The Author Jayu Nagar અનુસરો Current Read કમલી - ભાગ 7 By Jayu Nagar ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books લખપત - એક ભૂલાએલો ઇતિહાસ ફરે તે ફરફરે - 53 ફરે તે ફરફરે - ૫૩ "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ... શ્રીનિવાસ રામાનુજન ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 36મહાનુભાવ:- શ્રીનિવાસ રામા... ભાગવત રહસ્ય - 147 ભાગવત રહસ્ય-૧૪૭ મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી... લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-28 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-28 ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Jayu Nagar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 9 શેયર કરો કમલી - ભાગ 7 1k 1.8k વાચક મિત્રો તમે આગળ જોયું તેમ (લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. ઘરે મંડપ બંધાઈ ગયો છે...સત્સંગના દિવસે સુરેશનું લાઈટર રશ્મિકાંતના હાથમાં આવતા આગ લાગી હતી.... અને આ વાત પાનાચંદશેઠને ખબર પડી તો સુરેશને થોડો ઠપકો આપ્યો.. તેથી તે ગુસ્સામાં હતો.....હવે વાંચો આગળ.....) રાતે લગભગ સાડા દસ વાગે બધા સુઈ ગયા હતા પણ, સુરેશની આંખમાં ઊંઘ ન હતી..... તે વરંડામાં આંટા મારી રહ્યો હતો... આ બાજુ, લતાને પણ ઊંઘ નોહતી આવતી.... તે પણ પોતાના રૂમમાં આંટા મારી રહી હતી. તેણે ઉપરથી જોયુ તો સુરેશ નીચે વરંડામાં આંટા મારી રહ્યો હતો એટલે લતા પણ નીચે આવી, ને તેને પૂછ્યું કેમ ઊંઘ નથી આવતી?..... 'તને પણ તો ક્યાં આવે છે?'... સુરેશ..સવાલ મેં પહેલા કર્યો છે તો જવાબ પહેલા તારે આપવાનો રહેશે..... થોડીવાર મૌન ધારણ કર્યા પછી, સુરેશ બોલ્યોલતા, મારે આ લગ્ન નથી કરવા.... લતા આ સાંભળીને થોડી ચોકી ગઈ....હે! આ તું શું બોલે છે?... થોડા દિવસ પછી તારા લગ્ન છે.. હા જાણું છું પણ, મને મીના પસંદ નથી... 'એવું કેમ બોલે છે? ભાભી સારા છે. બિચારા મનમાં ક્યારનાય તને પતિ તરીકે માની ચુક્યા છે...લતા ધીરેથી બોલી એટલે સુરેશ થોડા ગુસ્સામાં બોલ્યો એય, હજુ લગ્ન નથી થયા ભાભી ના કહીશ...પણ વેવિશાળ તો, થઈ ગયા છે ને, તું જ્યારે નાનો હતો ને ત્યારના... એટલે ભાભી તો કહીશ, લતા જરા ચીડવવાના સુરમાં બોલી... પ્લીઝ લતા કઈ તો કર? હું અહી સિરિયસ મેટર પર બોલી રહ્યો છું અને તને મજાક સૂઝી રહ્યો છે...હું શું બોલું? લગ્ન તો તારે અને મારે, જેની સાથે નકકી થાય છે તેની સાથે કરવા જ પડશે લતાએ ફિલોસોફી ઝાળી..પણ, હું કોઈ બીજે ને પ્રેમ કરું છું, થોડો ચિડાઈ ને સુરેશ બોલ્યો. હે.... લતાના મોંઢા માંથી લગભગ ચીસ જ નીકળી ગઈ... આ તું શું બોલે છે? ઘરમાં કોઈને ખબર પડશે ને તો આવી જ બનશે તારું. ... તારા બાપુ જાણે છે, થોડી રીસ સાથે સુરેશ બોલ્યો. લતા માટે આ વાત બિલકુલ કલ્પના બહાર હતી.... અને, હું એ પણ જાણું છું કે, તારે પણ આ લગ્ન નથી કરવા. સુરેશ બિલકુલ ધીરેથી લતા પાસે જઈને બોલ્યો. લતા થોડી ઓસવાની પડી અને થોથવતી બોલી "ના - ના એવું કંઈ નથી", અને નીચું જોઈ ગઇ..... એની આંખ માં આંસુ આવી ગયા.... 😢 સુરેશે બરાબર લાગ જોઈ ને દાવ ફેંક્યો હતો. એ લતાના મનમાં શુ ચાલી રહ્યું છે?... તે માપવાની કોશિશ કરી રહ્યો હતો. પણ, લતા કાંઇ બોલવા તૈયાર ન હતી. તે જાણતી હતી કે ના પાડીશ તો પણ, કોઈ સંભાળવાનું નથી. અને હવે લગ્નને 4 દિવસ બાકી છે.... ત્યારે થઈ પણ શું શકે છે?.... ઉપરથી માં-બાપની આબરૂનો પણ સવાલ હતો જ..... સુરેશે પેહલ કરી અને લતા ને કહ્યું, 'ચાલ આપણે, અહીંથી ભાગી જઈએ'... ભાગી ને જઈશું ક્યાં?.. લતા થોડી ડરી ને બોલી! મુંબઇ બીજે ક્યાં?.... હું મારી પ્રેમિકા સાથે લગ્ન કરી લઈશ....