એક નવી દિશા - ભાગ ૩ Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક નવી દિશા - ભાગ ૩













સાંજ ના સમયે ધારા ટેરેસ પર બેસીને વિચારતી હોય છે ત્યારે રોહન પાસે આવી ને બેસે છે પણ વિચારતી ધારાને ખબર હોતી નથી કે રોહન તેની પાસે આવી ને બેસી ગયો હોય છે.રોહન ધારાને બોલાવે છે પણ ધારા વિચારતી હતી એટલે સાંભળતી નથી .

રોહન(ધારાને હલબલાવીને) : "ધારા તારૂં ધ્યાન ક્યાં છે? હું ક્યારનો‌ હું તને બોલાવું છું ??શું થયું ધારા અનિશાના લીધે ચિંતા માં છે?? અરે પાગલ ! આપણી અનિશાને કઈ જ નહીં થાય."

ધારા (ગળગળી થતાં) : "રોહન આપણી પરી અનિશાને
કઈ નહિ થાય ને?? હું અનિશા વગર નહીં રહી શકું.શુ કિધુ ડોક્ટર એ ?"

રોહન(ધારા ને શાંત કરતા) : "ધારા ધારા!! સાંભળ કઈ નથી થયું અનિશાને.એ બિલકુલ ઠીક છે તું શાંત થઈ જા. "

રોહન ધારા ને શાંત કરે છે અને કહે છે

રોહન : "ધારા આપણી અનિશા ઠીક છે હું અનિશા ને કઈ નહિ થવા દેવ "

ધારા :" પ્રોમિસ??"

રોહન : " હા પ્રોમિસ"

ધારા : " રોહન ખબર નહીં કેમ પણ મારૂ દિલ કહે છે કે અનિશા પર કોઈ મુસીબત આવવાની છે"

રોહન :"ધારા ચિંતા ના કર હું છું ત્યાં સુધી અનિશાને કઈજ નહિ થવા દેવ."

ધારા : "હું ખુબ નસીબદાર છું કે મારા જીવનમાં તમે આવ્યા મને મમ્મી પપ્પા જેવા સાસુ સસરા મળ્યા.રાહી જેવી બેન મળી"

રોહન : " એ તો તું સારી છે એટલે તને બધાં સારા લાગે"

ધારા( રોહન ને ચિડવતા) : "હા હો . આજે કેમ મારા વખાણ કર્યા? કેમ પેલી છોકરી મિસ.વનિતા નોહતા આવ્યા આજે? કાલે તો બોવ યાદ આવતા હતા તમને સાહેબ"

રોહન (ધારા ને પોતાની તરફ ખેંચી) : " એમાં એવું છે ને મેડમ‌ કે મારી વાઈફ થી મને ડર લાગે . એને ખબર પડે તો મારો જીવ લઈ લે"

ધારા :"ઓહો તમારી વાઈફ થી એટલો બધો ડર ?"

રોહન :" હા હો એ છે જ એવી "

ધારા : "બોવ સરસ."

રોહન અને ધારા એકબીજા સાથે મસ્તી કરે છે.અને પોતાના જીવનની સુંદર ક્ષણ ને માણી રહ્યા છે.

નીચે સરિતા બેન રાહી ને કહે છે

સરિતા બેન : " રાહી જલદી કિચનમાંથી અનિશાના દુધની બોટલ લઈ આવ."

રાહી :" હા‌ મમ્મી."

રાહી કિચનમાં જઈને દુધમાં કંઈક પાવડર નાખીને બોટલ લઈ આવે છે.

રાહી (અકળ હાસ્ય કરતા): " લો મમ્મી અનિશાને ભુખ લાગી હશે"

સરિતા બેન : " રહેવા દે ધારા ને આપી આવું અનિશાને"

સરિતા બેન અનિશાને લઈને ધારાને આપી આવે છે.રાહી ગુસ્સામાં આવીને કાચની બોટલ ફેંકી દે છે.

સરિતા બેન ઝડપથી આવી ને પુછે છે રાહી ને

સરિતા બેન (ગભરાઈ ને) : " રાહી શું થયું દિકરી તને?? આ અવાજ કેમ આવ્યો?? "

રાહી :" ના મમ્મી કંઈ નથી થયું. ધારા ભાભી સુઈ ગયા? "

સરિતા બેન : " સારૂ દિકરી હા સુઈ ગઈ. "

રાહી : " હા મમ્મી. તમે પણ સુઈ જાવ"

સરિતા બેન :" રાહી મારે તારી સાથે વાત કરવી છે"

રાહી : " હા મમ્મી બોલો "

સરિતા બેન : " દિકરા તારૂ ભણવાનું પૂરું થયું છે એટલે અમે વિચારી રહ્યા છીએ કે તારી સગાઈ કરી નાખ્યે.તને કોઈ વ્યક્તિ ગમે છે જીવનસાથી તરીકે??"

રાહી :"ના મમ્મી એવું કંઈજ નથી તમે આને પપ્પા જે કરશો તે ઠીક હશે"

સરિતા બેન :" સારૂ દિકરી ધારાના ભાઈ આકાશ વિશે તારો શું વિચાર છે?"

ધારા(શરમાઈને) :" મમ્મી તમને ઠિક લાગે તેમ"

સરિતા બેન મનોમન ખુશ થતા પોતાના રૂમમાં સુવા જાય છે.રાહી પણ‌ પોતાના રૂમમાં સુવા જાય છે.

રાહી પોતાના રૂમમાં સુતા સુતા વિચારે છે કે અનિશા દરેક વખતે બચી કેમ‌ જાય છે ? હવે નહીં હું મારો રસ્તો સાફ કરી ને જ રહીશ આવું વિચારતા‌ વિચારતા રાહી સુઈ જાય છે.

બીજા દિવસે સરિતા બેન પરાગ ભાઈ ને વાત કરે છે અને આવતા અઠવાડિયે બંને પરિવારો મળી ને વાત કરવાનુ નક્કી કરે છે.

#######(સમાપ્ત)#####

(શું ધારા અને રોહન બચાવી શકશે પોતાની દીકરી અનિશા ને? શું હશે રાહી નો નેકસટ પ્લાન? શું આકાશ અને રાહી ની સગાઇ થશે??)

Thank you for reading