11 Rules for Life - Book Review RIZWAN KHOJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

11 Rules for Life - Book Review

“Your network is your net worth”
યોર નેટવર્ક ઇસ યોર નેટવર્થ એટ્લે કે તમારું નેટવર્ક(સબંધો) એ તમારી સંપતિ છે . આવુ સરસ મજાનું કોટ તમને મળશે હાલ માં જ આવેલું પુસ્તક 11 રુલ્સ ફોર લાઈફ સિક્રેટસ ટુ લેવલ અપ જેના લેખક છે ચેતન ભગત જેઓ અંગ્રેજી ભાષા માં 13 જેટલા બેસ્ટ સેલર પુસ્તકો જેમાં ફાઇવ પોઈન્ટ સમવન, 2 સ્ટેટ્સ, રેવોલ્યુશન 2020, હાફ ગર્લફ્રેન્ડ, વન ઇન્ડિયન ગર્લ, ધ ગર્લ ઇન રૂમ 105, વન અરેઞ્જ્ડ મર્ડર, 400 ડેજ જેવી સરસ મજા ની પ્રેમ ની સ્ટોરી નો સમાવેશ થાય છે. જેમાં ત્રણ પુસ્તક પરથી તો બૉલીવુડ માં 3 ઈડિયટ, 2 સ્ટેટ્સ અને કાઇ પો છે જેવી ફિલ્મો પણ બની છે.
તો મિત્રો આજે આપણે વાત કરવી છે ટાઈમ્સ મેગેજીન માં “ હૅન્ડરેડ મોસ્ટ ઇન્ફ્લુએન્સલ પીપલ ઇન બિજનેસ” રહી ચૂકેલા બેન્કર, મોટિવેશનલ સ્પીકર અને લેખક ચેતન ભગત જેમનું હાલ માં આવેલ પુસ્તક 11 રુલ્સ ફોર લાઈફ સિક્રેટસ ટુ લેવલ વિશે . આમ મૂળ તો આ પુસ્તક મોટિવેશનલ એટ્લે પ્રેરણાદાયી પુસ્તક છે પણ આજ સુધી તમે વાંચ્યા હસે એવા તમામ પુસ્તકો થી અલગ પડતું આ પુસ્તક છે જેની શરૂઆત એક સ્ટોરી થી થાય છે જે આપણાં મોટા ભાગ ના લોકો ના અને ખાસ કરી ને યુવાન વર્ગના લોકો ની સામાન્ય સ્ટોરી છે અને તેની સાથે વણાય છે 11 રુલ્સ જે ખૂબ જ રસપ્રદ છે. જે આપણી રોજીંદી જિંદગી માં અમુક આદતો અને રીતો જેમાં ક્યાં કચાસ રાખીએ છીએ તેમજ મોટા લક્ષ્ય ને જોઈ ને કેમ પાછળ હટી જઈએ છીએ આપણે ફાંકડું અંગ્રેજી બોલતા કેમ ગભરાઈએ છીએ ? તેમજ જીવન માં કમાવ્યા પછી પણ કેમ નાણાં આપની પાસે બચતા નથી ? એટ્લે નાણાં નું સુચારું રોકાણ કેમ કરવું તે બાબતે સ્પષ્ટ પણે લેખક ચેતન ભગત પોતાના જીવન ના ઉદાહરણ સાથે સમજાવે છે. 11 રૂલ્સ ની વાત કરીએ તો એ ૧. નેવર ઇગનોર યોર ફિટનેસ ૨. માસ્ટર યોર ઇમોશન ૩. પુટ યોરસેલ્ફ ફર્સ્ટ ૪.માસ્ટર સિમ્પલ ઇંગ્લિશ ૫. નો ચિપ ડોપામાઈન ૬. ચેઝ ધ હાર્ડ થિંગ્સ ૭. ઈટ ધ એલિફ્ન્ટ ૮. બી ધ કોકરોચ ૯. લર્ન ટુ કનેક્ટ વીથ પીપલ ૧૦. ઇટ્સ માય ફોલ્ટ અને ૧૧. અર્ન, સેવ એન્ડ ઇન્વેસ્ટ છે.
પહેલી નજરે વાંચતાં આ ૧૧ નિયમ સમજાય એમ નથી પણ જેમ જેમ તમે એક પછી એક રૂલ્સ વાંચતાં જાઓ છો તેમ તમને સમજાય છે કે હા આજ પરિસ્થિતી કે આજ અડચણ મારી સાથે પણ હતી કે છે પણ જો હું આ રીતે આગળ વધુ તો તે ઉકેલી શકાય છે. તમારા માં એક વિશ્વાસ સંપાદિત કરવામાં આ પુસ્તક બહોળી રીતે સફળ રહ્યું છે તેમજ દરેક નિયમ ની સાથે સ્ટોરી પણ આગળ વધે છે એટ્લે તમને રૂલ્સ વાંચવા ની સાથે તમને સ્ટોરી પણ કેમ આગળ વધસે ને છેલ્લે શું થસે તેની તાલાવેલી રહે છે અને તમે આ પુસ્તક શરૂ કર્યા પછી એક કે બે બેઠક માં પૂરી કરશો તેવી ગેરંટી છે. તો રાહ શેની જુઓ છો ? આ પુસ્તક જેની મૂળ કિમત 250 રૂપિયા છે તે તમને એમેઝોન, ફ્લિપ્કાર્ટ પર ડિસ્કાઉંટ માં માત્ર 200 રૂપિયા માં મળી રહેશે તો આજે જ ઓર્ડર કરો ને જલ્દી થી વાંચો અને તમારી લાઈફ ને લેવલ અપ કરો
રિ બીજા લોકો ને પણ કહો જેથી તેમની લાઈફ પણ લેવલ અપ થાય આખરે "યોર નેટવર્ક ઇઝ યોર નેટ વર્થ ".
રિઝવાન એન. ખોજા
મો. 8460109619