Featured Books
શ્રેણી
શેયર કરો

શાપુળજી નો બંગલો - 3 - ઠક્ ઠક્ ઠક્

અભય બંગલા ના અંદર જવા માટે ખૂબ જ તત્પર હતો. કારણ કે જે બધું કંઈ તેને સાંભળ્યું હતું તે તેને એક કહાની તરીકે જોતો હતો અને તેના પાછળનું રહસ્ય જાણવાના પાછળથી ખૂબ જ આતુર હતો. પરંતુ અત્યારે હવે રાત થવાનો સમય હતો થોડીવારમાં જ અંધારું થઈ જશે અને હજી તે બંગલા ના અંદર લાઈટની કોઈ સુવિધા કરવામાં આવી ન હતી.
અભયનું મન તો ન હતું પણ અત્યારે તો તેને આ ઘરમાં જ રાત્રા કરવી પડશે એટલે તે ફળિયામાં બેસીને તે મંગલાના તરફ એકટસે જોઈ રહ્યો હતો. તે બહાર હતો એટલી વારમાં જ તેના કાનમાં એક અવાજ આવ્યો.
" સાહેબ હજી ઘણી વેળ(સમય) છે આ બંગલામાં જવા માટે. તું તમારી ઈચ્છા હોય તો તમે શહેરમાં જઈ શકો છો."
દેવાસિસ ની વાત સાંભળીને અભય પોતાના ઘડિયાળમાં જોયું તો ત્યાં હજી સાંજના સાત જ વાગ્યા હતા. અભય એક લેખક હતો અને એક લેખક એટલી જલ્દી સૂઈ જાય તો તે લેખક શું કામનો? તેને તો રાતના 1:00 વાગ્યા પહેલા નીંદર આવતી જ ન હતી.
આટલી જલદી ખાઈ પીને શું તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું એટલે તેને ગામમાં જઈને તે બંગલા વિશે જાણવાનો વિચાર કર્યો. તેણે દેવાસીસના તરફ જોઈને કહ્યું.
" મને લાગે છે કે તમારી વાત બિલકુલ સાચી છે. પણ જો તમને કોઈ પરેશાની ના હોય તો તમે મારી સાથે ચાલી શકો છો? મને અહીંયા ના રસ્તા અને ભાષા વિશે કોઈ વધારે સમજ નથી."
દેવાસીસ એ અભયની સાથે બહાર ફરવા માટે તરત જ હા પાડી દીધી. અભય બહાર જઈને એ જાણવા માંગતો હતો કે આ બંગલાના વિશે બહાર કેવી કેવી અફવાઓ ફેલાયેલી છે. મૂર્તિજાપુર આમ તો તાલુકો હતું પણ તે એટલી વસ્તી અભય ને દેખાતી ન હતી છતાં પણ તે બધી જગ્યાએ જઈને પોતાની તૂટીફુટી મરાઠીમાં શાપુળજી ના બંગલા વિશે પૂછતાછ કરવા લાગ્યો.
અભયને મરાઠી આવડતી ન હતી અને જેટલી આવડતી હતી તેટલી તેના માટે પર્યાપ્ત ન હતી. પરંતુ દેવાસીસ ના લીધે તેને થોડી ઘણી સમજ પડી ગઈ હતી અને તેને સમજાયું કે લોકોના મનમાં આ બંગલાના વિશે ઘણી બધી ગેરસમજ છે.
ઘણા લોકો એ કહ્યું હતું કેબંગલાના અંદર રાત્રે કંઈ એવું થાય છે જેનાથી લોકો કા તો પાગલ થઇ જાય છે કે પછી પોતે જ આત્મહત્યા કરી લે છે. બીજું કે આ બંગલા ના કુવામાં આ બંગલાની જ દીકરી રેવા ની આત્મા છે. કારણ કે તેના પ્રેમીના મૃત્યુ બાદ તેણે આપવાના અંદર જ ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.
