એક નવી દિશા - ભાગ ૯ Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક નવી દિશા - ભાગ ૯




સોનેરી કિરણો સાથે મહેતા નિવાસ માં સવાર પડી પણ‌ ધ્યાના આજે કાંઈક મુંજવણમાં છે.પાયલ અને ક્રિષ્ના સાથે મળીને નાસ્તો બનાવે છે ધ્યાના બધા બાળકોને તૈયાર કરી આપે છે. સરિતા બેન પોતાની પુજા પતાવી બધા બાળકોને પ્રસાદ આપે છે.અનિશા ને બે ચોકલેટ આપે છે જ્યારે દિપ અને સાવનને એક આપે છે.

દિપ અને સાવન: દાદી અનિશા ને બે અને અમને કેમ એક ચોકલેટ??

અનિશા : કારણ કે હું દાદીની લાડકી છું.

સરિતા બેન : દિકરાઓ તમારી કરતા નાની છે એટલે.

દિપ અને સાવન : ઓકે દાદી.

અનિશા : જોયું ભઈલું નાના હોવાનો ફાયદો.

દિપ અને સાવન : હા‌ હો ..

પરાગ ભાઈ: ચાલો ચાલો નાસ્તો કરી લ્યો સ્કૂલે જવાનું છે ને??

દિપ સાવન અને અનિશા : હા દાદુ.

પરાગ ભાઈ અને સરિતા બેન બધા બાળકોને લઈને નાસ્તો કરવા બેસે છે ત્યારે રોહન આવે છે અને પોતાની લાડકી દીકરી અનિશા ને તેડીને દુધ પીવડાવી દે છે.અનિશા ને દુધ નથી ભાવતું એ વાત આખા ઘરમાં ખબર હોય છે પણ રોહન પીવડાવે એટલે તરત પી લેતી હોય છે.

પાયલ(રોહનને) : રોહન ભાઈ બોવ તોફાની છોકરી છે આ . તમે નહીં હોવ ત્યારે કોણ જાણે કેમ દુધ પીવડાશે .

રોહન : હા એક જ ચિંતા છે મારી પરી ની

અનિશા : કેમ‌ પાપા ? તમે ક્યાં જવાના??

રોહન : ના મારી લાડકવાયી દીકરી હું ક્યાંય નથી જવાનો.

અનિશા : ઓકે પાપા .

રોહન (અનિશાને તેડીને વ્હાલ કરે છે): મારી લાડકવાયી દીકરી અનિશા!!!

અનિશા : પાપા !!

રોહન અનિશા અને બધા બાળકોને લઈને સ્કૂલ માં મુકીને ઓફિસ જાય છે.આકાશ રોહન ને મળવા આજે આવવાનો હોય છે.પછી સ્કૂલ ટાઈમ પુરો થતા પાયલ બધા બાળકોને ઘરે લઈ આવે છે.તયાર પછી ધ્યાના બધાને નાસ્તો કરાવી હોમવર્ક કરાવે છે.અનિશાને હોમવર્ક નથી હોતું એટલે તે બહાર ગાડૅનમા જવાની જિદ કરે છે.
ધ્યાના સરિતા બેન ની પરવાનગી લઈને અનિશાને લઈને ગાડૅનમા જાય છે.

અનિશા : ધ્યાના !! પરિમા !!

ધ્યાના : હા બોલ મારી પરી

અનિશા : તમે મારી મમ્મા ને જોઈ છે??

ધ્યાના : હા

અનિશા : કેવી દેખાય છે મારી મમ્મા??

ધ્યાના : બિલકુલ તારા જેવી.

અનિશા : તમને ખબર છે આજે સ્કૂલમાં બધાને મમ્મી વિશે બોલવાનું હતું.

ધ્યાના : ઓહ પછી તું શું બોલી??

અનિશા : હું મારા પપ્પા વિશે બોલી .

ધ્યાના : શું બોલી પપ્પા વિશે??

અનિશા : હું પપ્પા વિશે કવિતા બોલી અને બધા એ તાળી પાડી મારા માટે.

ધ્યાના : મને પણ કવિતા સંભળાવ .

અનિશા : ઓકે

"પપ્પા મારા વ્હાલનો દરિયો....
આંખોમાં જાણે મેઘધનુષ્ય....

ક્યારેક ગુસ્સો કરે તો ક્યારેક..
વ્હાલથી નિતરતો ઝરણું....

પપ્પા મારા વ્હાલનો દરિયો....
‌હેયામા‌ મુજને સમાવી ને....

આખા ઘરમાં મને શોધી....
ચોકલેટ ની લાલચ આપી....

