અભય અત્યારે બંગલાની અંદર આવી ગયો હતો અને જે વસ્તુ તેને અંદર જોઈ તે જોઈને તો ખૂબ જ હેરાન થઈ ગયો.અત્યારે તે બંગલાના મેન હોલમાં ઉભો હતો અને તે મેન હોલ બિલકુલ તેઓ જ હતો જેવું તેને આજે સવારે થોડી વખત પહેલા સપનામાં જોયું હતું.
બિલકુલ તેના જ જેવો કલર હતો જેવો તેણે સપનામાં જોયો હતો. એટલું જ નહીં ત્યાં ફર્નિચર જે ખૂબ જૂનું લાગતું હતું તે પણ તેવું જ હતું. અભય આગળ કંઈ સમજી શકે તેની પહેલા જ તેની નજર એકદમ સામેની ભીંત ઉપર ગઈ.
સામેની ભીત ધૂળના થરના નીચે ઢંકાઈ ગઈ હતી. દિવાલ દેખાવમાં તો બિલકુલ એવી જ હતી જેવી તેણે સપનામાં જોઈ હતી, છતાં પણ સાફ સાફ કહેવું થોડું મુશ્કેલ હતું. અભય ટૂંકા ટૂંકા પગલાથી તે દિવાલના પાસે જવા લાગ્યો. તેને પોતાના ખિસ્સામાંથી એક રૂમાલ કાઢ્યો અને સામેની ભીત તરફ લઈ જવા લાગ્યો.
તે મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહ્યો હતો કે જે દિવાલ તેની સપનામાં જોઈ હતી તે આ ન હોય. ધ્રુજતા ધ્રુજતા તેણે રૂમાલથી સામેની ભીતને થોડી સાફ કરી. જેવી તે જગ્યા સાફ થઈ કે અભયના હાથના રુવાડા ઊભા થઈ ગયા. તેનું ગળું સુખાવા લાગ્યું હતું અને તે વારંવાર પોતાના હોઠ ને જીભથી ભીના કરી રહ્યો હતો.
સામેની દીવાલમાં બે નાનકડા લાલ રંગના સ્પાઇરલ બનેલા હતા. તે સ્પાઇરલ તે જ જગ્યામાં હતા ત્યાં તેને સપનામાં જોયા હતા.
" આ બધું શું છે? શું ક્રિપા એ જે વાર્તા લખીને મોકલાવી હતી તે આ જગ્યા ની હતી? પણ મેં તો કોઈને કહ્યું જ નથી કે હું અહીંયા આવી રહ્યો છું તો પછી? ના આ બધી એ જ ઉડતી વાતો હશે જે તેણે સાંભળી હશે. આ બસ એક કોઈન્સિડન્સ જ છે."
અભય મનમાં ને મનમાં પોતાની જ સવાલ પૂછી રહ્યો હતો અને પોતે જ જવાબ આપી રહ્યો હતો. લગભગ અડધો કલાક થઈ ગયો હતો તે એક જ જગ્યામાં ઉભો રહીને તે દીવાલને જોઈ રહ્યો હતો. ત્યાં જ તેનો ફોન વાગવા લાગ્યો અને અભયનું ધ્યાન તે દિવાલ ઉપરથી હટી ગયું.
એણે જોયું તો તે ફોન તે જે પ્રિન્ટિંગ પ્રેસમાં પોતાની પુસ્તક છપાવતો હતો તેના એડિટર ન હતો. ફોન ઉઠાવતા જ સામેથી અવાજ આવ્યો.
" અરે અભય સર શું તમે તે જગ્યાએ પહોંચી ગયા છો?"
અભય એ માથા પરથી પસીનાને પોછીને કહ્યું.
" હા નિગમ સાહેબ હું કાલે જ પહોંચી ગયો હતો. આજે હું આ બંગલામાં રહેવા આવ્યો છું."
સામેથી નિગમ સાહેબ એ કહ્યું.
" જુઓ અભય સર તમને ખબર જ હશે કે તે બંગલો એક શાપિત છે અને તમારું ત્યાં રહેવું મને તો જોખમથી ભરેલું લાગે છે. પણ તમે પોતે જ જીદ કરીને ત્યાં ગયા છો એટલે.."