ત્રીજી વાત અભયને એ ખબર પડી હતી કે આ બંગલાના ફળિયામાં પણ એક આત્મા હંમેશા દેખાતી રહેતી હોય છે. ઘણા લોકોએ એવો દાવો કર્યો હતો કે તે લોકોએ આ બંગલાના ફળિયામાં સફેદ કપડાં પહેરેલી એક વ્યક્તિને જોઈ હતી. જેના કપડા ખૂબ જ લાંબા હતા અને તે ખૂબ જ ચમકતા હતા.
રાત્રે ત્યાંથી ક્યારેક ગનશૉટ નો પણ અવાજ આવતો હોય છે. ક્યારેક ક્યારેક જ્યારે રાત્રે બતાવજો શાંત હોય છે ત્યારે અચાનક જ ત્યાંથી એવા અવાજ આવતા હોય છે જાણી કે કોઈએ કોઈ ઉપર ગોલીબાર કર્યો હોય. બધાની વાતની ખબર હતી કે ક્રાંતિકારીઓ ઉપર આ બંગલા ના અંદર ગોલીબારી થઈ હતી.
અભય આ બધી વાતો શાંતિથી સાંભળતો હતો અને તેના ઉપર ખૂબ જ ધ્યાન દઈ રહ્યો હતો. આ બધું સાંભળતા સાંભળતા તે બંને ઘરના તરફ પાછા વાળવા લાગ્યા. રસ્તામાં થોડી વસ્તુઓને ખરીદતા ખરીદતા અભય એ દેવાસીસ તરફ જઈને પૂછ્યું.
" આમ તો ગજાનન કાકાએ મને આ બંગલા વિશે ઘણું બધું બતાવી દીધું છે પણ ઘણી બધી એવી વસ્તુઓ પણ છે જે મારે જાણવી જરૂરી છે. મને ફક્ત ત્યાં સુધી ખબર છે જ્યાં સુધી ક્રાંતિકારીઓને ગોળીથી મારી દેવામાં આવ્યા હતા પણ પછી શું થયું હતું શું તમને ખબર છે?"
દેવાસીસ એ અભયની મદદ કરતાં કરતાં જ જવાબ આપ્યો.
" સાહેબ (કાય) શું હોય બીજું? શાપુળજી ની (પોરઘી) દીકરી રેવા એ કુવામાં આત્મહત્યા કરી હતી. રેવા ના મૌત બાદ ત્યાં અસલમની આઈ (માં) આવી હતી. અસલમની આઈ પીર ફકીરમાં ખૂબ જ વિશ્વાસ રાખતી હતી અને તેની ખૂબ જ સેવાચાકરી કરતી હતી. તેનામાં ખૂબ જ એવી શક્તિઓ હતી જે ખૂબ જ ખતરનાક હતી. એવું કહેવાય તો હતું કે અસલમની આઈ એ આ બંગલામાં જીનને છોડી દીધા હતા. તે જીન એ જ શાપુળજી અને બાકીના લોકોની જાન લઈ લીધી હતી."
દેવાસીસ ની વાત સાંભળીને અભય એ થોડો વિચાર કર્યો અને પછી પૂછ્યું.
" તો એનો અર્થ એ કે શાપુળજી આ બંગલામાં જ મૃત્યુ પામ્યા હતા પણ પછી તે અંગ્રેજ નું શું થયું હતું?"
અત્યાર સુધી તે બંને સામાન લઈને ઘરના તરફ નીકળી પણ ગયા હતા. આમ તો અભય એ સામાન કંઈ વધારે લીધો ન હતો બસ તેને રાત્રે મોડે સુધી જાગવાની આદત હતી અને તેના લીધે તેને અડધી રાત્રે ક્યારેક ભૂખ પણ લાગી જતી હતી.