એમની ઠિગલીને ચપટી માં શોધે....
પપ્પા મારા વ્હાલનો દરિયો..."

ધ્યાના : ખૂબ જ સરસ ‌મારી પરી.

અનિશા : ઓહ મારે આઈસ્ક્રીમ ખાવો છે.

ધ્યાના : ઓકે પણ તું અંહિયા જ બેસીસ પ્રોમિસ કર?

અંનિશા : પ્રોમિસ ચોકલેટ આઈસ્ક્રીમ ઓકે

ધ્યાના : ઓકે મારી પરી.

ધ્યાના અનિશા માટે આઈસ્ક્રીમ લેવા જાય છે અને બે-ત્રણ વ્યક્તિ આવી અનિશા ને કિડનેપ કરીને જતા રહે છે ‌.ધ્યાના પાછી આવી ત્યારે અનિશા એને ક્યાંય જોવા ન મળતા મુંજાય જાય છે.ધ્યાના‌ આજુબાજુ બધે જ તપાસ કરે છે પુછે છે પણ‌ કોઈ માહિતી મળતી નથી એટલે તે રોહન અને ઘરના સભ્યોને જાણ કરે છે.ધ્યાના રડતા રડતા ઘરે જાય છે.રોહન અને આકાશ પણ‌ ઉતાવળે પગલે ઘેર આવી જાય છે.ધ્યાના રડતાં રડતાં બધાને અનિશાના ગાયબ થવાની વાત કરે છે ‌.

રોહન (બેચેની થી): ધ્યાના તે આજુબાજુ જોયું?? કોઈ ને પુછ્યુ??

ધ્યાના (રડવા લાગે છે): હા મેં આખા ગાડૅનમા ચાર વખત જોયું.બધાને પુછ્યુ.

સરિતા બેન : દિકરા શાંત થા ચિંતા ના કર મળી જશે આપણી પરી.

પરાગ ભાઈ : હા દિકરા કાંઈજ નહીં થાય અનિશાને.

રાહી (ગુસ્સામાં): ભાઈ મને લાગે છે કે આ ધ્યાના એ જ અનિશા ને ગાયબ કરી હશે.

ધ્યાના : ના મેં કાંઈજ નથી કયું.મારો વિશ્ર્વાસ કરો.

આકાશ (બહાર થી અનિશાને તેડીને) : અનિશા ઠિક છે.

રોહન (આકાશ ના હાથ માં થી અનિશાને લેતા રડી પડતાં ) : અનિશા મારી લાડકવાયી દીકરી અનિશા!!!ક્યાં જતી રહેલી પાપા ને મુકીને ?પાપા કેટલું ચિંતા માં આવી ગયા હતા?

અનિશા(રડતા રડતા) : પાપા !! કોઈક સટેનઝર મને એમની સાથે પરાણે લઈ ગયા હતા.

રોહન(અનિશા ને વ્હાલ કરતા) : તું તું ઠિક છે ને મારી પ્રિન્સેસ?? કાંઈ કર્યું નથીને??

અનિશા (ડરીને) : ના પાપા.

‌ અનિશા પાછી આવી જતાં મહેતા પરિવાર ના જીવમા જીવ આવે છે બધા અનિશાને વ્હાલ કરે છે.બધા અનિશાને ઠિક જોઈ રાહતનો શ્વાસ લે છે રાહી મનમાં ગુસ્સે થઇ જાય છે.પાયલ અંનિશાને જમાડીને પછી સુવડાવી દે છે.

રોહન (આકાશ ને):આકાશ તને અંનિશા ક્યાંથી મળી?? કેવી રીતે મળી??

આકાશ : મને ગાડૅનથી દુર ફેક્ટરીમાં મળી.કેવી રીતે એ રાહી કહેશે.બોલ રાહી?

બધા (આશ્ર્ચર્યથી ): રાહી!!!!કઈ રીતે??

ધ્યાના(ગુસ્સામાં) : એ રાહી નહીં કહે હું કવ છુ રાહી એ જ અનિશાનુ કિડનેપ કરાવ્યું હતું.

આકાશ(રોષ સાથે): અને ધારા દિ ને ટેરેસ પરથી ધક્કો પણ રાહી એ જ માર્યો હતો.

રાહી (ગુસ્સામાં) : ના આ બંને જુઠ્ઠા છે.

આકાશ ધારા ના અતિમ‌ સંસ્કાર વખતે રાહી ની વાતચીતનુ રેકોર્ડિંગ, કિશનને પૈસા આપે છે તે ફોટા અને અનિશાના કિડનેપીગના સબુત બતાવે છે.

