તિ :ના મહેરબાની કરીને આવું ના કરો માફ કરો


અંશ :હા દાદી એવું ના કરાય


મંદાકિની : કેમ !! આપડી સાથે દગો થયો છે એની સજા તો મળશે જ


વકીલ:મેમ એના પિતા ને સજા અપાવી શકો પણ પંક્તિ ને એક મહીના માટે અહીંયા અંશ ની વાઈફ બની ને રેવું પડશે પછી જ આ ડિવોસ થઈ શકશે.


મંદાકિની :કેમ


વકીલ :મેમ આ નિયમ છે અને પેપર ત્યાર છે બસ સહી કરી આપે એટલે કામ આગળ વધે .


મંદાકિની :એય છોકરી સહી કર


પંક્તિ :હા (અંશ ની સેમ એક વાર જોવે છે અને સહી કરે છે )


મંદાકિની :અંશ સહી કર


અંશ :પણ દાદી


મંદાકિની :અંશ સહી કર


અંશ :(પંક્તિ સામે જોવે છે અને સહી કરે છે )હા દાદી


તારો વિરહ...


અધૂરી વાતો અને અધુરા સપના ...


અધૂરી રાતો અને અધૂરા દિવસો ...


અધૂરા સંવાદો અને અધૂરો પ્રેમ..


અધુરો હું અને અધૂરી તું..


##############################################################################


(શું અંશ અને પંક્તિ ના લગ્ન જીવન નું શું થશે?શું થશે વિહાન અને રિતિકા ની લવ સ્ટોરી નું??)


Sorry for late ...thank you so much for reading