Kamli - 2 books and stories free download online pdf in Gujarati

કમલી - ભાગ 2

************ કમલી-2 ***********

(વાત આઝાદી પેહલાની છે. મોડાસામાં રેહતા બે સગા કાકાના દીકરા અને દીકરીના લગ્ન એ સમયના સભ્ય સમાજમાં તેહલકો મચાવી દીધો હતો. પાનાચંદ શેઠ મુંબઇ ગયા છે. હવે વાંચો આગળનો ભાગ..)

 

મુંબઈમા તેમની માસીની દીકરી રહેતી હતી. મધુબેન તેમના કરતા પાંચ વર્ષ મોટા હતા. તેમના પતિ વિજયભાઈ અને તેમનો પરિવાર વર્ષોથી મુંબઈમાં રહેતો હતો. વિજયભાઈના પિતાએ મેહનતથી ધંધો જમાવ્યો હતો અને વિજયભાઈએ તે ધંધો આગળ ફેલાવ્યો હતો. વિશ્વાસુ ઘરના માણસોની જરુર હતી. એટલે, આ બંને ભાઈઓને ધંધામાં ઘણી મદદ કરી મોડાસામાં પણ તેનો વિસ્તાર કર્યો હતો. એટલે, તે જ્યારે મુંબઈ આવતા તો ત્યાં જ રોકાતા. સુરેશનું ધ્યાન પણ તે જ રાખાતા હતા.

સુરેશ મોટા બાપુ ફકીરચંદ શેઠનો વીસ વર્ષનો એકનો એક દીકરો, ભણવામાં હોંશિયાર હતો એટલે, એને મોડાસામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવી મધુબેનના કેહવાથી મુંબઇ લાવ્યા હતા. તેમની દેખરેખમાં જ તેને 'ધ કેથીડરલ એન્ડ જોહ્ન કોનન સ્કૂલમાં ભણવા મુક્યો હતો, સારા માર્કે પાસ થયા પછી તેને વિલ્સન કોલેજમાં એડમિસન મળ્યું હતું. એટેલે હોસ્ટેલમાં રેહવા ગયો હતો. થોડા દિવસ તો ઘર અને હોસ્ટેલમાં આવન-જાવન ચાલુ રહી પણ બીજા વર્ષમાં આવ્યા પછી ધીરે ધીરે ઘરે જવાનું ઓછું કરી દીધું હતું.. મુંબઇ માં રહેતા-રહેતા સુરેશ થોડો ઘણો અંગ્રેજ બની ચુક્યો હતો.... સિનેમા જોવી, ક્લબમાં જવું, તો ક્યારેક ક્યારેક સિગરેટ અને દારૂ પીવા તેના માટે હવે સામાન્ય થઈ ગયું હતું.. વળી, તેની સાથે ભણતી  પારસી છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો… આ વાતની ખબર મધુબેનને પડી હતી, અને એટલે જ તેમણે પાનાચંદ ભાઈને અહી બોલાવ્યા હતા...

જ્યારે પાનાચંદ ભાઈને આ વાતની ખબર પડી ત્યારે તેને સમજાવવનો પ્રયત્ન કર્યો. તેમને હવે લાગવા માંડ્યું હતું કે જો લગામ નહીં કશીએ તો છોકરો હાથમાંથી જતો રહશે.. અમે, તને અહી ભણવા મોકલ્યો છે આ બધુ કરવા માટે નહીં.. જો આજ પછી આવી કોઈ પણ ફરિયાદ આવી તો તને મોડાસા પાછો બોલાવી લઈશું.. અરે! અમને તો તારા પર ગર્વ હતો, અમારા પછી આ પેઢીને તું સાંભળીશ. જ્ઞાન મેળવવા માટે છે,પશ્ચિમી સંસ્કૃતિનું આધળું અનુકરણ કરવા માટે નથી.. અંગ્રેજો સાથે પનારો પડે છે માટે અંગ્રેજી શીખવાનું છે.. દારુ પીવો, સીગરેટ પીવી, ક્લબમાં જવું એ બધુ શું છે...? અને મે સાંભળ્યું છે કે તું કોઈ પારસી છોકરીના પ્રેમમાં પડ્યો છું? અમે તો તારા અને લતાના લગ્ન સાથે લેવાનું વિચારી રહ્યા છીએ.. છોકરીની ડોલી ઉઠશે અને વહુ ઘરમાં આવશે.. નપાવટ ખાનદાનની ઇજ્જત અને આબરૂ ડૂબડવા બેઠો છે.. કાન ખોલીને સાંભળી લે, આ સંબંધ શકય નથી. તારા વેવિશાળ નક્કી થઈ ગયા છે.. અરે! જરા તો વિચાર કર..? કોઇની છોકરીની જિંદગી બગડી જશે.. તેની સાથે કોણ લગ્ન કરશે..? જે છોકરીને તું પ્રેમ કરે છે તેને ખબર છે કે તારા વેવિશાળ થઈ ગયા છે..? તું ઘરમાં સૌથી મોટો છે. પાછળ તારા નાના ભાઈ-બહેનને કોણ અપનાવશે..?