******************(ક્રમશ)*******************

(શું થશે હવે?શું માફ કરી શકશે રોહન રાહી ને??શું હશે મહેતા પરિવાર નો નિર્ણય???શુ આ હતો રાહી નો આખરી ઓપ પ્લાન???)

Thank you for reading...

રાહી બધા સબુત જોઈને ચોંકી જાય છે.આકાશ અને ધ્યાના રાહી વિરુદ્ધ પુરાવા મહેતા પરિવાર ને બતાવે છે.રાહી ગુસ્સામાં આવીને આકાશ અને ધ્યાના વિશે ખરાબ ખરાબ બોલે છે.ધ્યાના બધાને પોતે અને આકાશ એકબીજા ના મિત્રો છે તે જણાવે છે.રોહન અને પુરો મહેતા પરિવાર રાહી ની સચ્ચાઈ જાણીને આશ્ચર્ય અને ગુસ્સાથી રાહી ને જોઈ રહ્યો છે.રાહી પોતાની હકીકત બહાર આવી જાતા નીચું જોઈ જાય છે.


પરાગ ભાઈ (ગુસ્સામાં આવીને રાહી ને એક થપ્પડ મારી) : રાહી !!!! આ બધું શું છે??


સરિતા બેન : હા દિકરી ધ્યાના અને આકાશ કહે છે તે ખોટું છે ને??


પરાગ ભાઈ (ગુસ્સામાં) : મરી ગઈ દિકરી !!મરી ગઈ રાહી!


સરિતા બેન: રાહી કાંઈક તો બોલ !!!


આકાશ (ગુસ્સામાં) : રાહી મને શરમ આવે છે કે તું મારી પત્ની છે.તે મારી ધારા દિ ને મારી નાખી.


રોહન (રડતા રડતા રાહી ને એક થપ્પડ મારી ને) : રાહી મેં શું બગાડ્યું હતું તારું કે તું બેન થઈ પોતાના ભાઈ નું ઘર ભાંગી નાખ્યું?? મેં શું બગાડ્યું હતું તારું?? મારી લાડકવાયી અનિશા એ શું બગાડ્યું હતું તારું કે તું એને એની માતાથી દુર કરી દિધી ?? મારી ધારા એ શું બગાડ્યું હતું તારું?? મમ્મી પપ્પા શું બગાડ્યું હતું તારું કે તું એમની વહુ ને દુર કરી દિધી??

આકાશ એ શું બગાડ્યું હતું તારું કે તે એની બહેન છીનવી લીધી?? અને હવે અનિશા ને દુર કરવા ઉભી થઇ આ માસુમ એ શું બગાડ્યું હતું તારું??


રાહી : બસ‌ ભાઈ બસ !! તમે બધા સાચા અને હું ખોટી એવું નથી.હુ ધારા ભાભી ને નફરત કરુ છુ.મારે ઘરમાં સ્વરા ને ભાભી તરીકે લાવવી હતી પણ ભાઈ ધારાને ઘરમાં લાવ્યા મને એમ કે મમ્મી પપ્પા ધારાને નહીં અપનાવે પણ મમ્મી પપ્પા એ એમને પોતાની દીકરી ની જેમ અપનાવી લીધી.અને મહેતા પરિવાર મને ભુલી ગયો.ભાઈ પપ્પા અને મમ્મી તમારી સજા ધારા અને અનિશાને મળી.


આકાશ : હવે પોલીસ જ તને સીધી કરશે .


રોહન : હા આકાશ કર પોલીસ ને ફોન.‌ધારાના ગુનેગાર ને હું સજા જરૂર અપાવીશ.


પરાગ ભાઈ અને સરિતા બેન: હા દિકરા રાહી ને પોતાના કામની સજા જરૂર મળશે.



આકાશ પોલીસ બોલાવે છે અને રાહી ની ધરપકડ કરવામાં આવે છે.મહેતા નિવાસ માં શોક અને શાંતિ છવાઈ જાય છે.આકાશ ધ્યાનાનો પરિચય આપે છે અને મહેતા પરિવાર ધ્યાનાનો આભાર માને છે.રોહન ધ્યાનાનો આભાર માને છે.થોડાક દિવસ પછી ધારા ની વરસી પછી ધ્યાના અને આકાશ મહેતા નિવાસમાં થી વિદાય લે છે.





*****************(ક્રમશ)*****************"


(શું પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ની ભવિષ્યવાણી સાચી છે કે ખોટી??શું થશે હવે???)


Thank you for reading...