નો ગર્લ્સ અલાઉડ - ભાગ 52 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 52



કિંજલે અનન્યા અને આદિત્ય વચ્ચેની લવ સ્ટોરી રાહુલને જણાવી. જ્યારે રાહુલે પોતાની મજબૂરી કિંજલ સમક્ષ શેર કરી.

" તને લાગે છે અનન્યા તારી વાત સમજશે?" રાહુલની પૂરી વાત સાંભળીને કિંજલે કહ્યું.

" આઈ નો કે એ મારાથી ખૂબ ગુસ્સે છે પણ હું એને કંઈ પણ રીતે સમજાવી લઈશ, બસ તું એને મારી સાથે મળવા માટે રાજી કરી દે..."

" ચલ, હું અનન્યા સાથે વાત કરું છું જોવ શું કહે છે એ.."

" થેંક્યું થેંક્યું થેંક્યું સો મચ...કિંજલ..."

" બસ તું પ્રેમથી વાત કરજે, એ ઓલરેડી પ્રેગનેટ છે તો થોડોક ખ્યાલ પણ રાખજે..."

" ઓકે..."

કિંજલ ત્યાંથી જતી રહી અને અનન્યા સાથે કઈ રીતે વાત કરવી એ વિશે વિચાર કરવા લાગી. અનન્યાનું મૂડ જોઈને કિંજલે આખરે રાહુલની વાત મૂકતા કહ્યું. " અનન્યા મને કાલ રાહુલ મળ્યો હતો..."

રાહુલનું નામ સાંભળતા જ અનન્યા એ મનમાં કહ્યું. " રાહુલ ત્યાં પણ પહોંચી ગયો.."

" અનન્યા મારી વાત તો સાંભળે છે ને..." અનન્યા નો અવાજ ન આવતા કિંજલે કહ્યું.

" હા હા બોલ શું કહેતી હતી?"

" હું એમ કહેતી હતી કે કાલ મને રાહુલ મળ્યો હતો અને કહેતો હતો કે એ તારી સાથે વાત કરવા માંગે છે..."

" મારે એની સાથે કોઈ વાત નથી કરવી...." ગુસ્સામાં અનન્યા એ કહી દીધું.

" અનન્યા એક વાર એની વાત તો સાંભળી લે, પછી તારે એની સાથે સંબંધ રાખવો કે ન રાખવો એ તારી ઈચ્છા છે, બસ મારા માટે એક વખત એની સાથે વાત કરી લે..."

કિંજલે અનન્યાની ઘણી મદદ કરી હતી એટલે અનન્યા ના ન પાડી શકી અને કહ્યું. " ઠીક છે પણ હા હું મળીને વાત નહિ કરું..."

" તો કઈ રીતે વાત કરશો?"

" એને કેજે મને રાતે દસ વાગ્યે વિડિયો કોલ કરે..."

" ઓકે તો હું એને આજ રાત દસ વાગ્યાનો સમય આપી દવ છું.."

અનન્યા આખરે રાહુલ સાથે વાત કરવા રાજી થઈ ગઈ. આ સમાચાર સાંભળીને રાહુલ ખૂબ ખુશ થયો. રાતના દસ વાગ્યાની નિરંતર રાહ જોવા લાગ્યો. જેમ દસ વાગ્યા તેમ અનન્યા એ ખુદ રાહુલના ફોન પર વીડિયો કોલ કર્યો જે કોલ રાહુલે પોતાના લેપટોપ સાથે કનેક્ટ કરી રાખ્યો હતો.

લેપટોપ પર રાહુલને પોતાની સામે જોઇને અનન્યાના ચહેરા પર પહેલા જેવી સ્માઈલ આવી ગઈ. ચહેરો ફૂલની જેમ ફરી ખીલ્લી ગયો. જે અનન્યા રાહુલ સમક્ષ ન છૂપાવી શકી.

" કેમ છે અનન્યા?" રાહુલે વાતની શરૂઆત કરતા કહ્યું.

" બસ ઠીક છું.." અનન્યા એ કહ્યું.

" ફર્સ્ટ ઓફ ઓલ સોરી અનન્યા બે વર્ષ સુધી તારાથી દૂર રહીને મેં તને ઘણી હર્ટ કરી છે... બટ સિચવેશન જ એવી આવી ગઈ હતી કે મારે તારાથી દૂર રહેવું જ પડ્યું..."

" બે વર્ષ સુધી??"

