ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 5 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુરાઈ

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ફરે તે ફરફરે - 19

    ફરે તે ફરફરે - ૧૯   ફરીથી વિ. શાંતારામ યાદ આવી ગયા . એમ...

  • નાયિકાદેવી - ભાગ 26

    ૨૬ રાતના આવનારા ગંગ ડાભીના કહેવા પ્રમાણે કાફલો પાછો ફર્યો. ગ...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૨

    SCENE 2[ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલાના હાથમાં ફોન છે વિડીયો કોલ...

  • ભાગવત રહસ્ય - 66

    ભાગવત રહસ્ય-૬૬   ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે. એને ભીષ્મસ્તવ...

શ્રેણી
શેયર કરો

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 5


"તને કેવી રીતે ખબર પડી ગઈ કે મારી આંગળી સળગી ગઈ છે?!" મેં એની સામે ધારદાર નજરથી જોયું.

"અરે, એવું કંઈ નહિ, એ તો હું આ વાસણ સવારે લઈ જવાનું ભૂલી ગઈ હતી તો એ જ લેવા આવી હતી અને તમારા હાથને જોયું.." રોહિણી બોલી. વાત સાચી હતી. સવારનાં ખાવાનાં વાસણ એ ભૂલી જ ગઈ હતી.

મને પણ લાગ્યું કે હું વધારે જ વિચારો કરી રહ્યો હતો. પણ એ બધાંમાં હું એ વાત તો સાવ ભૂલી જ ગયો હતો કે કેમ એ મને ટચ નહોતી કરી રહી. એક વિચાર મારા મગજમાં આવ્યો, પણ હું નોર્મલ જ બિહેવ કરતો રહ્યો. મેં એક નિર્ણય મનમાં જ કરી દીધો હતો.

"સારું કાલે તમને ખાવા આપવા આવીશ.." કહીને જેવી જ એ જવા તૈયાર થઈ અને બહાર નીકળી. મેં એનો પીછો કરવાનું શુરૂ કરી દીધું.

દરવાજાથી બહાર સુધી, બહારથી રોડ પર, હું એની પાછળ જ ગયો. થોડે દૂર ગયો તો મેં જોયું કે એ એકદમ જ રીતસર હવામાં જ ગાયબ થઈ રહી હતી. પહેલાં માથું, પછી ધડ અને પગ પણ. હું બહુ જ ગભરાઈ ગયો. મને બહુ જ ડર લાગી રહ્યો હતો. શું મેં જે જોયું એ હકીકત હતી કે કોઈ ભ્રમ, પણ મેં જે જોયું એ સાચું જ હતું. એ હવામાં ગાયબ થઈ ગઈ હતી. હું બહુ જ ગભરાઈ ગયો. વધારે વિચાર્યા વગર જ હું સીધો જ ઘરે આવી ગયો. દિલમાં એક ડર લાગતો હતો. દિલ બહુ જ જોરથી ધડકી રહ્યું હતું. આખાય ઘરમાં ઘડિયાળનો અવાજ અને મારા દિલની ધડકન નો અવાજ જ આવી રહ્યો હતો.

મેં મારાં વિચારોને રોક્યાં, ખુદને થોડો સ્વસ્થ કર્યો અને ઊંડા શ્વાસ લેવા લાગ્યો. હું ખુદને થોડી હિંમત આપી રહ્યો હતો. હું ભગવાનનું નામ લેતો રહ્યો. ગમે એ થાય પણ હવે મારે રોહિણી સામે સારી રીતે જ રહેવાનું હતું. જો એ કઈક અદૃશ્ય શક્તિ હતી તો કેમ હજી એને ખુદને નુકસાન નહોતું પહોંચાડ્યું, મેં વિચાર્યું. મતલબ તો એમ કે એ સારી છે. મને થોડું ચેનમાં ચેન આવ્યું.

મેં મગજમાં વિચારી લીધું કે હવે મારે શું કરવાનું હતું. મેં ખુદને બહુ જ સાચવ્યો અને મનને મક્કમ કરી દીધું. હવે કાલે જ જોવાનું હતું કે હું ખુદને સાચવવામાં કેટલો સફળ થયો છું. તેમ છતાં, જો રોહિણી ધારત તો મને ત્યાં જ મારી દેત, પણ એને એવું ના કર્યું. કારણ સાફ જ હતું કે એ મારી મદદ જ કરવા માગતી હતી. અને એ વાતને જ ધ્યાનમાં રાખીને મેં ખુદને નોર્મલ દેખાવડા પર ફોકસ કર્યું.

સવાર પડી તો એ ખાવા લઈ આવી ગયો. હું ખુદને એની સામે કેવી રીતે રહેવાનું એ બધાં જ વિચારો કરી રહ્યો હતો. વધુમાં મારે પણ એને એક અણજાણ ની જેમ સવાલો કરવા જોઈએ એવો વિચાર મને પણ આવ્યો.

"તેં તારા વિશે કઈ ના કહ્યું?!" આજે મેં એને પૂછી લીધું.

"કઈ ખાસ નહિ, બસ બહુ જ પાપ કર્યા છે તો તમારા જેવા માણસનાં આશીર્વાદ લઈ ને થોડું પુણ્ય લેવા માંગુ છું!" એણે બહુ જ સરસ જવાબ આપ્યો હતો, પણ હું તો નજાને કયા કયા વિચારો પણ વિચારી રહ્યો હતો.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 6માં જોશો: "મને ખબર હતી કે તમે નહિ મરો, મને આટલો બધો પ્યાર જે કરો છો, એટલે જ તો હું તમારી સેવા કરવા પેલા લોકથી આ લોકમાં આવી છું.. મને ખબર છે કે તમે આ નરક જેવું જીવન બસ મારી ખુશીને માટે જ જીવો છો.. જો તમે મને ટચ કરતાં તો તમને ખબર પડી જતી કે હું તો બસ તમને જ દેખાઉં છું. બસ એક તમે જ મને જોઈ શકો છો." રેવતી ની આત્મા બોલી રહી હતી. પણ તેમ છતાં મને થોડો પણ ડર નહોતો લાગી રહ્યો.