" હા નિગમ સાહેબ મને ખબર છે કે હું મારા જીવના જોખમ અહીં આવ્યો છું. પણ મને એવું નથી લાગતું કે આ બંગલોકો શ્રાપિત છે કે એવું કંઈ છે. હા બંગલો ખૂબ જૂનો છે અને તેના લીધે આમાં જરૂર કોઈ નેગેટિવ એનર્જી આવી ગઈ હશે પણ એક શ્રાપિત થવાની વાત તો મને તદ્દન નકારાત્મક લાગે છે."
પરંતુ સામેથી નિગમ સાહેબ ખૂબ જ ચિંતિત લાગી રહ્યા હતા. કારણકે અભય તેમનો એક સ્ટાર રાઈટર હતો. ભલે એક હોરર રાઇટીંગ માટે ફેમસ હતો પણ તેના માટે એક એવા બંગલામાં જઈને રહેવું જે પહેલેથી ભૂતિયા હોય, એ વાત નિગમ સાહેબના ગળે ઉતરતી ન હતી. છતાં પણ અભયનું માન રાખવા માટે તેમણે આ બંગલાની વ્યવસ્થા અભયના માટે કરી દીધી હતી.
થોડી ઘણી વાતો પછી અભય એ ફોન રાખી દીધો. ફોનમાં વાતો કર્યા બાદ અભયનું ધ્યાન થોડું ઘણું તે રેડ સ્પાઈરલના નિશાન ઉપરથી હટી ગયું હતું. હવે તે પોતાનો સામાન લઈને પાછળના તરફ જવા લાગ્યો. જ્યાં બંગલાનો મુખ્ય દરવાજો ખુલતો હતો તે એક બેઠક રૂમ જેવું દેખાઈ રહ્યું હતું.
બેઠક રૂમના આગળ એક નાનકડો હોલ હતો અને ત્યાંથી ઉપર જવાની સીડી હતી અને ઉપર ત્રણ બેડરૂમ હતા. અભય ચારો તરફ નજર નાખતા નાખતા આગળ વધી રહ્યો હતો. અત્યારે સવારનો સમય હતો છતાં પણ ત્યાં થોડું અંધારું લાગી રહ્યું હતું એટલે અભય સૌથી પહેલા ત્યાંની બારીઓને ખોલવા લાગ્યો.
બારી ખોલવાથી ત્યાં સૂરજનો તડકો આવવા લાગ્યો. તડકાના લીધે અભયને દેખાયું કે ત્યાં તો માટીનો થર બેઠક રૂમ કરતા પણ વધારે હતો.
" અહીંયા આવી રીતે રહેવું તો મુશ્કેલ થશે. મારે સૌથી પહેલા અહીંયા ની સાફ-સફાઈ કરવી પડશે."
ત્યાંની હાલત જોઈને અભય એ મનમાં કહ્યું. પછી તેને ઉપરના તરફ જોયું અને ઉપર સામાન લઈને ચાલ્યો ગયો. ઉપર દિવાલમાં સુંદર કારીગરી દેખાઈ રહી હતી પણ અત્યારે તે અડધી નષ્ટ થઈ ગઈ હતી. તેણે જોયું કે ત્યાં ત્રણ બેડરૂમના સાથે સાથે એક નાનકડો હોલ પણ હતો. તે હોલ પાસેથી એક સીડી હજી ઉપર જઈ રહી હતી પણ અત્યારે અભયનું મન ઉપર જવાનું બિલકુલ ન હતું એટલે તે બેડરૂમમાં તરફ જવા લાગ્યો.
અભય પોતાનો સામાન એક તરફ રાખી અને સૌથી પહેલા તે બેડરૂમ ચેક કરવા માંગતો હતો. તેને નવાઈ એ વાતની લાગી કે તે અહીં આવવાનો છે એ વાતની ખબર તો પહેલેથી જ દઈ દેવામાં આવી હતી. છતાં પણ આ ઘરની સાફ-સફાઈ કરવામાં આવી ન હતી.
તેણે સૌથી પહેલા એક બેડરૂમને ખોલ્યું તો ત્યાં ખૂબ જ અંધારું હતું. અભય નો હાથ સૌથી પહેલા ત્યાંની બારી ઉપર ગયો પણ બારી ખૂબ જ જામ થઈ ગઈ હતી અને તે ખુલતી જ ન હતી. ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ તે ખુલી નહીં એટલે અભય એ ત્યાં રહેવાનો વિચાર ત્યાં જ છોડી દીધો.