પાનાચંદ શેઠનો અવાજ જરા ઉગ્ર થઈ ગયો. ધાર્મિક વૃત્તિ વાળા અને ગાંધીજીની વિચાર ધારા ને વળગી રહેવા વાળા પાનાચંદ શેઠ ને આ સાંભળીને આચકો લાગ્યો હતો. એટલે સુરેશ ને અલ્ટીમેટમ આપીને આવ્યા, બને તો તે છોકરી ને સાચી હકીકત જણાવી દેજે. અને હવે જો ખબર પડી કે તે કોઈ પણ આડાઅવળા કામ કર્યા છે, તો તને મોડાસા પાછો બોલાવી લઈશું.....

આ બાજુ મોડાસામાં------------------

એ જમાનામાં જ્યારે લોકો છોકરાને પણ સ્કૂલમાં નોહતા મોકલતા ત્યારે, કમલી સ્કૂલમાં ભણવા જતી.. મોટા ભાગના બધા છોકરા જ તેની સાથે ભણતા. છ વર્ષની કમલી સવિત્રીબેનેનું બીજું સંતાન. ત્યારબાદ ચાર વર્ષનો રશ્મિકાંત અને બે વર્ષનો હર્ષદ.

લતા દાદરા ચઢીને કમલીને ઉઠાડવા માટે ગઈ. આમ તો ઘરમાં નોકર-ચાકર હતા પણ, આજે પાનાચંદ શેઠ આવવાના હતા એટલે બધા એની તૈયારીમાં હતા.

કમલીનો રૂમ મોટો હતો એમાં એકબાજુ એનો સાગના લાકડામાંથી બનાવેલો પલંગ હતો પલંગ પર મચ્છરદાની લગાવેલી હતી. તો....., બીજી બાજુ લાકડાનું કબાટ હતું. જેમાં ઉપરના ભાગમાં એના કપડાં અને રમકડાં હતા..તો નીચે ગુજરાતી તથા અંગ્રેજી ભાષાની પુસ્તકો હતી.. જમણી બાજુ પર એનું સ્ટડી ટેબલ હતું. બારીમાં પડદા નાખેલા હતા. નીચે કાબુલથી લાવેલી જાજમ પાથરેલી હતી......

કમલીના જન્મ બાદ પાનાચંદ શેઠની ઉન્નતિ થઈ હતી એટલે, એ જરા વધારે લાડલી હતી. કમલી પણ દેખાવમાં સુંદર હતી. છ વર્ષની કમલી સ્કૂલ ડ્રેસ પહેરી બે ચોટલી વાળતી ત્યારે કોઈ ઢીંગલી હોય એવી લાગતી.

કમલી ઉઠ, સાત વાગી ગયા છે. તારે સ્કૂલમાં જવાનું મોડું થશે .અને આજે બાપુ પણ આવવાના છે...મંગલાચરણ, ગાતાં-ગાતાં લતા કમલીને ઉઠાડી રહી હતી. બાપુ આવવાના છે....? ઊંઘમાં પણ કમલીના ચહેરા પર આ સાંભળીને ખુશી આવી ગઈ.

હા, ઉત જલદી, અને તૈયાલ તઈ જા..... ચાર વર્ષનો રશ્મિકાંત બોલ્યો જે લતા સાથે આવ્યો હતો. તેની કાલી-કાલી ભાષા સાંભળી બંને બેનો હસી પડી....

ઘર માં સૌથી જૂની નોકરાણી હતી તે આવી ને કમલીને તૈયાર કરવા માટે નીચે લઇ ગઈ....

પાછળ ના ભાગમાં મોટો વરંડો હતો. જ્યાં પાણી ગરમ કરવા માટે બમ્બો હતો. અને ત્યાંજ કૂવો હતો. ચોમાસામાં વરસાદનું પાણી એ કૂવામાં જાય તેવી વ્યવસ્થા કરી હતી, એટલે કૂવામાં કદી પાણી ખૂટતું નહીં.. એ જમાનામાં જ્યાં લોકો કુદરતી હાજત કરવા બહાર જતા ત્યારે, અહીં ઘરમાં જ બધી સગવડ હતી. પાછળ એક મોટો બગીચો હતો, જ્યાં ડાબી બાજુએ સર્વન્ટ ક્વાર્ટર હતું, એની જમણી બાજુએ ગાડી મુકવા માટે ગરાજ હતું.. જેમાં ગાડીઓ મૂકવામાં આવી હતી.. અને સામેની બાજુ ડાબી તરફ ગૌશાળા હતી….

ક્રમશ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED