કમલી - ભાગ 6 Jayu Nagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કમલી - ભાગ 6

(તમે આગળ વાંચ્યું તેમ સુરેશ અને લતાના લગ્ન ની તૈયારી ઓ ચાલી રહી છે. સુરેશ ને લગ્ન નથી કરવા હવે વાંચો આગળ....)



સુરેશના મનમાં ઉથલ-પાથલ
ચાલી રહ્યો હતી.
જેની સાથે પ્રેમ હતો તેની સાથે ઘરવાળાની મંજૂરી ન હતા. અને જેની સાથે લગ્ન થવાના હતા તેની સાથે તેને કરવા ન હતા. તે હવે ઘરમાંથી ભાગી જવાની તૈયારીમાં હતો....પણ, જવું તો કેવી રીતે?....


લતાના લગ્નને હવે ચાર દિવસ જ બાકી હતા...ઘરે મંડપ બાંધ્યો હતો. ઢોલ અને શહનાઈ વાળા આવી ગયા હતા.. આજથી હવે લગ્નની રસમો ચાલુ થઈ ગઈ હતી.. બહાર કુટુંબની સ્ત્રીઓ મગ અને અડદની દાળની વડીઓ તાપમાં મૂકી રહી હતી.. તો બીજી બાજુ લતાનો સમાન મોટી મોટી પતરાની પેટીમાં મુકાઈ રહ્યો હતો... બીજી ગામની સ્ત્રીઓ લતાના હાથમાં મહેંદી મુકવા માટે તેના પાનને મોટા પથરા પર લસોટી રહી હતી... લતાની સહેલીઓ પાનનો રસ કાઢી લાકડાની સળીથી પોતાની કારીગરી તેના હાથ પર અજમાવી રહી હતી... નાની નાની બાળાઓ પોતાના હાથ મેંહદીથી રંગી રહી હતી તો મોટી
સ્ત્રીઓ હાથમાં ટપકાં કરી રહી હતી...


જેમને સારું ગાતા આવડતું હતું તે લગ્નના ફટાણા ગાઈ રહ્યા હતા...
આવી રૂડી આંબાલિયા ડાળ, સરોવરિયા પાળ મૂકીને કોયલ ક્યા ગ્યાતા રે...

અમે ગ્યા'તા પાનાચંદભાઈના બંગલે રે ત્યાં રૂડા લગ્નગીતો ગવાય... સાંભળવાને ત્યાં ગ્યા'તા રે……. આવી રૂડી...

અમે ગ્યા'તા પાનાચંદભાઈના બંગલે રે એમના ઘેર મીઠા બોલી નાર જોવાને અમે ત્યાં ગ્યા'તા રે... મીઠુ મીઠુ બોલેને મોતી ઝારે રે હીરા-માણેક તપે રે લલાટ જોવાને અમે ત્યાં ગ્યા'તા રે… આવી રૂડી....


અમે ગ્યા'તા પાનાચંદભાઈના બંગલે રે નાણાવટીયા બેઠા સારી રાત જોવાને અમે ત્યાં ગ્યા'તા રે... ખાજાના વાર્યા છે ખરખળા રે લાડુએ બાંધી છે પાળ જોવાને અમે ત્યાં ગ્યા'તા રે… આવી રૂડી....

અમે ગ્યા'તા વેવાઈને છાપરે રે એમના ઘરે ઘૂરકા બોલી નાર જોવાને અમે ત્યાં ગ્યા'તા રે... ઘુરકુ ઘુરકુ બોલે ને હેત નહિ રે...… જુઓ, તીખો તપે રે લલાટ જોવાને અમે ત્યાં ગ્યા'તા રે.... છાણાના વાર્યા છે ખરખલા રે ઢેખાળે બાંધી છે પાળ જોવાને અમે ત્યાં ગ્યા'તા રે… આવી રૂડી...



રસોડાની જવાબદારી મધુબેન અને તેમના પતિ વિજયભાઈએ લીધી હતી. વિજયભાઈ તો આખો દિવસ વાડીમાં જ રહેતા હતા.. મહારાજ લાડવા બનાવી રહ્યો હતો..સાથે પુરી, શાક, દાળ, ભાત અને ભજીયા બની રહ્યા હતા.. દાળ અને ભજીયા ની સુગંધ છેક બહાર સુધી જતી.. ગામમાં જેટલા પણ ગરીબ ઘર હતા તે બધા જ લોકોને ત્યાં જમવાનું અહીંથી જ આપવાનું એવું નક્કી હતું. એટલે આખા ગામમાં ચાર દિવસ માટે ઉત્સવ જ હતો... સવાર સાંજનુ થઈને ત્રણસો માણસોનું જમવાનું બની રહ્યું હતું.. પંગતમાં બેઠેલાને રસોઈ પીરસવાની હોડ લાગી હતી... તો વળી નાના છોકરાઓ પાણી આપવા માટે દોડી રહ્યા હતા...


સાંજે સત્સંગ બેસાડ્યો હતો. આમ તો, આ સ્ત્રીઓનો જ પ્રોગ્રામ હોય એટલે, પુરુષ મંડળી બહાર બેઠી હતી.


લતા એના રૂમમાં તૈયાર થઈ રહી હતી. એણે સિલ્કની સાડી અને સિલ્કનું જ ભરત ભરેલું બ્લાઉઝ પહેરયા હતા. સવિત્રીબેન લતાને તૈયાર કરી રહ્યા હતા...સોનાના દાગીનાથી શણગારેલી લતા ખૂબ જ સુંદર લાગતી હતી.પોતાની દીકરીને તૈયાર થયેલી જોઈ તેમની આંખમા આંસુ આવી ગયા.. આંખના ખૂણેથી કાજલ કાઢી લતાના કાન પાછળ લગાવી બોલ્યા કેટલી સુંદર લાગે છે મારી દીકરી કોઈની નજર ના લાગે...


સવિત્રીબેનને લાગતું હતું કે કાગડો દહીંથરુ લઇ જશે. સાવિત્રીબેને રેવાબેનને કહ્યું, ભાભી લતાનું નસીબ કેવુ કે, આટલી સુંદર અને સુશીલ છોકરીના લગ્ન રાકેશ કુમાર સાથે થશે?....


રેવાબેન એક નિશ્વાસ નાખી બોલ્યા સાવિત્રી નસીબના ખેલ છે બધા, પણ રાકેશ કુમારનો સ્વભાવ બહુ સારો છે દીકરી સુખી થશે, અને રહી વાત આર્થિક પરિસ્થિતિની તો આપણે પણ મદદ કરીશું ને, તારા ભાઈ કાલે જ મને કહેતા હતા કે, લગ્ન પછી તેમને મોડાસા બોલાવી લઈશું. અહીંની પેઢીમાં જ કામ આપી દઈશું. અને તેમના નાના ભાઇ-બહેનને ભણાવવાની જવાબદારી પણ આપડે જ લઈ લઈશું તું શુ કામ ચિંતા કરે છે?....

આ બંને ભાઈઓ પણ નીચેથી જ ઉપર આવ્યા છે ને!.... આપણે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા ત્યારે શું હતું એમની પાસે?... ભાડાના ઘરમાં રહેતા હતા. કાળી મજૂરી કરી છે બંને ભાઈઓએ, પોતાની પીઠ પર સમાન ઊંચક્યો છે.

માં-બાપ વગરના બંને માસીને ઘરે મોટા થયા છે. લતાને એવું તો નથી ને, 'ઈશ્વર પર ભરોસો રાખ સૌ સારા વાના થશે'... રેવાબેન સવિત્રીબેનને આશ્વાસન આપી રહ્યા હતા.....


આ બાજુ લતાના રૂમ માંથી કમલી ની એકદમ ચીસ સંભળાઈ..... એટલે, બધા ભાગતાં ઉપર દોડી આવ્યા. સુરેશ એમા સૌથી પહેલો હતો. શુ થયું?... કેમ કમલી એ એટલી જોરથી ચીસ પાડી?...


લતાના રૂમમાં આગ લાગી હતી 🔥.... રાચરચીલું બધું લાકડાનું હતું એટલે, આગ ને પકડતા વાર ના લાગી.... બધા આમતેમ દોડી રહ્યા હતા... સુરેશ સૌથી પહેલા લતા અને કમલીને બચાવી ને બહાર લઇ આવ્યો....

બાકીના બધા જે હાજર હતા તે તમામ ને બચાવી લીધા હતા કોઈ જાનહાની થઈ ન હતી. આગ ઉપરનો કાબુ પણ આવી ગયો હતો. પણ, લતા બહુ ડરી ગઈ હતી 😱...... તે સુરેશને વળગીને રડી રહી હતી.


હજુ પણ, 'આગ કેમ લાગી?...' તે પહેલી કોઈને સમજાઈ રહી ન હતી. પણ, આ બધામાં સુરેશના મનમાં એક વિચાર દોડી રહ્યો હતો.

આ બાજુ, પાનાચંદ શેઠ અને ફકીરચંદ શેઠ ને આગ કેમ લાગી?... તે વિચાર મનમાં ચાલી રહ્યો હતો. બન્યું એવું હતું કે સુરેશનું સિગરેટ પીવાનું 'lighter 'અજાણતા રશ્મિકાંતના હાથમાં આવી ગયું હતું.તે રમતા-રમતા બારીના પડદા પાસે આવી ને lighter સાથે રમવા લાગ્યો એમાં ક્યારે lighter પડદા ને લાગી ગયું અને પવનથી આગ ફેલાઈ ગઈ, એ કોઈ ને ખબર ન પડી.




રશ્મિકાંતે lighter ત્યાં જ ફેંકી દીધું હતું... અને તે બીજા બાળકો સાથે રમવા લાગ્યો હતો. સત્સંગનો પ્રસંગ પતી ગયા પછી પાનાચંદશેઠે તપાસ કરતા આ વાતની ખબર પડી....



એમણે આ વાત પોતાના મોટા ભાઈ ને કરવાની જરૂર ના લાગી, થયું નાહક 'વાત નું વતેસર થશે'.... પણ, એમણે સુરેશને બોલાવી ને થોડો ધમકાવ્યો અને સાથે ચીમકી આપી કે, જો ફરી આ હરકત કરી છે તો મોટા ભાઈ ને જણાવી દઈશ.....



આ વાત થી સુરેશ થોડો ગુસ્સામાં હતો. તેને જલ્દી થી અહીંથી ભાગી જવું હતું.... અને, આ માટે તેને લતાનો સાથ જોઈ તો હતો.પણ, લતાને માનવી કેવી રીતે?... તે વિચાર કરી રહ્યો હતો.