નો ગર્લ્સ અલાઉડ - ભાગ 53 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 53


કિંજલે પહેલા જ અનન્યા સાથે થયેલી બધી સારી ખરાબ ઘટનાઓ રાહુલને જણાવી દીધી હતી. જેથી રાહુલ આદિત્ય એ મારેલા તમાચા પર ખૂબ ગુસ્સે થયો.

" રાહુલ તને મારી કસમ છે જો તે આદિત્ય સાથે કઈ પણ કર્યું છે તો..." અનન્યા એ કસમ આપતા કહ્યું.

" પણ અનન્યા તારી હાલત તો જો આવી હાલતમાં એણે તને એકલી મૂકી દીધી અને તું હજી આદિત્યનો જ સાથ આપે છે?" રાહુલે કહ્યું.

" આદિત્યે જે કર્યું એ યોગ્ય જ કર્યું છે એની જગ્યાએ કદાચ તું હોત તો શું તું તારી વાઇફને માફ કરત ?"

" આઈ નો કે તે મિસ્ટેક કરી છે પણ એણે તારી ઉપર હાથ નહતો ઉપાડવો જોઈતો...."

" રાહુલ, હું આદિત્યને પ્રેમ કરું છું, એ મને ગમે તેમ રાખે પણ હું એનો સાથ નહિ છોડુ, ક્યારેય પણ નહિ...." અનન્યા એ પોતાનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો.

અનન્યાની જીદ અને પ્રેમ સામે ખુદ રાહુલને જ નમવું પડ્યું.

" જેવી તારી મરજી પણ હું એક શકશને તો કદી પણ માફ નહિ કરું, એને મારા સવાલનો જવાબ આપવો જ પડશે, એના લીધે જ આપણે આવા દિવસો જોવા પડ્યા છે..."

" તું કોની વાત કરે છે?"

" એ જ મેજિક કંપનીનો માલિક આકાશ...."

અનન્યા, રાહુલ અને કિંજલ સાંજના સમયે આકાશને મળવા એની ઘરે પહોંચી ગયા. આકાશ ઑફિસેથી જસ્ટ ઘરે આવ્યો જ હતો. જ્યુસ પિયને ખુદને ફ્રેશ કર્યો અને સોફા પર બેસી આરામ ફરમાવી રહ્યો હતો. ત્યાં જ ડોરબેલ વાગ્યાનો અવાજ સંભળાયો. " આ સમયે કોણ આવી ગયું ડિસ્ટર્બ કરવા..." આકાશે દરવાજો ખોલ્યો તો સામે અનન્યા ઊભી હતી.

" અનન્યા તું? આવ આવ...." ચહેરા પર સ્મિત સાથે આકાશે કહ્યું.

અનન્યા ઘરમાં પ્રવેશી એની પાછળ પાછળ કિંજલ આવી અને એની પાછળ રાહુલે પણ આવીને આકાશ સાથે નજર મિલાવી. ત્રણેયને એકસાથે જોઈને આકાશનો પરસેવો છુટવા લાગ્યો. " રાહુલ અહીંયા? આ ક્યારે ઇન્ડિયા આવી ગયો?" મનોમન આકાશે કહ્યું.

" આકાશ, જો તને મળવા કોણ આવ્યું છે?" કિંજલે કહ્યું.

" રાહુલ... હાઈ કેમ છે? ઇન્ડીયા આવવામાં ઘણો સમય લગાડી દીધો..." આકાશે કહ્યું.

" હા....સાચું કહ્યું તે મારે ઇન્ડીયા પહેલા જ આવી જવાની જરૂર હતી...." રાહુલ બોલી ઉઠ્યો.

" તમે બધા આરામથી બેસો હું કોફી બનાવીને લાવું છું..."

" એક મિનિટ આકાશ, પહેલા મારા સવાલનો જવાબ આપ..." અનન્યા એ આકાશને રોકતા કહ્યું.

" કેવો સવાલ જવાબ હું કંઈ સમજ્યો નહિ..."

" હું તને સમજાવું છું....શું કહ્યું હતું તે અનન્યાને? કે મેં અમેરિકામાં કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા!..." રાહુલે આકાશનો કોલર પકડીને ગુસ્સામાં કહ્યું.

" બોલ રાહુલ! તે અનન્યાને આવું કેમ કહ્યું?? બોલ...."

" કારણ કે હું અનન્યાને પ્રેમ કરું છું અને હું નહતો ચાહતો કે મારી અનન્યા તારી સાથે પરણીને વિદેશ ચાલી જાય..." આકાશે આખરે પોતાની મનની વાત કહી દીધી.

રાહુલે આકાશની કોલર છોડી દીધી. અનન્યા તો આંખો ફાડીને જોતી જ રહી ગઈ.

" શું કહ્યું તે?" અનન્યા એ ફરી પૂછ્યું.

