સત્યનું પંચનામું RIZWAN KHOJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યનું પંચનામું

સત્યનું ધિંગાણું !

“ સત્યમેવ જયતે” આ શબ્દો જ્યારે આપણે આપણાં ચલણી નાણાં, તેમજ જુદી જુદી સરકારી વસાહતો તેમજ સાહેબોની ટેબલો પર વાંચવા મળે છે ત્યારે વિચાર આવે છે કે સત્ય બોલનારા કેટલા ? સાંભળનારા કેટલા ? હા અંતે સત્યનો વિજય થાય છે એ વાત નિશ્ચિત છે. મે એક ટ્રકની પાછળ વાંચેલું કે “ સત્ય પરેશાન હો શકતા હૈ લેકિન પરાજિત નઇ હો શકતા “ પણ જય, પરાજય કરતાં સત્ય સ્વીકારનારા કેટલાં? હું આપણાં દેશમાં એક જ વ્યક્તિને સાચો મર્દ ગણું છું ને તે આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કે જેમણે “ સ્ત્યના પ્રયોગો “ પુસ્તકમાં પોતાના અંગત જીવનની નબળાઈઓને એટ્લે કે કળવા સત્યને આબેહૂબ સ્વીકાર્યું છે. કોઈ પણ જાતની શરમ , સંકોચ રાખ્યા વગર ....ને આ જ બાબત પર વિચાર વિમર્શ કરતો હું ખોવાયેલો મારાં ગામમાં બેઠો હતો ત્યાં મારો જૂનો સાથી મારો મિત્ર ! મગન મને મળ્યો ને આવીને પૂછવા લાગ્યો “ આજે કઈ દિશામાં ખોવાઈ ગયા છો ?” મે કહ્યું “ મગનિયા વિષય જરા ગંભીર છે. ને પરિણામ મેળવવું ખૂબ જ અઘરું છે. મગન કહે “ અરે દોસ્ત જણાવો તો ખરાં.” મે કહ્યું “ દોસ્ત ! આપણે ત્યાં સત્ય બોલનારા કેટલાં ? સ્વીકારનારા કેટલાં ? એ બાબત ચિંતન નો વિષય છે.” મગન કહે “ સાહેબ એક અનુભવ છે મારાં જીવનનો તમે કહો તો વાત કરું ? “ મે કહ્યું ફરમાવો દોસ્ત !

મગને માંડીને વાત કરી કે “ સાહેબ એક વખત મે અને મારી પત્નીએ નક્કી કર્યું કે આપણે બને એ એક દિવસ આજે સત્ય જ બોલવું બિલકુલ જૂઠ બોલવું નહીં ને ગુસ્સે પણ થવું નહીં.. ,મે કહ્યું બરાબર પછી .. “પછી શું સાહેબ દિવસ ચાલુ થયો ને સવારના પહોરમાં મારાં ઘરના આંગણે કાગડો બોલ્યો ...” મે પૂછ્યું એટ્લે મગન કહે “એટ્લે સવારમાં મારાં ધમાકેદાર સાસુમાં ઘેર આવી પધાર્યા ” મે પૂછ્યું પછી ? “પછી શું તરત જ એમને સામેથી મને કહ્યું જમાઈરાજ જોયું આવી સાસુ ક્યાંથી મળશે જે વગર આમંત્રણે પણ ખબરઅંતર પૂછવા આવી ચડે શું કહો છો ? ને ઘરમાં નક્કી થયું હતું કે આજે આખો દિવસ સાચું બોલવું એટ્લે મે જવાબ આપ્યો . મને એમ લાગે છે કે યમરાજનું પૃથ્વીલોકમાં શું કામ ? જેમ યમરાજ પૃથ્વી પર જીવ લેવા માટે આવે છે તેમ તમે પણ છાશવારે અમારો જીવ ખાવા આવી જાવ છો. ને વળી માહિનામાં પંદર દિવસ તો અમારા જ ઘેર પડ્યા રહો છો ને આમ તમારા ઘરનું રાશન બચાવો છો ને અમારા ઘરનું દોઢું રાશન વપરાઇ જાય છે ... ને અધુરામાં પૂરું તમારા આ રામના રમકડાને વધારાની ચાવી ભરતા જાવ છો તે નોખી ... પાછળ મારે વેઠવું પડે છે ..... ”

હું ખડખડાટ હસી પડ્યો ને પૂછ્યું પછી શું થયું ? “પછી શું ઘરવાળી પેટી ભરીને ચાલી ગઈ સાસુમાં સાથે સ્વર્ગલોકમાં ( એટ્લે કે પિયરમાં ) ને મારે પંદર દિવસ ભૂખમરો વેઠવું પડ્યું ને આખરે કંટાળી ને અસ્તયનો સહારો લઈ ખોટા વખાણો કરી જેમ તેમ મનાવીને પછી લાવ્યો ...”

અમે બને હસી પડ્યા ને મે કહયું મગન આ વાત પરથી એ નક્કી થાય છે કે “સંસારમાં સત્ય બોલવું શક્ય નથી! ” નહિતર નેવું ટકા ઘર ભાંગી પડે ! મિત્રો સત્ય બોલવા કરતાં વધારે અઘરું છે સત્ય ને સ્વીકારવું ! મારી લખેલી પંક્તિ મને યાદ આવે છે

“અરે સચ તું કિતના કમજોર હો ગયા હૈ !