આવા સમયે તેને એવી આદત ન હતી કે તે કોઈને ડિસ્ટર્બ કરે કે પછી અડધી રાત્રે જગાડે. એટલે તે હંમેશા પોતાની સાથે કંઈ ખાવાની વસ્તુ રાખતો હતો. રસ્તામાં તેણે ઘણી એવી દુકાનો જોઈ હતી જ્યાં સારી એવી મરાઠી ચીજો મળતી હતી એટલે તેણે તે લઈ લીધી હતી.
દેવાસીસ અને આ ગમ્યું તો ન હતું પણ કહેવા માંગતો ન હતો કારણ કે આમ પણ કાલથી અભય ને તે શ્રાપિત બંગલાના અંદર જ રહેવાનું હતું. દેવાસીસ ને ખબર હતી કે ઘણા એવા લોકો જે અહીંયા રાત રોકાવા માટે આવ્યા છે કાં તો તેનો કોઈ પતો જ નથી મળ્યો કે પછી તેની લાશ મળી છે કે ઘણા તો જેવી તો ગયા છે પણ એવી હાલત કે જે ખૂબ જ દયનીય હોય.
ચાલતા ચાલતા તે લોકો રસ્તામાં પડતા ગુરુદ્વારા ના પાસે આવી ગયા હતા. અભય એ જે સવાલ પૂછ્યો હતો તેનો જવાબ આપી જ રહ્યો હતો કે ગુરુદ્વારા માંથી બે વ્યક્તિઓ બહાર આવ્યા અને દેવાસીસના તરફ જોઈને કહેવા લાગ્યા પણ તે લોકોની ભાષા અભયને જરા પણ સમજાતી ન હતી.
હાં એટલું હતું કે અભય એટલું તો સમજી ગયો હતો કે તે લોકો ખુદ તેના વિશે જ વાત કરી રહ્યા છો. અભય ફક્ત ઉભો રહીને તે લોકોની વાતો ને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે લોકોને વાત થઈ અભયને ફક્ત એટલું સમજાયું કે તે લોકો તે વ્યક્તિના વિશે જાણવા માંગે છે જે આ બંગલામાં રોકાવા આવ્યો છે.
દેવાસીસ અભયના તરફ ઇશારા કરીને વાત કરી રહ્યો હતો જેનાથી અભયને એ સમજાઈ ગયું હતું કે દેવાસીસ એ તેમને જણાવી દીધું છે કે અભય જ આ બંગલામાં રોકાવા માટે આવ્યો છે.થોડી ઘણી વાતચીત પછી તે લોકો આગળ નીકળી ગયા ત્યારે અભય એ દેવાસીસને પૂછ્યું કે તે લોકો શું વાત કરી રહ્યા છે.
દેવાસીસ એ અભયની વાતનો જવાબ આપતા કહ્યું કે તે લોકો કહી રહ્યા છે કે આ શાપિત બંગલામાં જે કોઈપણ રાત રોકાય છે કાં તો તે મરી જાય છે કે પછી જીવવા લાયક નથી રહેતો. એટલા માટે તે લોકોએ કહ્યું છે કે હવે પછી આ બંગલામાં રાત રોકાવા માટે પ્રતિબંધ રાખવામાં આવશે.
ત્યાં સુધી તે લોકો ઘરના અંદર આવી ગયા હતા. ઘરમાં પહોંચતા પહોંચતા તે લોકોને સાંજનો સમય થઈ ગયો હતો એટલે દેવાસીસ ની પત્ની સુંદરી તાઈ (બહેન) એ તે લોકોના માટે જમવાનું તૈયાર કરીને રાખી પણ દીધું હતું. અભય એ ઘડિયાળમાં જોયું તો હજી સાંજના આઠ ભાગીને પાત્રિસ મિનિટ જ થયા હતા.
અભયને આટલી જલ્દી જમવાની આદત ન હતી એટલે તેણે દિવાસીસ ને જણાવી દીધું કે તે પછી જમશે. દેવાસીસ અને તેના પત્ની સુંદરી બંને જમી લીધું હતું. દેવાસીસ નું ઘર તો બહુ મોટું ન હતું. વચ્ચે એક મોટો હોલ હતો અને બીજા તરફ રસોડું હતું અને તેના સામે ના તરફ એક નાનકડું બેડરૂમ હતું.