" ના મતલબ હું કઈ રીતે તને સમજાવું? સાંભળ થયું એવું કે શરૂઆતના છ મહિના હું નવા નવા બિઝનેસ કરવાના ટ્રાય કરી રહ્યો હતો. ત્યાં જ મને એક અમેરિકાનો ફ્રેન્ડ મળ્યો જેણે મને પોતાની સાથે બિઝનેસ કરવાની ઓફર આપી. હું ખુશ થઈને એની સાથે જોડાઈ ગયો પણ ત્યાર પછી થોડાક સમયમાં જ પોલીસે મને ડ્રગ્સ સપ્લાયર તરીકે ગિરફ્તાર કરી લીધો. જે ખરેખર તો મારો અમેરિકા વાળો ફ્રેન્ડ કરી રહ્યો હતો પણ હું એનો મિત્ર હોવાથી પોલીસે મને પણ એની સાથે ગિરફતાર કર્યો. પોલીસે ડ્રગ્સ સપ્લાયર કેસમાં મારા બીજા છ મહિના બગાડી નાખ્યા. માંડ માંડ ખુદને મેં બેગુનાહ સાબિત કર્યો. ત્યાર બાદ મારી પાસે ન તો બચત બચી કે ન કોઈ કામ. આવા સમયે મારા ઇન્ડિયા વાળા મિત્રે મારી મદદ કરી અને અમે સાથે મળીને અમેરિકામાં જ એક રેસ્ટોરન્ટનો બિઝનેસ શરૂ કર્યો. એ બિઝનેસને સફળ બનાવામાં હજી એક વર્ષ વિતી ગયું. આમ આ બે વર્ષ મેં તારા વિના કેમ નીકાળ્યા એ તો મારું મન જ જાણે છે અનન્યા, મારે તને કોન્ટેક્ટ કરવો હતો પણ તારો નંબર નોટ રિચેબલ આવતો હતો. ત્યાં જ મને થોડાક દિવસો બાદ આકાશ મળ્યો. મેં એને કહ્યું કે તું મારું એક કામ કર તું જ્યારે ઇન્ડિયા પાછો જા ને તો અનન્યાને કહેજે કે મારા માટે માત્ર એક વર્ષ રાહ જોવે ત્યાં સુધીમાં હું અહીંયા પોતાનો બિઝનેસ સ્થાપિત કરી લવ અને જ્યારે હું ઇન્ડિયા પાછો આવી જઈશ ત્યારે આપણે લગ્ન કરી લઈશું....આ મેસેજ મેં આકાશને તને દેવાનો કહ્યો હતો..."

" તે આકાશને એવું કહ્યું હતું???" અનન્યા એકદમ ચોંકી ઉઠી અને કહ્યું.

" હા અનન્યા મેં કસમથી એને એવું જ કહ્યું હતું...પણ એ નફ્ફટે તને શું કહીને મારા પ્રત્યે નફરત ફેલાવી મને એ જ નથી સમજાઈ રહ્યું..."

અનન્યાને આકાશે કહેલા શબ્દો યાદ આવ્યાં. ભૂતકાળમાં સરી ગયેલી અનન્યા જ્યારે વર્તમાનમાં પાછી ફરી ત્યારે બોલી. " એણે મને કહ્યું કે તે ત્યાં છ મહિના પહેલા જ કોઈ અમેરિકન છોકરી સાથે લગ્ન કરી લીધા છે..."

" અને તે એની વાતનો સ્વીકાર કરી પણ લીધો..."

" હા મતલબ એ મારાથી જુઠ્ઠું શા માટે બોલે?"

" અનન્યા આપણે પ્રોમિસ કર્યું હતું કે આપણે કોઈ પણ પરિસ્થિતિએ એકબીજાનો સાથ નહિ છોડીએ, જો તે મને પહેરાવેલી રીંગ પણ મેં હજી સાચવીને રાખી છે..."

" સોરી રાહુલ આઈ એમ રીયલિ સોરી.... મારે તારી સાથે એક વખત વાત કરવી જોઈતી હતી...આ શું કરી નાંખ્યું મેં? પોતાના જ પગે કુલ્હાડી મારી દીધી!!!"

" અનન્યા તને કેમ સમજાવું અત્યારે મારી ઉપર શું વિતી રહી છે? આટલા વર્ષ મેં તારી રાહ જોઈ અને જ્યારે મને તું પાછી મળી તો તારા ગળામાં મંગળસૂત્ર! એ જોઈને મને થયું આ મારી અનન્યા તો ન જ હોઈ શકે... મેં મારા આંસુઓ કેમ કરીને રોક્યા છે એ તો મારું મન જ જાણે છે અનન્યા...તે તો ખુશી ખુશી બીજા સાથે લગ્ન કરી લીધા પણ હવે મારું શું થશે તે કોઈ દિવસ વિચાર કર્યો છે?"

અનન્યા મૌન થઈને બસ રડી રહી હતી. પચતાવા સિવાય અનન્યા પાસે બીજો કોઈ ઉપાય ન હતો. રાહુલ પણ પોતાના આંસુઓને વધુ સમય રોકી શક્યો નહિ અને પ્રેમ આંસુ રૂપે એકબીજા સમક્ષ છલકી રહ્યા હતા.

" લાગે છે આપણે એકબીજાની સાથે રહીએ એ ઈશ્વરને મંજુર નથી. એટલે જ તો આજે આપણે બે વર્ષ પછી આ રીતે મળી રહ્યા છે..." અનન્યા એ કહ્યું.

" તું લગ્નથી ખુશ તો છે ને અનન્યા?" રાહુલે ચિંતા જતાવતા કહ્યું.

" હા હા હું ખુશ છું..." અટકતા શબ્દોમાં અનન્યા એ કહ્યું.

" જૂઠ એકદમ જુઠ...."

" ના રાહુલ હું ખુશ છું... મેં લવ મેરેજ કર્યા છે અરેંજ મેરેજ નથી કર્યા..." બનાવટી હાસ્ય સાથે અનન્યા બોલી.

" તને જોઈને તો નથી લાગતું કે તું આદિત્યથી ખુશ છે..."

" એ છોડને શું ફરક પડે છે? મારા તો લગ્ન થઈ ગયાં ને.."

" ફર્ક પડે છે અનન્યા... આપણા લગ્ન નથી થયા તો તો શું થયું? હું મારી અનન્યાના ગાલ પર કોઈ તમાચો મારી જાય એ હું બિલકુલ સહન નહિ કરું.." ગુસ્સામાં રાહુલે ઉંચા અવાજે કહ્યું.

" એક મિનિટ રાહુલ તું આ શું બોલે છે?"

" બોલવાનો સમય નથી હવે તો સીધી ફાઇટ થશે ફાઇટ..."


ક્રમશઃ