" હા અનન્યા મને તું કોલેજના ફર્સ્ટ યરથી ગમવા લાગી હતી અને જોત જોતામાં ક્યારે મને તારી સાથે પ્રેમ થઈ ગયો ખબર જ ન રહી. પછી મેં નક્કી કર્યું કે હું તને વેલેન્ટાઇનના દિવસે પ્રપોઝ કરીને પોતાની દિલની વાત શેર કરી. મેં બધો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો પણ એટલામાં જ મેં તને રાહુલે સાથે હાથથી હાથ મિલાવતા જોઈ. જે રીતે તમે એકબીજાની નજદીક હતા એ જોઈને મને સમજાઈ ગયું કે તું પહેલા જ રાહુલ સાથે રિલેશનશિપમાં છે... એ જોઈને હું પૂરો તૂટી ગયો... મારી પાસે સહારા રૂપે માત્ર તારી દોસ્તી જ હતી. આ દોસ્તીના સહારે જ મેં કૉલેજના ત્રણ વર્ષ પસાર કરી નાખ્યાં. પણ જ્યારે મને એ સમાચાર મળ્યા કે રાહુલ ઇન્ડીયા છોડીને અમેરિકા જતો રહ્યો છે તો મને તને પામવાનો હજી એક રસ્તો દેખાયો. અને મેં રાહુલે કીધેલી વાત તારી સાથે છૂપાવી રાખી અને રાહુલના લગ્નની જુઠ્ઠી વાત તને કરીને તારા મનમાં રાહુલ પ્રત્યે નફરત ફેલાવી અને ત્યાર બાદ મેં તને મારી કંપનીમાં બીઝનેસ પાર્ટનર બનવાની ઑફર કરી. જે તે ખુશી ખુશી સ્વીકાર લીધી અને ધીમે ધીમે આપણે નજદીક આવવા લાગ્યા. મને થયું કે મારો પ્લાન સફળ થઈ રહ્યો છે પણ મારી કિસ્મત જ ખરાબ કે તારી લાઇફમાં આદિત્યે એન્ટ્રી કરી લીધી. આદિત્ય સાથે તારી નજદીકતા વધતા જોઈને મને ખૂબ ઈર્ષ્યા થઈ આવી. તું આદિત્યને નફરત કરવા લાગે એ માટે મેં ઘણી કોશિશ કરી પણ અંતમાં મારી કોઈ બધી કોશિશ નાકામ ગઈ અને તું અને આદિત્ય લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

" આકાશ હું તને શું કહું? તું એકદમ પાગલ છે પાગલ! પોતાના પ્રેમને પામવા માટે તે મારા જ પ્રેમની બલી ચડાવી દીધી! તારી આ બેવકૂફીના લીધે આજે આપણા સૌની લાઇફ બરબાદ થઈ છે તને અક્કલ પણ છે?!..." અનન્યા એ કહ્યું.

" સોરી અનન્યા...હું ભૂલી ગયો હતો કે કોઈનું દિલ તોડીને દિલ જીતી શકાતું નથી... દિલ જીતવા માટે તો માત્ર નિસ્વાર્થ પ્રેમ જ પૂરતો હોય છે...."

" આટલું બધું કરવા છતાં પણ તને અનન્યા તો ન જ મળી ને! જો તારા લીધે જ અનન્યાના આંખોમાં આજે આંસુ છે, પીડા છે, એના રુદનનો અવાજ માત્ર હું સાંભળી શકું છું તું નહિ સાંભળી શકે કારણ કે મેં એનું દિલ પ્રેમથી જીત્યું છે... તારા પ્રેમમાં પ્રેમ ઓછો ને, પ્રાપ્ત કરવાનું જૂનુન વધારે હતું. જેણે આજે તને આ પરિસ્થિતિ પર લાવીને ઊભો કરી દીધો છે..." રાહુલે સમજાવતા કહ્યું.

" અનન્યા બની શકે તો મને માફ કરી દેજે... હું માફીને લાયક તો નથી એટલે તું જે સજા આપીશ એ મને મંજૂર છે, તું જે કહીશ એ હું કરીશ બસ તારા દિલમાં મારા પ્રત્યે જે નફરત છે એ દૂર કરી નાખજે...તારો પ્રેમ નહિ મળે તો ચાલશે પણ આ તારા નફરત સાથે હું નહિ જીવી શકું અનન્યા..."

" હું જે કહીશ એ કરીશ?" અનન્યા એ પૂછ્યું.

" હા અનન્યા...તું બસ બોલ....તારે શું જોઈએ...." આકાશે કહ્યું.

" નહિ...અત્યારે નહિ, તું અત્યારે જે હાલતમાં છે એ તારી સજા છે બસ હું એટલું જ કહીશ કે કોઈ ઉપર ભરોસો કરતા પહેલા એ વ્યક્તિને સારી રીતે જાણી લેજે, તારી સૌથી નજદીકનો વ્યક્તિ પણ તારી સાથે રમત રમતો હોય શકે બસ હું તને ઈશારો કરું છું તું જલ્દી સમજીશ એટલું તારા માટે સારું રહેશે..." અંતમાં અનન્યા એ આકાશને ઈશારો કરીને કહી દીધું.


આકાશ સાથેની વાત પૂર્ણ કર્યા બાદ સૌ ત્યાંથી છૂટા પડ્યા. બધા પોતપોતાના ઘરે જવા રવાના થઈ ગયા. અનન્યા પણ પોતાના ઘરે જઈને સીધી પથારીમાં જ પડી ગઈ. પરંતુ નીંદ અહીંયા સૌની ગાયબ હતી. આકાશ અનન્યાના ઈશારાને સમજવાની કોશિશમાં લાગ્યો હતો. જ્યારે રાહુલને માત્ર અનન્યાના જીવનની જ ચિંતા સતાવી રહી હતી અને અનન્યા બસ ઈશ્વરને જ પ્રાથના કરી પોતાના જીવનમાં સુખની ઈચ્છા દાખવી રહી હતી.

શું અનન્યા અને આદિત્ય વચ્ચેના જઘડાનો કોઈ અંત આવશે ખરો? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.

ક્રમશઃ