તુજે સાબિત કરને કો જૂઠ કા સહારા લેના પડતાં હૈ ..”

રિઝવાન ખોજા “કલ્પ”

બિચારાં !

આજકાલ આપની આસપાસ ગામ, શહેર, નોકરી, ધંધા,શિક્ષણ તેમજ જ્યાં જુઓ ત્યાં ફરિયાદ કરતાં, રડતાં લોકો જોવા મળે છે. દરેક બાબત પર રડતાં લોકો જોવા મળે છે. દરેક બાબત પર ફરિયાદ કરતાં લોકો જોવા મળે છે. માનવી ધીમે ધીમે ઉકેલવાદી ના બદલે ફરિયાદી બનતો જાય છે. થોડા વર્ષો પહેલા ટીવી પર ભીખુદાન ગઢવીના સ્વરે સાંભળેલા ભજનના શબ્દો મારા કાન પર પડ્યા

“લખ લાખ દરિયાની લ્હેરું આવે તો લૂટતા રહેવું,

વલૂડા મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે.”

પણ આજે મોજમાં છે કોણ ? ઉત્સાહમાં છે કોણ ? જ્યાં જુઓ ત્યાં માનવી ચિંતામાં જોવા મળે છે. શું આ ચિંતા કુદરતે સર્જી છે ? ના બિલકુલ નહીં કેમ કે કુદરતે તો વર્ષોથી પોતાનો નિયત ક્રમ બદલ્યો નથી...માનવી જ છે જે ને સંતોષનો ઓડકાર નથી આવતો જીવનમાં...હમણાં મને ગામમાં મોહન મહારાજ સામા મળ્યા મે કહ્યું “ કેમ મહારાજ કેમ છો ? પેટ પર હાથ રાખીને કેમ ફરો છો ?” મહારાજ કહે “સાહેબ પેટમાં ગડબડ છે..હવે ક્યાં ખોરાક સારા રહ્યા છે...” મે કહ્યું “મહારાજ કોઈકના તેરમાં માં ત્રેવીસ ત્રેવીસ લાડુ જાપટી જાવ તો પછી ખોરાક ક્યાથી સારા રહે ...?” એવામાં વળી મારા ગામના કરશનકાકા માથે હાથ દઈને બેઠા હતા મે પૂછ્યું “શું થયું કાકા ? તમારે ચાર ચાર યુવાન છોકરા છે ને તમને વળી શી ચિંતા આવી પડી ?” કાકા કહે “એક સારો આપતો હોય જો કોઈ તો બધા આપી દેવા તૈયાર છું ..રામ જાણે શું કરવાનો છે એ ” મે કહ્યું “ત્યારે તમે પણ જીવનમાં પૈસા જ કમાવવાને જ લક્ષ્ય આપ્યું જો થોડાક સંસ્કાર છોકરમાં આપ્યા હોત તો આજે આ દિવસ ના આવતો. ને વળી હવે ઉપરવાળા ને શાને દોષ આપો છો.? ”

થોડું હજી આગળ વધ્યો તો કાસમ મળ્યો સામો મે પૂછ્યું “કેવું કાસમ કેવું બધુ મજામાં ને ?” કાસમ કહે “ના સાહેબ ગરમ તેમજ તીખું બિલકુલ ખવાતું નથી. અલ્લાહ કેવી કસોટી કરી છે કેવી ખબર ” મે કહ્યું “ભલા માણસ આખો આખો દિવસ આવડાં આવડાં લાડું જેવા મોઢામાં મસાલા ભરીને ફરતા હતા ભૂલી ગયા ...તો હવે આવું જ થાય ને તેમાં અલ્લાહ પણ શું કરે .” એવામાં વળી ગામના પંચાતિયાની મંડળી ઓટલે બેઠી પંચાત કરતી હતી ત્યાં જઈ જીવનમાં સંઘર્ષ કરી રહી છે. મારાથી રહેવાણું નહીં હું બોલી પડ્યો ભૂલી ગયા એનું પ્રેમ ચડ્યો તો સાંભળવા મળ્યું પેલી ફલાણી બાઈનું બિચારીનું ક્યાય ગોઠવાનું નહીં ને હવે એકલી પ્રકરણ ! ને વળી એના યુવાનીના ઉપાળા ! ને એવામાં મે મારી પંક્તિ સાંભળવી કે પ્રેમલા સંભાળ ”

“હતા કેવા યુવણીના એ ઉછાળા

ને રૂપરંગના એ ધમપછાળા !

લોકો સમજે છે હવે એમને બિચારાં !

કોણ જાણે હવે પડ્યાં છે એ ઉઘાળા !

જો યુવાનીમાં જ આવા લફરાં ન કર્યા હોત ને રૂપરંગના ઉપાળા ન કર્યા હોત ને તો ક્યારનાય બંધાઈ ગયા હોત માળા ! પણ જો જલ્સા કરવા જ છે , પ્રેમ પ્રકરણ કરવા જ છે , મસાલા ખાવા જ છે, દારૂ પીવું જ છે, તો પછી રડવું શું કામ ? ઉપરવાળાને દોષ દેવો શું કામ ? હમણાં એક વડીલ જોડે વાત થઈ તો એમને સરસ જવાબ આપ્યો

“હસી હસી ને કરેલા પાપ, રડી રડી ને ભોગવવા પડે ”

મે ઉમેર્યું

“ફૂલો સે દોસ્તી કરોગે તો કાંટે તો ચૂભેંગે હી ”