દિલ ના અધૂરા સંબંધો... Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ ના અધૂરા સંબંધો...




સુરજ ધીમે ધીમે આથમીને પોતાના ધરે જવાની તૈયારી કરી રહ્યા છે.આકાશમા પક્ષી ઓ પોતાના માળા તરફ જઈ રહ્યા છે.સિયા પોતાના રૂમમાં બેસી ને કઈક વિચારતી હતી ત્યાં તેના મમ્મી જલ્પા બેન ની બુમ‌ સાભળી
સિયા ભુતકાળમાથી બહાર નીકળી જાય છે અને જલ્પા બેન પાસે જાય છે.

સિયા એક ખુબસુરત છોકરી જેને જોઈને કોઈ પણ વ્યક્તિ પોતાનુ દિલ ખોઈ બેસે.સુદર ચહેરો,પાતળા હોઠ, અણીદાર આંખો, લાંબા કાળા વાળ અને ખુબસુરત નિદોર્ષ મુસ્કાન જે એની સુંદરતા મા વધારો કરતું વિવેકી અને નમ્રતા પુણૅ સ્વભાવ .સિયા જલ્પા બેન અને પરેશ ભાઈની લાડકવાયી એકની એક દીકરી.સિયાને ભાઈ-બહેન માં એક નાનો ભાઈ આરવ. નાનું પણ સુખી કુટુંબ અને ધાર્મિકતા આધ્યાત્મિકતા માં માનતો પરિવાર.

સિયા પોતાના મમ્મી પાસે જાય છે અને સાંજની રસોઈ બનાવવા મા મદદ કરે છે અને પપ્પા આવતા જમીને પોતાના રૂમમાં જાય છે.પોતાને નિંદર આવતી ના હોવાથી પોતાનો ફોન લઈ બધાના મેસેજ ચેક કરતી હોય છે. ત્યાં જ એનું ધ્યાન એક મેસેજ પર જાય છે.કિશન પટેલ નામના યુવકનો મેસેજ આવ્યો હોય છે. સિયા પ્રોફાઈલ પર કિલક કરે છે ત્યાં એક યુવાન નો ફોટો દેખાય છે.સિયા થોડી વાર માટે અપલક નજરે ફોટા ને જોયા કરે છે.થોડી વાર બાદ વર્તમાન માં પાછી આવે છે અને હલ્લો રિપલાઈ આપી સુઈ જાય છે. બપોરે જમીને સિયા ફરી ફોનમાં મેસેજ ચેક કરતી હતી ત્યારે રાત વાળા યુવાન નો મેસેજ આવ્યો.

કિશન : હલ્લો

સિયા: હલ્લો

કિશન : હું કિશન પટેલ.તમારી બાજુ માં રહેતા સાહિલ નો મિત્ર.

સિયા :ઓકે .હું સિયા .

કિશન : બોલો મિસ‌ સિયા શું સ્ટડી કરો છો આપ?

સિયા : જી કોલેજ ના પહેલા વર્ષ માં અને આપ?

કિશન : કોલેજ ના અંતિમ વર્ષ માં.

સિયા : સરસ.

કિશન : nice to meet you ms.siya.

સિયા : same to you mr.kishan.

કિશન : by

સિયા :Bye .

સિયા અને કિશન બંને રોજ પોતપોતાની વાતો કરે છે.બને ખુબ સારા મિત્રો બની જાય છે.સિયાને કિશન સરસ અને સમજદાર વ્યક્તિ લાગે છે.કિશન પણ‌ સિયા ને પોતાની સારી મિત્ર માને છે. ધીમે ધીમે બંને ના હદયમાં કુણી લાગણી જન્મે છે પણ દોસ્તી તુટવાની બીકથી બંને પોતપોતાની લાગણી ને છુપાવી દે છે.હવે બંને એકબીજા વિશે બધુ જ જાણતા હતા.કિશનના જન્મદિવસ પર સિયા પોતાની લાગણી કિશન ને કહેવા નું નક્કી કરે છે.કિશન ના જન્મદિવસ ના દિવસે સિયા કિશનને મેસેજ કરે છે.

સિયા : happy birthday many many return of the day.

કિશન : thank you so much.

સિયા : કિશન મારે તમને એક વાત કરવી છે.

કિશન : હા બોલ .

