એક નવી દિશા - ભાગ ૧ Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક નવી દિશા - ભાગ ૧


વડોદરા ની એમ.જી હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ ની બહાર એક ૨૬ વર્ષ નો યુવાન ચિંતામાં આમ તેમ આંટા મારી રહ્યો છે.કદાચ અંદર પીડાથી ચીસો પાડતી મહિલા આ યુવાન ની પત્ની છે.યુવાનની સાથે આવેલા એક વયસ્ક આંટી એ યુવાન ને આશ્ર્વાસન આપી રહ્યા છે..

વયસ્ક આંટી : રોહન દિકરા ચિંતા ના કર ડોક્ટર દ્વારા હમણાં જ ખુશી ના સમાચાર આપવામાં આવશે.

રોહન: મમ્મી. મને અત્યારે તો મારી ધારા ની ચિંતા થાય છે..

પરાગ ભાઈ (રોહન ના પપ્પા) : હા દિકરા તારી ચિંતા સ્વાભાવિક છે.

ત્યાં જ એક નસૅ આવે છે અને કહે છે કે

નસૅ : રોહન ભાઈ ખુબ ખુબ અભિનંદન આપના ઘરની લક્ષ્મી આવી છે અને માં અને બાળકી બંને ઠીક છે.

આ સાંભળતા જ ત્રણેય ના ચહેરા પર ખુશી ની લહેરખીઓ આવે છે.

થોડી વારમાં જ ધારા અને નાનકડી પરી ને એક રૂમમાં શીફટ કરવામાં આવે છે.

પરાગ ભાઈ હોસ્પિટલમાં મીઠાઈ વહેંચવા માટે સ્ટાફ ને પૈસા આપે છે ને સરિતા બેન (રોહન ના મમ્મી)આ ખબર ઘરે આપવા જાય છે રોહન ધારા અને નાનકડી જાન ને જોવા ઝડપથી રૂમમાં જાય છે.

ધારા ને હોશ આવી ગયો હતો અને નાનકડી પરી જોડે પોતાના માતૃત્વ નો પહેલો અનુભવ માણી રહી છે.
અચાનક એક પરિચિત અવાજ આવ્યો.

રોહન : હવે તું એકલી જ રમાડીશ આપણી પરીને કે મને પણ આપીશ ધારા.

ધારા : ના હો હજુ મારો જીવ નથી ધરાયો પરીને જોઈ ને.

રોહન : પ્લીઝ ધારા થોડા સમય માટે.

પરાગ ભાઈ : ધારા મને આપ મારી લાડકવાયી દીકરી ને

ધારા પરાગ ભાઈ ને પોતાની લાડકી આપે છે.

પરાગ ભાઈ : મારી લાડકવાયી દીકરી! ભગવાન તને ખૂબ ખુશ રાખે

રોહન : પપ્પા હવે હું લઈશ મારી પરી ને.

પરાગ ભાઈ બાળકી ને‌ રોહનના હાથ માં સોંપી હસતા હસતા બહાર નીકળી જાય છે.

રોહન : થેંક્યું. ધારા મને દુનિયા ની સૌથી મોટી ખુશી આપવા માટે.

ત્યાં જ સરિતા બેન આવે છે.

સરિતા બેન : હવે હું લઈશ મારી લાડકવાયી લક્ષ્મીને. રોહન તને ડોક્ટર એમની કેબિનમાં બોલાવે છે.

ડોક્ટર દ્વારા રજા આપી દેવાઈ અને નાનકડી પરી જોડે ધારા પોતાના ઘરે લઈ ગઈ. નાનકડી પરી ને જોઈ ઘરના સભ્યોને આનંદ થયો. બઘા નાનકડી પરી ના નામકરણ સંસ્કાર ની તૈયારી કરવા લાગ્યા.

મહેતા પરિવાર માં ખુશી નો માહોલ છે.

સરિતા બેન અને પરાગ ભાઈ ધુમધામથી નામકરણ સંસ્કાર ની તૈયારી કરવા લાગ્યા છે. બધા મહેમાનો થી મહેતા નિવાસ મહેકી ઉઠ્યું છે.


ધારા અને રોહન પણ પોતાની લાડકી દીકરી સાથે આવેલા મહેમાનોને આવકાર્યા અને પ્રસંગ ની મજા લઇ રહ્યા છે.


ત્યાં જ પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ધારા અને રોહન ને નાનકડી પરી ને લઈને પુજા કરવા માટે બોલાવે છે.

પુજા પુરી થતાં જ બંને પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ને પોતાની લાડકી દીકરી ની કુંડળી જોવા કહે છે.


પંડિત ઓમકારનાથ: રાશિ મુજબ આ દિકરી નું નામ અનિશા રાખવું જોઈએ.


ધારા અને રોહન: હા આજથી આપણી પરીનુ નામ અનિશા છે.


સરિતા બેન : મારી લાડકવાયી દીકરી અનિશા..


પંડિત ઓમકારનાથ : કુંડળી મુજબ આ દિકરી નું ભવિષ્ય ખુબ જ ઉજ્વળ છે આ દિકરી આખા પરિવારનું નામ રોશન કરશે પણ...


ધારા અને રોહન : પણ શું પંડિત જી ?? જે હોય તે સ્પષ્ટ જણાવો.


પંડિત ઓમકારનાથ : બધી રીતે સુખી અને સમૃદ્ધ જીવન છે આ દિકરી નું પણ આયુષ્ય કેવળ ૨૦ વર્ષ સુધી છે.


પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ની આ વાત સાંભળીને વાતાવરણ માં ખુશી ને બદલે સુનકાર ફેલાઈ જાય છે.


ધારા : પંડિત જી આપ મહાજ્ઞાની છો આપના પર મને આને મારા પરિવાર ને આસ્થા છે પરંતુ મારી લાડકવાયી દીકરી નું ભવિષ્ય આવું કેમ?? મારી લાડકવાયી લક્ષ્મીનો શું દોષ??

આ સમસ્યાનો ઉકેલ તો હશે જ ને??


પંડિત ઓમકારનાથ. : દિકરી આ બધું ભગવાન ની લીલા છે. આપણે બસ એના સંદેશાવાહક છીએ.


આમ કહી પંડિત ઓમકારનાથ શાસ્ત્રી મહેતા નિવાસ માંથી વિદાય લે છે અને ધીમે ધીમે બધા મહેમાનો પણ વિદાય લે છે.


હવે મહેતા નિવાસ માં માત્ર ધારા ના ધીમા ડુસકા સંભળાય છે અને રોહન તેને શાંત કરી દિલાસો આપે છે.

સરિતા બેન અને પરાગ ભાઈ બાળકી ને‌ રોહનના હાથ માં સોંપી વિલા મોઢે પોતાના રૂમમાં જાય છે.


( શું હશે અનિશા નું ભવિષ્ય?? પંડિત ઓમકારનાથ શાસ્ત્રી ની વાત સાચી છે કે ખોટી?? શું ધારા અને રોહન બચાવી શકશે પોતાની દીકરી ને??)


####(સમાપ્ત)####


Thank you for reading ..