અભય બીજા નંબરના બેડરૂમમાં ગયો ત્યાં પણ અંધારું તો હતું પણ નસીબની વાત એ હતી કે ત્યાંની બારીઓ હાથ લગાડતા જ ખુલી ગઈ. જેવો તડકો તે રૂમના અંદર પડ્યો અભયની નજર દિવાલ પર લટકેલી એક સુંદર ફોટો પર ગઈ. જોઈને લાગી રહ્યું હતું કે તે ફોટો કોઈ સુંદર સ્ત્રીનો જ છે.
તે ફોટામાં એક છોકરીએ રેશમી સાડી પહેરી હતી. શાદી નો રંગ પણ બરાબર દેખાતું ન હતો. એટલું જ નહીં પણ ફોટામાં તો તે સ્ત્રીનો ચહેરો પણ બરાબર દેખાતો ન હતો. તે ફોટા ને સુંદર રીતે ફ્રેમ તો કરવામાં આવ્યું હતું છતાં પણ તે ક્યાંક ક્યાંક થી ખરાબ થઈ ગયો હતો.
અભય તે ફોટો પાસે ગયો અને તેને તે ફોટાને તે દિવાલથી દૂર કરી દીધો. તેને પોતાના હાથોથી તે ફોટો ઉપર બાઝેલી ધુળ ને સાફ કરવાનો પ્રયત્ન કર્યો છતાં પણ ફોટો અંદરથી જ ખૂબ ખરાબ થઈ ગયો હતો. તે રીતે ફોટાને પલટાવી અને પાછળના તરફ જોયું તો ત્યાં એક નામ લખ્યું હતું.
" રેવા. રેવા તો તે બંગલા ના માલિક ની દીકરી નું નામ હતું. તો શું આ રૂમ રેવા નો હતો?"
અભય એ એક વખત તે ફોટો ઉપર ફરીથી હાથ ફેરવ્યો અને ફોટો ને વળી પાછો પોતાની જગ્યાએ રાખી દેવામાં આવ્યો. અભય આસપાસ જોયું અને તેને વિચાર કરી લીધો કે તે આજ રૂમમાં રહેશે. તે રૂમ નો પલંગ તો સાવ ખરાબ થઈ ગયો હતો. તે રૂમનો પલંગ સુંદર લાકડાનો હતો પણ તે અત્યારે ઉધય થી ખરાબ થઈ ગયો હતો.
તેની પોતાના આજુબાજુ જોયું પણ ત્યાં કંઈ જ મળ્યું ન હતું. તને યાદ આવ્યું કે અહીં આવતી વખતે દેવાસીસ એ પણ થોડો સામાન તેના માટે આપ્યો હતો. તે જલ્દીથી પોતાના સામાન પાસે ગયો અને જે વસ્તુ દેવાસીસ એ આપી હતી તેમાં ઘરના સાફ-સફાઈને લગતી વસ્તુઓ પણ હતી.
તેના મદદથી અભય એ તે રૂમ સાફ કરવાનું શરૂ કરી દીધું. તેને પોતાને પણ ખબર ન હતી કે આ રૂમ કેટલા સમયથી બંધ હશે. આ રૂમ સાફ કરતી વખતે હવે તેના હાથમાં ઘણી એવી વસ્તુ આવી જે કદાચ વર્ષો પહેલાંની હશે. તેમાં સુંદર સુંદર બંગડીઓ, નેકલેસ અને થોડી ઘણી તે સમયની તૈયાર થવાની વસ્તુઓ પણ હતી, જેમ કે કાજલ ની ડબ્બી અને સિંદૂર.
" શું સિંદૂર?"
અભય એ તે સિંદૂરની ડબીને હાથમાં લેતા વિચાર્યું.
" જ્યાં સુધી મને યાદ છે ગજાનન કાકા એ મને એ તો નહોતું કીધું કે રેવાના લગ્ન પણ થયા હતા. તે તો તે ક્રાંતિકારી ને પ્રેમ કરતી હતી તો પછી તેના લગ્ન કોની સાથે થયા હશે?"
રેવાના રૂમમાં સિંદૂરની ડબ્બીનો મળવું શું એ વાતનો સંકેત છે કે તેના લગ્ન થઈ ગયા હતા? શું તેના લગ્ન તે અંગ્રેજ ની સાથે થયા હતા જે તેને પસંદ કરતો હતો?