સિયા :
" તારી આંખનુ આંસુ બનવું છે મારે
તારા હોઠ પરની મુસ્કાન બનવું છે મારે

તારા સુખદુઃખ ના સાથી બનવું છે મારે
તું જ્યારે યાદ કરે એ હવાની લહેરખી બનવું છે મારે

તું હા કહે તો હંમેશા માટે તારી બનવું છે મારે....."

I love you.will you marry me ???

કિશન : હા .i love you too

સિયા(કિશનને ચિડવતા) : તો કિધુ કેમ નહીં??

કિશન : તારી પાસે થી સાંભળવુ હતું.

સિયા: હા હો.

કિશન : I love you

સિયા : i love you too gn tc sweet dream

કિશન :Gn sd.

સિયા અને કિશન એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા.દિવસે દિવસે એમનો પ્રેમ વધતો જાય છે.કિશન એ પોતાના પરિવાર માં સિયા વિશે જણાવી દીધું છે.સિયાનુ ભણવાનું પૂરું થયા પછી કિશન અને સિયા ની સગાઇ થશે એવું નક્કી કરે છે.હવે તો સિયા કિશન ના મમ્મી પપ્પા અને પરિવાર સાથે વાતો કરે છે.કિશન ના પરિવાર ને પણ સિયા કિશન માટે યોગ્ય જીવનસાથી લાગે છે.બનેના મિત્રો ને પણ‌ આ વાત ની જાણ થાય છે.બંને એકબીજા સાથે ખૂબ ખુશ હોય છે.કિશન સિયા નુ બોવ ધ્યાન રાખતો હોય છે અને સિયા કિશન ની જરૂરિયાત કહ્યા પહેલા સમજી જાય છે.

એક દિવસ સિયા કિશનને મેસેજ કરે છે પણ‌ રિપલાઈ આવતો નથી કામમાં હશે કિશન એમ વિચારીને પોતે કામમાં લાગી જાય છે. ઘણા સમય પછી પણ કિશન નો રિપલાઈ ન આવતા સિયા ચિંતા માં આવી ને કિશનને ફોન કરે છે તો ફોન કોઈક છોકરી ઉપાડીને કહે છે કે તે કિશન ની ફિયાનસી બોલે છે બોલ કિશનનુ શું કામ છે??
સિયા આ સાંભળી ને શોક થઈ જાય છે.સિયા પોતાના રૂમમાં જઈને ખૂબ રડે છે.સિયા અંદરથી ખુબ તુટી જાય છે પણ પરિવાર સામે ખુશ રહેવાનુ નાટક કરે છે.

બીજા દિવસે સિયા કિશનને મેસેજ કરે છે પણ એ રિપલાઈ આપતો નથી એટલે હવે સિયા કિશનને ફોન કરે છે.

સિયા (રડતી રડતી) : હલ્લો કિશન! શા માટે મારી સાથે આવું કર્યું? શું કમી હતી મારામાં અને મારા પ્રેમ માં??કિશન કાંઈક તો બોલો!!!

કિશન : સિયા મને માફ કરી દે.હુ તારી સાથે લગ્ન નહીં કરું.

સિયા કાંઈ બોલે એ પહેલાં ફોન કટ થઇ જાય છે.સિયા ફરી ફોન કરવાનો પ્રયાસ કરે છે પણ કિશન એ સિયા નો નંબર બ્લોક કરી નાખ્યો હતો.સિયા મેસેજ કરે છે પણ નંબર બ્લોક હોય છે.સિયા બોવ રડે છે અને પોતાને રૂમમાં બંધ કરી દીધું હોય છે.

થોડા દિવસ સિયા બરાબર જમતી નથી એટલે સિયા બિમાર પડી જાય છે.સાહિલને વાત ની ખબર પડતાં એ સિયા પાસે આવી સિયા ને સમજાવીને જમાડે છે.થોડા દિવસ સિયા અને સાહિલ સારા મિત્રો બની જાય છે.સિયા ધીમે ધીમે ઠીક થઈ કિશન ની યાદો ને ભુલવાની કોશિશ કરે છે.

સિયા નુ ભણવાનું પૂરું થયા પછી જલ્પા બેન અને પરેશ ભાઈ એક સારો અને યોગ્ય જીવનસાથી શોધી સિયાના લગ્ન વિશાલ સાથે કરાવે છે.થોડા વર્ષો પછી સિયા ખુશી નામની એક લાડકી દીકરી હોય છે.

###########(સમાપ્ત)#############

Thank you for reading this is my Frist love story .....
Comment please 🙏🙏