અને પછી, તારા માટે કોઈ સારો છોકરો શોધી ને તને પરણાવી દઈશ..... સુરેશ થોડા આનંદ સાથે બોલ્યો. લતાએ સ્પષ્ટ ના પાડી દીધી કે, તે આ રીતે તેની સાથે ભાગવા તૈયાર નથી. સુરેશ પોતાની સાથે લતાનું પણ ભવિષ્ય બગડી રહ્યું છે તેમ માનતો હતો... એટલે જ એણે લતાને પોતાની સાથે ભાગી જવાની સલાહ આપી.....અને એક ની જગ્યાએ બે જાણ હોઈશું તો હિંમત એકઠી કરી ને બોલી પણ શકાશે.... પણ, હવે લતાએ ના પાડી દીધી હતી એટલે તે થોડો વિચાર માં હતો કે હવે શું કરવું?.... રાત બહુ થઈ ગઈ છે સુઈ જઈએ કહી લતા ત્યાંથી જતી રહી.... અને સુરેશ પણ પોતાના રૂમ માં જઈ સુવાની કોશિશ કરવા લાગ્યો..... આ બાજુ લતાને સુરેશ ની વાત રહી-રહી ને યાદ આવવા લાગી કે, તેને પણ તો આ લગ્ન નથી કરવા. આમ વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર ના પડી..... બીજે દિવસે સુરેશનો એક મિત્ર વિજય મુંબઇથી આવવાનો હતો એટલે, સુરેશ પોતે તૈયાર થઈને તેને લેવા ગયો હતો.... બંને મિત્રો ગણા દિવસ પછી મળ્યા હતા. સુરેશ બહુ ઉત્સાહમાં હતો કેમ કે, તે જેની રાહ જોઈ રહ્યો હતો તેની પ્રેમિકા પેરિઝાદનો પત્ર પણ તેની સાથે આવવાનો હતો. આટલા, દિવસ રાહ જોઈ હતી એટલે, હવે સુરેશને પણ ઉતાવળ હતી પત્ર વાંચવાની.... જેવો મિત્રને સ્ટેશન પર મળ્યો કે તેની ખુશી તેના ચહેરા પર દેખાય આવી. 😊 બંને એકબીજાને ભેટી પડ્યા.... અરે, થોડી રાહ જો !.... ઘરે જઈને આપુ છું, કહી વિજય ગાડીમાં બેઠયો... તેણે, બધાના સમાચાર પૂછ્યા. વારે-વારે સુરેશના પૂછવા ઉપર પણ વિજય કશું કહી રહ્યો નહતો.... આખરે, દિવસ ને અંતે, જ્યારે બંને મિત્રો એકલા પડ્યા ત્યારે વિજયે કહ્યું, પેરિઝાદે કોઈ પત્ર મોકલ્યો નથી..... આ વાત સુરેશ માટે અસહ્ય હતી. તે આ વાત માનવા તૈયાર જ ન હતો.એવું તો શુ થયું? કે, લગ્નનું વચન આપી દેનાર પેરિઝાદે પત્ર ના મોકલ્યો. 'કાપો તો લોહી ના નીકળે'.... 😇 એવી હાલત સુરેશની થઈ હતી. સુરેશ જાણવા માંગતો હતો કે એવું શું બન્યું?. સુરેશે કબાટમાંથી દારૂ કાઢયો અને પીવા લાગ્યો. તે વિજય ને પૂછી રહ્યો હતો.વિજય માટે પણ આ બધું અસહ્ય હતું.. તે સુરેશ અને પેરિઝાદના પ્રેમનો સાક્ષી હતો. તેનું ગળુ સુકાઈ રહ્યું હતું તેનામાં હિમંત ન હતી બોલવાની એટલે એને પણ દારૂ ના બે ગુટ પીધા અને એકીશ્વાસે બધું બોલી ગયો.. પેરિઝાદને તારા અને મીનાના લગ્નની ખબર પડી ગઈ છે. ઉપરથી તેના ઘરવાળા પણ વિધર્મી લગ્ન માટે તૈયાર નથી. તેના પપ્પાએ તો તેનું ઘરની બહાર નિકળવાનું પણ બંધ કરાવી દીધું હતું. અને, તેઓ બોમ્બે છોડી નવસારી જતા રહ્યા છે. ત્યાં જ પેરિઝાદ માટે કોઈ છોકરો શોધી તેની સાથે તેના લગ્ન નક્કી કરી દેવાના છે. વિજય એકી શ્વાસે બધું બોલી ગયો.તને ક્યારે ખબર પડી?. સુરેશે લગભગ રડતા અવાજે પૂછ્યું 😢. તારા અહીં આવ્યાના ત્રણ દિવસમાં જ આ બધું બની ગયું. વિજયે જવાબ આપ્યો. સુરેશ હવે લગભગ બેકાબુ જેવો બની દારૂ પી રહ્યો હતો. વિજયે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ રહયો. દારૂના નશામાં ક્યારે બંને ઊંઘી ગયા ખબર ના પડી. ક્રમશ... ‹ પાછળનું પ્રકરણકમલી - ભાગ 6 › આગળનું પ્રકરણ કમલી - ભાગ 8 Download Our App