આજે રાત્રે દેવાસીસ અને તેની પત્ની રસોડામાં સૂવાના હતા અને તેમનો બેડરૂમ તે લોકોએ અભયને સુવા માટે આપ્યો હતો. જમવાની થાળીને પોતાના રૂમમાં જ લઈને ગયો હતો અને જ્યારે ભૂખ લાગે ત્યારે જમવા માટે તેણે ઢાંકીને રાખી દીધી હતી.
અભય અત્યારે પોતાના લેપટોપમાં આજે દિવસ પર તેણે જે કંઈ પણ સાંભળ્યું હતું તેના વિશે એક નોટ તૈયાર કરી રહ્યો હતો. પોતાના લેપટોપમાં કામ કરતા કરતા તેને ખબર જ ન પડી કે કેટલા વાગી ગયા છે. લેપટોપમાં કામ કરતી વખતે તે હંમેશા જ બાલ્કની માં જ બેસતો હતો પણ અત્યારે તે ઘરની અંદર હતો એટલે તેણે બારી ને હંમેશા ની જેમ ખુલ્લી રાખી હતી.
અત્યારે વાતાવરણ ઠંડુ હતું એટલે બહારથી ઠંડી ઠંડી હવા અંદરના તરફ આવતી હતી. અભયનું પૂરું ધ્યાન તેના લેપટોપના તરફ હતું કે ત્યાં જ તેને લાગ્યું કે બહારની બારી પાસેથી કોઈ વ્યક્તિ પસાર થઈ છે. અભય બારીના બહાર નજર નાખી તો ત્યાં કોઈ જ ન હતું.
પોતાના મનનો વહેમ સમજીને અભય પોતાના કામમાં વળી પાછો વળગી ગયો. હજી તો તેણે કામની ફરી પાછી શરૂઆત કરી જ હતી કે ફરી તેને લાગ્યું કે કોઈ તેની પાસેથી પસાર થયું છે. અભય પોતાના જગ્યાએથી ઊભો થયો અને બારીને બહાર જોવા લાગ્યો કે ત્યાં જ કોઈએ દરવાજામાં અવાજ કર્યો.
" ઠક્ ઠક્ ઠક્."
ઘર ના મેઇન દરવાજામાં કોઈએ ત્રણ વખત ટકોર કર્યા હતા. અભયને નવાઈ લાગી કે અત્યારે કોણ આવ્યું હશે. તેણે ઘડિયાળના તરફ જોયું તો રાતના સાડા બાર વાગી ગયા હતા. અભય પોતાના જગ્યાએથી ઊભો થયો અને દરવાજો ખોલવા માટે બહાર નીકળ્યો.
ઘરમાં અત્યારે સ્મશાન જેવી શાંતિ છવાયેલી હતી. ટકોરા ફક્ત એક જ વાર થયા હતા એટલે અભય થોડા વાર માટે રોકાયો પણ જ્યારે બીજી વખત કોઈ અવાજ ન આવ્યો એટલે કે પાછળ વળીને જવા લાગ્યો. તેણે હજી બે ડગલા આગળ કર્યા છતાં કે ફરી પાછો દરવાજામાં ત્રણ વખત ટકોરાનો અવાજ આવ્યો.
" ઠક્ ઠક્ ઠક્ ."
અભય અત્યારે દરવાજાના તરફ પીઠ કરીને ઊભો હતો તેણે પોતાનો ચહેરો દરવાજાના તરફ કર્યો અને દરવાજો ખોલવા માટે જેવો પોતાનો હાથ દરવાજાના કળી પાસે લગાડ્યો કે કોઈ તેને હાથ જોરથી પકડી લીધો.
આટલી રાતે ઘરમાં કોણ આવ્યું હશે? અભય નો હાથ કોણે પકડ્યો હતો?